Ek Pooonamni Raat - 55 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | એક પૂનમની રાત - પ્રકરણ-55

Featured Books
Categories
Share

એક પૂનમની રાત - પ્રકરણ-55

એક પૂનમની રાત
પ્રકરણ-55
ચાવાળો મગન સિધ્ધાર્થ સામે કંઇક ઇશારો કરી રહેલો સિધ્દાર્થે કંટાળીને ધમકાવતા સૂરે કહ્યું અરે બોલને મોઢામાંથી ઇશારા શું કરે છે ? શું વાત છે ? અહીં બધાં આપણાં પોતાનાંજ છે. મગને કહ્યું સર મેં તમને વાત કરેલીને.. તમે મને પૂછેલું. એવી કોઇ વ્યક્તિ.. ? સિધ્ધાર્થે ચમક્યો અને બોલ્યો હાં હાં તો શું વાત છે એની ?
મગને કહ્યું મેં એને હમણાંજ પોલીસ સ્ટેશનમાં પ્રવેશતાં જોઇ છે પણ ખબર નહીં ક્યાં ગઇ ? સિધ્ધાર્થે કહ્યું સાચે? તારી આંખે જોઇ ? મગને ગળું પકડીને કહ્યું તમારાં સમ મેં મારી આંખે જોઇ પણ અંદર એ ક્યાંય દેખાતી નથી. સિધ્ધાર્થે તરતજ કાળુભા અને ભાવેશ બંન્નેને બોલાવ્યા. કાળુભા અને ભાવેશ બંન્ને અંદર દોડી આવ્યા એમણે પૂછયું હાં સર શું થયું ? સિધ્ધાર્થે કહ્યું આ મગને કોઇ સુંદર છોકરીને હમણાં પોલીસ સ્ટેશનમાં પ્રવેશતી જોઇએ તમે એ સાથે રાખી આખુ પોલીસ સ્ટેશન ખોલી વાળો અને જે હોય એને મારી પાસે લાવો જાઓ.
સુંદર છોકરી સાંભળી દેવાંશ અને અનિકેત પણ ઉભા થઇ ગયાં. એ બંન્નેની આંખોમાં પ્રશ્વાનાર્થ સાથે આર્શ્ચર્ય હતું દેવાશે કહ્યું સુંદર છોકરી ? આ ચા વાળાએ જોઇ ? અમે લોકો પણ એને શોધીએ છીએ.
સિધ્ધાર્થે કહ્યું આમ આટલા ચમકવાની જરૂર નથી પેલાને ભ્રમ પણ થયો હોય આપણે કામ નીપટાવીએ. દેવાંશ તું પહેલાં તારી કાલ રાત્રીની વાત કર. અનિકેતે દેવાંશ સામે જોઇ પૂછ્યું કેમ કાલ રાત્રીની શું વાત છે ? તું તો વ્યોમાને મૂકવા ગયો હતો પછી કંઇ થયું ?
દેવાંશે કહ્યું હાં તું પણ સાથે સાથે સાંભળી લે એણે સિધ્ધાર્થેની સામે જોઇને કહ્યું સર હું વ્યોમાને ઘરેથી પાછો ઘરે જવા નીકળ્યો અને મને સૂમસામ રોડ પર... એમ કહીને જે થયું હતું એ બધુજ કીધુ અને પછી એ ઘરે કેવી રીતે પાછો આવ્યો બધી ઇતિથી અંત સુધી કીધી.
સિધ્ધાર્થે બધી વાત શાંતિથી સાંભળી લીધી પછી બોલ્યો તેં જે છોકરી જોઇ એને ફરીથી જુએ તો ઓળખી જાય ?સિધ્ધાર્થ હજી પૂછે પુરુ પહેલાં દેવાશ બોલ્યો તરતજ ઓળખી જઊં. ભર ઊંઘમાં હોઊં કે નશામાં હું એમાં પણ એને એક નજરે જોઇને ઓળખી જઊં.
સિધ્ધાર્થે કહ્યું ઓકે ઠીક છે. મારે હવે આ બધાં કેસોની વચ્ચે આ એક સુંદર છોકરી જે બધાં કેસમાં ક્યાંક ને ક્યાંક ઇન્વોલ્વ છે એને શોધવાની છે એ માણસ હોય કે પ્રેત કે ચૂડેલ હું એને નહીં છોડું બધાં પ્રોબ્લેમની જડ એજ છે એ બઘાં કેસમાં સંડોવાયેલી લાગે છે અને શરૂઆત વાવ અને મીલીંદનાં મર્ડર કેસથી શરૂ થઇ છે. અને હાં હમણાં મીલીંદનાં પાપાનો ફોન હતો તેઓ અહીં વડોદરામાં છે અને સાંજે મળવા આવવાનાં છે મેં એમને સાંજનો 6.00 વાગ્યાનો સમય આવ્યો છે.
અનિકેતતો દેવાંશ અને સિધ્ધાર્થની વાતો સાંભળી આષ્ચર્ય પામી રહેલો એણે દેવાંશને કહું તારી સાથે આવું રાત્રે થયું ? ઓહ મેં પેલાં કબ્રસ્તાનમાં જોઇ હતી એ ફરીદા છે કે બીજી કોઇ ?
સિધ્ધાર્થે કહ્યું વળી આ કબ્રસ્તાનની શું વાત છે ? અને આ ફરીદા કોણ છે ? નવા નવા ફાગણ ફૂટી રહ્યાં છે શું વાત છે ? દેવાંશે કહ્યું સર એ કેહવા માટેજ અનિકેતનને અહીં બોલાવ્યો છે. અને અનિકેતને દેવાંશે કહ્યું અનિકેત સરને તું જ બધુ સવિસ્તારથી કહે તારાં શબ્દોમાં જે તેં જોયું મને કીધું હતું બધુજ.
સિધ્ધાર્થ અનિકેત સામે જોઇ રહેલો અને અનિકેતે બધુજ એ દિવસે સાંજે થયેલું એ બધુજ સવિસ્તાર એ કબ્રસ્તાનમાં કાર્તિક ભેરોસિહ અને એ ઉર્દુના બોલતાં એ માણસની વાતો ફરીદાનું પ્રેત એની સાથે કરેલી વાત કે હું તને મદદ કરીશ તું મને મદદ કરજે વગેરે બહુ જ કીધુ. સિધ્ધાર્થે પૂછવું એ તને ફરીથી મળી ? દેખા દીધી ? અનિકેતે કહ્યું ના એ પછી નથી મળી નથી કંઇ કીધું નથી કંઇજ થયું...
સિધ્ધાર્થે ભાવેશ અને મનીષને અંદર બોલાવ્યા ત્યાં સાથે સાથે રઘુનાથ બર્વે રાઇટર પણ અંદર આવ્યો સિધ્ધાર્થે કંઇ પૂછે પહેલાંજ રઘુનાથે કહ્યું સર કાલે જે માણસ મૃત્યું પામેલો મળેલો એનો પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવી ગયો છે અને એ GJ-6-AP-6930 જીપમાંથી ઉતર્યો હતો સર એ જીપ તો.. પછી દેવાંશની સામે જોયું.
સિધ્ધાર્થે કહ્યું પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં શું છે ? જીપની મને બધી જાણ છે. બર્વે એ કહ્યું સર એનાં શરીરમાં લોહીજ નથી સાવ પીળો પડી ગયેલો અને આધાતથી મૃત્યુ પામ્યો હોય એવો રીપોર્ટ છે.
સિધ્ધાર્થે રીપોર્ટની ફાઇલ લીધી અને પછી કહ્યું કંઇ નહીં બર્વે તમે તમારું કામ કરો જરૂર પડે પછી હું તમને બોલાવું છું બર્વે એ એક સર કહી દેવાંશની સામે જોતો જોતો બહાર નીકળી ગયો.
સિધ્ધાર્થે ભાવેશ અને મનીષને કહ્યું પેલી છોકરી અંદર આવી હતી તે છે કે ઓગળી ગઇ ? અને કાળુભા ને જોવા દો. મે તમને કાર્તિક અને ભેરોસિંહની પાછળ રાખેલાં એ લોકોની શું અપડેટ છે ? એની માહિતી મળી ?
ભાવેશે કહ્યું હાં સર બધી માહિતી ગઇકાલ રાત સુધીની અમારી પાસે છે. કાર્તિક અને ભેરોસિંહ સતત એ કબ્રસ્તાન કાયમ નિયમિત સાંજે જાય છે પણ અમે કોઇ ત્રીજી વ્યક્તિને જોઇ નથી અને એ લોકો પાસે પૈસા ક્યાંથી આવે છે એ ખબર નથી પડી પણ મેં અને મનીષે એકવાર સતત પીછો કરેલો ત્યારે એ બંન્ને જણાં અલકાપુરી વિસ્તારમાં આંટા મારી રહેલા અને ક્યારે આંખ સામેથી નીકળી ગયાં ખબર ના પડી પણ હવેનાં ત્રણ ચાર દિવસ અમને આપને અને બધીજ માહીતી એકઠી કરીને આપીશું. એ લોકો કોઇનો સંપર્ક કરવા પ્રયત્ન કરી રહેલાં એ નક્કી છે.
સિધ્ધાર્થે પૂછ્યું અલકાપુરીમાંથી મીલીંદનુંજ ઘર છે ત્યાં... એ સિવાય બીજે પણ એલોકોનાં ધામા છે ? એ લોકો એમની ડ્યુટી પર નથી જતા ? એમને ક્યો પ્રોજેક્ટ મળેલો છે ?
દેવાંશે કહ્યું સર એલોકો પાસે નદી ઉપરનાં ઐતિહાસિક સ્થળોનો પ્રોજેક્ટ છે તો અલકાપુરીનાં આંટા કેમ મારે છે ? મીલીંદ કે રામુનો કેસ સાથે તો સંકળાયેલા નથી ને ? ભાવેશે વચ્ચે કહ્યું સર અલકાપુરીમાં ગરબા ખૂબ સારાં થાય છે ત્યાં નવરાત્રી અંગે મંડપ અને બધી તૈયારી ચાલતી હતી ત્યાં એ લોકો હતાં પછી અચાનક ગૂમ થયા અમને લાગે છે એમને વ્હેમ પડ્યો હોવો જોઇએ કે એલોકો પાછળ કોઇ છે જે એમનો વોચ કરે છે. સિધ્ધાર્થે કહ્યું ઠીક છે તમે હમણાં જાઓ પછી બોલાવું છું અને ભાવેશ અને મનીષ બહાર નીકળી ગયાં.
ત્યાં કાળુભાએ અંદર એન્ટ્રી મારી અને કહ્યું સર આખુ પોલીસસ્ટેશન જોયું કોઇ એવી છોકરી જોવા નથી મળી પણ.. પાર્કીંગમાં એક બાઇક પર આ પડેલું મળ્યુ છે જે કોઇ છોકરીજ પહેરી શકે. એમ કહીને ઓટલાનાં છેડે બાંધવામાં આવતું ફુમતું હતું જે નવું નકોર હતું અને ખાસુ આકર્ષક હતું. સિધ્ધાર્થે એ હાથમાં લીધુ અને જોવા લાગ્યો. દેવાંશ પણ ધ્યાનથી જોઇ રહેલો એણે કહ્યું એક મીનીટ સર આ ફુમતું મે પણ ક્યાંક જોયું છે પણ યાદ નથી આવતું ક્યાં ? એ યાદ કરવા લાગ્યો. સિધ્ધાર્થે કાળુભાને કહ્યું પેલા મગન ચા વાળાને બોલાવ.
કાળુભા મગનને બોલાવવા ગયો. અને તરતજ એને સાથેજ લઇને આવ્યો અને ફુમતુ જોતાંજ મગન બોલી ઉઠ્યો સર આજ પેલી છોકરીનાં ચોટલામાં ગૂંથેલુ હતું મેં બરાબર જોયું છે તો એ ફુમતાવાળી ક્યાં ગઇ ? નથી મળી ? મેં એને અંદર આવતા જોઇ હતી.
સિધ્ધાર્થે કહ્યું સારુ તું જા.. અને મગન ગયો. સિધ્ધાર્થે કહ્યું આ સાબિતી છે કે કોઇ આ પહેરીને અંદર આવેલું અને પછી બહાર નીકળી ગયું પાર્કીગમાં એ કઇ બાઇક પર હતું ? કાળુભા ?
કાળુભાએ કહ્યું સર આ ફુમતુ ભાવેશની બાઇક પરથી મળ્યું છે. મને ખૂબ આષ્ચર્ય થયું.
સિધ્ધાર્થે નું મગજ બેલ મારી ગયેલું એણે ફાઇલ લીધી પછી પાછી મૂકી અને દેવાંશ ને કહ્યું આ વીડીયો આપણે સાથે જોઇએ મીલીંદના ટેરેસનો જો તું.. અને...
વધુ આવતા અંકે - પ્રકરણ - 56