My Loveable Partner - 4 in Gujarati Love Stories by Writer Shuchi books and stories PDF | મને ગમતો સાથી - 4 - સુંદરતા

Featured Books
Categories
Share

મને ગમતો સાથી - 4 - સુંદરતા

2 દિવસ પછી

રાતના 2:45

ધારા : હાશ....
તે સોફા પર બેસે છે.
યશ પણ સોફા પર આવી બેસે છે.
યશ : મને લાગતું હતુ કે તું બહુ રડશે.
ધારા : સ્મિત મારો ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની માં પાર્ટનર છે.
અમે બધી ઇવેન્ટ્સ માં સાથે કામ કરીએ છીએ.
રોજ મળીયે છે.
તો....
યશ : પણ ઘર છોડીને તો પરંપરા ગઈ ને....
ધારા : તે પણ તો હવે અમારી સાથે જ કામ કરે છે ને.
યશ : તેની જોબ??
ધારા : લગ્ન નક્કી થયા એટલે છોડી દીધેલી.
યશ : પણ જીજૂ ને તો કોઈ વાંધો નહતો તેના જોબ કરવાથી પછી કેમ??
ધારા : પરંપરા ને છોડવી હતી.
હવે અમે ત્રણેય મળીને બધી ઇવેન્ટ્સ કરીએ છીએ 4 મહિનાથી.
યશ : ધેટ્સ ગુડ.
ધારા : પરંપરા એંકરીંગ પણ કરે છે હવે.
યશ : સરસ.
એટલે તમે 3 તો સાથે જ રહેશો.
ધારા : હા.
તે મુસ્કાય છે.
યશ : માસા ની આંખોમાં મે પહેલી વખત આંસુ જોયા.
ધારા : મે પણ.
પાયલ ક્યાં છે??
યશ : ઉપર હશે.
મને નથી ખબર.
ધારા : તે ક્યારની નથી દેખાતી મને.
યશ પાયલ ને કોલ કરે છે.
ધારા : ઉપાડ્યો??
યશ : રીંગ વાગી ને પૂરી થઈ.
આમ તેમ હશે તેનો ફોન.
ધારા : મને ભૂખ લાગી છે.
તને લાગી છે??
યશ : હા....
ધારા : હું ચેઈન્જ કરીને આવું પછી ખાઈએ.
યશ : પાયલ ને પણ પૂછતી આવજે.
ધારા : હા.
કહી ધારા ઉપર જતી રહે છે.

ધારા : પાયલ ઉપર નથી.
મે મમ્મી અને માસીને પણ પુછ્યું.
યશ : અહીંયા પણ નથી.
ક્યાં ગઈ??
ધારા : ફરી કોલ કર.
યશ : રીંગ વાગીને પૂરી થઈ.
હું નીચે જઈને જોઈ આવું.
મંડપ પાસે કઈ....
ધારા : હા....
યશ નીચે બિલ્ડીંગ માં જોવા આવે છે.
યશ : પાયલ....પાયલ....
ક્યાં છે??
પાયલ....પાયલ....
તે મંડપ પાસે આવી પાયલ ને શોધવા લાગે છે.
યશ : પાયલ....પાયલ....
શોધતા શોધતા યશ મંડપ ની પાછળ આવે છે.
ત્યાં તેને રડવાનો અવાજ સંભળાય છે.
તે નીચે જોઈ છે.
નીચે બે હાથ અને પગ વચ્ચે પોતાનો ચહેરો છુપાવી પાયલ રડી રહી હોય છે.
યશ : પાયલ....!!
તે તેને ઉભી કરે છે.
યશ : શું થયું તને??
કેમ આટલી રડે છે??
પાયલ કઈ જવાબ નથી આપી શકતી.
યશ : તું ચાલ....
ઉપર ઘરે ચાલ....
યશ ના મોબાઈલ ની રીંગ વાગે છે.
યશ : હા....ધારા....
તે ફોન ઉપાડે છે.
ધારા : પાયલ મળી??
તે ફિકર સાથે પૂછે છે.
યશ : હા.
અમે ઉપર ઘરે જ આવી રહ્યા છીએ.
ધારા : સારું.
તે ફોન મૂકી દે છે.
પાયલ : મારે હમણાં ઉપર નથી આવવું.
યશ : કેમ આમ કહે છે??
શું થયું છે??
પાયલ ફરી રડવા લાગે છે.
યશ : પાયલ....!!
તે તેને ભેટી પડે છે.
યશ : કોઈએ તને કઈ કહ્યુ??
પાયલ રડતાં રડતાં હકાર માં માથું હલાવે છે.
યશ : કોણે??
પાયલ ફરી કોઈ જવાબ નથી આપતી.
યશ તેને મનાવી ને ઘરે લઈ આવે છે.

ધારા પણ પાયલ ની હાલત જોઈ ચોંકી જાય છે.
ધારા : શું થયું પાયલ તને??
યશ : બેસ.
પાયલ ને સોફા પર બેસાડી યશ તેની બાજુમાં બેસે છે.
ધારા પાણી લઈ આવે છે.
પાયલ પાણી પીએ છે.
ધારા : હું....
યશ : કોઈ ને નહી બોલાવતી.
યશ ધારા ને મમ્મી પપ્પા - માસા માસી માંથી કોઈને પણ નીચે બોલાવવાની ના કહી દે છે.
ધારા : સારું.
પણ થયું શું??
પાયલ : હું કાળી છું.
મારું વજન જરા વધારે છે.
મારા ચહેરા પર મસો છે.
એટલે જ કોઈ છોકરો મને પસંદ નથી કરતો અને લોકો પણ વાતો બનાવે છે.
યશ : તું લોકો ની વાતો પર ધ્યાન શું કામ આપે છે??
પાયલ : બને એટલું ધ્યાન નહી આપવાની કોશિશ કરું છું.
પણ માણસ છું, અસર તો થાય ને.
અને મારો ડાન્સ કઈ સંગીત માં એટલો ખરાબ નહોતો.
ધારા : જરા ધીરે.
નહી તો બધા નીચે આવી જશે.
પાયલ : લગ્ન માં કેટલા બધા લોકો એ મારા વિશે વાતો કરી છે.
અને તને તો ખબર છે ને યશ,
કેટલા છોકરા મને જોવા આવ્યા.
હવે નથી સંભળાતું મારા થી આ બધુ.
મને બોલાવી બોલાવી ને પણ મારા વિશે બધુ પૂછ્યા કર્યું છે.
ધારા : એ તો....
પાયલ : કોઈ વર્ણન નહી કરતી.
મને ખબર નહી પડે કે શું??
યશ : લોકો તો બોલે યાર....
પાયલ : મારી લાગણીઓ નું શું??
બધાને સારો દેખાવ જોઈએ છે છોકરી નો.
વટ પાડવા માટે.
મારી વહુ, મારી પત્ની આટલી સુંદર દેખાય છે.
ખરો વટ તમારા દેખાવ થી પડે છે કે વર્તન થી??
આજે તો જેણે જેણે મને પુછ્યું ને એમને આવું કહેવાનું મન થઈ આવ્યું.
ધારા : ઈટ્સ ઓકે.
એ લોકો ના છોકરા સાથે આમ પણ તારા લગ્ન નથી થવાના.
પાયલ : આજે નહી સહન થયુ.
યશ : પણ આમ નીચે છુપાઈ ને બેસી રહેવાય??
એક તો તારો ફોન પણ નહી લાગે.
પાયલ : બેટરી પૂરી થઈ ગઈ હશે.
ધારા : કેવો ગભરાય ગયેલો યશ.
પાયલ યશ સામે જુએ છે.
યશ : તું મળે નહી તે.
ધારા : અમને બંને ને ભૂખ લાગી છે એટલે તને પણ લાગી જ હશે....
પાયલ : હા.
ધારા : કપડા બદલી આવ.
પછી સાથે ખાઈ લઈએ.
પાયલ : આવી.
કહી તે કપડા બદલવા ઉપર જતી રહે છે.

યશ : અમારું છે ને રિવર્સ છે
રાધા કાળી છે અને કૃષ્ણ ગોરો છે.
મમ્મી પપ્પાએ ક્યારેય ભેદ - ભાવ નથી કર્યો.
નથી કઈ એવું કહ્યુ કે જેનાથી અમને એમ લાગે કે અમે 2 તેમના માટે અલગ છીએ.
પણ દુનિયા તો સરખામણી કરશે જ.
માંગતા પહેલા સલાહ આપશે જ.
જીવનની હરીફાઈ માં દોડવા કહેશે જ.
ધારા : હંમ.
યશ : નથી જોવાતું મારાથી.
એને હસાવવા, એને પ્રોત્સાહન આપવા કઈ ને કઈ કહ્યા કરતો હોવ, બોલ્યા કરતો હોવ.
પણ....
હું બીજું શું કરું??
જ્યાં હું કોઈ ને એના બદલે જવાબ આપી શકું એમ હોવ, વાત બદલી શકું એમ હોવ ત્યાં કરું છું એવું પણ.
ધારા : પાયલ પણ હિંમત રાખે છે.
સમજે છે.
યશ : પણ એ વાત તો છે જ ને કે કોઈ ક્યાં સુધી આ બધુ સહન કરી શકે??
એની પાસે જે છે એ એને કુદરત એ આપ્યું છે.
કુદરત એ એને આવી બનાવી છે.
એમાં એ પણ શું કરી શકે??
આવું બોલી બોલી લોકો તો એના અસ્તિત્વ પર સવાલો ઉભા કરે છે.
ધારા : અને એવું નથી કે તે સુંદર નથી.
યશ : એ જ.
સુંદરતા એટલે માત્ર ગોરા હોવું જ નહી.
ધારા : રાઈટ.
યશ : મને પોતે એટલો ગુસ્સો આવે ને આ વાતો પર.
ધારા : દુનિયામાં બધા પ્રકાર ના લોકો છે.
આપણી જેમ પાયલ અને પાયલ જેવા બીજા ને બધા ને સમજવા વાળા પણ ઘણા લોકો છે.
પાયલ નીચે આવી જાય છે એટલે બંને એ વાતને ત્યાં જ અટકાવી દે છે.

* * * *


~ By Writer Shuchi



.