Dashing Superstar - 35 in Gujarati Fiction Stories by Rinku shah books and stories PDF | ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-35

Featured Books
Categories
Share

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-35


(એલ્વિસ કિઆરા અને આયાનને સાથે જોઇ આઘાત પામે છે.કિઆરા તેને અવગણે છે.આયાન કિઆરાને બીજા દિવસે ડિનર માટે કહે છે.આ બધું શું થયું તે જાણવા એલ્વિસ,વિન્સેન્ટ અને અર્ચિત અહાનાને મળે છે.અહાના જે જણાવે છે તે આઘાતજનક હતું.હવે આગળ.)

તે જ દિવસે રાત્રે.....

મુંબઇના પોશ અેરિયાના ફેમસ ડાન્સ ક્બલની અંદર વાતાવરણ બહારના વાતાવરણ કરતા ખૂબજ અલગ હતું.ચારેય તરફ અલગ અલગ રંગોની લાઇટથી રોશની થયેલી હતી.ડાન્સ ફ્લોર પર યુવા હૈયાઓ સંગીતના તાલે ઝુમી રહ્યા હતાં.સાઇડમાં આવેલા બાર પર ઘણાબધા યુવક યુવતીઓ ડ્રિન્ક કરી રહ્યા હતાં.ચારેય તરફ બાઉન્સર્સ અને સિક્યુરિટી ખૂબજ કડક હતી.આ ડાન્સ ક્બલ મુંબઇ શહેરના વન ઓફ ધ બેસ્ટ અને મોંઘુ ડાન્સ ક્બલ હતું.

તેનો હાથ કિઆરાની પાતળી કમર ફરતે વિટડાયેલો હતો.કિઆરાનો હાથ તેના ખભે હતો.કિઆરા ગોલ્ડન અને બ્લેક કલરના શાઈનીંગ ગોઠણ સુધીના ઓફ શોલ્ડર ડ્રેસમાં ખૂબજ સુંદર અને ગ્લેમરસ લાગી રહી હતી.તેના વાળને હલ્કા કર્લ કરવામાં આવ્યાં હતાં.શહેરના વન ઓફ ધ કોસ્ટલી અને ફાઇવસ્ટાર બ્યુટીપાર્લરમાં ગાળેલા ત્રણ કલાક અને અઢળક રૂપિયા વસુલ હતાં.

આમ તો તેને કુદરતે અનુપમ સૌંદર્ય બક્ષ્યું હતું પણ આજનો દિવસ તેના માટે ખૂબજ ખાસ હતો અને આ ખાસ દિવસ માટે તેને ખૂબજ ખાસ દેખાવવું હતું.બ્યુટીશીયનની ત્રણ કલાકની મહેનત વસુલ હતી.

એકબીજાના હાથોમાં હાથ નાખીને જ્યારે ક્બલમાં દાખલ થયાં ત્યારે જાણે કે બે ઘડી માટે સમય થંભી ગયો હતો અને બધાં થિરકતા પગ થંભી ગયા.તેમનું ધ્યાન ક્લબના એન્ટ્રન્સ પર આ સુંદર કપલ પર હતું.બધાંના મોંઢા બે ક્ષણ માટે ખુલ્લા રહી ગયાં.

ક્બલમાં તેમની એન્ટ્રી પર આ જ દ્રશ્ય સર્જાશે તે તે બંનેને જાણ હતી.એકબીજાની સામે જોઇને તે બંને હસ્યાં.

થોડા કલાકો પહેલા આજે બપોરે કોલેજ નજીકના ગાર્ડનમાં.

વિન્સેન્ટ અને અર્ચિત આઘાત પામ્યાં જ્યારે તેમણે જોયું કે એલ્વિસ ઘાસ પર પડ્યો હતો અને પેટ પકડીને હસી રહ્યો હતો.

"આમનું છટકી ગયું?"અર્ચિતે પુછ્યું.

"હા લાગે તો એવું જ છે.પ્રેમમાં પાગલ થઇ જવું આને કહેવાય."વિન્સેન્ટે દુઃખ સાથે કહ્યું.

"ઓ મહાનુભાવો,મારું છટક્યું નથી કે હું પાગલ નથી થયો.અર્ચિત,અહાનાને ફોન લગાવીને આપ તો."એલ્વિસે બેઠા થતાં કહ્યું.અર્ચિતે એલ્વિસે કહ્યું તે પ્રમાણે કર્યું.

"અહાના,તારું રેકોર્ડિંગ સાંભળ્યું.સાચું કહું હસી હસીને પેટમાં દુખવા લાગ્યું.તું એક કામ કર અહીં પાછી આવ અને આવતા પેટમાં દુખાવાની દવા લેતી આવજે."એલ્વિસ ખડખડાટ હસતા બોલ્યો.

થોડીક જ વારમાં અહાના આશ્ચર્ય સાથે ત્યાં આવી.તે કોઇ એલિયનને જોતી હોય તેમ એલ્વિસને જોવા લાગી.

"તમે ખરેખર સાંભળ્યું આ રેકોર્ડિંગ?છતાં પણ હસો છો?શું તમને આ વાતથી કઇ ફરક નથી પડતો?"અહાનાએ પુછ્યું.

"અહાના,આજે કોલેજથી છુટીને તારી બહેનપણીના ઘરે જજે.તેને કહેજે કે તેણે ખૂબજ બકવાસ સ્ક્રિપ્ટ લખી છે.નો ડાઉટ એકટર એટલે કે તું ખૂબજ જોરદાર છો.તેનું ડાયરેક્શન સરસ છે પણ આવી ચવાઇ ગયેલી સ્ક્રિપ્ટ મારી આગળ ના ચાલે.હું ડેશિંગ સુપરસ્ટાર છું."એલ્વિસે કહ્યું.

"એટલે?" લગભગ ત્રણેય જણા એકસાથે બોલ્યા.

"આ વાત તને કિઆરાએ કીધીને,તો તેને જ જઇને પુછજે કે કેમ તેણે તેની બેસ્ટ ફ્રેન્ડ એટલે કે તને અમારી આગળ આટલી મોટી મુર્ખ સાબિત કરી?કેમ તારી હોશિયારીના ડબ્બા અમારી આગળ ડુલ કર્યા.ઇનશોર્ટ આ કહાની સાવ ધડ અને માથા વગરની છે.મારી કિઆરા માત્ર મારી છે અને મને વિશ્વાસ છે કે તે મારા સિવાય કોઇની થઇ જ ના શકે.ચલ વિન્સેન્ટ."આટલું કહીને એલ્વિસ ચાલવા લાગ્યો.

ચાલતા ચાલતા તે એક ક્ષણ માટે અટક્યો અને બોલ્યો,"તેને કહેજે કે સરસ તૈયાર થાય.અંતે તે આજે ડિનર પર જવાની છે.ડિનર ડેટ."એલ્વિસ મોહક સ્મિત ફરકાવીને જતો રહ્યો.તેની વાતો હજીપણ આ ત્રણેયના ગળા નીચે નહતી ઊતરી.

અહાના કોલેજ પછી ગુસ્સામાં કિઆરાના ઘરે તેના રૂમમાં ગઇ.તેણે કિઆરાને નીચે પાડી અને તેના પેટ પર બેસી ગઇ.

"કિઆરાની બચ્ચી,આજે હું તને જીવતી નહીં છોડું.તે મને એલ્વિસ સરની સામે મુર્ખ સાબિત કરી.તે મને ફ્લાઇટમાં જે કહ્યું હતું તે સાવ ગપ્પા અને જુઠાણું હતું.બોલ આવું કેમ કર્યું?"અહાનાએ પુછ્યું.

"સોરી,પણ આ કરવું ખૂબજ જરૂરી હતું.બાકી બધી વાતો વિગતવાર કાલે કહીશ.અત્યારે મને જવા દે.મારી 'ધ બ્રાન્ડ'બ્યુટીપાર્લરમાં એપોઇન્મેન્ટ છે.પછી મારે શોપિંગ કરવા જવાનું છે અને મારે પાછું તૈયાર થવા સ્ટાઇલ એક્સપર્ટ પાસે જવાનું છે.બાય."આટલું કહીને કિઆરા નીકળી ગઇ.

લગભગ ત્રણ કલાક શહેરના એક મોંઘા અને નામચીન બ્યુટીપાર્લર,જ્યાં મોટી મોટી હિરોઈન આવતી હોય છે.ત્યાં મોંઘી બ્યુટી ટ્રીટમેન્ટ લીધી.ત્યારબાદ એક મોટા ડિઝાઇનરના શો રૂમમાંથી તેણે એક સુંદર પાર્ટી ડ્રેસ લીધો.

બ્લેક કલરના ગોઠણ સુધીના ઓફ શોલ્ડર ડ્રેસમાં શાઇનીંગ ગોલ્ડન ડિઝાઇન હતી.ત્યાંથી તે એક સ્ટાઇલ એક્સપર્ટના ત્યાં ગઇ.જ્યાં તે સાંજની તેની ડિનર ડેટ માટે તૈયાર થઇ ગઇ.બ્લેક અને ગોલ્ડન કલરનો ગોઠણ સુધીનો ઓફ શોલ્ડર ડ્રેસ,કાનમાં લાંબા બ્લેક કલરના ઇયરરીંગ્સ અને હાઇ હિલ્સ.આમ તો તેની લંબાઇ એક મોડેલ જેવી હતી. આજે તે તેની સુંદરતાથી કોઈનું કતલ કરવા માંગતી હતી.ચહેરા પર એકદમ પરફેક્ટ નહીં વધારે નહીં ઓછો મેકઅપ તેના ચહેરાને વધુ સુંદર બનાવતો હતો.

અંતે તે ઘરે પાછી આવી.તેને આ રીતે જોઇને જાનકીદેવી અને શ્રીરામ શેખાવત આશ્ચર્ય પામ્યાં.લગભગ પોણા સાત થયાં હતાં.

"દાદી,મને લેટ થશે.મારી ચિંતા ના કરતા.હું મારું ધ્યાન રાખીશ.ક્યાં જઉં છું અને કોની સાથે તે ના પુછતા.કેમ કે ખોટું હું બોલી નહીં શકું અને સાચું હમણાં મારે કહેવું નથી.બસ એટલું કહીશ કે તમારી કિઆરા પર વિશ્વાસ રાખજો તે તમારો વિશ્વાસ ક્યારેય નહીં તોડે."કિઆરાએ કહ્યું.

"હા બેટા,અમને તારા પર પૂરો વિશ્વાસ છે.જાનકીદેવી,તમારે ખુશ થવું જોઇએ કે તમારી આ લાડકવાયીના જીવનમાં પણ મુસ્કાન આવી છે.તે જીવન જીવતા શીખી રહી છે."શ્રીરામ શેખાવતે જાનકીદેવીનો હાથ પકડીને કહ્યું.તેમણે માથું હકારમાં હલાવ્યું.થોડીક વારમાં એક શાનદાર અને મોંઘી ગાડી બહાર આવીને ઊભી રહી.અંદરથી ડ્રાઇવર ઉતરીને આવ્યો.

"હું કિઆરા મેડમને લેવા આવ્યો છું."

"બાય દાદુ,બાય દાદી."આટલું કહીને કિઆરા નીકળી ગઇ.થોડીક વાર પછી એક બીજી ગાડી પણ આવી.તેમને નિરાશ થઇને જવું પડ્યું.લગભગ અડધા કલાકની મુસાફરી બાદ કિઆરા તાજ હોટેલના દરવાજા પાસે આવી.જ્યાં તેનો રાજકુમાર તેની રાહ જોઈને ઊભો હતો.

બ્લેક કલરના ગોથિક ડાર્કલી પંક જેકટ,બ્લેક સ્ટ્રેચેબલ ની ક્રોપ્ડ જીન્સ અને બ્લેક શુઝમાં આંખો પર બ્લેક ગ્લેર્સમાં એલ્વિસ ખૂબજ સોહામણો લાગતો હતો.તેણે કિઆરાને જોઇને મોહક સ્મિત આપ્યું.

કિઆરા ગાડીમાંથી બહાર આવી અને એલ્વિસને જોઇને હસી.તે બંને એટલા સુંદર લાગી રહ્યા હતા કે એકબીજાને જોતા જ રહી ગયાં.કિઆરાની આંખમાં આંસુ આવી ગયાં અને દોડીને એલ્વિસને ગળે લાગી ગઇ.એલ્વિસે પણ તેને પોતાના અાલિંગનમાં જકડીને રાખી.એક મહિનાની જુદાઇને પોતાના પ્રેમભર્યા આલિંગનથી ભરપાઇ કરી રહ્યા હતાં.

"મારી પરીક્ષા લેતી હતી?"એલ્વિસે પુછ્યું.

કિઆરાએ માથું હકારમાં હલાવ્યું.

"તો પરિણામ શું આવ્યું?પાસ કે ફેઇલ?"એલ્વિસે કિઆરાનો ચહેરો પોતાના હાથમાં લેતા પુછ્યું

"હું અહીં આવી છું.શું લાગે છે તમને? ફેઇલ હોત તો આવત?"

"ચલ,મને બહુ ભૂખ લાગી છે.ગઇકાલથી કશુંજ ખાધુ નથી."એલ્વિસે કહ્યું.

"ના,મારે અહીં નહીં કોઇ હેપનીંગ પ્લેસ પર જવું છે.કોઇ ડાન્સ ક્લબ"કિઆરાએ કહ્યું.

"જેવો તમારો હુકમ પ્રિન્સેસ.ચલ હું ડ્રાઇવરને બોલાવું છું."એલ્વિસે ઝુકીને કહ્યું.

"ના આ કારમાં નહીં મારે બાઇક પર જવું છે."કિઆરાએ કહ્યું.

"ઓ.કે."એલ્વિસે કહ્યું.

એલ્વિસે બાઇક મંગાવ્યું જે થોડીક જ વારમાં આવી ગયું.એલ્વિસે હેલમેટ પહેર્યું અને કિઆરાને પાછળ બેસવા ઇશારો કર્યો.કિઆરા એલ્વિસની પાછળ બેસી તેણે પોતાના બંને હાથ એલ્વિસને ફરતે વિટાળી દીધાં.

એલ્વિસને જાણે કે વિજળીનો ઝટકો લાગ્યો.તે બંને શહેરના સૌથી મોંઘા અને ક્લાસી ડાન્સ ક્બલમાં આવ્યાં.

અત્યારે.....

"અરે આ તો ડેશિંગ સુપરસ્ટાર એલ્વિસ બેન્જામિન છે."બધાં બોલી રહ્યા હતાં.

કિઆરા અને એલ્વિસ કોર્નરમાં રિઝર્વ્ડ સોફા પર બેસ્યાં.

"હવે?"એલ્વિસે પુછ્યું.

"એલ્વિસ,સાંભળ્યું છે તમે બહુ જ સરસ ડાન્સ કરો છો.તમારા કોરીયોગ્રાફીની ચર્ચા ચારેય તરફ હોય છે.આજસુધી તમે ડાન્સ કર્યો તમારા માટે,તમારા ફેન્સ માટે પણ આજે તમે ડાન્સ કરશો મને ઇમ્પ્રેસ કરવા માટે.હું પણ તો જોવું કે તમે કેવો ડાન્સ કરો છો."કિઆરા બોલી.

"અચ્છા,તો આ ડાન્સ તો મારો આજસુધીનો સૌથી ખાસ ડાન્સ હશે."આટલું કહીને એલ્વિસ ઊભો થયો.તેણે એક ગીત ડી.જેને સેટ કરવા કહ્યું.

"એટેન્શન ગાયઝ એન્ડ ગર્લ્સ,મારી જાનને મારે મારા ડાન્સથી ઈમ્પ્રેસ કરવી છે તો શું તમે મારો સાથ આપશો?"એલ્વિસે જાહેરાત કરતા જ બધાં છોકરા છોકરીઓ તેની પાસે આવી ગયા.

ગીત વાગ્યું અને એલ્વિસે ડાન્સ શરૂ કર્યો.બધાં છોકરા છોકરીઓ તેનો સાથ આપ્યો.એલ્વિસનો ડાન્સ અને તેના સ્ટેપ્સ અને વાતાવરણ એટલું સુંદર હતું કે કિઆરા પણ એલ્વિસની સાથે પોતાની જાતને ડાન્સ કરતા ના રોકી શકી.

આ ડાન્સ કિઆરા અને એલ્વિસ સાથે બીજા બધાંએ પણ ખૂબજ એન્જોય કર્યો.થાકીને તે લોકો તે સોફા પર બેસી ગયાં.કિઆરાની ફરતે એલ્વિસના હાથ હતા અને એલ્વિસની છાતી પર કિઆરાનું માથું હતું.તેની આંખો બંધ હતી.

"કિઆરા,મને બહુ જ ભૂખ લાગી છે."એલ્વિસે કહ્યું.

"હા તો મને પણ લાગી છે પણ આપણે અહીંયા નહીં જમીએ.ડ્રાઇવરને કહો કે ગાડી આપણને આપે અને બાઇક તે લઇ જાય અને ગાડી હું કહું તે જગ્યાએ લઇ જાઓ.એક સરપ્રાઇઝ મારા તરફથી."કિઆરાએ કહ્યું.

ચાલું રહેશે કિઆરા અને એલ્વિસની આ યાદગાર અને રોમેન્ટિક સફર.જોડાયેલા રહેજો.

શું કરશે આયાન કિઆરાના ના આવવાથી?
શું બન્યું હશે એલ્વિસ સાથે તે વાયરલ વીડિયોમાં?

જાણવા વાંચતા રહો.