Midnight Coffee - 10 in Gujarati Love Stories by Writer Shuchi books and stories PDF | મિડનાઈટ કોફી - 10 - આથમતો સૂરજ

Featured Books
Categories
Share

મિડનાઈટ કોફી - 10 - આથમતો સૂરજ

નિશાંત : હવે શું કરીશું??
તે આકળાય ને રાધિકા ને પૂછે છે.
રાધિકા ની નજર આમ તેમ દોડવા લાગે છે.
આકાશમાં જોર જોરથી વાદળઓ ગરજવા લાગે છે.
બંને આકાશ તરફ જુએ છે.
નિશાંત : કહી દઉં છું, મને વરસાદ માં ભીના થવું જરાય નથી ગમતું.
રાધિકા ની નજર ફરી આજુ બાજુ દોડવા લાગે છે.
નિશાંત : અહીંયા કઈ કીમતી વસ્તુ શોધી રહી છે તું??
રાધિકા કોઈ જવાબ નથી આપતી.
આકાશમાં વીજળી ચમકે છે.
નિશાંત ફરી ઉપર જુએ છે.
ત્યાં જ બાઇક પર ગામડા નું એક કપલ પસાર થાય છે રાધિકા નું ધ્યાન સાડી પહેરી તૈયાર થયેલા બહેન પર જાય છે.
જેમણે માથામાં જૂની સ્ટાઇલ ની પેલી કાળી ચીપીયા પીન નાખી હોય છે.
તે જોઈ ને રાધિકા ને વર્ષો જુનો નુસ્ખો યાદ આવી જાય છે.
તે પેલા કપલ ની બાઇક રોકાવી બહેન પાસે ગાડી નું લોક ખોલવા તેમની પીન માંગે છે અને ફટાફટ લોક ખોલી દે છે.
ત્યાં જ સરસ મજાનો વરસાદ પડવા લાગે છે.
નિશાંત : જલ્દી ગાડીમાં બેસ.
બંને ગાડીમાં બેસે છે અને નિશાંત ગાડી સ્ટાર્ટ કરે છે.
રાધિકા બારીની બહાર જોવા લાગે છે.
બંને માંથી કોઈ કઈ બોલતું નથી.

* * * *

સાંજે

રાધિકા : વાઉં....!!
અહીંયા થોભીએ થોડી વાર??
કેટલો સુંદર સનસેટ થવાની તૈયારીમાં છે.
તે ખુશ થતા કહે છે.
નિશાંત તરત થોડી સાઇડ પર લઈ સનસેટ બરાબર દેખાય એ રીતે ગાડી ઉભી રાખે છે.
બંને દરવાજા ખોલી ગાડીમાંથી બહાર નીકળે છે.
નિશાંત : કોફી??
રાધિકા : હા.
નિશાંત કોફી ના ૨ કેન કાઢે છે અને લઈને ગાડી ની ડીકી પર બેસી જાય છે.
નિશાંત : અહીંયા આવી જા.
તે રાધિકા ને બોલાવે છે.
રાધિકા આવીને બેસી જાય છે.
બંને એક સાથે પોતાના કોફી ના કેન ખોલે છે.
રાધિકા : બહુ ગરમ થઈ ગઈ છે કોફી.
નિશાંત : હા.
બંને હસે છે.
હલકો ઠંડો પવન વાય છે.
રાધિકા ના વાળ ઉડી ને આગળ તેના ચહેરા પર આવી જાય છે.
નિશાંત તે જુએ છે.
રાધિકા કોફી નું કેન બાજુ પર મૂકી,
આંખો બંધ કરી હવા ને માણવા લાગે છે.
તેના ચહેરા પર મોહક મુસ્કાન આવી જાય છે.
નિશાંત પણ તે જોઈ મુસ્કાય છે.
ધીમે ધીમે સૂરજ આથમતો જાય છે.
રાધિકા : મને આ છેલ્લો છેલ્લો આથમતો એક્દમ કેસરી સૂરજ જોવો બહુ જ પસંદ છે.
નિશાંત : મને યાદ નથી મે છેલ્લે ક્યારે આટલી નિરાંતે આથમતા સૂરજ ને જોયેલો.
તે કોફી નો છેલ્લો ઘૂટ ભરે છે.
નિશાંત : તારી કોફી....
તે રાધિકા ને કોફી પીવાનું યાદ અપાવે છે.
નિશાંત : એક સુજાવ છે મારી પાસે.
રાધિકા : કેવો સુજાવ??
નિશાંત : તે વીશલિસ્ટ બનાવ્યું છે??
રાધિકા : મારી એટલી બધી વીશ જ નથી કે વીશલિસ્ટ બનાવવું પડે.
નિશાંત : ના હોય.
રાધિકા : કેમ ના હોય??
નિશાંત : અરે....તું યુવાન છોકરી છે અને હજી તો તારી જીંદગી શરૂ થઈ છે.
રાધિકા : હંમ.
નિશાંત : કાંઈક તો હશે??
રાધિકા : પાયલોટ બનવું.
નિશાંત : બીજું કાંઈ નહી??
રાધિકા : અ....મે ક્યારેય વધારે વિચાર્યુ નથી.
નિશાંત : તો હવે વિચાર.
રાધિકા : હવે વિચારી ને....
નિશાંત : આપણે જ્યાં સુધી સાથે છીએ ત્યા સુધી....
તું વીશલિસ્ટ બનાવી દે.
આપણે તેને પૂરું કરીશું.
રાધિકા : વીશલિસ્ટ તો હું બનાવી દઉં.
પણ એને પોતાની મહેનત થી પૂરું કરવામાં વધુ ખુશી અને સંતોષ મળે છે.
રાધિકા મુસ્કાય છે.
નિશાંત : મને હતુ જ કે તું આવું જ કઈ કહેશે.
રાધિકા : એટલે તમે....
નિશાંત : હું તારા જવાબ થી ખુશ છું.
બંને મુસ્કાય છે.
રાધિકા : જઈએ??
નિશાંત : આજે કશે નથી જવું.
આજે આપણે આખી રાત ગાડીમાં ફરીશું.
રાધિકા : આખી રાત??
નિશાંત : હા.
ખાવા - પીવાની બધી વ્યવસ્થા છે આપણી પાસે.
તે નીચે ઉતરે છે અને રાધિકા ને ઉતારવા માટે હાથ આપે છે.

* * * *

ગાડી ની હેડ લાઇટ અંધાર્યા રસ્તા પર પ્રકાશ પાડી રહી હતી.
નિશાંત અને રાધિકા મસ્તી થી કિશોર કુમાર ના ગીત ગાતા ગાતા જઈ રહ્યા હતા.
નિશાંત એ રાધિકા ના ચહેરા પર આટલું હાસ્ય પહેલી વખત જોયું હતુ.
તે ખરેખર એન્જોય કરી રહી હતી.
રાધિકા : આ....આ....
નિશાંત : શું??
રાધિકા : કેટલી જોરમાં વીજળી ચમકી!!
નિશાંત : એમાં શું આટલી ડરે છે??
રાધિકા : તમને નહી સમજાય.
નિશાંત : બધી પત્નીઓ આવું જ કહે.
રાધિકા : હા....હા....વેરી ફની.
તે હસે છે.
નિશાંત : તારા ઘરે ખબર છે આપણી ટ્રીપ વિશે??
રાધિકા : મમ્મી ને કહ્યુ હતુ મે.
નિશાંત : તેઓ તને આપણા વિશે સવાલ નથી પૂછતા??
રાધિકા : હું જવાબ આપુ તો પૂછે ને.
નિશાંત : હંમ.
રાધિકા : એક પર્સનલ સવાલ પૂછું??
નિશાંત : તું મને કઈ પણ પૂછી શકે છે.
રાધિકા : તમે અત્યાર સુધી લગ્ન કેમ નહતા કર્યા??
નિશાંત : હંમ....વિચારવું પડશે.
અત્યાર સુધી મને લગ્ન કરવાની જરૂર નહી લાગી હતી.
આમ તો એમ કહી શકાય કે હવે લગ્ન કરવા એ એક ઓપ્શન હતો મારી પાસે.
કારણ કે....
રાધિકા : મમ્મી ના દીકરા ની ઉંમર થઈ ગઈ હતી??
નિશાંત : સાચી વાત.
મને પૂછો તો હું લગ્ન માટે ક્યારેય હા નહી કહું.
પોતપોતાની આઝાદી જીવવા દો બંને ને.
રાધિકા : ખરેખર??
તેને નિશાંત ના શબ્દો પર વિશ્વાસ નથી આવતો.
નિશાંત : હા.
પર મમ્મી પપ્પા સે કોઈ નહી જીત સક્તા.
રાધિકા : તમે તો આટલા મોટા છો તો પણ....
નિશાંત : પણ મને લગ્ન થી એટલો બધો પણ વાંધો નહતો અને તારા પહેલા હું ૫ છોકરીઓ ને મળી ચૂક્યો હતો.
અને મને, મમ્મી અને પપ્પાને ત્રણેય ને તું સૌથી વધારે ગમી હતી.
રાધિકા : મારે પહેલા જ કહી દેવું જોઈતું હતુ.
નિશાંત : કઈ વાંધો નહી.
અચ્છા, મારા અને પૂર્વી વચ્ચે એક જ વાત સમાન હતી.
કે અમે બંને લગ્ન કરવા નહતા માંગતા.
અને હવે તો એને પણ એના પપ્પાની પસંદ નો છોકરો ગમી ગયો છે.
રાધિકા : હંમ.
નિશાંત : અરે....તું ઉદાસ નહી થા.
મને....
રાધિકા ની આંખોમાં આંસુ આવી જાય છે.
નિશાંત : મારે આ વાત કરવાની જ નહતી.
તે પોતાની જાતને કહે છે.
રાધિકા : ના....તમારે કહેવાનું જ હતુ.
નિશાંત : તારો આમાં કોઈ વાંક નથી રાધિકા.
પરિસ્થિતિ એવી બની.
રાધિકા : ભાગી જતે તો આ તો નહી થતે.
નિશાંત : તું રડ નહી.
રાધિકા : ઘર નું વિચારીને જ નહી ભાગી હતી.
નિશાંત : ભાગવું કઈ રસ્તો પણ નથી.
રાધિકા : એ લોકો ને એવું કેમ લાગે છે કે લગ્ન કરીશ તો હું સુધરી જઈશ??
નિશાંત : રાધિકા....
રાધિકા : બધા એ મને છોડી દીધી.
નિશાંત ગાડી સાઇડ માં ઉભી રાખી ખિસ્સામાંથી રૂમાલ કાઢે છે.
નિશાંત : રાધિકા....
તે તેના આંસુ લૂછવા લાગે છે.
રાધિકા : મારા આંસુ નહી લૂછો.
નિશાંત : હું છું તારી સાથે.
રાધિકા : પણ તેનું શું??
આપણે પણ તો જાણી ને દગો આપી રહ્યા છે.
નિશાંત : આપણી દોસ્તી તો છે.
રાધિકા : તે પણ ક્યાં સુધી રહેશે??

રાધિકા ના આ સવાલે નિશાંત ને પણ વિચારમાં મૂકી દીધો.

* * * *

~ By Writer Shuchi



.