Ek Pooonamni Raat - 54 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | એક પૂનમની રાત - પ્રકરણ-54

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

એક પૂનમની રાત - પ્રકરણ-54

એક પૂનમની રાત
પ્રકરણ-54
દેવાંશે વ્યોમા સાથે વાત કરી અને ફોન મૂક્યો. સૂવાની તૈયારી કરતો હતો અને એનાં ફોનમાં રીંગ આવી અનિકેતનો ફોન હતો. અનિકેતે કહ્યું દેવાંશ તું ઊંધી ગયેલો ? ડીસ્ટર્બ કર્યો ? દેવાંશે કહ્યું અરે ના ના વ્યોમા સાથે હમણાંજ વાત કરી અને ફોન મૂક્યો ત્યાં તારો ફોન આવ્યો. હાં બોલ શું વાત છે ? રાધિકાને ઘરે ડ્રોપ કરી ? કેમ ફોન કર્યો ?
અનિકેતે કહ્યું હાં અંકિતાને એનાં ઘરે ડ્રોપ કરી અને એ ઘરમાં ગઇ હું હજી બાઇક ચાલુ પહેલાં મને નાં ઘરમાંથી ઘાંટા ઘાંટ થઇ હોય. એવું લાગ્યું હું ગભરાયો કે અંકીતા હજી હમણાં અંદર ગઇ છે એકદમ શું થયું અને મેં બાઇક પાછી પાર્ક કરી અને ધ્યાનથી સાંભળવા લાગ્યો. અંકિતાની સ્ટેપ મધરનો અવાજ હતો. આટલું મોડું કર્યુ ? કોની સાથે ભટકવા ગઇ હતી ? અંકિતાએ કહ્યું મંમી મેં તમને ફોન તો કરેલો પછી કેમ આટલુ પૂછો છો ? ભટકવા નહોતી ગઇ મારી ફ્રેન્ડનાં ઘરે ગઇ હતી ખાસ કામ હતું. એટલે એટલામાં એનાં પાપા બોલ્યા બસ કરો હવે ઘરે આવી ગઇ છે ને ? કેટલું બોલો છો ? હું ઘરમાં આવુ તમારો ક્કળાટજ ચાલતો હોય છે ત્યાં અંકિતા બોલી પાપા તમે કેમ મારી વાત મંમીને સમજાવતા નથી ? મંમી કાયમ મારી સાથે આવી રીતે વર્તે છે હું ખૂબ કંટાળી છું હું મારો રસ્તો કરી લઇશ એમ કહી ગુસ્સામાં એણે એનાં રૂમનો દરવાજો બંધ કર્યો હોય એવો અવાજ આવ્યો. યાર અંકિતાની સ્ટેપ મધર એને ખૂબ હેરાન કરે છે મને થાય છે હું મારાં પેરેન્ટસ સાથે ચર્ચા કરી અંકિતાને લગ્ન કરીને મારાં ઘરે લઇ આવું. તને કહેવા અને પૂછવાજ ફોન કરેલો. શું કરુ હું ?
દેવાંશ અનિકેતને શાંતિથી સાંભળી રહ્યો પછી બોલ્યો જો અનિકેત અંકિતા રાજી હોય તો તારો નિર્ણય સાચો છે તારાં પેરેન્ટસ સાથે વાત કરી નક્કી કરી લે અમે તારી સાથેજ છીએ... અનિકેત મેં પણ આજે મારાં પાપા સાથે વ્યોમા અંગે વાત કરી લીધી તેઓ રાજી છે વ્યોમા પણ એનાં પેરેન્ટસને કાલે સવારે પૂછી લેવાની છે તું પણ નક્કી કરીલે આપણે બેઊ કપલ સાથેજ સાદાઇથી લગ્ન કરી લઇએ.
અનિકેત કહે વાહ તારે તો સરળતાથી પતી ગયું... હું પણ મારાં આઇ બાબા સાથે વાત કરી લઇશ અને અંકિતાને પણ કહીશ કે તું કહે ત્યારે હું લગ્ન કરવા તૈયાર છું એ પણ એનાં આઇ બાબાને પૂછી લે. અમે બંન્ને મહારાષ્ટ્રીયન છીએ એટલે વાંધો ના આવવો જોઇએ.. પછી હરીની ઇચ્છા. દેવાંશે કહ્યું. કંઇ નહીં ચિંતા કર્યા વિના સૂઇજા બીજી ઘણી વાતો છે આજની પણ હવે કાલે સીધો પોલીસ સ્ટેશન આવી જશે ત્યાં વાત કરીશ હવે મને ઊંઘ ચઢી છે મેં પાપા સાથે બેસી ડ્રીક લીધુ છે.... અનિકેતે કહ્યું વાહ ભાઇ તારે મજા છે. કંઇ નહીં. સૂઇ જઇએ કાલે બધી વાત કરીશું. સવારે આઇ બાબા સાથે વાત કરી લઇશ બાય. એમ કહી દેવાંશે ફોન મૂકી... ફોન સ્વીચ ઓફ કર્યો અને સૂઇ ગયો...
************
સવારનાં પહોરમાં પોલીસ સ્ટેશનમાં ચહલપહલ મચી હતી. એકતો PM શહેરની વીઝેટ આવતી કાલે આવે છે. નવરાત્રી શરૂ થવાની છે શહેરમાં બધી રીતે બંદોબસ્ત ગોઠવ્યો છે ક્યાંક કોઇ છમકલુ ના થાય એની તકેદારી રાખવાની છે નવા પોલીસ કમીશ્નર તરીકે વિક્રમસિહજીની વરણી થવાની છે એક સાથે જાણે ઘણાં કામ આવી ગયાં.
સિધ્ધાર્થ પોલીસ સ્ટેશન આવી સીધો એની કેબીનમાં ગયો અને એનાં ચહેરાં પર ઉજાગરાનો થાક હતો છતાં એ સ્ફુર્તીથી બધાની પાસેથી રીપોર્ટ લઇ રહેલો એણે કાળુભા બોલાવીને રીપોર્ટ લીધો. મનીશ, કાંબલેને બોલાવીને પૂછ્યું હોસ્પીટલથી અને લેબમાંથી સેમ્પલનાં રીપોર્ટ અને રામુના પોસ્ટમોર્ટમ રીપોર્ટ ? કેમેરા અને ફોનમાં લીધેલાં ફોટા વીડીયો બધુ ? એણે આવીને બધાં પાસેથી રીપોર્ટની ઉઘરાણી કરી.
કાળુભા, મનીષ બંન્ને જાણાં સિધ્ધાર્થને કેબીનમાંજ આવી ગયાં બધી ફાઇલ અને રીપોર્ટ સાથે અને ત્યાં સિધ્ધાર્થને કંઇક યાદ આવ્યું હોય એમ પૂછ્યું ગઇકાલે રાત્રે ગોત્રી રોડથી બહાર નીકળતા મેઇન રોડ પર જે માણસ મરેલો પડેલો એની માહીતી ?
કાંળુભાએ કહ્યું સર એ બધો રીપોર્ટ રઘુનાથ બર્વે હમણાં લઇને આવશે એનું પણ પોસ્ટમોર્ટમ કરાવ્યુ છે સર.. એ રાતનું જબરૂ થઇ ગયું કોઇની જીપમાંથી એ ઊતર્યો અને પછી થોડાં સમયમાં એ મરી ગયો કંઇ ખબર જ નથી પડી ત્યાંનાં રીક્ષાવાળાઓએ એવું નિવેદન આપ્યું છે. સર આ બધું શું ચાલી રહ્યું છે આપણી પાસે અગાઉનાં કેસોનો ભરાવો એટલો છે અને આ નવું આવ્યું છે કાલે PM આવે છે અને નવારત્રી શરૂ થાય છે. ક્યારે ક્યાં શું કરવું કંઇ સમજાતું નથી.
સિધ્ધાર્થે કહ્યું એમાં આટલાં હેરાન થવાની જરૂર નથી આપણુ કામ જ આ છે આપણે આમાંથી બધો રસ્તો કાઢી સાચા આરોપીને પકડવાનાં છે દરેક કેસતો ઉકેલ લાવવાનો છે અને જેણે ગુનો કર્યો છે એને સજા અપાવવાની છે પણ અમુક કેસમાં તો કોઇ બીજી કાળી શક્તિઓ કામ કરે છે જેનાં પર જજ સાહેબ વિશ્વાસ નહીં કરે આપણે એનાં મારે પૂરતા પુરાવા ઉભા કરવા પડશે. અરે મનીષ આ બધી ફાઇલો મારાં ટેબલ પર મૂકી દો હું બોલાવું પછી આવો ત્યાં સુધી હું આ બધી ફાઇલોનો અભ્યાસ કરી લઊં. અને દેવાંશને પણ બોલાવી લઊં એની પાસેથી ઘણી માહિતી લેવાની છે અને રઘુનાથ આવે તરત મારી પાસે મોકલજે.
કાળુભા અને મનીષ ઓકે કહીને બધી ફાઇલો સિધ્ધાર્થનાં ટેબલ પર મૂકીને ગયાં. સિધ્ધાર્થે દેવાંશને ફોન કર્યો... હાં દેવાંશ તું સીધો પોલીસ સ્ટેશન આવી જા.. મને ખબર છે તને બે દીવસનો બ્રેક આપવાનો હતો પણ શું કરુ તારી જરૂર પડી છે અને કાલે રાત્રે શું થયું એ રૂબરૂ જાણવું પડશે અને મીલીંદનાં કેસ અંગે ચર્ચા કરવાની છે. તારાં મિત્રને બોલાવી લેજે.
દેવાંશે કહ્યું સર રસ્તામાં છું પહોચુંજ છું અને અનિકેત પણ ત્યાં સીધો આવી જશે. અને સિધ્ધાર્થે ઓકે કહીને ફોન મૂક્યો. અને ત્યાંજ સિધ્ધાર્થનાં ફોન પર રીંગ આવી સિધ્ધાર્થે ફોન ઉપાડ્યો અને બોલ્યો હલ્લો કોણ ? સામેથી બોલતી વ્યક્તિએ કહ્યું હું મલીંદનો ફાધર ભવાનસિંહ બોલું છું મારે તમને રૂબરૂ મળવું છે ક્યારે આવી શકું ?
સિધ્ધાર્થે કહ્યું હમણાં હું ખૂબ બીઝી છું પણ મારે તમને મળવુંજ છે. એક કામ કરો તમે આજે સાંજે 6 વાગે મને ફોન કરીને મળવા આવો અને ફોન કર્યા પછીજ આવજો જેથી એ પ્રમાણે હું વ્યસ્તામાંથી થોડો સમય તમારાં માટે કાઢી શકું. રૂબરૂ આવો પછી વાત કરીએ ત્યાં સીધી મીલીંદનાં કેસ માં જોડાયેલાં બધાં રીપોર્ટ પણ મેં જાણી લીધાં હશે. ઓકે બાય એમ કહી ભાવનસિંહનો ફોન મૂક્યો અને વિચારમાં પડી ગયો. કે આ ભાઇ તો મુંબઇ નોકરી કરે છે ચાલુ દિવસે ક્યાંથી આવી ગયા ? ઠીક છે સાંજે વાત એમ કહી ફાઇલ ખોલીને બધાં રીપોર્ટનો અભ્યાસ ચાલુ કર્યો.
ત્યાં મેં આઇ કમીંગ સર ? દેવાંશે સિધ્ધાર્થને પૂછ્યું સિધ્ધાર્થે કહ્યું આવ આવ તારીજ રાહ જોતો હતો અને એટલે હજી ચા પણ નથી મંગાવી એમ કહીને હસવા લાગ્યો. દેવાંશે કહ્યું સારુ થયું મને અહીંની ચા ખૂબ ભાવે છે. શું મસ્ત કડક ચા મળે છે સર મારો મિત્ર પણ પહોચેજ છે. નજીક જ છે આવતો જ હશે. સિધ્ધાર્થે કહ્યું કંઇ નહીં પહેલાં કાલે રાત્રે શું થયેલું ? એ બધું વિગતવાર મને કહેજે અને જે કંઇ હોય બધું સાચુ અને સ્પષ્ટજ કહે જે. પછી કાળુભાને બૂમ પાડીને કહ્યું ત્રણ કપ બાદશાહી ચાનો ઓર્ડર આપો. કાળુભાઇએ કહ્યું મોકલાવું છું સર..
ત્યાં અનિકેત પણ આવી ગયો. સિધ્ધાર્થે કહ્યું તું પણ અંદર આવી જા બધી વાત શરૂ કરીએ અને દેવાંશે અનિકેત સામે જોયું અનિકેતનો ચહેરો આનંદી હતો દેવાશને હાંશ થઇ કે આજે એ તાણમાં નથી.
ત્યાં ચા વાળો ત્રણ બાદશાહી ચા લઇને અંદર આવ્યો એણે ટેબલ પર ચા મૂકી અને સિધ્ધાર્થની સામે જોઇ ઇશારો કર્યો. સિધ્ધાર્થે કંઇ સમજ્યો નહીં એણે કહ્યું બોલને ભાઇ શું વાત છે ? અને ચાવાળો....
વધુ આવતા અંકે - પ્રકરણ - 55