I Hate You - Can never tell - 65 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-65

Featured Books
Categories
Share

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-65

આઇ હેટ યુ
પ્રકરણ-65
માસાએ નંદીનીને અને માસીને ત્યાંથી અંદર જવા કહ્યું અને બંન્ને જણા અંદર રૂમમાં આવી ગયાં માસીએ ટીવી ચાલુ કરતાં કહ્યું એ લોકોને વાત કરી લેવા દે પછી આપણને બોલાવશે.
વિરાટ સાથે નંદીનીએ કીધેલી બધીજ વાત શેર કરી એક એક વાત એક એક પ્રસંગ સાથે એને લગ્ન કેમ કરવા પડ્યાં ? લગ્ન કેમ તોડ્યા ? સુરત કેમ આવી ? બધીજ વિગતવાર વાત કીધી.
બધુજ સાંભળ્યાં પછી વિરાટે કહ્યું દીદીએ સાચેજ ખૂબ સહન કર્યું છે અને હજી રાજનાં નામનીજ માળા જપે છે. એમનાં શબ્દો હજી મને યાદ છે એ મારોજ રાજ છે. કેટલી નીકટતા છે. કેટલો વિશ્વાસ છે. હું રાજને કેવી રીતે હવે વાત કરું. એજ વિચારું છું એ ઘરેજ છે બાથ લેવા ગયો છે હું ફોન કરવા બહાર બાલ્કનીમાં આવ્યો છું અમીત હજી ઊંધે છે .
માસાએ કહ્યું તું રાજને કંઇ વાતજ ના કરીશ. કંઇજ નહીં. એ બંન્નેને અચાનક સામે આવી જવા દે પછી આગળ જતાં સ્થિતિ સંજોગો જોઇને બધી વાત કરજે હું તને કહું પછી હમણાં તને જાણે કંઇજ ખબર નથી એમ મારાં દીદી છે એમ કહીને રાજ સાથે ઓળખાણ કરાવ અને કેવી રીતે એ તને હું સમજાવું એમ કરજે એમ કહીને વિરાટને બધું સમજાવ્યું. વિરાટે હસતાં હસતાં કહ્યું વાહ પાપા તમે તો જાણે કોઇ ફીલ્મની સ્ક્રીપ્ટ લખી હોય એમ સમજાવ્યું તમે કીધુ એ પરફેક્ટ છે. હું એમજ કરીશ.
મંમી કેમ છે ? માસાએ કહ્યું તારી સાથે વાત કરવા એ બંન્નેને મેં અંદર મોકલ્યાં છે ટીવી જુએ છે. પણ તારું ભણવાનું અને જોબ કેમ ચાલે છે. તારે પૈસા કે નાસ્તાની કંઇ જરૂર છે ? તો તને મોકલાવી દઊં પૈસા તારાં A/C માં ટ્રાન્સફર કરાવી દઊં. કોઇ ચિંતા ના કરીશ આપણી પાસે બધી વ્યવસ્થા છેજ.
વિરાટે કહ્યું ના પાપા હમણાં કંઇ જરૂર નથી પણ.. પણ.. આ વર્ષ પુરુ થયે નવા વર્ષની ફી ભરવી પડશે હું પાર્ટ ટાઇમ કામ કરીને પૈસા ભેગા કરુંજ છું. તમે કોઇ ચિંતા ના કરશો. જરૂર પડશે તોજ હું આગળથી તમને વાત કરીશ પણ કામ મળી રહે છે મારી જોબ પણ રેગ્યુલર થઇ ગઇ છે એટલે આવક સારી છે તમે હવે મારી ચિંતાથી મુક્ત થઇ જાવ.
નવીનમાસાએ કહ્યું હમણાં પ્રેક્ટીસ ઓછી કરી છે બંધ નથી કરી અને તને મોકલતાં પહેલાં ફાઇનાન્સનું બધુ મેનેજ કરેલું છે. એટલે મને કોઇ ચિંતા નથી તું પણ કોઇ ચિંતા ના કરતો. 4 વર્ષ તો આમ નીકળી જશે.
માસા બોલ્યાં આ લોકોને બોલાવું છું મળી લે અને મેં કીધુ છે એમજ કરજે. બોલજે. વિરાટે કહ્યું હાં પાપા સમજી ગયો તમે બોલાવો એ લોકોને... માસાએ બૂમ પાડીને કહ્યું તમે લોકો આવો વિરાટ યાદ કરે છે એને વાત કરવી છે.
નંદીની અને માસી ટીવી અને પંખો બંધ કરી બહાર આવ્યાં. માસીએ કહ્યું કેમ છે દિકરા ? બધું બરાબર ? કાલે સાંજે શું જમ્યા હતા ? આજે શું બનાવ્યું છે ? કોનો વારો છે ? એમ કહી હસી પડ્યાં ?
વિરાટે કહ્યું કાલે સાંજે રાજનો વારો હતો અને એણે આમલેટ અને એગકરી બનાવેલાં બ્રેડ અને જામ સોસ બધુ હતું થોડું સલાડ કાપેલું અમે ત્રણે સરસ જમેલાં રાજ ખૂબ ટેસ્ટી બનાવે છે. અમીત તો એ જમીને હજી ઊંઘે છે.
માસાએ કહ્યું આમલેટ સાથે એણે બીયર બધુ પીધી હશે એમ કહી હસી પડ્યાં. વિરાટે કહ્યું પાપા શું કરીએ અહીં ઠંડી પણ ઘણી છે. પછી નંદીની સામે જોઇ બોલ્યો. દીદી તમે સાંભળ્યાંજ કરો છો કંઇ બોલોને ?
નંદીનીએ કહ્યું તમારી બેચલર લાઇફ જોઇ નથી પણ સાંભળવાની મજા આવી રહી હતી કેમ છે ભાઇ તું ? મજામાં ? સોરી.. ગયા વીકે તેં ફોન કરેલો પણ હું ઊંધી ગયેલી મારાંથી ફોન નહોતો લેવાયો પણ આજે જેટલી વાત કરવી હોય કરીશું.
આજે થાકેલી નથી અને હવે બે રજા પણ છે એમ કહી હસી પડી. નંદીનીની નજર વાતો કરતાં કરતાં વિરાટ ની પાછળ રૂમમાં વધુ હતી એ રાજને શોધી રહેલી.
વિરાટને પણ ખ્યાલ આવી ગયેલો. એણે કહ્યું દીદી આજે તો ત્રણે પાર્ટનર ઘરેજ છે. રાજ.. રાજ શબ્દો બોલ્યો અને નંદીની અઘીરી થઇ ગઇ. ત્યાં રાજ પાછળ દેખાયો એ ટુવાલથી વાળ લૂછતો લૂછતો બહાર આવી ફરી રહ્યો હતો.
વિરાટ હજી રાજ એમ બૂમ પાડે ત્યાં રાજનાં મોબાઇલની રીંગ વાગી રાજે મોબાઇલ લીધો અને કોલ એટેન્ડ કરતાં બોલ્યો હાં અંકલ કેમ છો ? જયશ્રી કૃષ્ણ હાં અંકલ કેમ અચાનક ફોન કર્યો ?
નંદીની વિરાટ માસા માસી બધાં વિડીયો કોલમાં રાજને જોઇ રહેલાં અને ફોન પર ચૂપકીદી છવાઇ માસીએ નંદીની તરફ ઇશારો કરી રાજને બતાવીને ઇશારામાં પૂછ્યું. આ જ રાજ છે ?
નંદીનીએ આંખનાં ઇશારાથી કહ્યું હાં આજ રાજ છે એ ખૂબ ખુશ હતી આજે કેટલાય સમય પછી રાજને જોઇ રહેલી આંખ એની રાજનેજ જોઇ રહેલી એક પલક એની પડતી નહોતી એ જાણે રાજને જોઇને આંખોમાં ભરી રહી હતી.
રાજ ફોનમાં બોલ્યો કેમ અંકલ તમારે ઘરે ? કંઇ ખાસ છે ? અંકલ મારે નાઇટની જોબ છે અને સનડેજ રજા છે. પણ એવું શું કામ છે કે તરત ઘરે બોલાવો છો ? કંઇ વાત કરો તો ખબર પડે.. હાં અંકલ મને ખબર છે અડધો કલાકનુંજ અંતર છે પણ આજે બધાં પાર્ટનર ઘરે છે ઘણાં સમયે આવો લ્હાવો મળે છે. એવું ખાસ ના હોયતો ફરી નેક્સટ વીકમાં આવીશ.
સામેથી ગોરાંગ અંકલે કંઇ કહ્યું અને રાજ ઉછળી પડ્યો શું ? મંમી પપ્પા તમારાં ઘરે છે ? ક્યારે આવ્યા ? મને તો કંઇ કીધું નથી. અચાનક કેમ આવ્યાં ? આવી સરપ્રાઇઝ ? કેમ છે મંમી ?
ઓહ જમવાનું ત્યાં છે ? તમે સાચું કહો છો ? પાપા મંમી આવ્યાં છે ? ત્યાં ફોન પર અવાજ બદલાયો. પ્રદ્યુમન જોષીએ ફોન લીધો હશે એમણે કહ્યું રાજ બેટાં.. રાજ સાંભળી રહ્યો. એની આંખો નમ થઇ ગઇ એ બોલ્યો પાપા સાચેજ તમે અને મોમ અહી આવ્યા છો ? તમેતો મને કંઇ કીધુ નહોતું હમણાં 4-5 દિવસ પહેલાં તો વાત થયેલી કંઇ નહી હું આવું છુ અને મારાં પાર્ટનર આવશે તો લઇને આવું છું.
રાજ આગળ બોલ્યો શું કહો છો ? તમે આવો છો ? હું ક્યાં કેવી રીતે રહું છું એ જોવું છે ? કંઇ નહીં તમે આવો. તમે અને મંમી આવશો મને ખૂબ ગમશે નાનું તો નાનું શેરીંગમાં છે પણ મારું ઘર છે ભલે આવો ગૌરાંગ અંકલે તો ઘર જોયુંજ છે. એણે ફોન કાપ્યો અને આંખનાં આંસુ લૂછ્યાં.
વિરાટ ક્યારનો સાંભળી રહેલો એણે રાજને પૂછ્યું અંકલ આંટી બધાં અહીં આવે છે ? વાહ પણ પહેલાં આપણે બધું સાફ સૂફી કરી લઇએ તું અમીતને ઉઠાડ ત્યાં સુધી હું મારો કોલ પતાવી લઊં.
માસા માસી નંદીની બધુજ સાંભળી રહેલાં અને જોઇ પણ રહેલાં. માસાએ વિરાટ બોલે પહેલાંજ કહ્યું. વિરાટ હવે તું એ લોકો આવી જાય પછી ફોન કરજે જે થાય છે સારાં માટેજ થાય તમે લોકો તમારો ફલેટ વ્યવસ્થિત કરી લો મેં બધુ સાંભળ્યું છે.
પણ તું એ લોકો હાજર હોય ત્યારેજ ફોન કરજે. હવે નંદીની સિવાય અમારાં બધાની ઓળખાણ કરાવજે. પ્રધ્યુમનતો કદાચ મને ઓળખી જશે. પછી હું આગળ કહું એમ વાત કરજે. યોગ્ય સમયે હું નંદીનીને સ્ક્રીનમાં રહેવા કહીશ. પહેલાં ત્યાં શું થાય છે એ જોઇએ પછી વાત. કંઇ નહીં બેટા તું રાજને હેલ્પ કર અને અમીતને ઉઠાડ આપણે થોડો સમય રહીને વાત કરીએ. એમ કહી ફોન કાપ્યો.
માસા માસી નંદીની સામે જોઇ રહ્યાં અને પછી માસાએ કહ્યું કંઇક સારુ થવાજ આવું ગોઠવાયું અને નંદીની...
વધુ આવતા અંકે ---- પ્રકરણ-66