પ્રતિશોધ ભાગ ૧૯
"મંગળ તો ગામમાં નથી સાહેબ એ તો દસ બાર દિવસ થયા શહેર ખરીદી કરવા ગયો છે " મુખીના મોઢે આ શબ્દો સાંભળતા જ બધા ને આધાત લાગ્યો.
" મંગળ ગામમાં નથી ? ક્યા શહેરમાં છે ? આટલા બધા દિવસ કઈ ખરીદી કરે છે ? ક્યારે આવશે ? " જાડેજા અકળાયા ને સવાલોનો વરસાદ મુખી પર કર્યો .
" અરે સાહેબ એ તો મન નો રાજા છે એનું કોઈ ઠેકાણું નહીં . કુંવારો છે મા બાપ કોઈ નથી માથે કોઈ જવાબદારી નથી . ક્યારેક અમદાવાદ તો ક્યારે મુંબઈ તો ક્યારે દિલ્લી ગમે ત્યારે આવે ને ગમે ત્યારે જાય . કોલે પણ આવે નહીં તો મહીના સુધી પણ ન આવે ." મુખી ની વાતો સાંભળી બધા મિત્રો અકળાયા ને હવે શું કરવું ચાર્મી ને કેવી રીતે બચાવશું વિચાર કરવા લાગ્યા.
જાડેજા ને પણ કાંઈ સુજતું નહોતું " એનો કોઈ મોબાઈલ નંબર છે ? "
" છે ને સાહેબ આપુ તમને " તકીયા નીચેથી મોબાઈલ લેતા મુખી બોલ્યાં .
મુખી એ આપેલો નંબર જાડેજા એ લગાવ્યો પણ આઉટ ઓફ કવરેજ એરીઆ વાગી રહ્યું હતું જાડેજા ઍ મોટો નિસાસો નાખીને છોકરાઓ તરફ જોઈ ના માં માથુ હલાવ્યું .
વિકાસ ની આંખો માંથી આંસુ વહેવા લાગ્યા હવે કોઇ જ આશા દેખાતી નહોંતી . રોમીલ અને અનીલ પણ દુઃખી થઈ ગયા . ગામવાળા આ બધુ આશ્ચર્ય સાથે જોઈ રહ્યા હતાં .
" સાહેબ મંગળ એવું શું જાણે છે કે તમે અત્યારે એને મળવા આવ્યા ? અત્યારે ફોન નથી લાગતો તો કાલે કરી લેજો એને મળવાની આટલી ઉતાવળ કેમ કરો છો ? આ છોકરા કોણ છે એમનો રુખી સાથે શું સંબંધ? " રુખી ના સસરાએ સવાલો પુછ્યો.
"મંગળની દુકાન અને ઘર ક્યાં છે ?" જાડેજા એ સવાલો સામે સવાલ પૂછ્યો .
"આ શું સામે જ છે ઘર દુકાન બધુ એક જ " મુખી એ જવાબ આપ્યો .
"ચાવી કોની પાસે છે ?"
" ઈ કોઈનો ભરોસો કરતો નથી ચાવી તો એની પાસે જ હોય છે " મુખી એ જાણાવ્યું.
"કિસન દરવાજો તોડો " જાડેજા નો હુકમ મળતા ત્રણે સિપાહી દરવાજો તોડવા દુકાન તરફ ગયા . જાડેજાનો હુકમ સાંભળી ગામવાળા નવાઈ સાથે એમની તરફ જોવા લાગ્યા . જાડેજા ઉભા થઈ દુકાન તરફ ગયા ને પાછળ બધા ગામવાળાં.
ત્રણે મિત્રો ની આંખો ભરેલી હતી . સામે જે ચાલી રહ્યું હતું એ કોઈ પણ હાવભાવ વગર જોઈ રહ્યા હતાં . વિકાસ હતાસ થઈ નીચું મો કરી માથે હાથ મૂકીને ઘરના ઓટલા પર બેસી ગયો . રોમીલના મોબાઈલ ની રીંગ વાગી નિષ્કાનો ફોન હતો. રોમીલને ગભરાટ થવા લાગી શું કેહવુ સમજાતું નહોતું એણે અનીલ તરફ નજર કરી " નિષ્કા નો ફોન છે તુ વાત કર "
" રોમીલ તમે પોહચી ગયા ? મંગળ મળ્યો ? તમે નિકળ્યા ત્યાંથી ?" નિષ્કા બધુ જાણવા આતુર હતી .
"અનીલ બોલું છું . યાર બધી ગડબડ થઈ ગઈ છે મંગળ ગામમાં નથી શહેર ખરીદી માટે ગયો છે ક્યારે આવશે કોઇને ખબર નથી એનો ફોન પણ નથી લાગતો હવે પંડિતજી ને કહે કોઈ બીજો ઉપાય શોધે અમારું તો મગજ કામ કરતું બંધ થઈ ગયું છે " અનીલ હિંમત કરી બધુ સાચુ બોલી ગયો.
આ સાંભળતા નિષ્કાના હાથ માંથી ફોન પડી ગયો પંડિતજી સમજી ગયા કોઈ પ્રોબ્લેમ થયો છે ." શું થયું બેટા ? શું સમાચાર છે ?"
અનીલે કરેલી વાત નિષ્કા રડતા રડતા બોલી "પંડિતજી હવે શું થશે ? ચાર્મી ને કેવી રીતે બચાવશું ? તમે જ કોઈ ઉપાય બતાવો "
વાત સાંભળી પંડિતજીનું મન અશાંત થઈ ગયું ખુદ ને સંભાળતા એમણે આંખો બંધ કરી દીધી થોડી વાર સુધી કંઈ જ બોલ્યાં નહીં " ચિંતા ન કર બેટા બધુ બરાબર થઈ જશે " એટલું બોલી માતાની મુર્તિ નીચે મૂકેલી માળા લઈ પંડિતજી મૂર્તિ સામે જાપ કરવા બેસી ગયા.
મંગળની દુકાનનું તાળુ તોડી સિપાહીઓ એ તપાસ કરી અને એક લોખંડની પેટીમાંથી રુખી એ ચોરેલા દાગીના મળી આવ્યાં . રુખી ના સસરા દાગીના જોતા જ ઓળખી ગયા આ દાગીના એમના ઘરના જ હતાં . મંગળની સચ્ચાઈ હવે ગામવાળા ઓ સામે હતી એટલે જાડેજા એ બનેલી બધી ઘટના ગામવાળા ઓને જણાવી દીધી . જાડેજાની વાત સાંભળી ત્યાં હાજર એક સ્ત્રી જોરથી રડવા લાગી ને દોડીને પોતાને ધેર જતી રહી .
"સાહેબ એ કમળી છે રુખલી નું એની હાથે સારુ બનતું તું . મંગળ આવો નીચ હશે અમે સપને પણ નહોતું ધાર્યું હરામખોર ગામમાં પગ મુકસે એવો જ એને પતાવી નાખશુ " મુખી ગુસ્સામાં બોલ્યા .
"તમારે એવું કાંઈ કરવાની જરૂર નથી એને સજા કાયદો આપશે અત્યારે તો ઓલી નિર્દોર્શ છોકરી નો જીવ બચાવવા શું કરી શકાય એ વિચારો .મારે આ કમળી સાથે વાત કરવી છે એ મંગળ વિષે કંઈક તો જાણે છે " જાડેજા દુકાનની બહાર આવતા બોલ્યા.
ક્રમશઃ
વાચકમિત્રો મનોરંજન માટે લખાયેલી આ એક કાલ્પનીક વાર્તા છે . વાર્તા મનોરંજન માટે લખાયેલી છે અંધશ્રદ્ધા વધારવા માટે નહીં .
ધન્યવાદ
પંકજ ભરત ભટ્ટ .