પ્રતિશોધ ભાગ ૧૮
રાતના ૧૨ વાગી રહ્યા હતા જીતપર ગામ માત્ર એક કિલોમીટર દૂર હતુ વિકાસ કાચા રસ્તા પર પુરી ઝડપે ગાડી દોડાવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ને એક વળાંક પર એને અરજન્ટ બ્રેક મારી . રોમીલ અને વિકાસે સીટ બેલ્ટ પેહર્યા હતા એટલે બચી ગયા નહીં તો બન્ને ના માથા આગળ કાચ સાથે ભટકાત ને મોટી ઇજા થાત અનીલ જે પાછળની સીટ ઉપર હતો એ જોરથી વિકાસની સીટ પાછળ અથડાયો ને એને હાથ ને માથામાં માર વાગ્યો . બ્રેક લાગતા ત્રણે ના મોઢામાંથી ચીસ નીકળી ગઈ .
વિકાસે બ્રેક મારી ત્યાંથી માત્ર ૬ ઇન્ચ દુર પોલીસની જીપ હતી. પોલીસ ની ગાડી પંચર પડી હતી જાડેજા જીપ ની આગળ ઉભા હતા ને સિપાઈઓ ટાયર બદલી કરી રહ્યા હતા . પાછળથી એકદમ થી આવેલી લાઇટ અને બ્રેકનો અવાજ સાંભળી બધા ચોકી ગયા ને જાડેજા એ ગુસ્સામાં બુમ પાડી "કોણ છે અક્કલ વગરનું આવા રસ્તા પર ને આટલા અંધારામાં આટલી સ્પીડમાં ગાડી ચલાવે છે "
ત્રણે મિત્રોએ પોતાની જાતને સંભાળી ને આધાત માંથી બહાર આવ્યા " ઑ સીટ અનીલ ના કપાળમાંથી લોહી નીકળે છે " રોમીલ ગભરાતા બોલ્યો . વિકાસ તરત ગાડી માંથી ઉતરી અનીલ ને જોવા ગયો એના કપાળ પર નાનો ધા થયો હતો ને ડાબો હાથ જેના પર પૂરા શરીરનું વજન આવી ગયુ હતુ એ દુ:ખતો હતો. જોડજા ગુસ્સામાં એમની તરફ આવ્યા પણ અનીલ ને વાગેલુ જોઈ શાંત થઈ ગયા ને ત્રણ છોકરાઓ જોઈ એમને અંદાજો આવી ગયો કે આ એ જ છોકરાઓ છે જેના વિષે ડોક્ટર સાહેબ વાત કરી રહ્યા હતા .
"કિસન જલ્દી દવાનો ડબો લાવ " એમની પાછળ ઉભેલા સિપાઈને જાડેજા એ જાણાવ્યું . ત્રણે મિત્રો ને પણ સમજાઇ ગયું આ ઇન્સ્પેક્ટર જાડેજા જ હશે. અનીલ સીટ ઉપર જ બેઠો રહ્યો ને સિપાઈ એને સારવાર આપવા લાગ્યો .
બધાએ એક બીજા ને પરિચય આપ્યો .
" તમે તો બધા ગણા યંગ છો લાગે છે હજી ભણવાનું ચાલુ છે ? " જાડેજા ને એમને જોઇ પોતાના દીકરાની યાદ આવી ગઈ જે ભણવા માટે દેહરાદુન ગયો છે .
" હા સર છેલ્લું વર્ષ છે બસ ત્રણ ચાર મહિના બાકી છે એટલે જ આ વખતે આટલુ દુર ફરવા આવી ગયા અને સપને પણ વિચાર્યું નહોતું એવી મુસીબત માં મુકાઇ ગયા એક એક મીનીટ કિંમતી છે ને એક પછી એક વિગ્ન આવતા જ જાય છે ખબર નહીં પાંચ વાગ્યા સુધી આશ્રમ કેવી રીતે પોહચશું " વિકાસ પંકચર ટાયર તરફ જોઈ બોલ્યો .
"સારા કામમાં વિગ્નો આવે ઇશ્વર આપણી પરીક્ષા કરે પણ જે ઈશ્વર માં વિશ્વાસ રાખી હાર ના માને અને આગળ વધે ઈશ્વર એને જ સાથ આપે . ચિંતા નહીં કરો ૧૦ મીનીટમાં આપણે નીકળશું . એક વાગે પણ આપણે ગામથી નીકળશું તો ૪ વાગે આશ્રમ પહોંચી જશું " છોકરાઓના મુરજાયેલા ચેહરા જોઈ જાડેજા ને પણ દુખ થયું ." જલ્દી હાથ ચલાવો આપણી પાસે વધારે ટાઇમ નથી "
સિપાઈ એ અનીલ ને માથે પાટો બાંધી દીધો ને દુખાવો ઓછો થાય એ માટે એક ગોળી આપી . અનીલ ના ચશમા ટુટી ગયા હતા ચશમાનો જ કાચ કપાળ પર વાગ્યો હતો નસીબ સારા કે આંખ બચી ગઈ પણ હવે ચશમાં વગર રોમીલ અને વિકાસ ને ઓળખવામાં એને તકલીફ થતી હતી " ભાઈઓ આપણા તો બન્ને બલ્બ ઉડી ગયા છે હવે મારાથી કોઈ મદદની અપેક્ષા રાખતા નહીં હવે તમે કે મંગળ બધા મારા માટે એક જ છે " અનીલ મસ્તી કરતા બોલ્યો .
એની વાત સાંભળી વિકાસ અને રોમીલ ને હસુ આવી ગયું . " સોરી યાર ઉતાવળ માં ભૂલ થઈ ગઈ " વિકાસ માફી માંગતા બોલ્યો .
" ચીલ માર યાર સારુ થયું ટાઇમ પર બ્રેક મારી નહીં તો બધા જ ધાયલ થાત ને પછી શું થાત ખબર નહીં જે થયું સારુ થયું " અનીલ ને ખબર હતી જે થયું એમા વિકાસ ની કોઈ ભૂલ નહોતી .
રોમીલે સીટ ની નીચે જોયું તુટેલી ફ્રેમ હતી ને ચશ્મા નો એક કાચ હતો જેના પર સ્ક્રેચ આવ્યો હતો પણ આખો હતો એ કાચ ઉપાડી એણે અનીલ ના હાથમાં આપ્યો " આ લે ઇમરજન્સી માં કામ આવશે " અનીલે એ કાચ એક આંખ પર રાખી જોયું તો એને રોમીલ સાફ દેખાયો " અરે વાહ દેખાય છે કામ ચાલશે તમે બન્ને ઉભા શું છો ગાડી ચાલુ કરો મોડુ થાય છે આ મંગળ ને તો હું છોડવાનો નથી" અનીલ ટેંન્શન ઓછું કરવા બોલ્યો .
બીજી તરફ ચાર્મી હજી હોશમાં આવી નહોતી એની તબિયત વધારે ખરાબ જણાતા પંડિતજી એ નર્શને બોટલ તૈયાર કરી ચાર્મી ને ચડાવવા કહ્યું . રોમીલે નિષ્કા ને ફોન કરી તેઓ ઇન્સ્પેક્ટર સાથે છે એવા સમાચાર આપ્યા ને થોડીવારમાં જીતપર ગામ પહોચી જશું એમ જાણાવ્યું અનીલ ને ઈજા થઈ છે એ વાત નિષ્કા ચિંતા કરશે એમ વિચારી કરી નહી . જાડેજા અને છોકરાઓ સાથે છે એ વાત જાણી પંડિતજી અને નિષ્કા એ રાહત અનુભવી ને માતાની મૂર્તિ તરફ જોઈ આભાર માન્યો .
" ચાલો છોકરાઓ ગાડીમાં બેસો ટાયર બદલાઈ ગયુ છે " જાડેજાનો ભરાવદાર અવાજ સાંભળતા બધા ગાડીમાં ગોઠવાયા ને પાંચ મીનીટમાં જીતપર ગામની સીમામાં દાખલ થયા . આટલી મોડી રાત્રે બે ગાડી ઑ ગામમાં દાખલ થતા ગામની રખેવાડી કરતા ચાર કુતરા ગાડી ઓ તરફ ધસી આવ્યા ને ભોકવા લાગ્યા . ગામમાં દાખલ થતા ડાબે ચોથું ઘર મુખીનું હતુ ત્યાં જઈ બન્ને ગાડી ઉભી રહી મુખી ઘરની બહાર ખાટલા પર ઠંડી ના કારણે રજાઈ ઓઢી ઊંઘી રહ્યાં હતા જે ગાડી ને કુતરાઓનો અવાજ સાંભળી જાગ્યા આંખ મચોડી ચશ્મા પહેરી ઉભા થયા . મુખી એ અવાજ કરી કુતરાઓને ભગાડી દીધા ." પોલીસ ની ગાડી આટલી રાત્રે "
" મુખી સાહેબ હુ છુ ઇન્સપેક્ટર જાડેજા આબુ રોડ પોલીસ સ્ટેશનથી " જાડેજા જીપ માંથી ઉતરતા બોલ્યા . મુખી એ ચોપાળની લાઈટ ચાલુ કરી. આટલો અવાજ થતા ધીરે ધીરે બધાના ઘરની લાઇટો ચાલુ થઈ બધા જાગી ગયા હતા શું થયું જાણવા બધા લોકો મુખી ના ઘર તરફ આવ્યા. ત્રણે મિત્રો પણ ગાડી માંથી ઉત્તરી આસપાસ જોવા લાગ્યા.
" જાડેજા સાહેબ તમે આટલી રાતે બેસો બેસો શું થયું રુખીના કોઈ સમાચાર છે ?" મુખી એ પ્રશ્ન કર્યો .
" માફ કરજો મુખી પણ એજ કેસ માટે આટલી રાત્રે તમને હેરાન કર્યા " જાડેજા ખાટલા પર બેસતા બોલ્યા .
રુખી ની વાત છે એ સાંભળી એનો સસરો આગળ આવ્યો " શું ખબર છે સાહેબ પકડાઇ ગઇ એ કુલ્ટા "
" ના પકડાઇ તો નથી પણ જલ્દી પકડાઇ જશે આ છોકરા ઓ પાસે એની માહીતી છે અને એને પકડવા અમને મંગળની મદદ જોઈએ છે ક્યાં છે એ દેખાતો નથી " જાડેજા એ હાજર લોકો તરફ નજર ફેરવી .
"મંગળ તો ગામમાં નથી સાહેબ એ તો દસ બાર દિવસ થયા શહેર ખરીદી કરવા ગયો છે " મુખીના મોઢે આ શબ્દો સાંભળતા જ બધા ને આધાત લાગ્યો.
ક્રમશઃ
વાચકમિત્રો મનોરંજન માટે લખાયેલી આ એક કાલ્પનીક વાર્તા છે . વાર્તા મનોરંજન માટે લખાયેલી છે અંધશ્રદ્ધા વધારવા માટે નહીં .
ધન્યવાદ
પંકજ ભરત ભટ્ટ .