Krupa - 20 in Gujarati Moral Stories by Arti Geriya books and stories PDF | કૃપા - 20

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

કૃપા - 20

(રામુ એ કૃપા નું પગેરું મેળવી લીધું.પણ હજી ત્યાં હાથ પહોંચ્યા નથી.કાનો અને કૃપા દરવાજા નું રહસ્ય શોધવા આગળ વધી રહ્યા છે.હવે આગળ.....)

કાનો એ દરવાજા જોયું કે તે દરવાજા ની અંદર જુના સમાન ની વચ્ચે એક બીજો દરવાજો દેખાય છે.તેને સિફતપૂર્વક અવાજ ના આવે તેમ એ દરવાજો ખોલ્યો. અંદર અંધારું હતું.કાઈ જ દેખાતું નહતું.એટલે તેને પોતાની પાસે રહેલા મોબાઈલ માં ટોર્ચ કરી જોયું તો સામે સીધા નીચે જાવા માટે સિડી હતી.હવે આગળ જવું કે નહીં?તે વિચાર માં હતો.ત્યાં જ કાઈ સૂઝી આવતા તેને કૃપા ને કાંઈક મેસેજ કર્યો.

આ તરફ કૃપા રૂમ માં દરવાજા ની બહાર પહેરો દેતી હતી.અચાનક તેને લાગ્યું કે કોઈ અવાજ આવ્યો.એનું હૃદય એક ધબકારો ચુકી ગયું.આગળ શું થાશે એ વિચાર માત્રથી એ હલી ગઈ.અને છતાંપણ હિંમત કરી ને પાછળ જોયું તો ત્યાં એક ઉંદર હતો.તેને માથા પર થી પરસેવો લૂછયો.ત્યાં જ તેના ફોન માં મેસેજ આવ્યો.તે કાના નો મેસેજ હતો.તેને મેસેજ માં બીજા દરવાજા વિશે લખ્યું હતું.કૃપા ને હવે વધુ ચિંતા થવા લાગી.

રામુ એ નક્કી કર્યું કે કોઈ પણ ભોગે તે કૃપા ની શાન ઠેકાણે લાવશે.એટલે તેને તપાસ કરી રાખી કે ક્યારે ગનીભાઈ ના ફાર્મ હાઉસ પર કેટલા માણસો હોઈ છે.જેથી તેને હુમલો કરવાની ખબર પડે.એ માટે તેની સાથે ગનીભાઈ નો એક માણસ પણ જોડાયો કેમ કે ગનીભાઈ એનું ઘણીવાર અપમાન કરતા.તેને પણ બદલો લેવો હતો.આમ ઘર નો ભેદી જ પોતાની સાથે હોઈ રામુ માં આત્મવિશ્વાસ વધી ગયો,અને તે યોગ્ય સમય ની રાહ જોવા લાગ્યો.

કાનો ટોર્ચ કરી ને પગથિયાં ઉતરવા લાગ્યો.અંધારા ના લીધે કશું દેખાતું નહતું,પણ એવું લાગતું હતું કે પગથિયાં ઉપર પણ થોડી કાંકરી છે.લગભગ આઠ થી દસ પગથિયાં ઉતર્યા બાદ તે નીચે કોઈ પહોળી જગ્યા એ આવી ગયો. આ જગ્યા માં ખૂબ જ ઠંડક હતી.તેને ટોર્ચ આમથીતેમ ફેરવી ને જોયું તો ત્યાં એક રૂમ જેવું લાગ્યું.સામાન્ય ફર્નિચર દેખાયું.અને એક પલંગ પર કોઈ સુતું હોઈ તેવું લાગ્યું.

કાનો મુંજાયો .પેલા તો તેને થયું કે આપડે પકડાઈ ગયા.પણ પછી હિંમત કરી ને આગળ વધ્યો.તેને તે સુતેલી વ્યક્તિ ના ચેહરા પર ના આવે તે રીતે ટોર્ચ રાખી ધીમે ધીમે આગળ આવ્યો તેને નજીક જઇ ને જોયું તો તે એક વીસેક વર્ષ ની કોઈ યુવતી લાગી.તેના ચેહરા પર માર ના ઘા હતા.અને તે સૂતી નહતી.પણ બેભાન હોઈ તેવું લાગતું હતું.કાનો વિચાર મા પડી ગયો.આ અહીં ક્યાંથી આવી હશે.કાના એ આજુબાજુ માં નજર ફેરવી તો બીજું ખાસ કંઈ નહતું.ચારેકોર બસ દીવાલ જ દેખાય.હવે ઘણીવાર થઈ ગઈ હોય તે જલ્દી પાછો ફર્યો.

અહીં કૃપા તેના મેસેજ મળ્યા પછી ડરેલી હતી.કાના ને જોઈ તેના જીવ માં જીવ આવ્યો.બંને ધીમેથી પોતપોતાની જગ્યા એ પહેલાં તો પહોંચી ગયા.અને પછી કાના એ મેસેજ થી બધી વાત કૃપા ને કરી.કૃપા પણ વિચાર માં પડી ગઈ કે યુવતી આવી ક્યાંથી?પોતે અહીં આવ્યા અઠવાડિયું થયુ હશે.તો એ કોણ હશે.વિચારતા વિચારતા સવાર પડી ગઈ. કાના એ જોયુ કે કૃપા ની આંખ માં ઉજાગરો સ્પષ્ટ વર્તાય છે.તે કૃપા પાસે રસોડા માં ગયો.

"કૃપા તારી આંખો કેમ આટલી સુઝેલી છે.પછી સૂતી જ નથી કે શું?"કાના એ પૂછ્યું

" મને એ યુવતી ના જ વિચાર આવતા હતા.કાના એ કોણ હશે?એને કોણ લાવ્યું!ક્યાંથી આવી.ત્યાં કેમ બંધ રાખવામાં આવી હશે.આપડી પીઠ પાછળ આવી કે પહેલાથી જ અહીં હતી?મારા મન માં સતત આવા પ્રશ્નો થયા કરે છે.કાના મને એને મળવું છે,કદાચ આપડે એના માટે કઈ કરી શકીએ!"કૃપા એ કાના ને આજીજી કરી.

કાના એ કંઈક વિચારી ને માથું હકાર માં ધુણાવ્યું.તે દિવસે કાના એ કૃપા ને ગનીભાઈ ને મેસેજ કરી ને પૂછવા જણાવ્યું કે તે ક્યારે આવવાના.કૃપા એ મેસેજ કર્યો. ગનીભાઈ તો રાજી થઈ ગયો.પણ આજે કામ હોય તે કાલે સવારે જ આવશે એવું કહ્યું.કૃપા એ પણ કાલે અહીં સાથે જમીશું.એવું આમંત્રણ આપી દીધું.

(શુ છે ગનીભાઈ ને બોલાવવા પાછળ નો કાના નો પ્લાન?ભોંયરા માં રહેલી તે યુવતી કોણ હશે?શુ કૃપા તેને છોડાવી શકશે?જાણવા માટે વાંચતા રહો.....)

આરતી ગેરીયા...