(અત્યાર સુધી કૃપા ના કામ થી અજાણ રામુ ને જ્યારે કૃપા ના કામ ની જાણ થઈ,તો હવે પોતે એની સાથે બદલો લેવાનું નક્કી કર્યું છે,અને કૃપા ગનીભાઈ ની શરણે છે,તો હવે રામુ શુ કરશે)
રામુ તો આ વાંચી ને ગુસ્સા થી લાલપીળો થઇ ગયો.તેને
હવે ગમે તે ભોગે કૃપા અને કાના સાથે બદલો લેવાનું નક્કી કરી જ લીધું.પણ તે એમ સમજતો હતો,કે ગનીભાઈ તો મારી તરફ છે.એટલે કૃપા તો સામી ફસાણી.અને તે તો મનોમન રાજી થવા લાગ્યો.
રામુ ફટાફટ તૈયાર થઈ ને પોતાના એક દલાલ ફ્રેન્ડ ને મળવા ગયો.ત્યાં તેને કૃપા ની બધી વાત કહી,અને તે ગનીભાઈ પાસે ગઈ છે એમ પણ કહ્યું.અને સાથે હવે તો કૃપા હાથવેંતમાં જ છે,હું બદલો લઈ ને રહીશ એવું કહ્યું.આ સાંભળી તેનો ફ્રેન્ડ જોરજોરથી હસવા લાગ્યો.
કેમ હસે છે તું?રામુ એ ગુસ્સા થી પૂછ્યું.
"કેમ કે તને ખબર નથી કે તારી કૃપા પર ગનીભાઈ લટ્ટુ છે.અને એ અહીં સૌથી મોટો દલાલ છે,એ કૃપા પણ જાણે છે. એટલે જ એની પાસે એ ગઈ છે.તને શું લાગે છે?? ગનીભાઈ તારી વાત માનશે!અરે તને ચીરી નાખશે.ભૂલીજા બદલા ની વાત અને કૃપા ને પણ, એ તને ઠેંગો બતાવી ને,તને બરબાદ કરી ને ચાલી ગઈ.હવે જો તું બચવા માંગતો હોઈ તો પાછો ચાલ્યો જા તારા ગામ."પેલા એ રામુ ને સમજાવ્યો.
રામુ ને આ બધું સાંભળી ને વધુ એક ઝાટકો લાગ્યો.શુ કૃપા ગનીભાઈ આ બધું કેમ ક્યારે કેવી રીતે??રામુ નું મગજ ચકરાવે ચડી ગયું.તે નીચે બેસી ગયો.
"જો રામુ તે કૃપા ને ફસાવી કે એ તને કામ આવે,પણ એ તો ચાલક નીકળી.હવે મારી વાત માન તું ચાલ્યો જા અહીં થી કેમ કે જો તું કૃપા ને કઈ કરીશ તો ગનીભાઈ તને નહિ છોડે.અને આપડે એને ના પહોંચી શકી.માટે મારી વાત માન.તું ચાલ્યો જા અહીંથી એ કૃપાડી નું જે થવું હોય એ થાય."
રામુ તેની વાત સાંભળી શાંત થવા ને બદલે વધુ ઉશ્કેરાયો.
"તું એવો નમાલો હશે,હું નહિ.હું એ બંને ને નહિ છોડું.રામુ ગુસ્સા માં બોલ્યો અને ત્યાંથી નીકળી ગયો."
આ તરફ કૃપા અને કાનો ગનીભાઈ ના ફાર્મ હાઉસ પર પહોંચ્યા.બહાર થી ગોપનીય અને સાદું લાગતું ફાર્મ હાઉસ અંદરથી ખૂબ જ રોયલ હતું.આમ તો ત્યાં બે જ રૂમ હતા.
પણ બંને ઘણા વીશાળ,અને સાથે એક મોટું બધું રસોડું.
ગનીભાઈ કૃપા ને એક રૂમ માં લઇ ને ગયા,જ્યાં એક મોટી બારી હતી,બારી ની સામે જ પલંગ એ પણ કલાકારી,અને તેની બંને તરફ નાના ટેબલ,પલંગ ની સામે ની દીવાલ પર મોટું બધું આખી દીવાલ જેવડું જ ટીવી.તેની આજુ બાજુ માં નાના નાના સ્ટેન્ડ હતા ,જેના પર અલગ અલગ મૂર્તિ અને ફ્લાવર પોટ રાખેલા હતા.કાનો બાજુ ના રૂમમાં હતો.કૃપા ત્યાં ગઈ.તે રૂમ પણ પેલા રૂમ જેટલો જ વીશાળ હતો,બસ તેમાં કોઈ બારી કે ટીવી ના હતા.પણ એક દીવાલ પર થોડી પેન્ટીંગ,અને એક દીવાલ પર એક કબાટ હતો.જે કાના ને ખોલવાની ના કહી હતી.રસોડું પણ બધા રચરચીલા થી ભરેલું હતું.
કૃપા ગનીભાઈ પાસે ગઈ અને તેમને કહ્યું.
"આ મુસીબત માં અમારી આટલી મદદ કરવા બદલ આપનો આભાર કેમ માનું?હું આ ઋણ કેમ ચૂકવી શકીશ!"
"એવું ના બોલો હું કોઈ પણ ની મદદ કરવા હમેશા તત્પર જ હોવ છું,અને એમા પણ ખાસ કરી ને સ્ત્રીઓ ની મદદ". ગનીભાઈ એ કૃપા ના જોડેલા હાથ પકડ્યા,પણ કૃપા એ તે સિફતપૂર્વક છોડાવી લીધા.
ગનીભાઈ ફરી મળવા આવીશ કહી ને ત્યાંથી નીકળી ગયા.કાનો અત્યાર સુધી આ બધું મૂક બની ને જોતો હતો,પણ હવે તેનાથી ના રહેવાયું.પણ ત્યાં ગનીભાઈ ના માણસો પહેરો આપી રહ્યા હતા,એટલે કૃપા ને પોતાના રૂમ માં આવવાનો ઈશારો કરી તે રૂમ માં ગયો.
થોડીવાર માં કૃપા ત્યાં આવી.
"કૃપા શુ છે આ બધું?આ તે કઈ મુસીબત માં મને ફસાવી દીધો"કાનો વ્યગ્ર થતા બોલ્યો.એની આવી દશા જોઈ ને કૃપા જોરજોરથી હસવા લાગી....
(શુ ગનીભાઈ કૃપા ને પણ એ જ કાદવ માં નાખી દેશે જ્યાંથી એ ભાગી ને આવી,કે પછી બીજું કાંઈ છે,અને કૃપા ના મન માં શુ ચાલે છે.જાણવા માટે વાંચતા રહો...)
આરતી ગેરીયા....