The Author वात्सल्य Follow Current Read સતગુરુ કબીર By वात्सल्य Gujarati Philosophy Share Facebook Twitter Whatsapp Featured Books હું અને મારા અહસાસ - 108 બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્... પ્રેમ થાય કે કરાય? ભાગ - 20 પ્રેમડાબે હાથે પહેરેલી સ્માર્ટવોચમાં રહેલા ફીચર એકપછી એક માન... સમસ્યા અને સમાધાન ઘણા સમય પહેલા એક મહાન સિદ્ધપુરુષ હિમાલયની પહાડીઓમાં ખુબ... ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 3 નંદા : હંમેશા ગુમનામ જ રહી જ્યારે પણ હિન્દી સિનેમાની અભિનેત્... ફરે તે ફરફરે - 40 નાનનો એક છેડો તું પકડ ઘરવાળાને કહ્યુ. કેમ? &ldq... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share સતગુરુ કબીર (5) 4k 8.7k 1 🙏🏿સંત કબીર 🙏🏿गुरु गोविन्द दोनों खडे,किसको लगूं पाय?बलिहारी गुरुदेवकी गोविन्द दियो बताई llસતગુરુ કબીર સાહેબ પણ એક વણકર સમાજથી હતા. અને એમના માતા પિતાનો વ્યવસાય વણાટ કામનો હતો જેથી સતગુરુ કબીર સાહેબ પણ વણાટ કામ શીખ્યા અને પિતાના વ્યવસાય ને આગળસુધી રાખયો.માટે આવા દિવસે કબીર સાહેબને યાદ કરવા જોઈએ અને એમણે પણ વણાટ કામ કરતા કરતા આધ્યાત્મિક વાણી બોલ્યા કે ચદરિયા જીની જીની. ......કબીરા ખડા બાજાર મેં , માંગે સબકી ખેર | ના કાહૂ સે દોસ્તી , ના કાહૂ સે ડરભારતવર્ષની પાવનભૂમિ પર અનેક સંતો , ઋષિઓએ અવતાર ધારણ ક્ય , આ ધરો પર પેદા થયેલા મહાત્માઓ,પીર - પૈગમ્બરોએ પ્રેમ અને સંભાવનાનો સંદેશ ફેલાવ્યો.આવા સંતો -પીર - પૈગમ્બરોમાંના એક હતા સંત કબીર સંવત ૧૪૫૫ ની ચેષ્ઠ શુક્લ પૂર્ણિમાએ સંત કબીરે ભારતની ધરતી પર જન્મ લીધો હતો તેથી જ્યેષ્ઠ સુદ પૂનમને દિવસે કબીર જયંતિ તરીકે ઉજવવામાં આવે છે.સંત કબીરને સમાજમાં ફેલાયેલા આડંબરો પ્રત્યે સખતચીડ હતી . વિધિવત શિક્ષણ ન લેનાર કબીરના દોહાઓ સદીઓ પછી પણ એટલા જ પ્રચલિત અને પ્રસ્તુત છે. તેમણે તેમનું સમગ્રજીવન સામાજિક સુધારાઓ પાછળ વિતાવી દીધું હતું.કવિ અને લેખક તરીકે સમાજ કલ્યાણ કરનારા કબિરને વિશ્વપ્રેમી ગણવામાં આવે છે.કબીરના જન્મ વિશે વિવિધ વાયકાઓ પ્રચલિત છે.એમ કહેવાય છે કે કબીરનો જન્મ કાશીની એક વિધવાના કૂખે થયો હતો.આ વિધવાને રામાનંદ સ્વામીએ ભૂલથી પુત્રવતી થવાના આશિર્વાદ આપ્યાં હતા.તેણે લોકલાજે ત્યાં આવેલા લહરતારા તળાવ પાસે યજીદીધાં.જ્યારે કેટલાંક લોકો કહે છે કે કબીર જન્મે મુસ્લિમ હતાં.પછીથી ગુરૂ રામાનંદ પાસેથી તેમણે હિન્દુ ધર્મનું જ્ઞાન મેળવ્યું.સંત કબીરના માતાપિતા વિશે કહેવાય છે કે નીમા અને નીરૂ નામનું યુગલ લગ્ન કરીને બનારસ જઈ રહ્યું હતું ત્યારે વિશ્રામ લેવા લહરતારા તળાવ પાસે રોકાયું. તે વખતે નીમાને કબીર કમળના પુષ્પમાં વીંટળાયેલા મળી આવ્યા.તેથી કબીના જન્મને કૃષ્ણના જન્મ સાથે સરખાવવામાં આવે છે . જેમ કૃષ્ણની જનેતાએક હતી અને તેને ઉછેરનારી બીજી.તેવીજ રીતે કબીરે એક માતાની કૂખે જન્મ લીધો અને તેમની પાલનહાર માતા બીજી હતી . સંત કબીર નિરક્ષર હતાં.તેમને શાસ્ત્રોનું જ્ઞાન તેમના ગુરૂ સ્વામી રામાનંદે આપ્યું હતું.સ્વામી રામાનંદ તેમના ગુરૂ શી રીતે બન્યા તેની કથા પણ રસપ્રદ છે.સ્વામી રામાનંદ એકવખત સમાજમાં ફેલાયેલા બદીઓ,કુરિવાજોનો વિરોધ કરી રહ્યાં હતા તેની જાણ કબીરને થઈ તો તેઓ તેમને મળવા પહોંચી ગયા.પરંતુ તેમના દ્વારે પહોંચ્યા પછી કબીરને જાણ થઈ કે સ્વામી રામાનંદ મુસલમાનોને નથી મળતાં.પણ કબીર તેમને મળવા કૃતનિશ્ચયી હતાં.જ્યારે તેમને જાણ થઈ કે સ્વામીજી દરરોજ પરોઢિયે પંચગંગા ઘાટ પર સ્નાન કરવા જાય છે ત્યારે તેઓ તેમને મળવાના હેતુ થી ધાટના માર્ગમાં જઈને સૂઈગયા.સ્વામીજી પ્રાતઃકાળે સ્નાન કરવા ત્યાંથી પસાર થયા ત્યારે અજાણ તાં તેમની ઠેસ કબીરને વાગી.સ્વામીજીના મુખેથી તત્કાળ રામ - રામ શબ્દો સરી પડ્યાં.તેમણે પૂછ્યું કે તમે કોણ છો ? ત્યારે કબીરે કહ્યું હું તમારો શિષ્ય છું .કબીરનો ઉત્તર સાંભળીને સ્વામીજી અચંબામાં પડી ગયા . તેમણે કબીરને પૂછ્યું કે તેમણે તેને શિષ્ય તરીકેની દીક્ષા ક્યારે આપી?આના ઉત્તરમાં કબીરે કહ્યું,હમણાં તો તમે મને રામ - રામનો ગુરૂ મંત્ર આપ્યો.કબીરનો જવાબ સાંભળીને પ્રસન્ન થયેલા સ્વામીજીએ તેમને ખરેખર શિષ્ય બનાવી દીધા. સંત કબીરના વિવાહ વનખેડી વૈરાગીની પાલિતા કન્યા ‘ લોઈ ' સાથે થયાં હતાં. તેમને ‘ કમાલ ’ અને ‘ કમાલી ' નામના બે સંતાન હતાં.એમ કહેવાય છે કે ‘ કમાલ ’ પોતાના પિતાના મત સાથે ક્યારેય સંમત નહોતો થયો.અને તેનો ઉલ્લેખ કબીરની રચનાઓમાં પણ મળે છે.જો કે તેમણે તેમની રચનાઓમાં ‘ કમાલી'નો ઉલ્લેખ ક્યારેય નથી કર્યો.એમ કહેવાય છે કે કબીરે પોતાની એકેય રચના લખી નહોતી પણ તે યાદ રાખવી સરળ હતી એટલે લોકોને કંઠસ્થ હતી.પછીથી તેમના શિષ્યોએ - કબીરની રચનાઓને અક્ષરદેહ આપ્યો.કબીરની રચનાઓ સામાન્ય લોકો પણ સમજી સમજી શકે એવી અવધિ અને સાધુકકડી ભાષામાં જોવા મળે છે.સંત કબીરને રામભક્તિ શાખાના મુખ્ય કવિ માનવામાં આવે છે.તેમની સાખિયોમાં ગુરૂ જ્ઞાન ઉપરાંત પ્રત્યેક જાતિ - ધર્મ અને ભક્તિનો સમાવેશ થાય છે.એમ કહેવાય છે કે સંત કબીર વણકર હતાં અને તેમનું સમગ્ર આયખું કાશીમાં વિત્યું હતું.પરંતુ જીવનના અંતિમ સમયમાં તેઓ મગહર ચાલ્યા ગયા હતા સન૧૫૧૮ની આસપાસ તેમણે 'મગહર'માંજ દેહત્યાગ કર્યો.પરંતુ આજીવન સમાજ સુધારણામાં રાચેલા રહેલા સંત કબીરને હિન્દુ અને મુસલમાન બંને ધર્મ એક્સમાન સન્માન મળ્યું હતું.તેથી જ જ્યારે તેમનો દેહાંત થયો ત્યારે તેમના અંતિમ સંસ્કાર માટે હિન્દુઓ અને મુસ્લિમો બાખડી પડ્યાં હતા. હિન્દુઓ તેમના અંતિમ સંસ્કાર હિન્દુ પરંપરા પ્રમાણે કરવા માગતા હતા.જ્યારે મુસલમાનો તેમને પોતાની પરંપરા મુજબ ચીરવિદાય આપવા ઇચ્છતા હતા.તેથી તેમની અર્થી લઈ જવામાં આવી રહી હતી ત્યારે હિન્દુ મુસ્લિમો વચ્ચે થયેલી ખેંચતાણમાં તેમના મૃતદેહ પર ઓઢાડેલી ચાદર ખસી ગઈ . અને લોકોના આશ્ચર્ય વચ્ચે અર્થી પર સંત કબીરના મૃતદેહના - સ્થાને ફૂલોનો ઢગલો જોવા મળ્યો.આમ તેમણે પોતાના મૃત્યુ પછી પણ ફૂલદેહ ધારણ કરીને એવો સંદેશો આપ્યો કે લોકોએ સઘળા ધર્મો માટે એકસમાન ગણાતા ફૂલો જેવા બનવું જોઈએ.એમ કહેવાય છે કે આ ફૂલોમાંથી અડધા હિન્દુઓ લઈ ગયા અને અડધા મુસલમાન પછીથી બંનેએ પોતપોતાના રીતરિવાજ મુજબ ' તેના અંતિમ સંસ્કાર કર્યાં.(સંદર્ભ :હસમુખભાઈ બાબરીયાની fb વૉલમાંથી સાભાર ) - સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય ) Download Our App