One unique biodata - 1 - 21 in Gujarati Motivational Stories by Priyanka Patel books and stories PDF | એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૨૧

Featured Books
Categories
Share

એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૨૧

નિત્યાના મમ્મી-પપ્પા ઉભા થયા અને ખુરશી પાસે જઈને બે મિનિટ તો એ જ નક્કી કરવામાં પસાર કરી કે, ખુરશીમાં કોણ બેસશે.આ જોઈને પંકજકુમાર ઉભા થઈને ડાઇનિંગ ટેબલ પાસેથી બીજી ખુરશી લાવ્યા અને કહ્યું,"નો ટેન્શન વ્હેન આઇ એમ હિઅર,શાંતિથી બેસો અને સ્ટાર્ટ કરો"

બંને બેસ્યા.બધા એમની સામે જોઈ રહ્યા હતા અને મનમાં વિચારી રહ્યા હતા કે આ બંને એક સાથે કેમ ગયા છે?,અને શું બોલવાના હશે?

દેવ ઉભો થયો અને બોલ્યો,"અંકલ-આંટી,હું તમને એક સજેશન આપું"

"હા,બોલ"નિત્યાના મમ્મી-પપ્પા દેવની તરફ જોતા કહ્યું.

"તમે એક સોન્ગ ગાઓ નિત્યા માટે"

"હા,કદાચ એવું જ કંઈક કરવાના છીએ,પણ કયું એ સમજમાં નઈ આવતું"

"હું કહું તમને?"

"હા,બોલ"

"જોવો હવે નિત્યા પરણવા લાયક તો થઈ જ ગઈ છે તો પેલું સોન્ગ ગાઓ એના માટે,
બાબુલ કી દુઆએ લેતી જા,જા તુઝકો સુખી સંસાર મિલે
માયકે કી કભી ના યાદ આએ,સસુરાલ મેં ઇતના પ્યાર મિલે"

સોન્ગની બે લાઇન પુરી થતા જ નિત્યાએ એના પગ નીચે મુકેલ પિલો દેવને માર્યું અને ચિડાઈને બોલી,"હું તને ભારી પડું છું,હું મારા મમ્મી-પપ્પાના ઘરે રહું છું"

"હા,સાચી વાત"ક્યારના ચૂપ બેસેલા જશોદાબેન બોલ્યા.

"આંટી,દેવ જયારેને ત્યારે મારા મેરેજની વાત કરતો હોય છે.મને લાગે છે તમારે હવે એને જ પરણાવી દેવો જોઈએ"

(નિત્યા મજાકમાં બોલી તો ખરી પણ એને એના આ વાક્ય બોલ્યાંનો અફસોસ થયો.એણે તરત પહેલા દેવ સામે અને પછી સલોની તરફ જોયું.દેવ નીચું જોઈ રહ્યો હતો એટલે એણે થયું કે,એને અજાણતા આમ બોલીને દેવને હર્ટ કર્યો.)

"નિત્યા તું ચિંતા ના કર.એ તને હેરાન કરે છે ને,આપણે એના લગ્ન પછી એને જ સાસરે મોકલી દઈશું.રહેશે પછી ઘર જમાઈ બનીને"જશોદાબેન નિત્યાનો સાથ આપતા બોલ્યા.

"દેવ તું આજ મારી દીકરીને હેરાન ના કર"

"આંટી,મમ્મીનું તો હું સમજી શકું નિત્યાની સાઈડ લેવાનું પણ તમે તો મારી ટીમમાં હતા ને,પાર્ટી બદલી નાખી?"દેવે માસૂમ બનીને કહ્યું.

"અરે આજ એનો બર્થડે છે,તો આજ પૂરતું એની સાઈડ,બાકી ટીમ તો આપણી બંનેની જ છે"

"અચ્છા,તો ઠીક"

"બસ મમ્મી,તારું પત્યું હોય તો ગેમ આગળ વધારીશું"નિત્યા બોલી.

નિત્યાના પપ્પા ઉભા થયા અને સોન્ગ ગાવાનું શરૂ કર્યું,
"મેરી દુનિયા,મેરી દુનિયા,મેરી દુનિયા તું હી રે"

પાછળ નિત્યાની મમ્મી પણ જોડાયા,
"મેરી ખુશીયા,મેરી ખુશીયા,મેરી ખુશીયા તું હી રે
રાત દિન,તેરે લિયે,સજદે કરું,દુઆએ માંગુ રે.......
મેં યહાં,અપને લિયે,રબસે તેરી બલાયે માંગુ રે........
મેરી દુનિયા,મેરી દુનિયા,મેરી દુનિયા તું હી રે.......
મેરી ખુશીયા,મેરી ખુશીયા,મેરી ખુશીયા તું હી રે.......

નિત્યાના મમ્મી-પપ્પાએ એને હગ કરી લીધું અને ત્રણેયની આંખો ખુશીના આંસુથી ભીની થઇ ગઇ.સાથે સાથે દેવ અને સ્મિતા પણ એમની મમ્મી જશોદાબેનને ભેટી પડ્યા અને વ્હાલ કરવા લાગ્યા.આ બધાની વચ્ચે એક માણસ એવું હતું જે આ પ્રેમ માટે નાનપણથી જ તરસી રહ્યું હતું,એની આંખમાં દુઃખના આંસુ હતા અને એ છે સલોની.સલોનીને એના મમ્મી-પપ્પા તરફથી આટલું વ્હાલ ક્યારેય નહોતું મળ્યું.નકુલ સલોનીની આ તકલીફ સમજી શક્યો હતો.નકુલે સલોનીના આંસુ લૂછયા અને સ્માઈલ કરવાનું કહ્યું.દિપાલીએ પણ સલોનીની આ તકલીફ મહેસૂસ કરી હતી પણ એ કંઈ પણ બોલ્યા વગર માનુજ પાસે જ ઉભી રહી.

હવે જશોદાબેન હોટશીટ પર આવ્યા અને બોલવાનું શરૂ કર્યું,"નિત્યા,એના વિશે હું બોલું એટલું ઓછું છે.જેટલી સમજદાર,હોશિયાર અને લાગણીશીલ એ આજ છે એટલી જ નાનપણમાં હતી.દેવ,સ્મિતા અને નિત્યાને મેં સાથે મોટા થતા જોયા છે.ત્રણેયને હું એક સરખો જ પ્રેમ કરું છું પણ એમાંથી નિત્યા મારી ફેવરિટ છે,એની સાથે એક અલગ પ્રકારનું ઇમોશનલી અટેચમેન્ટ છે.નિત્યા મારી દિકરી સમાન નહીં પણ મારી દિકરી જ છે.નિત્યાએ મને મારી માંની જેમ સમજી છે.એણે મને જ નહીં પણ દેવ,સ્મિતા અને એની આસપાસના બધાને ખુશ રાખવાનો પ્રયત્ન કરતી રહે છે.એ પોતે ઉદાસીમાં હસતી દેખાય છે પણ અમને ક્યારેય ઉદાસ નથી રહેવા દેતી.આઈ લવ યુ બેટા!

"આઈ લવ યુ ટૂ જસુ"નિત્યા લાડમાં બોલી.

(નિત્યાને ક્યારેક ક્યારેક જશોદાબેન પર બહુ વધારે લાડ ઉભરાઈ આવે ત્યારે એમણે જસુ કહીને બોલાવતી.)

"મારો ફેવરિટ તો દેવ છે"કામિનીબેન નિત્યાને ચિડવવા બોલ્યા.

"અને મારી ફેવરિટ દીકરી સ્મિતા અને કાવ્યા"જીતુભાઇ સ્મિતાના માથા પર વ્હાલથી હાથ મુકતા બોલ્યા.

(દેવ અમે સ્મિતાના પપ્પાના સ્વર્ગલોક પધાર્યા પછી જીતુભાઇ સ્મિતા સાથે વધારે વાતચીત કરતા.સ્મિતાની બધી જરૂરિયાતો જે એક પિતા પુરી પડતા હોય એ કામ જીતુભાઈએ એમના માથે લઈ લીધું હતું.સ્મિતા પણ જીતુભાઈને પપ્પા સમાન જ માનતી.સ્મિતા એના મનની વાત જીતુભાઇ સાથે બેફિકરીથી શેર કરતી.)

હવે સ્મિતાનો વારો આવ્યો.એણે બોલવાનું શરૂ કર્યું.
"નાનપણથી જ ભાઈ અને નિત્યા જ મારા ભાઈ-બહેન અને બેસ્ટ ફ્રેન્ડસ બનીને રહ્યા છે.હું એવું કહું એમાં બિલકુલ શક નથી કે,ભાઈ કરતા વધુ નિત્યા મારી સગી છે.મારી દરેક વાતની એને ખબર હોય.મારાથી નાની છે પણ સલાહ આપવામાં મારા દાદીને પણ પાછળ છોડી દે એવી સમજદાર છે.પંકજ સાથે થયેલ ઝગડો સુલજાવવામાં મારી મોટી બહેન બનીને સમજાવે છે અને દેવ સાથે ઝગડો કરતા નાનું બાળક બનીને નાસમજ બને છે.થેંક્યું સો મચ નિત્યા! હેપ્પી બર્થડે અગેન એન્ડ અગેન"

"થેંક્યું સો મચ ચકલીની નીતુ,મારી આ બીજી ફેમિલીને આટલો પ્રેમ કરવા માટે એન્ડ સ્ટે હેપ્પી એન્ડ હેલ્થી.હેપ્પી બર્થડે ડીયર"પંકજકુમાર નિત્યાને આભાર વ્યક્ત કરતા બોલ્યા.

"થેંક્યું સો મચ દી એન્ડ જીજું"નિત્યા બોલી.

ત્યારબાદ દિપાલી આગળ આવી અને બોલી,"નિત્યાને હું લગભગ દોઢ મહિનાથી ઓળખું છું.મને એનામાં સૌથી વધારે ગમ્યું હોય તો એનો સહનશીલ સ્વભાવ છે.કોઈ પણ સમય કે સિચ્યુએશનમાં નિત્યા ખૂબ જ સમજદારીથી વર્તે છે.મેં આજ સુધી એણે ક્યારેય ગુસ્સામાં નથી જોયેલી.નિત્યા ના હોત તો હું અને માનુજ ક્યારેય મળ્યા ના હોત.થેંક્યું સો મચ,મારી લાઈફની સૌથી મોટી ખુશી મને આપવા માટે.ગોડ ઓલવેઝ બ્લૅસ યૂ"

"ઇટ્સ માય પ્લેઝર,યોર હાર્ટ ઓલ્સો સ્વીટ,ડીયર સ્વીટહાર્ટ"નિત્યા દિપાલીનો આભાર વ્યક્ત કરતા બોલી.

"મારા પહેલા ઘણા બધાએ બધું કહી જ દીધું છે.હું બસ એટલું જ કહીશ,'તું મારી સારી ફ્રેન્ડ હતી,છે અને રહીશ' તું હંમેશા ખુશ રહે"નકુલ એની જગ્યા પર જ ઉભો રહીને બોલ્યો.

"થેક્યું નકુલ"

હવે બાકી હતા દેવ અને માનુજ.સલોની કંઈ બોલે એવી આશા કોઈને હતી નહીં.છેલ્લું કોણ બોલશે એ બાબત પર ફરીથી દેવ અને માનુજ વચ્ચે આરગ્યુમેન્ટ શરૂ થઈ ગઈ.બધા એમની આ મીઠી આરગ્યુમેન્ટને સાંભળી રહ્યા હતા.એટલામાં ડ્રોઈંગરૂમમાંથી ગીત ગાવાનો અવાજ આવ્યો.

એ અવાજ કોનો હશે?