Pizza ek swapn - 1 in Gujarati Fiction Stories by bhavna books and stories PDF | પીત્ઝા એક સ્વપ્ન - 1

The Author
Featured Books
  • મારા અનુભવો - ભાગ 19

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 19શિર્ષક:- ભદ્રેશ્વરલેખક:- શ્રી...

  • ફરે તે ફરફરે - 39

      નસીબમાં હોય તો જ  કહાની અટલા એપીસોડ પુરા  ક...

  • બોલો કોને કહીએ

    હમણાં એક મેરેજ કાઉન્સેલર ની પોસ્ટ વાંચી કે  આજે છોકરાં છોકરી...

  • ભાગવત રહસ્ય - 114

    ભાગવત રહસ્ય-૧૧૪   મનુષ્યમાં સ્વાર્થ બુદ્ધિ જાગે છે-ત્યારે તે...

  • ખજાનો - 81

    ઊંડો શ્વાસ લઈ જૉનીએ હિંમત દાખવી." જુઓ મિત્રો..! જો આપણે જ હિ...

Categories
Share

પીત્ઝા એક સ્વપ્ન - 1

અમદાવાદ શહેર ના એક સ્લમ વિસ્તાર માં રાજુ તેના પિતા સાથે રહે, રાજુની માતા તેને જન્મ આપ્યા ના થોડાંક જ દિવસ માં મોત ને વહાલી થઈ ગઈ હતી ,તેથી તેના પિતાએ તેને એકલા હાથે મોટો કર્યો .
દસ વર્ષ ના રાજુનો ઉછેર ખૂબજ ગરીબાઈ માં થયો, તેના પિતા છુટક મંજુરી કામ કરે ,ક્યારેક કામ ન મળે તો પાણી પી ને રાત કાઢી નાખતા તેમ છતાંય તેઓ રાજુને શાળામાં ભણાવતા.
એક દિવસ રાજુ અને તેના પિતા લારી લઈ ને રસ્તા પર ચાલતા જતા હતા, કે એની નજર પીત્ઝા ની એક શોપ ઉપર પડી, તેની બાજુની દુકાન માં તેના પિતા સામાન ઉતારવા ગયા હતા એટલે તે પણ ત્યા ઉભો રહી કુતૂહલ પૂર્વક લોકોને પીત્ઝા ખાતા નિહાળી રહ્યો હતો, તે મન માં વિચારવા લાગ્યો કે આ શું છે?ગોળ રોટલા જેવુ જે લોકો ખાય છે અને આ તેની ઉપર સફેદ દૂધ જેવુ શું હશે ,જે લોકો ખાય ત્યારે મોઢા માં આટલા લાંબા તાર જેવુ થાય છે.
તેણે દુકાન પાસે જઈ ને બોર્ડ વાંચ્યું તેમાં પીત્ઝા નામ વાંચી તે મન માં હરખાયો કે લાવને બાપુને કહુ કે મારેય પીત્ઝા ખાવુ છે.
પણ તે કેટલાનુ મળે છે પહેલા તેનો ભાવ તો જાણુ એવુ વિચારી રાજુ પીત્ઝા ન શોપ માં ગયો , જેવો અંદર પ્રવેશ્યો કે વેઇટરે તેને જોયો અને ગુસ્સો કરતા તેની પાસે આવી બોલ્યો એય છોકરા આમ અંદર ક્યા ઘુસ્યો જાય છે? ચાલ બહાર નીકળ એમ કહી રાજુને શોપ ની બહાર કાઢી મૂક્યો, અરે ભાઈ મારી વાત તો સાંભળો મારે પણ પીત્ઝા ખાવુ છે એટલે હું અંદર તેનો ભાવ જાણવા આવ્યો હતો, તમે મને કહો કે પીત્ઝા કેટલાનુ આવે ?
એટલે હું બાપુ પાસે પૈસા લઈ આવુ રાજુએ આજીજી કરતા ક્હ્યુ. આ સાંભળી વેઇટરે કહ્યુ એઈ છોકરા આ પીત્ઝા ખાવાની તારી ત્રેવડ નથી છતાંય તારે ખાવા છે તો જા પહેલા પૈસા લઈ ને આવ ,એક પીત્ઝા બસો રુપિયા નો આવે છે , જા હવે ને બીજીવાર પૈસા વગર દુકાન માં આવ્યો તો મારા થી ભૂંડુ કોઈ નથી સમજ્યો? આટલુ કહી વેઇટર અંદર જતો રહ્યો.
રાજુ નિરાશ થઈ ને બહાર આવ્યો ,પીત્ઝા ના બસો રુપિયા સાંભળી ને તે મૌન થઈ ગયો , તેણે વિચાર્યુ કે આટલા બધા રુપિયા બાપુ પાસે ક્યાંથી હોય ? તેઓ માંડ રોજ ના ચાલીસ પચાસ કમાઈ છે,ને એમાં અમારા બન્ને ના પેટ માંડ માંડ ભરાય છે,તેમાં બાપુ ઉપર આ પીત્ઝા નો ખર્ચ ક્યા નાખવો? હું જ્યારે ભણી-ગણી ને મોટો માણસ બનીશ ત્યારે પીત્ઝા ખાઈશ અને બાપુ ને પણ ખવડાવીશ. એવુ મન મનાવી રાજુ ત્યાંથી એના બાપુનો હાથ ઝાલી ચાલતો થયો.
*****
અરે રાજુ તુ હજુય સુતો છે ઉઠ શાળાએ જવાનો સમય થઈ ગયો, તારે ભણી-ગણી ને આગળ વઘવુ છે કે નઈ?
રાજુ તેના બાપુનો અવાજ સાંભળી અચાનક નિંદર માંથી જાગી ગયો, તેની આંખો માં આંસુ આવી ગયા ,આજે રાજુ બાર વર્ષ નો થઈ ગયો હતો, તેના પિતાનુ એક માર્ગ અકસ્માત માં અવસાન થયા બાદ આસપાસ ના લોકોએ ભેગા મળી તેને અમદાવાદ ના એક અનાથાશ્રમ માં મૂકી દીધો હતો.
રાજુ ઊઠીને નાહી ધોઈ તૈયાર થયો એટલા માં ત્યા કામ કરતા પટ્ટાવાળા બહેન રાજુને બોલાવવા આવ્યા ,એઈ રાજુ ચાલ તને સંચાલિકા બહેન બોલાવે છે.એટલુ કહી તે જતા રહ્યા, રાજુનુ મન ઉદસ હતુ પણ જીવન માં આગળ વધી કંઈક અલગ કરવાનો જોશ તેનામાં આજે પણ અકબંધ હતો, અને પેલી પીત્ઝા ખાવાની ઈચ્છા.
ઓફિસ માં જઈને રાજુએ નમ્રતાપૂર્વક પુછ્યુ હું અંદર આવું બેન? એટલે સરૂ બેને તેને પ્રેમ થી આવકાર્યો અરે રાજુ આવ જો આમને મળ આ લોકો મુંબઇ થી આવ્યા છે. તેમને કોઈ સંતાન નથી અને આટલા સરળ લોકો માટે તારા થી સારુ સંતાન બીજુ કોણ હોય? અહી આવ એમ કહી સરૂ બેને રાજુનો પરિચય આપતા કહ્યું આ અમારો રાજુ, અને રાજુ આ છે મીસ્ટર એન્ડ મિસિસ દેસાઈ તમે લોકો વાતો કરો હું થોડું કામ પતાવી હમણાંજ આવું છું એટલુ કહી સરૂ બેન ત્યાંથી જતા રહ્યા.
*****
(ક્રમશ)