Abhimanyu Sarahadni Pele Par - 5 in Gujarati Fiction Stories by Krutika books and stories PDF | અભિમન્યુ સરહદની પેલે પાર....! પ્રકરણ-5

The Author
Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

અભિમન્યુ સરહદની પેલે પાર....! પ્રકરણ-5

અભિમન્યુ

સરહદની પેલે પાર....!

પ્રકરણ-5

***

“ભાર....ત માતા કી......!”

“ધાંય....! ધાંય....!”

પાઈન વૃક્ષોની ઘાટીમાં ઝાડની ઓથે ઉભેલો અભિમન્યુ પોતાની આંખો સામે પોતાનાં જિગરીજાન મિત્ર પૃથ્વીને વીરગતિ પામતાં જોઈ રહ્યો.

“નઈ....!” હતપ્રભ થઈ ગયેલાં અભિમન્યુથી બૂમ પડાઈ ગઈ.

અભિમન્યુની બૂમનો અવાજ સાંભળી પૃથ્વીને ગોળી મારનાર પાકિસ્તાની કમાન્ડર સહિત નીચે મૃત પડેલાં પૃથ્વીની આજુબાજુ ઉભેલાં અન્ય જવાનોએ અવાજ સાંભળી લીધો અને ચોંકીને અવાજની દિશામાં જોયું.

“જાવ....! ત્યાં.. જોવો...! હજી કોઈ બીજું છે...!” પાકિસ્તાની કમાન્ડર ઘાંટો પાડીને બોલ્યો.

“હશેજ...!” ત્યાંજ ટેન્કની જોડે ઉભેલો એક ચાઈનીઝ સોલ્જર બોલ્યો.

પાકિસ્તાની કમાન્ડર સહિત બાકીનાં બધાંએ તેની તરફ જોયું. સહેજ નીચી હાઈટનો, ગોરો ચિટ્ટો, બદામ જેવી આંખોવાળો તે ચાઈનીઝ સોલ્જર ટેન્ક પાસે ઊભો-ઊભો સિગરેટ પી રહ્યો હતો. પાકિસ્તાનના કબ્જા હેઠળનાં કાશ્મીરમાં તે ચાઈનીઝ ટુકડીનો કમાન્ડર હતો.

“જે પ્લેન ક્રેશ થયું છે...!” તે ચાઈનીઝ કમાન્ડર બોલ્યો “એ મિગ-21 બાયસન હતું…! અને બાયસન ડબલ સીટર ફાઈટર પ્લેન છે...! જેમાં એક મેઈન પાઈલટ અને બીજો તેની પાછળ નેવિગેટર બેસતો હોય છે...! ”

“એમ..!?” પાકિસ્તાની કમાન્ડર ટોંન્ટ મારતો હોય એમ મોઢું બગાડીને બોલ્યો “તને કેમની ખબર...!? કે આ લોકોનું વિમાન મિગ-21 હતું...!?”

“હુંફ....ફૂઊઉઉઉઉ....!”

પાકિસ્તાની કમાન્ડર સામે ઝીણી આંખે ઠંડા કલેજે જોઈ રહી એ ચાઈનીઝ સિગરેટનાં કશનો ધુમાડો ઉચ્છવાસરૂપે બહાર કાઢ્યો અને સિગરેટનું બળેલું અડધું ઠૂંઠું નીચે બરફ ઉપર ફેંકતાં બરફ ઉપર શાંતિથી ચાલતો-ચાલતો બધાંની વચ્ચેથી પસાર થતો પૃથ્વી પાસે આવ્યો.

પાકિસ્તાની કમાન્ડર પાસેથી પસાર થતી વખતે તેણે પોતાની ઝીણી બદામ જેવી આંખોથી પાકિસ્તાની કમાન્ડર સામે તુચ્છ નજરે જોયું. જવાબમાં પાકિસ્તાની કમાન્ડરે પણ તેની સામે ઘૃણાંપૂર્વક જોયું.

પૃથ્વીનાં મૃત શરીર પાસે આવીને તે ચાઈનીઝ કમાન્ડર નીચે બેઠો અને પૃથ્વીનાં ફ્લાઈટ સૂટને સહેજ ખુલ્લી ચેઈનમાંથી હાથ નાંખી ખેંચ્યો.

“આ જોવો...!” પૃથ્વીનાં ફ્લાઈટ સૂટમાં ડાબી બાજુ હ્રદયનાં ભાગે પોકેટનાં ફ્લેપની ઉપર ગોળ બેજ જેવું લેબલ લાગેલું હતું.

“આ બેજ અને તેમાં દોરેલું ફાઈટર પ્લેન દેખાય છે....!?” બેજ દેખાય તે રીતે ફ્લાઈટ સૂટ ખેંચી રાખી ચાઈનીઝ કમાન્ડર પાકિસ્તાની કમાન્ડરને ધમકાવતો હોય એમ બોલ્યો.

ગોળ બેજમાં ગોલ્ડન દોરા વડે એમ્બ્રોઈડરી કરીને સહેજ ત્રાંસુ ઉડતું હોય એવું મિગ-21 બાઈસનનું ચિત્ર બનાવાયું હતું.

“આ મિગ-21 બાઈસનની સ્ક્વોડ્રનનો બેજ છે...!” ચીની કમાન્ડર બોલ્યો અને પછી ઊભો થયો “તારે આને ગોળી મારતાં પે’લ્લાં જોવાની જરૂર હતી....! જેથી બીજાં પાઈલટની ઇન્ફૉ કઢાવી શકાત....!”

એટલું બોલીને શાંતિથી ચાલતો-ચાલતો ચાઈનીઝ કમાન્ડર પાછો ટેન્ક તરફ જવાં લાગ્યો.

બધાં તેને જતો જોઈ રહ્યાં.

“અકરમ....! ઘાટી તરફ નિશાનો લગાય...!” પાકિસ્તાની કમાન્ડરે ટેન્કર તરફ જોઈ ઘાંટો પાડીને કહ્યું.

“તમે લોકો ભૂતની જેમ ઊભાં શેનાં છો....!?” ટેન્ક તરફ જઈ રહેલાં ચાઈનીઝ કમાન્ડર સામે જોઈ રહેલાં પાકિસ્તાની સૈનિકો તરફ ફરીને તેમનાં કમાન્ડરે ઘાંટો પાડીને કહ્યું “જાવ ઓલાં બીજાં પાઈલટને શોધો...!”

કમાન્ડરનો આદેશ છૂટતાંજ લગભગ દસેક સૈનિકો હાથમાં એકે-47 લઈને દોડાદોડ ઘાટી તરફ ભાગ્યાં.

“ધડામ....!”

તેઓ હજીતો થોડું આગળ દોડ્યા હતાં ત્યાંજ ટેન્કનાં નાળચાંમાંથી ગોળો છૂટવાનો અવાજ આવ્યો. બધાં અટકી ગયાં.

પાકિસ્તાની કમાન્ડરે આપેલાં આદેશને પગલે ટેન્કમાં બેઠેલાં સૈનિકે પાઈન વૃક્ષોની ઘાટી તરફ ટેન્કનું નાળચું ઊંચું કરી નિશાનો લઈને ગોળો ફાયર કર્યો.

“ચુંઉઉઉઉઉઉ....ધડામ.....!” ગોળો સીધો પાઈન વૃક્ષોની વચ્ચે જઈને પડ્યો.

પાકિસ્તાની સોલ્જરો પાછાં એ તરફ દોડવાં લાગ્યાં.

“ધડામ....!” એક બીજો તોપગોળો ટેન્કનાં ચાલકે ફાયર કર્યો.

“ચુંઉઉઉઉઉઉ....ધડામ.....!” નિશાનાની જગ્યાએ પાઈન વૃક્ષોની ઘાટીમાં જઈને ગોળો પડ્યો.

“ચુંઉઉઉઉઉઉ....ધડામ.....!” ત્યાર પછી ટેન્ક ચાલકે એક પછી એક ચારેક ગોળાં ફાયર કરી દીધાં.

***

“સપોઝ હું જોબ નાં છોડું તો...!? હું જોબ નાં છોડું તો...!?”

“તો આપડી સગાઈ તૂટશે....! સગાઈ તૂટશે....!”

ઉત્તરાએ હાથમાં પકડાવેલાં રેઝિગનેશન લેટરનાં કવરને તાકી રહેલાં અભિમન્યુનાં મનમાં એ ઉત્તરાનાં એ શબ્દો ગુંજી રહ્યાં હતાં.

ઉત્તરાએ ધમકીભર્યા સ્વરમાં કહેલાં એ શબ્દોને તેમજ તેણી સાથે કૉફીશોપમાં થયેલી એ વાતચિતને અભિમન્યુ વાગોળી રહ્યો.

“તે મારાં કે’વાથી જોબ મેળવી હતીને..!? હતીને...!?”

“છોડીદે આવી જોબ...! આવી જોબ...!”

“જ્યાં જીવવાં-મરવાનું કશું નક્કી નથી...!” નક્કી નથી...!”

“છોડીદે આવી જોબ...! આવી જોબ...!”

“છોડીદે આવી જોબ...! આવી જોબ...!”

ઉત્તરાનાં એ શબ્દો યાદ આવી જતાં અભિમન્યુની આંખ સામે ભૂતકાળનાં એ દિવસોનાં દ્રશ્યો તરવરી ઉઠ્યાં જ્યારે તે એરફોર્સની જોબ મેળવવાં માટે પૃથ્વી સાથે અભિમન્યુ તનતોડ મહેનત કરી રહ્યો હતો.

રોજે સવારે ચાર વાગ્યે ઊઠીને પૃથ્વી સાથે દોડવાં જવું, પોતાનાં ગજાં બહારની હોય તેવી શારીરિક કસરતો કરવી.

એરફોર્સની ફિઝિકલ ટેસ્ટની તૈયારીનાં થાકને લીધે ઘણીવાર અભિમન્યુ સરખું ઊંઘી પણ નહતો શકતો. તૈયારીનાં ભાગરૂપે જ્યારે અભિમન્યુએ કસરતો કરવાની શરૂઆત કરી, ત્યારે આખું શરીર ભયંકર દુ:ખતું. એમાંય રાત પડે જ્યારે અભિમન્યુ પથારીમાં પડતો, ત્યારે કોઈપણ પડખું ફેરવતી વખતે શરીરનો એ બાજુનો આખો ભાગ દુ:ખતો. છતાં પણ અટક્યાં વગર અભિમન્યુએ એ મહેનત ચાલુ રાખી હતી.

શરૂઆતમાં મન વગરની તૈયારી કરતાં અભિમન્યુને એક સમયે એ સ્પષ્ટ સમજાઈ ગયું હતું, કે તે આ મહેનત એરફોર્સની જોબ મેળવવાં માટે નહીં પણ ઉત્તરાને મેળવવાં માટે કરી રહ્યો હતો.

“મેં તને મેળવવાંજ આ જોબ મેળવી હતી..!” પોતાની મહેનતનાં એ દિવસોને યાદ કરી કૉફી શોપમાં એકલો બેઠેલો અભિમન્યુ સ્વગત બબડ્યો.

સગાઈ અંગે પોતાની “નવી શરત” મૂકી ઉત્તરા થોડીવાર પહેલાં થોડીવાર પહેલાં ત્યાંથી નીકળી ગઈ હતી.

એરફોર્સની જોબ છોડી દેવાની ઉત્તરાની શરત સાંભળીને વિચારે ચઢી ગયેલો અભિમન્યુ ત્યાંજ બેસી રહ્યો હતો.

“સર....! તમારું બિલ...!” કૉફીશોપનો વેઈટરનો અવાજ સાંભળી અભિમન્યુ જાણે વિચારોની દુનિયામાંથી બહાર આવ્યો.

“હમ્મ....! હાં....!” વિચારોમાંથી બહાર આવીને અભિમન્યુએ પોતાનાં ખિસ્સાંમાંથી વોલેટ બહાર કાઢ્યું અને બિલનાં બ્રાઉન કવરમાં કૉફીનાં પૈસાં અને વેઈટરની ટીપનું પેમેન્ટ મૂકી કવર વાળી વેઇટરને પાછું આપ્યું.

ચેયરમાંથી ઊભાં થઈને અભિમન્યુએ ટેબલ ઉપર પડેલો મોબાઈલ લીધો.

ટેબલ ઉપરથી મોબાઈલ લેતી વખતે અભિમન્યુની નજર ઉત્તરાએ આપેલાં રેઝિગનેશનનાં વ્હાઈટ કવર ઉપર પડી અને અભિમન્યુ ક્ષણભર તે કવર સામે જોઈ રહ્યો.

એ કવરમાં રેઝિગનેશન લેટર નહીં પણ જાણે અભિમન્યુનાં ભવિષ્યનો નિર્ણય ભરેલો હોય એમ અભિમન્યુની આંખો સામે ફરી એકવાર એરફોર્સની જોબ મેળવવાં માટે તેણે કરેલી મહેનતનાં એ દ્રશ્યો તરવરી ઉઠ્યા.

પોતાની આંખ સામેથી એ દ્રશ્યો હટાવવાં મથતો હોય એમ એક ઝાટકાંથી માથું ધૂણાવી અભિમન્યુએ તરતજ એ ટેબલ ઉપરથી એ કવર ઉઠાવી લીધું અને કૉફી શોપમાંથી બહાર નીકળી ગયો.

****

“ચુંઉઉઉઉઉઉ....ધડામ.....!”

“ચુંઉઉઉઉઉઉ....ધડામ.....!”

પાઈન વૃક્ષોનાં જંગલમાં અભિમન્યુ દોડી રહ્યો હતો. પાકિસ્તાનીઓએ ફાયર કરેલાં ટેન્કનાં ગોળાં આજુબાજુ અભિમન્યુથી સહેજ છેટે પડીને ફાટતાં હતાં. આમ છતાં, ગોળાઓનાં બ્લાસ્ટનાં આઘાતને લીધે ઉડતાં બરફ, જમીનની માટી અને પાઈન વૃક્ષોનાં થડનાં લાકડા ઝીણી કરચો સ્વરૂપે ઉડતાં હતાં અને ઘણીવાર અભિમન્યુને સ્પર્શીને નીકળી જતાં હતાં. બ્લાસ્ટ અને તેનાં આઘાતથી વગેરેથી બચતાં-બચતાં અભિમન્યુ પાઈન વૃક્ષોના જંગલનો ટેકરી તરફ જતો ચઢાણવાળો ભાગ દોડીને ચઢી રહ્યો હતો. ટેકરીનું ચઢાણ અત્યંત કપરું હોવાને લીધે તેમજ એક પછી એક ટેન્કનાં ગોળાનાં બ્લાસ્ટના લીધે અભિમન્યુ પાઈન વૃક્ષોની વચ્ચેથી આમ-તેમ દોડી રહ્યો હતો. છેવટે અભિમન્યુ પાઈન વૃક્ષોની ઘાટીમાંથી બહાર નીકળી ગયો અને ટેકરીનો ચઢાણવાળો ભાગ ચઢી ગયો.

સમય ગુમાવ્યાં વગર અભિમન્યુ ટેકરીની બીજી બાજુ ખીણમાં ઉતરવાં લાગ્યો. ઉતરવાંનું શરું કાર્ય પહેલાં ટેકરી ઉપર સહેજ અટકીને અભિમન્યુએ નીચે જોયું. એક નજર પૃથ્વીને જોઈ લેવાં અભિમન્યુએ નજર દોડાવી. જોકે તેની આજુબાજુ ઉભેલાં અમુક સોલ્જરોને લીધે અભિમન્યુને પૃથ્વીના ફક્ત પગ જ દેખાયાં.

“ધાંય....!” ત્યાંજ પાઈન વૃક્ષોની ઘાટીમાંથી અભિમન્યુની પાછળ આવી રહેલાં કોઈ સોલ્જરે ગોળી છોડી.

ટેકરી ઉપર ઉભેલાં અભિમન્યુનાં પગ આગળ આવીને ગોળી બરફમાં ઘૂસી ગઈ જેથી બરફ ઉછળ્યો. અભિમન્યુ માટે હવે ત્યાં રોકાવું જોખમી થઈ પડ્યું.

સમય ગુમાવ્યાં વગર અભિમન્યુ ટેકરીની બીજી બાજુ ખીણમાં ઉતરવાં લાગ્યો.

આગળની બાજુ કરતાં આ બાજુનો ટેકરીનો ઢોળાવ અત્યંત સીધો હોવાને લીધે અને એમાંય ઢોળાવ ઉપર ફેલાયેલી બરફની ચાદરને લીધે દોડતાં-દોડતાં નીચે ઊતરવું અત્યંત જોખમી થઈ ગયું. નીચે ઊતરતી વખતે શરૂઆતમાં કરેલી ઉતાવળને લીધે અભિમન્યુની ઝડપ વધારે પડતી થઈ ગઈ. ઢોળાવ ઉપર દોડતી વખતે અભિમન્યુએ પોતાની ઝડપ કંન્ટ્રોલ કરવાનો પ્રયત્ન પણ કર્યો. જોકે બરફને લીધે અભિમન્યુનાં પગ વારે ઘડીએ લપસી જવાં લાગ્યાં. એમાંય ઘણી ઢોળાવ ઉપર ઘણી જગ્યાએ બરફમાંથી બહાર ડોકાતાં ખડકોથી બચીને દોડવું વધારે અઘરું થઈ ગયું. આવાંજ એક ખડકથી બચીને દોડતી વખતે અભિમન્યુનો પગ લપસ્યો. પ્રયત્ન કરવાં છતાં અભિમન્યુ પોતાનું બેલેન્સ નાં જાળવી શક્યો અને નીચે પટકાયો. ઢોળાવ અને બરફને લીધે અભિમન્યુ લપસતો-ગબડતો સીધો નીચે ખીણ તરફ પડવાં લાગ્યો. જેમ-જેમ તે નીચે ગબડતો ગયો તેમ-તેમ નીચે પાડવાની તેની ઝડપ પણ વધતી ગઈ.

****

Instagram@Krutika.ksh123