રુચિ આઠ વર્ષ ની માસૂમ બાળકી,ગોળમટોળ ચેહરો, અને માંજરી આંખો તેને વધુ સુંદર બનાવતી હતી.રુચિ ના ઘર માં તેના મમ્મી,પપ્પા,દાદા,દાદી,ભાઈજી અને ભાભુ સાથે મોટો ભાઈ એમ આઠ લોકો રહે.
રુચિ ની મમ્મી કીર્તિ ખૂબ સીધી અને ડાહી,તે પોતે મોટા ઘર માંથી આવેલી અને સંસ્કારી યુવતી હતી,અને તેને રુચિ ને પણ ખૂબ જ સારા સંસ્કાર આપેલા.રુચિ ના ભાભુ સ્વભાવે થોડા કડક અને ઉપરથી એ થોડા ઘણા અનુશાસન વાળા અને જુનવાણી.ઘર માં દરેક એના આવા સ્વભાવ થી પરિચિત પણ કોઈ કાઈ બોલે નહિ,અને એમની વાત કાને ધરે પણ નહીં.
રુચિ તો માસૂમ એને તો દુનિયાદારી સાથે શુ લેવાદેવા!
એને તો કીર્તિ એ બધાનું માંન જાળવતા શીખવ્યું.એટલે તે તો બધાનું માને.એવામાં એક દિવસ ઘરે એના ફૈબા આવવાના હતા.રુચિ તો રાજી રાજી હતી,પણ ભાભુ બહુ બોલે કે "ગમે ત્યારે પિયર આવી જાય રેવા,અમારે પણ કંઈક પ્રોગ્રામ હોઈ ,પહેલા થી જાણ તો કરવી જોઈ"એવું બધું.નાની રુચિ આ બધું સાંભળે અને હસે તો ભાભુ તરત જ કહે" શ...રુચિ એમ મોટાઓ ની વાત પર હસાઈ નહિ"
રુચિ ચૂપ.
સાંજે જ્યારે ફૈબા આવ્યા,ત્યારે રુચિ એ તેમને કહ્યું"ફૈબા તમે પહેલે થી જાણ કરી ને કેમ ના આવ્યા?"
"કેમ એવું તને કોને કહ્યું કે મારે જાણ કરી ને જ આવવું જોઈએ.તારે બહાર જવું હતું?"
"ના એ તો છે ને ભાભુ....."રુચિ એટલું બોલી કે પાછળ થી અવાજ આવ્યો. શ....રુચિ ફૈબા ને એવું ના કહેવાય..
રુચિ તો ભાભુ સામે જોઈ રહી.આવું તો ઘણીવાર બન્યું કે,રુચિ કાઈ બોલે તો તરત ભાભુ કે મમ્મી શ...રુચિ કરી ને તેને ચૂપ કરવી દેતા.ક્યારેક મોટાઓનું માન રાખવું જોઈ એમ કહી ને તો ક્યારેક તું નાની છો અને ક્યારેક છોકરીઓ એ એવું ના બોલાય.
આમ ને આમ રુચિ બાર વર્ષ ની થઈ ગઈ.હવે રુચિ ને
એના ભાભુ રોકટોક વધુ કરવા લાગ્યા .એમા પણ રુચિ રાજસ્વાલા સમય માં આવવા લાગી.હવે તો ભાભુ શ... રુચિ આ ના કરાય, શ...રુચિ આમ ના બેસાય, શ..રુચિ પેલું ના અડાય, શ... રુચિ અહીં ના જવાય ,એવું દરેક બાબત માં કરવા લાગ્યા.અને દરેક બાબત માં આવી રોકટોક થી કંટાળી ગયા હતી.
એવા માં તેના મોટા ભાઈના લગ્ન નક્કી થયા.ઘર માં સરસ મજાની ભાભી આવી એટલે રુચિ ને તો ઘરમાં જ જાણે એક બેનપણી મળી ગઈ.પણ રુચિ એ જોયું કે ભાભુ ભાભી ને પણ ઘણી બાબત માં રોકટોક કરતા.
રુચિ તેના મમ્મી પપ્પા ને આ વિશે વાત કરતી તો તેઓ પણ તેને શ..રુચિ એ મોટા છે,અને મોટાની વાત માં તારે વચ્ચે ના બોલાય .અને રુચિ ચૂપ થઈ ને બધું જોયા કરતી.
બિચારા ભાભી ક્યારેક છાને ખૂણે રડી લેતા,ક્યારેક એ તેના ભાઈ ને કહેતી પણ, કે તમે ભાભુ ને સમજાવો પણ તેનો ભાઈ કહેતો કે મમ્મી ને સમજાવી અઘરી છે.
રુચિ એ એકવાર સવાર માં જોયું તો ભાભુ ભાભી ને ધમકાવતા હતા,"આટલું મોડું જગાય?અને ઉઠી ને આટલીવાર તૈયાર થવામાં લાગે તો ઘર ના કામ ક્યારે થાય.
અને આ બધું કોણ તમારા ઘરે થી નોકર આવશે કરવા"
અને ભાભી રીતસર ના રોઈ પડ્યાં,રુચિ ના દાદી એ તેમને રોક્યા પણ ,પણ તેઓ ના સમજ્યા.
આ વખતે રુચિ ને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તે કંઈપણ વિચાર્યા વગર બોલી"ભાભુ તમે પણ આ ઘર માં લગ્ન કરી ને આવ્યા,ત્યારે થોડા બધું કરવા લાગ્યા હસો!દાદી એ તમને મદદ કરી હશે ને! "શ...રુચિ તું ના બોલ એવું પાછળ થી કીર્તિ બોલી પણ આજ કોઈ નું સાંભળે એ રુચિ સેની તેને ઈશારા થી એની મમ્મી ને ચૂપ રહેવા કહ્યું.
અને બોલી"જો ભાભુ તમને કે મમ્મી ને દાદી એ ક્યારેય પણ ધમકાવ્યા?મેં તો હંમેશા દાદી ને તમારી સાથે પ્રેમથી
બોલતા જ જોયા છે.અને એમના ઘરે થી કોઈ કામ કરવા શુ કામ આવે ?શુ આપડી એટલી ત્રેવડ નથી કે ઘરની એકમાત્ર લાડકી વહુ માટે આપડે નોકર રાખી શકીએ!
શુ ભાભી ની જગ્યા એ મારી સાથે મારા સાસરા માં આવું વર્તન થાય તો તમને કેવું લાગે?બોલો ભાભુ શુ તમને કોઈ એમ કહે કે તમારી દીકરી ના ઘરે કામ કરવા આવો તો તમને ગમશે?"
રુચિ ના ભાઈ જી રુચિ ની વાત પર ખૂબ જ ખુશ થયા, તેમને પોતાની દીકરી ને તાળીઓ થી વધાવી.તેના પપ્પા અને દાદા પણ ખુશ થયા.
"ભાભુ નાનપણ થી તમે મને શ...રુચિ આમ ના બોલાય, શ...રુચિ આમ ના કરાય,એવું કહી કહી ને કાયમ ચૂપ કરાવી દીધી.ભાભુ જો તમને આપડા ઘર માં દાદા કે ભાઈજી એ આમ જ ચૂપ કરાવી દીધા હોત તો?
અને આ કેવો નિયમ કે છોકરીઓ ને જ બધી પાબંધી.જો ભાઈ ત્યાં સાસરે જાય અને ભાભી ના ઘર ના તેમને આમ જ મેહણા મારે તો!બસ એ છોકરો છે,એટલે જ તેને કોઈ રોકટોક નહિ!તો અમને શુ કામ."
"દરેક ઘર માં નાનપણ થી જ દીકરી ને શ...કરી ને ચૂપ કરી દેવાય,એ પછી સાસરે પણ આ શ... પીછો નથી છોડતો,અને એ પછી વૃદ્ધાવસ્થામાં દીકરો શ... કરી ને ચૂપ કરાવી દે.આ ક્યાં નો ન્યાય."મારા મતે તો આ શ... ને ગુજરાતી વ્યાકરણ માંથી જ બાદ કરવો જોઈ.આ તો કોઈ ભૂત ડરાવતું હોઈ એવું લાગે છે"અને રુચિ હસવા લાગી...
રુચિ ના ભાભુ એ તેને ગળે લગાવી લીધી,અને પોતાની ભૂલની માફી બધા પાસે માંગી.અને આજ પછી આ શ... ને છોડવાનો નિયમ લીધો...
આરતી ગેરીયા....