Pratishodh ek aatma no - 17 in Gujarati Horror Stories by PANKAJ BHATT books and stories PDF | પ્રતિશોધ એક આત્મા નો - 17

Featured Books
Categories
Share

પ્રતિશોધ એક આત્મા નો - 17

પ્રતિશોધ ભાગ ૧૭

આ તરફ કહ્યા પ્રમાણે પાંચજ મિનીટ માં જાડેજા નો ફોન આવ્યો " ડોક્ટર સાહેબ તમારી શંકા સાચી છે જે છોકરી સામે ફરિયાદ નોંધાવી છે એનું નામ રુખી છે ઉંમર ૨૦ વર્ષ લગભગ ૫૦ તોલા સોનું લઇ ને ફરાર થઈ છે સાથે ૬ મહિનાનું બાળક છે અને ફરિયાદ લખાવવા વાળાનું નામ મંગળ છે "

" ફરીયાદ નોંધાવતી વખતે રુખી નો પતિ હાજર નહોતો ?" પંડિતજી એ પ્રશ્ન કર્યો .

" ફરિયાદ નોંધાવતી વખતે ત્રણ જણ આવ્યા હતા ગામનો મુખી . રુખી નો સસરો અને મંગળ . એ લોકોમાં મંગળ થોડુ ભણેલો હતો એટલે એને ફરિયાદ નોંધાવી હતી મોબાઈલ નંબર મુખી નો છે પણ એ બંદ આવે છે. એનો પતિ તો કામથી બહાર ગયો હતો એના ગામે મે પુછપરછ કરી હતી પતિની ઉંમર ૪૦ વર્ષ છે આ રુખી એની બીજી પત્ની છે પેહલી પત્ની નું કોઈ બીમારીથી મુત્યુ થયું હતું અને એના બે બાળકો હતા છોકરો ૧૬ વર્ષનો જે એની સાથે કામે ગયો હતો ને છોકરી ૧૩ વર્ષની છે જે ગામમાં જ રહે છે " જાડેજા એ માહિતી આપી .

"આ મંગળ કેવો માણસ છે એની ઉંમર અને એ શું કામકાજ કરે છે ?" પંડિતજી મંગળ વિષે વધુ જાણવા માંગતા હતા .

" ૩૦ વર્ષનો હશે લાંબો ને ખડતલ શરીર મોટી મુછો અને ગામ માં એક દુકાન છે . એના પર શંકા કરવા જેવું મને કંઈ લાગ્યું નહીં ૫ણ રુખી નું ખુન થયું છે તો એ સમયે એ ગામમાં હાજર હતો " જાડેજા ને પણ હવે મંગળ પર શક હતો.

"આ સારી વાત છે જો ગામમાં એની દુકાન છે તો એનો મતલબ એ બીજા પુરુષો સાથે ઘેટા બકરા લઈ બહાર નહીં ગયો હોય .જાડેજા જરૂર ના હોય તો પોલીસ સ્ટેશન જતા નહીં ને સીધા જીતપર ગામ પોહચો તો સારુ " પંડિતજી એ વિનંતી કરી .

"ચિંતા ન કરો ડોક્ટર સાહેબ પોલીસ સ્ટેશન રસ્તામાં જ છે પેહલા પોલીસ સ્ટેશન આવશે પછી જીતપર ગામ . હું પોલીસ સ્ટેશન થી બે સીપાઇ પણ સાથે લઈ લઈશ ગામ વાળાનો ભરોસો નહીં જો એમણે કોઈ વિરોધ કર્યો તો ફોર્શ ની જરુર પડશે તમે ભગવાન ને પ્રાર્થના કરો કે મંગળ ગામ માં હાજર હોય મારી ગણતરી પ્રમાણે ૪ વાગ્યા સુધી અમે મંગળ સાથે આશ્રમ પોહચી જશું . તમે છોકરી નું ધ્યાન રાખો હુ તમને સમય સમય પર જાણકારી આપતો રહીશ " પંડિતજી ને આશ્વાસન આપી જાડેજા એ ફોન ક્ટ કર્યો .

બીજી તરફ ધીમે ધીમે પણ ગાડી પેટ્રોલ પંપ સુધી પહોંચી ગઈ . બધા મિત્રોએ સરદારજી નો ખુબ ખુબ આભાર માન્યો અને તેમને મદદ માટે પૈસા ઓફર કર્યા જે સરદારજી એ લેવાની ના પાડી ને છોકરાઓ જે કામ માટે નીકળ્યા છે એમાં સફળ થાય એવા આર્શીવાદ આપી રવાના થઈ ગયા . રોમીલે પ્રેટ્રોલ ની ટાંકી ફૂલ કરાવી દીધી અનીલ બાજુની હોટલમાંથી થોડા ચિપ્સ , બિસ્કીટ ને પાણી ની બોટલ લઈ આવ્યો . કોઈની ખાવાની ઇચ્છા નહોતી પણ અનીલે એમને સમજાવ્યા કે તાકાત ની જરુર પડશે બપોરે જમયા પછી કોઈ એ પાણી પણ નહોતું પીધું ને હજી આખી રાત માથે હતી . પેટ્રોલ ભરાતાજ ગાડી ચાલુ કરી નીકળી પડ્યા ધળીયાળ તરફ નજર કરી ૧૧ વાગવાની તૈયારી હતી ને હજી જીતપર ગામ એક કલાક દુર બતાવતું હતું કિલોમીટર ઓછા હતા પણ આગળનો રસ્તો કાચ્ચો ને સાકળો હતો જે વિરાન જંગલ માંથી પસાર થતો હતો .

આ તરફ પંડિતજી ને મળેલી બધી માહિતી એમણે નિષ્કાને આપી ને ફોન કરી છોકરાઓને માહિતી આપવા જણાવ્યું ને જ્યાં સુધી ઇન્સ્પેક્ટર જાડેજા ગામ ના પોહચે ત્યાં સુધી શાંત રેહવા કહ્યું . નિષ્કા ફોન લગાવવા જતી હતી ત્યારે જ ચાર્મી ની મમ્મીનો ફોન નિષ્કા પર આવ્યો ને ચાર્મી ની મમ્મી નું નામ વાચતા એ ગભરાઈ કે શું જવાબ આપવો એણે હિંમત કરી ફોન ઉપડયો "હા આન્ટી બોલો કેમ છો કેવી ચાલે છે જાત્રા "

" બેટા અમે તો બધા મજામાં છીએ પણ ચાર્મી નો આજે આખો દિવસ ફોન નથી આવ્યો ને હું ફોન લગાવું છું તો લાગતો નથી તમે બધા ઠીક છો ને..." મમ્મી ના અવાજ માં ચિંતા જણાતી હતી .

"ખબર નહીં આન્ટી પણ અહી હોટલમાં નેટવર્ક નો પ્રોબલમ છે ચાર્મી આખો દિવસ ટ્રાઈ કરતી હતી એને તમારી ખુબ ચિંતા થતી હતી હમણા થોડીવાર પેહલાજ ચિંતા કરતા કરતા સુઈ ગઈ છે તમે કહો તો એને જગાડુ " નિષ્કા ને ખોટુ બોલતા તકલીફ થઈ રહી હતી .

"ના ના બેટા રેહવાદે સુવા દે એને થાકી ગઈ હશે તારી જોડે વાત થઈ ગઈ ને તમે બધા મજામાં છો બસ એટલું જ જાણવું હતુ એને કેહેજે અમે શાંતિથી ઋષિકેશ પહોંચી ગયા છીએ અમારી ચિંતા ના કરે કાલે વાત કરશું જય શ્રી કૃષ્ણ " ચાર્મી ના સમાચાર પુછી એની મમ્મી એ ફોન કટ કર્યો. નિષ્કા એનાં આંસુ રોકી શકી નહીં ને રડવા લાગી પંડિતજી એ એને પાણી આપ્યું ને હિંમત રાખવા કહ્યું " બેટા ૨ડ નહીં હિંમત રાખ ભગવાન પર ભરોસો રાખ બધુ બરાબર થઈ જશે તુ છોકરાઓને ફોન લગાડ "

નિષ્કા એ પાણી પીધું ને આસુ લુછતા ફોન લગાવ્યો ને પંડિતજી અને જાડેજા વચ્ચે થયેલી બધી વાત રોમીલ ને કહી . આ વખતે મળેલી માહિતી ગણી કામની હતી. રોમીલે પણ ગાડી ચાલુ થઈ ગઈ છે એના સમાચાર નિષ્કા ને આપ્યા જે જાણતા નિષ્કા અને પંડિતજી ને રાહત મળી.

******
રાતના ૧૨ વાગી રહ્યા હતા જીતપર ગામ માત્ર એક કિલોમીટર દૂર હતુ વિકાસ કાચા રસ્તા પર પુરી ઝડપે ગાડી દોડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ને એક વળાંક પર એને અરજન્ટ બ્રેક મારી .

ક્રમશઃ
વાચકમિત્રો મનોરંજન માટે લખાયેલી આ એક કાલ્પનીક વાર્તા છે . વાર્તા મનોરંજન માટે લખાયેલી છે અંધશ્રદ્ધા વધારવા માટે નહીં .
ધન્યવાદ
પંકજ ભરત ભટ્ટ .