ચાનો સ્વાદ, પ્રેમનો આસ્વાદ! - 2 (કલાઇમેકસ)
કહાની અબ તક: સંગીતા એની ખાસ ફ્રેન્ડ રૂપા સાથે મળીને આડકતરી રીતે ઘનશ્યામને બોલાવે છે. એ એણે કહે છે કે કેમ એ ખુદથી આમ દૂર જઈ રહ્યો છે. ઘનશ્યામ એણે ખુદની માટે ના રડવા અને જેની માટે રડવું જોઈએ એની માટે આંસુઓ બંચાવી રાખવા કહે છે તો એ બહુ જ ઉદાસ થઈ જાય છે. ઘનશ્યામ એણે કહે છે કે થોડીવાર પછી જ્યારે બંને ચા પીવા જશે ત્યારે એકલા હશે ત્યારે એ પૂરી વાત જણાવશે. કલાક પછી બંને ચા ખરીદીને બાઈક એક બાજુ પાર્ક કરી ઉપર સાથે બેસી ચા પીવે છે. સાવ એવું પણ નહોતું કે બંને પહેલીવાર આમ આવ્યા હતા, પણ બંને આજે ખાસ વાત કરવા આવ્યા હતા. ભાભીને વધારે ભરોસો ઘનશ્યામ પર જ હતો. ભાભી અને ઘનશ્યામ સારા દોસ્તો પણ હતા.
હવે આગળ: "મારા આ આંસુઓ પર બસ તારો જ હક છે, ઘનશ્યામ..." સંગીતાએ રડમસ રીતે કહ્યું.
"અરે, બાબા... આ ચા તો પી લે પહેલાં!" ઘનશ્યામે એણે જબરદસ્તીથી ચા પીવડાવી જ દીધી!.
"મને ખબર છે, તું હવે અંજલિને પ્યાર કરવા લાગ્યો છે..." સંગીતાએ એક નિશ્વાસ અને એ કાગળનો ગ્લાસ બંને નાંખ્યા.
"ઓ પાગલ! આ શું કહી રહી છે તું?!" ઘનશ્યામે એણે જૂકાવી ને બાહોમાં લઇ લીધી.
"હા જ તો વળી... મારા આ આંસુ તારી સિવાય બીજા કોણ માટે નીકળી શકે?!" આંસુઓના રુદનમાં રહેલા આ શબ્દો સંગીતાએ કહ્યાં.
"જો પહેલી વાત તો એ કે હું અંજલિને પ્યાર નહિ કરતો... યુ જસ્ટ રિકેક્સ!" ઘનશ્યામનો હાથ હજી પણ સંગીતના માથે ફરી રહ્યો હતો.
"તું એણે પ્યાર નહિ કરતો પણ હજી તે મને પણ તો પ્રપોઝ નહિ કરી ને!" સંગીતાએ કહ્યું અને વધારે ને વધારે રડવા લાગી!
"અરે બાબા..." ઘનશ્યામે ચાનો આખીર સિપ ભર્યો અને કહ્યું. "જો મે મારી લાઇફમાં બસ એક જ વ્યક્તિ ને લવ કર્યો છે... અને એ વ્યક્તિ..."
"અંજલિ... મને તો તું પ્યાર જ નહિ કરતો... હું જેટલું પણ તને વ્હાલ કરું... જેટલી પણ તારી કદર કરું... પણ જે વધારે સારું દેખાય લોકો તો એણે જ પ્યાર કરે છે... ખબર છે મને..." સંગીતા બોલી રહી હતી ત્યારે જ ઘનશ્યામના ફોનની રીંગ વાગી. બંને ગભરાઈ જ ગયા.
"હેલ્લો, અરે કેટલી વાર? ચા લેવા ગયા છો કે ચા બનાવવા?!" ઘનશ્યામ ના એક ભાઈ એ પૂછ્યું.
"હા, બસ એ અમે જસ્ટ ચા પી લીધી. હવે નીકળી એ જ છીએ..." ઘનશ્યામે કહ્યું અને કોલ કટ કરી દિધો.
"ઓ મારા સવાલ નો જવાબ આપ પહેલાં..." સંગીતાએ રડમસ રીતે કહ્યું.
"અરે બાબા... જ્યારથી આપને મળ્યા છીએ... લાઇફમાં સાથે જ તો છીએ... હું તારી સિવાય કોઈ બીજી છોકરી સાથે લવ કરવાનું વિચારી પણ ના શકું!" ઘનશ્યામે કહ્યું અને એક હળવી કિસ સંગીતાના માથે કરી લીધી.
"તો આ બધું કેમ કહેતો હતો..." સંગીતાએ પૂછ્યું.
"એ તો મને અંજલિ એ કહેલું કે ઘણી છોકરીઓ જસ્ટ ફ્રેન્ડ પણ માનીને સાથે હોય શકે છે એટલે તારે પણ એક વાર તો એનો ટેસ્ટ લઈ લેવો જોઈએ એટલે જ તો મેં તને પેલી આંસુઓ વાળી વાત કહી હતી!" ઘનશ્યામે કહ્યું તો એનાથી હસી જવાયું.
"અરે... આવું તે કરાતું હશે?!" સંગીતાએ કહ્યું.
"શું તને મારા પર વિશ્વાસ નહોતો?!" સંગીતાએ પૂછ્યું.
"અરે હતો ને... બહુ જ વિશ્વાસ હજી પણ છે. મારે તો બસ એટલું જ જાણવું હતું કે તું મને કેટલી હદે પ્યાર કરે છે!" ઘનશ્યામે કહ્યું.
બંને બહુ જ ખુશ થઈને બાઈક પર જઈ રહ્યાં હતાં.
(સમાપ્ત)