એક ઘનઘોર અને સુંદર જંગલ હતું... લીલોતરી થી ભરપુર..
બધાં પ્રાણીઓ સંપીને રહે...
એવા એક જંગલ માં...એક દિવસ વાઘ અને ગધેડો વાતો કરવા બેઠા... કંઈ કેટલીય અલકમલકની વાતો થઈ..
પછી એક વાત પર બંને ની થોડી અડી ગઈ..
વાત એમ થઈ કે, વાતો વાતોમાં... ગધેડા એ કહ્યું...આ જંગલ માં...સરસ વાદળી ઘાસ છે..જે મને ખૂબ જ ભાવે છે...તે ખાઈને હું તાજોમાજો રહું છું...
હવે વાઘ એ કહ્યું...ઘાસ વાદળી રંગ ના હોય જ નહીં....
ઘાસ તો લીલા રંગના જ છે...
પણ કેમેય ગધેડો ,વાઘ ની વાત સાથે સહમત થાય જ નહીં...એ પોતાનો જ કક્કો સાચો સાબિત કરવા પર અડી રહ્યો..
વાઘ એ ઘણુ સમજાવ્યું કે ,જો પેલા ઘાસ તે. લીલા રંગના જ છે...
પણ ગધેડો કહે કે,ના તમને બરાબર દેખાતું નથી...એ લીલા રંગના નહીં પણ વાદળી રંગના જ છે...
હવે બંને ટસલ પર ઉતરી આવ્યા..
બંને પોત પોતાના મત પર અડગ રહ્યા...
પછી બંને એ આ વાદવિવાદ ને લઈને.. રાજ
સિંહ પાસે જવાનો નિર્ણય કર્યો..અને કહ્યું કે,જે રાજા સિંહ કહેશે તેને માન્ય રાખીશું...
આમ નક્કી કરી , ગધેડો અને વાઘ .. રાજા સિંહ ના દરબારમાં આવી પહોંચ્યા... બપોરનો સમય હતો... રાજા જમીને વિશ્રામ ફરમાવી રહ્યા હતા...
ત્યાં ગધેડો અને વાઘ આવીને, રાજા સિંહ ને સલામ ભરી ને, પોતાની વાત તેમના સમક્ષ રજૂ કરી...અને તેમની શંકા નું નિવારણ કરાવવા વિનંતી કરી...
ગધેડો બોલ્યો,જુઓ મહારાજ..હું ક્યારનો કહુ છુ કે,પેલા સામે દેખાય એ ઘાસ વાદળી રંગ ના છે.
પણ આ વાઘ માનવા તૈયાર નથી.... તમે જ કહો...કે કયા રંગના છે..અને જેની વાત સાથે તમે સહમત નહીં હોવ તેને તમારે સજા આપવી...અને તમે જે સજા આપશો ,એ અમને મંજૂર રહેશે... એવું અમે નક્કી કર્યું છે...
રાજા સિંહ એ થોડુંક વિચાર કરીને પછી કહ્યું કે ગધેડા ની વાત સાચી છે. અને તુરંત જ વાઘ ને ૧૦૦ કોડા ની સજા ફરમાવી દીધી..... આથી વાઘ ને આશ્વયૅ થયું.
..તેણે બીજા દરબારીઓને સામે સાંજે દરબાર ભરવા અને આ સજા ને અમલ માં મૂકવા ફરમાન કરી દીધું..
આથી જંગલમાં ઢંઢેરો પીટાઈ ગયો કે ," રાજા
સિંહ એ સાંજે દરબાર બોલાવ્યો છે...તો જંગલના બધા જ પ્રાણીઓને ફરજિયાત ઉપસ્થિત રહેવા નો મહારાજે નો હુકમ કર્યો છે..."
બધાં પ્રાણીઓ પણ અચાનક દરબાર બોલાવેલ હોવાથી, જીજ્ઞાસા થઈ.
દરબાર ભરાવાનો સમય થતાં, જીજ્ઞાસા વશ , બધા પ્રાણીઓ દરબારમાં હાજર થઈ ગયા...
રાજા એ બપોરના સમયે બનેલી, પૂરી ઘટના ની જાણકારી સવૅ પ્રણીઓ
ને આપી...અને પોતાનો લેવામાં આવેલ નિર્ણય પણ જણાવ્યો....આ નિર્ણય અન સજા વિશે જાણી સૌ કોઈ આશ્ર્ચર્ય પામ્યા...
તેમને પોતાના ધર્મ પરાયણ અને ખૂબ જ ચપળ એવા રાજા આવો ખોટો નિર્ણય લઈ શકે તે પર વિશ્વાસ ન બેસ્યો..પણ કોઈ તેમના નિણૅય ની અવગણના કરી શકતુ ન હતું..
ભરા દરબારમાં રાજા સિંહ ના ફરમાન પ્રમાણે, વાઘ ને ૧૦૦ (સો)કોડા ફટકારવામાં આવ્યા...
ગધેડો તો ખુબ ખુશ થતા..મૂછ માં મરકતા ..વાઘ ને આપેલી સજા પૂરી થતાં , દરબાર છોડીને પોતાના રસ્તે ચાલી નીકળ્યો..
પરંતુ વાઘ એ સજા ભોગવ્યા પછી....બે હાથ જોડીને, રાજા સિંહ ને સન્માન આપતા... પોતાની વાત સાચી હોવા છતાં..."શા માટે સજા ફટકારવામાં આવી..?".તે વાત પર કૃપા કરીને પૃકાશ પાડવા કહ્યું......
આથી રાજા સિંહ એ પોતાના ફરમાન નું સત્ય જણાવતા, દરેક દરબારીઓને પણ સંબોધન કરતા જણાવ્યું કે,
આ તો ગઘેડો છે , જેનામાં રતિભાર બુધ્ધિ નથી.. આપણે સૌ જાણીએ છીએ.... છતાં સમજદાર એવા વાઘે આવી સામાન્ય બાબત માં..આટલી બધી ચર્ચા માં ઉતરીને.. તમારો ને મારો સમય વેડફયો....આ સમયમાં આપણે કંઈક ઈનોવેટીવ કાયૅ પણ કરી શકતા હતા.......
અને આ ચર્ચા ની શરૂઆત આ વાઘ દ્વારા થઈ....તે ગધેડા ની સાથે ચર્ચા માં ઉતરી ને સમય બગાડ્યો..તે માટે મેં વાઘ ને સજા કરી છે...
તદુપરાંત..સભા બોલાવવા નો મારો આશય એટલો જ હતો કે,આ જોઈ બીજા બધા પોતની બુધ્ધી નો અને સમય નો સદુપયોગ કરવાની પ્રેરણા લે....
આ જાણી બધા જ પ્રાણીઓને પોતાના રાજા પર ગર્વ થયો... રાજા
સિંહ ની જયકાર બોલાવી ને.. બરખાસ્ત , પોતાના કાર્ય માં વ્યસ્ત થઈ ગયા....
સાર:
અમુક વખત આપણે વ્યથૅ ચર્ચા , જેના માં બુધ્ધી જ નથી તેવા લોકોને આપણી વાત સમજાવવામાં, આપણો સમય બગાડીએ છીએ..એના કરતાં....તે સમય નો સદુપયોગ કરીને....ઈનોવેટીવ કાર્ય કરવું જોઈએ..્