Frozen in Gujarati Motivational Stories by Jasmina Shah books and stories PDF | ફ્રોઝન

Featured Books
Categories
Share

ફ્રોઝન

આજે આખીયે ફેક્ટરીમાં સોપો પડેલો વર્તાતો હતો દરેક માણસ પોતાના કામમાં વ્યસ્ત હતો.ન કોઈ મજાક મસ્તી કે ન તો કોઈ બોલચાલ.

મેનેજર પણ આજે જરા ધ્યાનપૂર્વક બધીજ બાબતો તપાસી રહ્યા હતા અને થોડા વધારે સીન્સીયર દેખાતા હતા.

કારણ કે આજે કંપનીના બૉસ શ્રી તરુણ શાહ ફેક્ટરીના ચેકીંગમાં આવી રહ્યા હતાં જે બધાનું કામ જોઈને ખુશ થઈ જાય તેવી દરેક માણસની ઈચ્છા હતી.

અને મીડિયા વાળા, મીડિયા વાળા તો બાપ રે ચૂપ જ રહેતા ન હતા અને આજે તો ફેક્ટરી ઉપર ડેરો ડાલીને બેઠા હતા કે આજે તો અમે બૉસ શ્રી તરુણ શાહનો ઈન્ટરવ્યુ લઈને જ જંપીશું.

મેનેજર શ્રી વિવેક મિશ્રાની ઘણીબધી રિક્વેસ્ટ પછી શ્રી તરુણ શાહે ઈન્ટરવ્યુ આપવાની "હા" પાડી હતી કારણ કે તે બને તેટલું આ મીડિયાવાળાથી દૂર જ રહેવા માંગતા હતાં.

કંપનીના બૉસ દેખાવે એકદમ પર્સનાલેટેડ અને પોતાની આગવી એક આભા ધરાવતા હતા. જેમને જોઈનેજ કોઈપણ માણસ સમજી જાય કે આ કોઈ મોટી વ્યક્તિ છે.તેમની એન્ટ્રી થતાં જ કંપનીના દરેક માણસનું ધ્યાન તેમની ઉપર જ હતું. આજે કંઈક અલગ મિજાજ સાથે શ્રી તરુણ શાહે એન્ટ્રી લીધી અને બધાની સાથે ખૂબ જ પ્રેમથી વાત પણ કરી. ફેક્ટરીના દરેક ડિપાર્ટમેન્ટમાં આંટો માર્યો અને ત્યારબાદ પોતાની કેબિનમાં ગયા જ્યાં મીડિયાવાળા રાહ જોઈને બેઠાં હતાં.

મીડિયાવાળાએ શ્રી તરુણ શાહનો ઈન્ટરવ્યુ લેવાનો શરૂ કર્યો.
મીડિયા: સર, તમને આ આમરસને બોટલમાં ભરીને વેચાણ કરવાનો વિચાર કઈરીતે આવ્યો.
શ્રી તરુણ શાહ: (જરા હસીને બોલ્યા) જી, મને ફ્ળોનો રાજા કેરી ખૂબજ ભાવે છે. હું નાનો હતો ત્યારે કેરીની સીઝન પૂરી થઈ જતી અને ત્યારબાદ મને કેરી ખાવા નહતી મળતી તેથી હું ખૂબ દુઃખી થઈ જતો હતો.

પછી એક દિવસ મને વિચાર માત્રથી કે આ કેરીનો રસ કાઢીને જો ફ્રોઝન કરવામાં આવે તો હું આખું વર્ષ આ રસ પી શકું અને મારા પ્રિય કેરીના ફળનો આસ્વાદ માણી શકું.

ત્યારબાદ હું આમજ કેરીનો રસ ફ્રોઝન કરવા લાગ્યો થોડો મોટો થયો પછી મને એવો વિચાર આવ્યો કે હું તો કેરીના રસનો આસ્વાદ માણી શકું છું પણ મારા જેવા ઘણાંબધાં કેરીના ફળનાં શોખીન હશે તો તે બધાનું શું અને ત્યારે મેં કેરીના રસનો ઉપયોગ કરીને તેને બોટલમાં કઈરીતે રાખી શકાય અને એ બધીજ પ્રોસેસ વિશે માહિતી મેળવી. લગભગ આ બધું કરવા સુધીમાં મારું કૉલેજનું ભણવાનું પૂરું થઈ ગયું હતું એટલે મારે નોકરી કરવાની હતી અથવા તો કોઈ નવા ધંધાનું સ્ટાર્ટઅપ કરવાનું હતું.

ત્યારબાદ મેં પપ્પાને મારા આ બધાજ વિચારોની રજૂઆત કરી અને મારા સદનસીબે પપ્પાની મને લીલીઝંડી મળી. એ દિવસે હું ખૂબજ ખુશ હતો કદાચ એટલો ખુશ મારા સમગ્ર જીવન દરમિયાન હું ક્યારેય થયો નહિ હોઉં.

અને ત્યારબાદ મેં મારા આ આમરસને બોટલમાં પેકિંગ કરીને વેચાણ કરવા માટેના મારા સપનાને સાકાર કરવા માટેનું શ્રીગણેશ કર્યું.

શરૂઆતમાં ધીમે ધીમે મેં આ ધંધાની શરૂઆત કરી અને પછીતો મારી આ પ્રોડક્ટ એટલી બધી ચાલી, એટલી બધી ચાલી કે હું અને મારી પ્રોડક્ટ બંને ખૂબજ ફેમસ થઈ ગયા અને ધીમે ધીમે ખૂબજ મહેનત અને લગનથી મેં એક ફેક્ટરી કરી અને તેનાથી પણ વધારે એક ફેક્ટરીમાંથી આજે મેં ત્રણ ફેક્ટરી કરી છે.

બસ, આ હતી મારા આખાય જીવનની મહેનત અને મહેનતનું પરિણામ આજે હું મારી પ્રગતિને કારણે ખૂબજ ખુશ છું અને આપ સૌ જાણો છો તેમ મારી આ પ્રોડક્ટ " આમ્રસ " ના નામથી આખાય વર્લ્ડમાં ફેમસ છે.
આ લાઈવ ઈન્ટરવ્યુ ટીવી ઉપર બધાંજ નીહાળી રહ્યા હતા અને ફેક્ટરીમાંના કારીગરો પણ નીહાળી રહ્યા હતા અને ઈન્ટરવ્યુ પૂરું થતાં જ આખીયે ફેક્ટરી અને શ્રી તરુણ શાહની કેબિન તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠી હતી.

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
28/52021