"શેઠજી બલ્વીન્દરસિંઘનો ફોન આવ્યો હતો." મોહનલાલે કહ્યું.
"કોઈ નવી વાત છે કે એ જ છે. જે આપણે જાણીએ છીએ?"
"શેઠ વાત નવી છે. અને ચિંતાજનક પણ."
અનોપચંદે પોતે જે ફાઇલ જોતો હતો એમાંથી માથું ઉંચુ કર્યું અને પૂછ્યું. "શું ખબર છે બોલો"
"કાલે સુરેન્દ્રસિંહ સાથે વાત કરનારા બંને ઓફિસર પાંડુરંગ મોરે અને ગુરમીત ચઢ્ઢા હતા. બન્ને મહા કરપટ છે. પણ કંઈક નવો ખેલ માંડ્યો છે. એ બેઉએ મળીને. "
"શું કરવા માંગે છે ?"અનોપચંદે પૂછ્યું.
"આપણા દેશને કંગાળ અને નબળો બનાવી એમને કરોડપતિ થવું છે. આર્મી ચીફને બ્લેકમેલ કરવા છે. "
"શું.ઉઉઉ. ઓલી સિક્રેટ ફાઇલ?'
"હા આર્મી સાથેના ગુપ્ત સોદાની ફાઈલ ક્યાંકથી એમણે મેળવી લીધી છે. અને જેટલા સ્વદેશી સપ્લાયર્સ છે એ બધાને અને આર્મી ચીફને બ્લેકમેલ કરી અને પોતાને કમિશન મળે એવા વિદેશી હથિયારોના હલકી ક્વોલિટીના હથિયાર એ લોકો મિલિટરીમાં ઘુસાડવા માંગે છે. ટૂંકમાં ત્યાંથી કમિશન અને અહીંયા બ્લેકમેલ.બન્ને બાજુથી રૂપિયા જમા કરશે. આજકાલ 'સેફ' કન્ટ્રીઝમાં એમની મુલાકાત વધી ગઈ છે."
"ઓહ્હ..કેટલા લોકોને આ વાતની ખબર છે?"
“એ બેઉ શાતિર ઉપરાંત સુરેન્દ્રસિંહ અને એ બેઉનો ડ્રાઈવર. આમ તો સાવ નાનો માણસ છે પણ ચઢ્ઢાનો જમણો હાથ છે."
"હમમમ હું કંઈક વિચારું છું." અનોપચંદે કહ્યું.
"શેઠજી સમય વીતતા વાત વધતી જશે. મારા હિસાબે તો." મોહનલાલે કહ્યું.
"મોહનલાલ એમ આજ ને આજ એ લોકો કઈ બધું ફાઇનલ નહીં કરી નાખે. અત્યારે સાંજના 6 વાગ્યા છે. મેં જીતુભાને કાલે સવારે 10 વાગ્યે બોલાવ્યો છે અહીં ઓફિસમાં મળવા.16 કલાક આપણા 4 ટાર્ગેટ પર વોચ રખાવો. સુરેન્દ્રસિંહ જો એ ખરેખર ઈમાનદાર હશે તો એ જીતુભા સાથે કંઈક વાત કરશે જ. કાલે બપોરે 12 વાગ્યા સુધીમાં જો એનું બયાન આપણને ન મળે તો 1 વાગ્યા પહેલા ચારેય જણા ને દુનિયા છોડાવી દેજો."
"પણ સુરેન્દ્રસિંહને કઈ કરશું તો જીતુભા."
"તો એને પણ ઉડાવી દેજો. આપણા કામની આડે આવનાર કોઈપણ હું ફરીથી કહું છું કોઈ પણ હોય એને મરાવી નાખો. આ અનોપચંદ જીવે છે ત્યાં સુધી કોઈ તમને નહીં રોકે."
"ઠીક છે. શેઠજી."
xxx
"હેલો જગતસિંહજી."
"હા ચતુર બોલ, ઘણા વખતે યાદ આવી."
“સાહેબ તમે મોટા માણસ કોઈ કામ વગર તમને ખોટેખોટા ફોન કરીને શું ફાયદો. ઉલ્ટાનું તમે ડિસ્ટર્બ થાવ."
"શું ખબર છે. બોલ."
"ખબરમાં તો એવું છે કે કંઈ છે કે નહીં એ ખબર નથી. પણ કંઈક અજુગતું લાગ્યું એટલે ફોન કર્યો."
"ઝડપથી પતાવ મારે ઘણા કામ છે."
"શેઠ ગુલાબચંદ ગુપ્તાની એક ભત્રીજી અચાનક ક્યાંકથી ફૂટી નીકળી છે. લંડનથી આવી છે. એમ કહે છે. પણ એનું વર્તન કંઈક અજુગતું છે."
"ઉંમર કેવડી છે. કદાચ કોઈ પિતરાઈ ભાઈ- બહેન હોય પણ શકે ગુલાબચંદના લંડનમાં"
"ઉંમર 20-21 કહે છે પણ 24 જેટલી લાગે છે. 10 દિવસ પહેલા અચાનક લંડનથી આવી છે. અને આવીને તરત જ"
"શું તરત જ"
"માત્ર 2 કલાકમાં ગુલાબચંદને કહીને મારી ડ્યુટી એના ડ્રાઈવર તરીકે લગાવી દીધી. એ ઘરમાં હોય ત્યારે ગુલાબચંદ સુધ્ધાં કૈક ગભરાયેલ રહે છે. અને એકવાર તો મેં એમના પત્નીના મોઢે સાંભળ્યું કે 'આ અચાનક તમારી ભત્રીજી ક્યાંથી આવી' હું વરંડામાં કાર સાફ કરતો હતો મારા પર ધ્યાન પડતા બંને ચૂપ થઈ ગયા."
"હોય હવે મોટા માણસોના સત્તર લફડાંઓ હોય. કૈક એવું હશે."
"એવું હોય તો મેય ઇગ્નોર કર્યું હોત. પણ પહેલા જ દિવસથી રોજ નવા નવા આર્મી સાથે સંકળાયેલ કોઈને કોઈની કઈ પણ બહાને મુલાકાત લે છે. કોઈ ત્રાહિત વ્યક્તિને કઈ પણ છેડા મિલિટરી સાથે અડતા હોય તો એની મુલાકાત યેનકેન પ્રકારેણ કરે છે અને પાણીની જેમ રૂપિયા ઉડાડે છે."
"તો તું અત્યારે વાત કરે છે તો ડ્યુટી પર નથી?'
"મને આજે રજા આપી છે. એમાં એવું છેને કે " કહીને ચતુરસિંહે નાઝની ગઈ કાલની મિસ્ટર જોશી સાથેની વાત કરી. અને ઉમેર્યું. "મને તો રજા આપી પણ એ પોતે કાર લઈને નીકળી ગઈ છે. શેઠનો જે પેટ્રોલ પંપ પર એકાઉન્ટ ચાલે છે એ પંપ પરથી મને ખબર મળી કે કાલે રાત્રે એ ટાંકી ફૂલ કરાવીને ગઈ છે સાથે કોઈક બીજું પણ હતું કદાચ જનક જોશી હોય અને દિલ્હી જવાની વાત કરતા હતા."
"હું..લાગે છે કંઈક સિરિયસ બની રહ્યું છે. ચતુર તું કાલે ડ્યુટી પર જાય પછીથી દર ચાર કલાકે મને રિપોર્ટ આપતો રહે. તારો ફોન ન આવે તો હું સામેથી ફોન કરીશ એને સવારમાંજ કહી રાખજે ઘરમાં મા બીમાર છે. એટલે દિવસમાં 3-4 ફોન આવશે. મારે દરેક પળની માહિતી જોઈએ છે. "
"ઠીક છે. સાહેબ. પણ હું મારી."
"તું સલામત જ છો અને તને કઈ નહિ થાય.”
"અત્યારે તો એવું કઈ લાગતું નથી પણ હોઈ શકે કે એની કોઈ મોટી ગેંગ પણ હોય તો?"
"રામપુરી તો તારા પાસે રહે જ છે. સાંજે મારા ઘરે આવજે કંઈક ભડાકો થાય એવું આપીશ. તારો જીવ બચાવવા શિવાય એનો ઉપયોગ ન કરતો નહીં તો મારી નોકરી જશે."
જગતસિંહે ફોન કટ કર્યો મિલિટરી ઇન્ટેલિજન્સના આ યુવા ઓફિસરે ચતુર સિંહ સાથે થયેલ આખી વાત ફરીથી યાદ કરી. કોઈ તાળો મેળવવાની કોશિશ કરી પંદર મિનિટની મથામણ પછી કઈ ન સમજતા એણે કોઈને ફોન લગાવ્યો.
xxx
લગભગ પોણા સાત વાગ્યા હતા. મુંબઈ ગુજરાત હાઇવે પર વડોદરાથી થોડા પહેલા એક ગીચ ઝાડીમાં એક ઓઇલ ટેન્કર અચાનક થોભે છે. અને એ ટેન્કરનું ઉપરનું ઢાંકણું ખોલીને હની બહાર આવ્યો. થોડું શરીરને ખેંચીને સ્વસ્થ થઇ ડ્રાઈવર પાસે જઈને પૂછ્યું." આપણે ક્યાં પહોંચ્યા?'
"એક દોઢ કલાકમાં બરોડા આવશે. કઈ બાજુ જવું છે."
"મારે જેસલમેર જવું છે."
"2 કલાક પછી હું તમને નરોડા પાટિયા પર ઉતારી દઈશ તમે ત્યાંથી કોઈ વાહન લઇ લેજો."
"ઠીક છે." હનીએ કહ્યું. અને પછી ઈરાની ને ફોન જોડ્યો. ફોન નોટ રિચેબલ આવતો હતો હનીએ કંટાળીને એ ફોન કટ કરીને ડ્રાઇવરની બાજુની સીટ પર ગોઠવાયો ટેન્કર ચાલુ થયું. 10 મિનિટ પછી હનીના ફોનમાં એક ફોન આવ્યો એ એના ઉપરી અધિકારી ફોન હતો હનીને સૂચના મળી કે ઈરાની અત્યારે પોલીસથી બચવા ખુબ લાંબો રસ્તો લઈને જેસલમેર જવા નીકળ્યો છે. અને કાલે રાત્રે એ હનીને જેસલમેરમાં હોટેલ કોહિનૂર પર મળશે. ઈરાનીએ પોતાનો ફોન ફેંકી દીધો હતો કેમ કે મથુરા પોલીસ દ્વારા સરલાબેન પર હુમ્લો કરનારા 2 ગુંડાઓ પાસેથી એનો ફોન નંબર મથુરા પોલીસને મળ્યો હતો. અને આગ્રા પહોંચેલી સૂચનાથી આગ્રા પોલીસે એ જે હોટેલમાં રોકાયો હતો ત્યાં ધાડ પડી હતી ઈરાની એ વખતે કોઈ કારણસર હોટેલની બહાર ગયો હતો એટલે એ માંડ બચ્યો હતો. પોતાના ઉપરી સાથે આ વિશે વાત કરીને ઈરાનીએ પોતાનો ફોન જમના નદીમાં ફેંકી દીધો હતો.
xxx
"મામા તમને ખબર છે કાલે સવારની તમારી મિટિંગ કેન્સલ થઇ એ પાછળ કોણ છે?"
"ના. મને પોલીસ સ્ટેશન બોલાવાયો હતો કોઈ સાવ ફાલતુ કારણ આપીને પણ કઈ સમજાતું નથી."
"એના પાછળ અનોપચંદ છે" જીતુભના આ શબ્દબોમ્બ થી સુરેન્દ્રસિંહ ધ્રુજી ગયા.
"પણ તો પછી એ આપણને મદદ શુકામ કરે?"
"પહેલા એ તો સમજો કે એણે તમને પોલીસ સ્ટેશન શું કામ મોકલ્યા." કહીને જીતુભાએ સોનલના કથિત અપહરણ, સુરેન્દ્રસિંહને પોલીસ સ્ટેશન મોકલવાનું ષડયંત્ર અને માં ને મારી નાખવાની ધમકી એ વિષે ટૂંકમાં બધું કહ્યું. સાંભળીને સુરેન્દ્રસિંહ વિચારમાં પડી ગયા. કેટલીક મિનિટો પછી એને કહ્યું. "પણ પણ તને એટલે કે તું એની નોકરી સ્વીકારી લે એ માટે આટલું મોટું કમઠાણ કરવાની શું જરૂરત પડી?"
"એનું કહેવું છે કે હું ખાસ વ્યક્તિ છું મને નોકરી સ્વીકારવાનું દબાણ કરવા એને 5-10 માણસોને મારી નાખવા પડે તો પણ મંજુર હતું."
"આ એણે તને કહ્યું. એટલે કે તું ખુદ એને આયમીન એ ખુદ તને મળ્યા હતા."
"હા અને એટલે જ કહું છું કે એ આપણને કાલે સવારે 10 વાગ્યે મળશે." કેમ કે એને કઈ લાગતું વળગતું હોય એના કોઈ મિત્રો કે કોઈ સગાવ્હાલા વિષે આપણે શોધતા હતા અને એક ખજાનો હાથ લાગ્યો છે." કહીને જીતુભાએ ડોક્યુમેન્ટમાંથી બહુધા સોદાઓ જે કંપનીના હતા એ 'સ્નેહા ડિફેન્સ સર્વિસ' ના માલિકોની લિસ્ટ બતાવી.
"વાહ જીતુ વાહ. આ ખરેખર અદભુત સમાચાર છે. એ અનોપચંદે તને જે ધમકીઓ આપી હતી એને તું કેટલી સિરિયસ લે છે?"
"જો હું એની વાત ન માનત, તો એ એ સોનલનું કથિત અપહરણ કરીને એય સોનલને ખબર પણ ન પડી એમ. આપણા કોઈક પર હુમલો જરૂર કરવત પણ આપણામાંથી કોઈને મારી નાખવાની કે બીજું કોઈ નુકશાન એ ન પહોચાડત મને એવું લાગે છે."
"સાવ સાચું કહ્યું તે હું લગભગ છેલ્લા 50 વર્ષથી આ અનોપચંદ વિષે છાપાઓમાં વાંચું છું ક્યારેય કોઈ ગેરકાનૂની કામમાં કે ટેક્સ ચોરીમાં એનું નામ આવું નથી હા દેશ પર કુદરતી આફતો ઉતરી આવે ત્યારે બચાવ કાર્યમાં એની કંપની સહુથી મોખરે હોય છે. ટૂંકમાં મને એ માણસ દેશદ્રોહી તો બિલકુલ નથી લાગતો. વળી એની પહોંચ છેક વડાપ્રધાન સુધીની છે. અને આમ મિલિટરી વિશેની વાત છે દેશની સુરક્ષાની વાત છે. અને એ આટલા વ્યાજબી ભાવે ઉચ્ચ ગુણવત્તાનો માલ જયારે મિલિટરી માટે સાવ નગણ્ય નફા પર સપ્લાય કરતો હોય તો જો એ આ આખી વાત ઉપર સુધી પહોંચાડવામાં આપણને મદદ જરૂર કરી શકે."
"તો હું એમને કહી દઉં કે કાલે સવારે 10 વાગ્યે તમે મારી સાથે એમને મળવા એમની ઓફિસે આવશો?"
"ના હમણાં એને કહેવાની જરૂર નથી. ઈનફેક્ટ એમને આપણે કઈ જણાવવું નથી ડાયરેક્ટ એની ઓફિસે પહોંચી જશું. શું લાગે છે."
"મારા મતે, એમને પહેલા જણાવી દેવું જોઈએ."
"ઠીક છે. તો મોહિનીના ઘરેથી જમીને આવ્યા પછી એમને ફોન કરજે ત્યાં સુધી હું ફરી એકવાર વિચાર કરી લઉં."
ઠીક છે."
xxx
"શું ખબર?' મોહનલાલ ફોનમાં કોઈને પૂછી રહ્યો હતો.
"કઈ ખાસ નહીં. ચઢ્ઢા એની દીકરીનો બર્થડે સેલિબ્રેટ કરવા ઘરની નજીકની હોટેલનો એક હોલ બુક કરાવ્યો છે ત્યાં છે. અને મોરે 5 મિનિટ પહેલા એના ઘરમાં જ હતો. એ લગભગ 8 વાગ્યે ચઢ્ઢાની દીકરીની પાર્ટીમાં આવશે. કહો તો પોણા નવ વાગ્યે ..."
"ના શેઠજીએ કાલે બપોરના 12 વાગ્યા સુધી કઈ પણ કરવાની ના પડી છે. કાલે જરૂરત હોય તો બીજા 2 માણસનો બંદોબસ્ત કરી રાખજે કાલે બપોરે 1 વાગ્યા પહેલા એ બન્ને દુનિયામાંથી વિદાય લઇ લેવા જોઈએ."
'ઓકે, થઇ જશે. કાલે એ બન્ને સચિવાલયમાં ધ્વજારોહણના સમારંભમાં જવાના છે ત્યાંથી પછી એ લોકો ગુડગાંવ જવાના છે. જેવી હરિયાણાની બોર્ડર પર પહોંચશે ત્યાર બાદ ગમે તે મિનિટે ડ્રાઈવર સાથે બન્નેને મોકલી આપીશ ઉપર.
"ગુડગાંવની ફેકટરીના સ્ક્રેપ રિમુવલ કોન્ટ્રાક્ટ નો ચેક પરમ દિવસે ગુડગાંવની ઓફિસમાંથી કલેક્ટ કરી લેજે."
"થેન્ક્યુ મોહન લાલ જી અને સ્ક્રેપ કાલે બપોરે એક વાગ્યા પહેલા ઉપડી જશે."
xxx
"શું ખબર?' મોહનલાલ ફોનમાં કોઈને પૂછી રહ્યો હતો.
"જીતુભા અને સુરેન્દ્રસિંહ એમની બિલ્ડિંગમાં આવેલ એમની ઓફિસમાં લગભગ 2 કલાકથી બેઠા છે. અને મારી જાણકારી પ્રમાણે એમના હાથમાં અત્યારે કોઈ કેસ પેન્ડિંગ નથી. શું કરવું છે?'
"કઈ નહીં કાલે બપોરે 12 વાગ્યા સુધી ચપચપ એનો પીછો કર. 12 વાગ્યા સુધીમાં મારો કોઈ ફોન ન આવે તો બેઉને ખતમ કરી નાખજે"
.
આપને આ વાર્તા કેવી લાગે છે? પ્લીઝ કોમેન્ટ જરૂર કરજો તમે મને પર્સનલી વોટ્સ એપ પણ કરી શકો છો. 9619992572 પર