Shwet Ashwet - 20 in Gujarati Fiction Stories by અક્ષર પુજારા books and stories PDF | શ્વેત, અશ્વેત - ૨૦

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

શ્વેત, અશ્વેત - ૨૦

હોસ્પિટલમાં મૃત દેહની વાસ આવતી હતી. તે સૂંઘતા સિયા તો બસ સ્તબ્ધ જ થઈ જાય છે. હોસ્પિટલ એક માણસ નિર્મિત સફેદ નર્ક હતું. બધુંજ સફેદ. સફેદ ચાદર, સફેદ રંગ, સફેદ જમીન, સફેદ ઓઝારો, અને એ સફેદાઈમાં લોહી, ચામડી, અને મૃત્યુની ઘોર વાસ. અને કાચ. અહીં કાચ, ત્યાં કાચ. દરવાજે કાચ, પાસે કાચ, નીચે જમીન તે કાચ જેવી. સુંદરતા સફેદાઈ માં નથી, અને આટલી બધી સફડાઈમાં તો નથી જ.

દરવાજો ખોલતા તે અંદર જાય છે. અંદર આવતા તેના પગ સફેદ જમીન પર પડે છે. ત્યાં સૂરજની કિરણો પડી રહી હોય છે. અને બારી તેની સામે હતી, પણ બારીની આગળ એક પાટ હતી - સ્ટીલની - જેની પર એક ઘરડી સ્ત્રી ઊંઘતી હતી - સફેદ ચાદર પર તે સ્ત્રી સફેદ કપડામાં હતી, અને તેની આંખો સિયા પર પડી. સિયા એ મોઢું ફેરવી લીધું, બીજી બાજુમાં એક લાંબો લેમ્પ હતો, જેની બાજુમાં એક સફેદ સ્ટીલની ખુરસી હતી. ખુરસી લઈ તે પાટની બાજુમાં આવી બેસી, અને તે સ્ત્રીની આંખોમાં આંખો નાખી જોવા લાગી.

તે સ્ત્રી એ સ્મિત આપ્યું.

‘કેમ છો?’

‘બીમાર.’

‘બીમારી કેવી છે?’

‘જીવ હરામ કરી દે તેવી.’

‘કઇ બીમારીઓ છે?’

‘નામ નથી આવડતું, વાંચતાં નથી ફાવતું, પણ નામ નાનું છે, હાથ પગ ચાલતા નથી, મોઢું સુકાઈ છે, લોહી ઓછું થતું હોય તેવું લાગે છે, સ્પાઈનમાં દુખે છે.’

‘દવાઓ કેવી છે?’

‘પ્લાસ્ટિકની ગોળીઓ અને પ્લાસ્ટિકના બટલા ચઢે છે. પાણી જેવું પદાર્થ અહીં માત્રામાં છે. કોઈ ઝેર નથી.’

‘બારીની બહાર શું દેખાઈ છે?’

‘બહુ બધા ઝાડવા, અને ઝાડવામાં કચરો છે. મને ચા નથી પીવા દેતા, પીવા દેતા હોત તો બારી પર જ મુકેત.’

‘કચરો ઢેરમાં છે?’

‘હા. મોટા ત્રણ ઢેર.’

‘કોઈ મળવા આવે છે?’

‘તું આવે છે.’

‘બાકી કોઈ નથી આવતું?’

‘મને મળવા કોણ આવે?’

‘અહીં ના લોકો સારાં છે, હે ને?’

‘ઝેર નથી આપતા.’

‘હું કોઈ કથા કરું?’

‘ભગવાનની કથા હોય તો કર. વર્ષો થઈ ગયા.’

‘ના.’

‘કથા કર.’

‘શ્રુતિ નામની નાની નવ વર્ષની છોકરી હતી. એક વાર તે તેની બહેનપણી સાથે રમતી હતી. બહેનપણીને જુઠ્ઠું બોલી, તેને ગુસ્સો આવ્યો, તો જોરથી શ્રુતિના માથા પર ઈંટ નાખી. શ્રુતિ મરી ગઈ.’

‘શ્રુતિ મરી ગઈ?’

‘હા.’

‘પછી શું થયું.’

‘પછી કથા પતી ગઈ. ઈતી શ્રી શ્રુતિ પર્વ.’

‘તો આવી બીજી કથા હું કહું?’

‘હા. કહોને.’

‘ત્રણ વાગ્યા હતા. અને હું ઊંઘતી હતી. કઇ તારીખ હતી? 17 તારીખ હતી. હું ઊંઘતી હતી. મને સ્વપ્ન આવ્યું. હું પાણીમાં પડી ગઈ. હિન્દ મહાસાગર. કાળું પાણી હતું, અને હું ઉઠી ગઈ. ઉઠી જતાં હું મારા હાથ હલાવવા લાગી. પણ મારા હાથ ન હતા હલતા. હું તો જામી ગઈ હતી. હા, હું સાચે બરફની જેમ જામી ગઈ હતી. હું એક ફ્રીઝરમાં હતી. ફ્રીઝર ઠંડુ હતું. મારી ચામડી ખરવા લાગી હતી. મારા વાળ હલતા જ ન હતા. આંખો બંધની બંધ હતી. પણ લાઇટ ચાલુ હતું. તેટલી મને ખબર હતી.’

‘પછી શું થયું?’

‘કથા પતી ગઈ. ઈતિ અળધી કથા. હવે આખી કથા કહે!’

તે સ્ત્રી જોરથી બોલી. સિયાને ક્યારેક ક્યારેક ડર લાગતો. તે સ્ત્રીના જમણા હાથમાં એક સોઈ હતી. આ સોઈ નીકળતા પેલું પ્રવાહી શરીરમાં પડતું બંધ થઈ જશે. અને તેજ સોઈ એક જ વાર ગળામાં ખૂંચી દીધી તો તને ખબર પડી જશે!

‘એક સમયની વાત છે. કથા ૬૦થી વધુ વર્ષ પહેલા શરૂ થઈ છે. અહીં એક શહેર છે, પોરબંદરમાં ડોક્ટર બનવાની શિક્ષા પ્રાપ્ત થાય છે. અહીં એક અંગ્રેજી કોલેજ છે. જેના છેલ્લા અંગ્રેજ પ્રાધ્યાપક મૃત્યુ પામ્યા છે. તેમણે પત્ની બાળક નથી. અને હવે એક ભારતીય માણસ પ્રાધ્યાપક બનવાના છે, મહાતીર્થ દલાલ. આ વર્ષે તેમના રાજમાં આજુ - બાજુના ગામના ૨૦ જેવા છોકરાઓ આ કોલેજમાં લેવામાં આવ્યા છે..