Highway Robbery - 42 in Gujarati Fiction Stories by Pankaj Jani books and stories PDF | હાઇવે રોબરી - 42

Featured Books
Categories
Share

હાઇવે રોબરી - 42

હાઇવે રોબરી 42

નંદિની અને સોનલ હવે કંઇક ભાનમાં આવ્યા હતા. દિલાવર સામે દૂર એક ખુરશી પર બેઠો હતો. નાથુસિંહ એની પાસે બેઠો હતો.
દિલાવરને ખબર હતી, મુસ્તાક બધા કામમાં હોશિયાર હતો પરંતુ છોકરીઓની બાબતમાં નરમ દિલનો હતો. એણે છોટુને ઈશારો કર્યો. છોટુ આની જ રાહ જોઈને બેઠો હતો.
છોટુએ બાજુમાં પડેલ એક જગમાંથી એક ગ્લાસ પાણી ભર્યું અને બન્નેના મ્હોં પર છાંટયું. પાણીની છાલકથી બન્નેએ આંખ ખોલી. છોટુએ નંદિનીના ગાલ પર એક જોરદાર તમાચો માર્યો. નંદિનીના મગજમાં તમારાં બોલી ગયા. એક પળ એવું લાગ્યું કે બે ત્રણ દાંત હલી ગયા. હોઠની કિનારી પર લોહીનો ટશિયો ફૂટ્યો. હજુ નંદિની કંઈ વિચારે એ પહેલાં એ જ ગાલ પર ફરી એક તમાચો પડ્યો. નંદિનીને એવું લાગ્યું કે એ બેહોશ થઈ જશે.

છોટુએ નંદિનીના ચહેરા પર પાણીની એક છાલક મારી. ઠન્ડા પાણીની છાલકથી નંદિની ચમકી ગઈ.
' હીરા ક્યાં છે? '
નંદિની નક્કી કરી શકતી ન હતી કે શું કહેવું? એ મૌન રહી. એ આશુતોષને તકલીફમાં મુકવા નહોતી માંગતી. છોટુએ આવી જ અપેક્ષા રાખી હતી. છોટુએ નંદિનીના ખભા પર હાથ મુક્યો અને ખભાથી ડ્રેસને પકડી એક ઝાટકા સાથે ખેંચ્યો. ખભાથી હાથ સુધીનો ડ્રેસ ચિરાઈ ગયો. નંદિનીનો ગોરો ખભો અને હાથ ખુલ્લા થઈ ગયા. છોટુ જાણતો હતો કે છોકરીઓ માટે માનસિક ત્રાસ પણ ટોર્ચરનું એક ઉત્તમ હથિયાર છે.
છોટુને ખબર હતી. આ લોકો એમ સરળતાથી કંઈ કહેવાના નથી. થોડી રાહ જોવી પડશે. છોટુને દિલાવરનો ડર હતો, નહિ તો એ વધારે અત્યાચાર કરત.
છોકરીઓ પરનો અત્યાચાર મુસ્તાકથી સહન થતો ન હતો. એ ઉભો થઇને બહાર નીકળી ગયો. એ એવું માનતો હતો કે જુગાર, દારૂ કે અપહરણ કે ખન્ડણી સુધી બધું બરાબર છે. પણ આ બધું યોગ્ય નથી.
નાથુસિંહ વિચારતો હતો કે પોતે કાયદાનો રખેવાળ ક્યાંથી ક્યાં આવી ગયો. નિર્દોષ લોકોને હેરાન કરી પોતે શુ પામશે. બીજી રીતે મદદ કરવી અલગ છે પણ આ કામ યોગ્ય નથી.
છોટુ સોનલ પાસે આવ્યો. સોનલના ગાલ પર બે ત્રણ તમાચા ઝીકી દીધા. સોનલના હોઠ પાસેથી લોહીની ધાર નીકળી. પૈસાદારની એ છોકરી વધારે અત્યાચાર સહન કરી શકે તેમ ન હતી. છોટુએ એના ડ્રેસ પર હાથ નાખ્યો અને દિલાવરના ફોનની રીંગ વાગી. છોટુનો હાથ અટકી ગયો..
*************************

નિરવના બંગલાની સામે બેઠેલા એના ટપોરી એ દિલાવરને ફોન કરી મેસેજ આપ્યો કે...
' નિરવ અને આશુતોષ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળી હમણાં જ ઘરે આવ્યા છે. આગળ શું આદેશ છે ? '
અને દિલાવરનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. ' બેવકુફો, જ્યારે એ લોકો પોલીસને મળવા ગયા ત્યારે ફોન કરવો જોઈએ ને. સાલા ગધેડા... '
બોસને ગુસ્સો કરતા જોઈ બન્ને ટપોરી ગભરાઈ ગયા. દિલાવર જમાનાનો ખાધેલ માણસ હતો. એ જાણતો હતો કે જે થઈ ગયું એ બદલાવાનું નથી. દિલાવરે ફોન હમણાં જ કર્યો હતો, એનો અર્થ એ થાય કે એણે ફોન કર્યો એ પહેલાં એ લોકો પોલીસ પાસે ગયા હતા. પણ શા માટે પોલીસ પાસે ગયા હશે. ?
' છોટુ, આ છોકરીઓને પૂછ, પેલા ચિરકુટ પોલીસ પાસે કેમ ગયા હતા. કોઈ પણ રીતે સમજ્યો. મુસ્તાક તું બહાર ચલ, નાથુસિંહ ચલો આપણે બહાર બેસીએ. '
છોટુને છૂટો દોર મળી ગયો. મુસ્તાક, નાથુસિંહ અને દિવાવર બહાર જઇને બેઠા. અને નંદિનીની હદયને ચીરી નાંખે એવી ચીસ સંભળાઈ. મુસ્તાકના હદયમાં ચીરો પડ્યો. મુસ્તાકની એક નાની લાડલી બહેન હતી. શબીના. એ એને ખૂબ પ્રેમ કરતો હતો... ના... ના... દાણચોરી , ગુંડાગરદી અલગ વસ્તુ છે. પણ આ માસૂમ છોકરીઓને છોટુના હવાલે કરવી... ના.. પૂછપરછ કરવી એ અલગ વાત છે. પણ છોટુ જેવો માણસ, એક હેવાન. હે ખુદા, જો મેં કોઈ પુણ્ય કર્યા હોય તો મારી બ્હેનોને બચાવજે.
અત્યાર સુધીમાં બન્નેની ચીસોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. પરંતુ એમના ચિત્કાર ફાર્મ હાઉસની બાઉન્ડ્રી સુધી પણ પહોંચવા સક્ષમ નહોતા. પરંતુ બંગલાની બહાર બેઠેલા મુસ્તાક, નાથુસિંહ અને દિલાવર સુધી એ ચિત્કાર જરૂર પહોંચતા હતા.
નાથુસિંહે સિગારેટ સળગાવી અને ઉભો થઇ બહાર ટહેલવા લાગ્યો. મન ગ્લાનિથી ભરાઈ ગયું હતું. પોતાની જાત પર તિરસ્કાર આવતો હતો. પ્રજાના રક્ષણ માટે ઈશ્વરે એને એક સરસ નોકરી આપી પુણ્ય કમાવાનો મોકો આપ્યો હતો, અને પોતે એને પોતાના નજીવા સ્વાર્થ ખાતર ઠુકરાવી આવા પાપનો ભાગીદાર બન્યો.
એક હદયને ચીરતી ચીસ સંભળાઈ. નાથુસિંહ પાછો ખુરશીમાં જઇને બેઠો. એક ઈચ્છા થઈ કે દિલાવરને કહી દઉં કે આ બધું બંધ કરાવે. પરંતુ ત્યાં છોટુ બહાર આવ્યો. દિલાવરે પ્રશ્નસુચક ભાવે એની તરફ જોયું..
' બોસ, હીરા આશુતોષને મળ્યા હતા. આ સુંદરીઓ એવું કહે છે કે એમની ઈચ્છા એવી હતી કે એ હીરા જેના હોય એમને પાછા આપીએ, પણ એમને એ હીરા કોના હતા એ ખબર ન હતી એટલે પેલા બન્ને ચીરકૂટ રાઠોડને એ હીરા આપવા ગયા હતા. '
સદાય ધન માટે લોહી રેડનાર એ ગેંગસ્ટરને આવી વાત ક્યાંથી ગળે ઉતરે કે કરોડોના હીરા કોઈ આમ પાછા આપી દે. પરંતુ એને એ વાતનો ગુસ્સો જરૂર હતો કે એ વહેલો ફોન કરત તો કદાચ પોલીસ વચ્ચે ના આવત. પણ હવે પોલીસ વચ્ચે આવી જ ગઈ છે તો હવેનું આયોજન એ રીતે કરવું પડશે.
છોટુ: ' બોસ, બે ત્રણ કલાક મને એકાંતમાં આપો, હું આ તિતલીઓને પોપટની જેમ બોલતી કરી દઉં. '
દિલાવર એની સામે જોઈ રહ્યો પછી સહેજ હસ્યો.
' શાંતિ રાખ, એકવાર કામ પતી જવા દે, પછી બન્નેનો નિકાલ કરતાં પહેલાં ઘણો સમય મળશે. '
મુસ્તાક અને નાથુસિંહનું દિલ આ શબ્દો સાંભળી વલોવાઈ ગયું. દિલાવરે નાથુસિંહને કહ્યું..
' આશુતોષને ફોન લગાવો.. '
નાથુસિંહે આશુતોષને કોલ કર્યો અને ફોન દિલાવરને આપ્યો...

(ક્રમશ:)

20 જુલાઈ 2020