Ghar - 21 - last part in Gujarati Horror Stories by Pooja Bhindi books and stories PDF | ઘર - (ભાગ - ૨૧) - છેલ્લો ભાગ

Featured Books
Categories
Share

ઘર - (ભાગ - ૨૧) - છેલ્લો ભાગ

આગળનાં ભાગમાં આપણે જોયું -

બહાદુર કિચનમાંથી ચાકુ લઇ આવ્યો અને રિકીને આપ્યું. રિકીએ એ ચાકા વડે પ્રીતિનાં હાથની નસ કાપી નાખી અને બહાદુરને કહ્યું, “પ્રીતિનાં ગળાને તેની ચૂંદડી વડે ઢાંકી દે અને પછી તેનો હાથ દેખાય એ રીતે ફોટો પાડી લે. આપણે ક્રિતીને જમીનમાં ડાતી દીધી અને પ્રીતિની લાશને પણ ગાયબ કરી દઇશું.તેથી પપ્પા જરૂર પ્રશ્નો પુછશે. એટલે આ ફોટા બતાડી હું કહી દઇશ કે પ્રીતિએ ક્રિતી સાથે કિરણની મોતનાં ગમમાં બે દિવસ પહેલાં જ સુસાઇડ કરી લીધું છે અને ડૉક્ટરે કહ્યું કે હવે તેમની બોડી રખાય એવી પરિસ્થિતિમાં નથી એટલે મેં તાત્કાલિક તેમનાં અગ્નિસંસ્કાર કરી નાખ્યા.”

“ઓકે બોસ.”

હવે આગળ -


ઘર ( ભાગ - ૨૧ ) ( last part )

વર્તમાન સમય :

કબાટની પાછળ ઉભેલી પ્રીતિની આંખો ક્રોધથી લાલ થઇ ગઇ.અચાનક સ્ટોરરૂમની બારણું આપમેળે બંધ થઇ ગયું અને પ્રીતિ કબાટ પાછળથી જ બોલી, “શું તું એ બધું ભુલી ગયો?”

અચાનક આવેલાં આ ભયાનક અને ઘોઘરા અવાજથી બધા ડરી ગયાં.

પ્રીતિ કબાટની આગળ આવી. તેને જોઇ અનુભવનો બોસ તો ત્યાં જ બેહોશ થઇ ગયો.ગભરાયેલ રિકી બોલ્યો,

“બહાદુર, દરવાજો ખોલ.”બહાદુર દરવાજા તરફ ગયો પણ ત્યાં તો પ્રીતિએ તેને હવામાં ઉંચો કર્યો અને કહ્યું, “તે તારાં આ જ હાથો વડે મારી માસુમ દીકરીને ઢસડીને ગાર્ડનમાં લઇ ગયો હતો ને?”પ્રીતિએ બહાદુરને જોશથી દરવાજા સાથે ભટકાડયો.તેથી દરવાજો તુટી ગયો અને બહાદુર સીધો દરવાજાની બહાર ફેંકાયો. તે પોતાનો હાથ પકડી ચિખી ઉઠ્યો.”

“રિકી, તું તારાં અપરાધો ભુલી ગયો છો તો તને પણ યાદ કરાવડવું.”પ્રીતિએ અંગારા જરતી આંખો વડે પુછ્યું. તેનું આવું ભયાનક રૂપ જોઇ રિકી ગભરાઈ ગયો અને નીચે તરફ ભાગ્યો. બાકી બધા પણ તેની પાછળ ગયાં.

“ભાગ રિકી ભાગ.તારે જ્યાં જવું હોય ત્યાં જા. પણ આજ તને મારાથી કોઇ નહીં બચાવી શકે.”પ્રીતિ દાંત ભીંસતા બોલી.

ડરેલો રિકી મેઇન ગેટ ખોલી પોતાની ગાડીમાં બેસી ગયો. ખિસ્સામાંથી ચાવી કાઢી તે હજું ગાડી ચાલુ કરવાં જ જતો હતો કે તેણે પોતાની ગાડી તરફ પુર ઝડપે આવતો ટ્રક જોયો. તે ફટાફટ ગાડીનો દરવાજો ખોલી ઘરમાં આવી ગયો. તેણે ઘરમાં આવી તે ટ્રક સામે જોયું તો તેનાં આશ્ચર્ય વચ્ચે તે ટ્રક જ ગાયબ થઇ ગયો.

બાકી બધા પણ નીચે ગાર્ડનમાં આવી ગયાં. રિકીએ ફરીથી ભાગવાનો પ્રયત્ન કર્યો પણ તેનો પગ લપસતા તે નીચે પડી ગયો. કોઇકે તેનું ગળું પકડી તેને ઉભો કર્યો. રિકીએ તેની સામે જોયું. તે પ્રીતિ હતી. તે પ્રીતિની પકડમાંથી છુટવા માટે તરફડીયા મારવાં લાગ્યો. આ જોઇને પ્રીતિએ કહ્યું, “અરે રિકી મેં તો જે રીતે તે કિરણને,તારાં સગાં ભાઇને માર્યો હતો એ જ રીતે તને મારવાની વ્યવસ્થા કરી હતી પણ તું તો ન મર્યો.કઇ વાંધો નહીં. તારી પાસે બીજી પણ એક ચોઇસ છે. તારે તે મને જે રીતે મારી હતી એ રીતે મરવું છે કે પછી જેમ નિર્દયી થઇને મારી ક્રિતીને મારી હતી એમ.”એટલું કહી પ્રીતિએ સામે પડેલી કુહાડીને હવામાં ઉંચી કરી અને માત્ર થોડાં જ સેકન્ડમાં જે જગ્યાએ ક્રિતીને ડાંટવામાં આવી હતી તે જગ્યાએ ખાડો ખોદયો. તેનું ધ્યાન ખાલી ખાડામા પડ્યું.

તેથી તેણે રિકીને હવામાં ઉંચો કર્યો અને ક્રોધથી પૂછ્યું, “રિકીકીકી….આમાં ક્રિતીની બોડી કેમ નથી?તે શું કર્યું એની બોડી સાથે?”

પ્રીતિનું આ રુપ જોઇ બધા ડરી ગયાં. તેથી મીલીએ કહ્યું,

“પ્રીતિ, કદાચ એવું હોઇ શકે કે ભવિષ્યમાં પણ કોઈને કઇ શબૂત ન મળે એ માટે રિકીએ તારી સાથે સાથે ક્રિતીની બોડીનો પણ નિકાલ કરી દીધો હોય.”

આ સાંભળી પ્રીતિએ હવામાં ઉંચા કરેલા રિકીને ખાડામાં ફેંકયો.

“મેં તેની બોડી અહીંથી નથી કાઢી.”રિકીએ ડરીને કહ્યું.

“જુઠ, કહે મને તે મારી ક્રિતીની બોડી ક્યાં છુપાવી છે.”એટલું કહી પ્રીતિ હવામાં ઉંચી થઇ. ધીરે ધીરે તેની આંખો એકદમ લાલ થવાં લાગી. આ બધું જોઇ રહેલાં અનુભવને લાગ્યું કે પ્રીતિને શાંત કરવી જરૂરી છે. તેથી તે
બોલ્યો,

“પ્રીતિ શાંત થઇ જા અને પ્લીઝ નીચે આવી જા.”

પ્રીતિનો ક્રોધ શાંત થવાનાં બદલે વધી ગયો. તે બોલી,

“રિકી, મને કહી દે.નહીં તો હું તને નહીં છોડું.” એટલું કહી તેણે રિકીને પાછો હવામાં ઉંચો કરી અને ખાડામાં નાંખ્યો.

આ બધું જોઇ અનુભવ બોલી ઉઠ્યો, “પ્રીતિ, પ્લીઝ શાંત થઇ જા. ક્રિતી જીવે છે.”

“ક્રિતી જીવે છે.” આ શબ્દો પ્રીતિનાં કાનમાં ગુંજી ઉઠ્યાં. તેને અનુભવ સામે જોયું.

“હા પ્રીતિ, ક્રિતીને કઇ જ નથી થયું. તે હજુ જીવે છે.”

અનુભવે સ્પષ્ટતા કરતાં કહ્યું, “હું જે દિવસે અનાથ આશ્રમ ગયો હતો તે દિવસે મેં ક્રિતીને ત્યાં જોઇ. પહેલાં તો મને મારી આંખો ઉપર વિશ્વાસ ન આવ્યો.પછી મેં મારો ફ્રેન્ડ,કે જે ત્યાંનો વહીવટ સંભાળે છે તેને પુછ્યું. તો તેણે મને જણાવ્યું કે તેનું નામ ક્રિતી જ છે અને થોડો સમય પહેલાં નટુ નામનો કોઇ માણસ તેને ત્યાં મૂકી ગયું હતું. આ સાંભળી હું ખુબ જ ખુશ થઇ ગયો પણ મારે જાણવું હતું કે આ કઇ રીતે શક્ય બન્યું. તેથી મેં મારાં ફ્રેન્ડ પાસેથી નટુકાકાનું એડ્રેસ લીધું અને આપણે બધા જ્યારે કોફીશોપથી છુટા પડ્યા ત્યાર બાદ તેઓને મળવાં ગયો. તેઓએ મને જણાવ્યું કે રિકીએ તેનાં દીકરાને કિડનેપ કરાવી લીધો હતો અને પોતાનું મોં બંધ રાખવાની ધમકી આપી હતી. તેથી તેઓ તારી મદદ ન કરી શક્યા. પણ જ્યારે બહાદુર અંદર વઇ ગયો અને ક્રિતીને દફનાવવાં માટે જ્યારે તેઓએ ક્રિતીનો હાથ પકડ્યો તો તેઓને ખબર પડી કે ક્રિતી તો હજુ જીવે છે. તેથી તેઓએ ફટાફટ ક્રિતીનાં ઘાવ પર પોતાનો રૂમાલ બાંધી દીધો અને ઘરના પાછળનાં ભાગમાં છુપાવી દીધી અને ખાડો બુરી દીધો. જ્યારે રિકી ત્યાંથી ચાલ્યો ગયો પછી ફટાફટ તેઓ ક્રિતીને પોતાનાં ઓળખીતા ડોક્ટરને ત્યાં લઇ ગયો. થોડાં દિવસોની સારવાર બાદ ક્રિતી ઠીક થઇ ગઇ. નટુકાકાને લાગ્યું કે જો તેઓ ક્રિતીને કિરણનાં મમ્મી પપ્પાને સોંપશે તો રિકી ફરીથી ક્રિતીને મારવાનો પ્રયત્ન કરશે અને તેને એ વાત નો પણ ડર હતો કે જો રિકી સુધી આ વાત પહોંચી તો તે તેનાં પરિવારને નહીં છોડે. તેથી તેઓ ક્રિતી સુરક્ષિત રહે એ માટે તેને અનાથ આશ્રમમાં મુકી આવ્યાં.”

પ્રીતિ ધીમે ધીમે નીચે આવી. અનુભવે કહ્યું, “આવી જાવ.” એટલે કિરણનાં મમ્મી-પપ્પા,પ્રીતિનાં મમ્મી-પપ્પા અને તેનો ભાઇ ક્રિતીને લઇને આવ્યાં.

ક્રિતીને જોઇને પ્રીતિનો બધો જ ગુસ્સો ગાયબ થઇ ગયો. તે પોતાનાં મુળ રૂપમાં આવી ગઈ. પ્રીતિને જોઇ ક્રિતી દોડીને તેને વળગી પડી અને રડવા લાગી.

“મમ્મા, તમે બધાં ક્યાં ચાલ્યાં ગયાં હતાં?તને ખબર છે હું રોજ તારી રાહ જોતી. પણ તું આવી જ નહીં. હવે હું તને ક્યાંય નહીં જવા દવ.”ક્રિતીએ રડતાં-રડતાં કહ્યું.

પ્રીતિએ ક્રિતીનું મોં પકડ્યું અને તેને પોતાનાં વ્હાલથી નવડાવી દીધી અને તેને ફરીથી વળગી પડી. બંને માં-દીકરી ક્યાંય સુધી રડયા રાખી. આ જોઈને બધાની આંખોમાં આંસુ આવી ગયાં. થોડી વાર બાદ પ્રીતિએ ક્રિતીને પોતાનાથી અળગી કરી અને તેનાં માથાં પર પ્રેમથી હાથ ફેરવ્યો. ક્રિતી તેનાં ખોળામાં જ સુઇ ગઇ. પ્રીતિએ ક્રિતીને ઉંચકીને હીંચકા ઉપર સુવડાવી અને રિકી સામે જોઇને કહ્યું, “રિકી, તને તારાં કર્મોની સજા મારો પરિવાર અને મારાં મિત્રો દેવડાવશે. એટલું કહી તેણે લાગલીભીનાં ચહેરે એક એક કરી બધાં સામે જોયું. તેની આંખોમાં આંસું આવી ગયાં. તેણે બધાને મનભરીને જોઈ લીધાં અને કહ્યું, હવે મારાં જવાનો સમય આવી ગયો છે. મારી ક્રિતીનું ધ્યાન રાખજો. તેણે છેલ્લી વાર બધાં સામે જોયું અને ક્રિતીનાં માથાં ઉપર પ્રેમથી હાથ ફેરવ્યો. પછી તે ધીમે ધીમે અદ્રશ્ય થઇ ગઇ.

બધા થોડીવાર તો સ્તબ્ધ બનીને ઉભા રહ્યાં.પછી વિનયભાઇએ સ્વસ્થ થતાં કહ્યું, “ઇન્સ્પેક્ટર રિકીને લઇ જાવ.”

આ સાંભળી રિકી ચોકી ગયો. ઇન્સ્પેક્ટર આવ્યાં અને રિકીને ખાડામાંથી બહાર કાઢ્યો.તેઓ રિકીને લઇ જઇ રહ્યાં હતાં કે રિકીનાં મમ્મી બોલ્યાં, “ ઇન્સપેક્ટર, ગવાહ તરીકે મારું અને વિનયનું નામ લખી દેજો.”

બીજે દિવસે સવારે ક્રિતીએ પોતાની આંખો ખોલી. તેની આસપાસ બધાં ઉભા હતાં. ક્રિતીએ આંખો ખોલી કે તરત જ મીલીએ તેને સરખી બેસાડી અને પાણી આપ્યું. ત્યાર બાદ તેને તૈયાર કરી નાસ્તો કરાવડાવ્યો.અનુભવે પ્રફુલને કહ્યું, “તું અને નિધિ નીચે ગાર્ડનમાં ક્રિતીને રમાડો.”તેઓ ક્રિતીને લઇ નીચે ગયાં.

વિનય અંકલ અમારે તમારી સાથે એક અગત્યની વાત કરવી છે. અનુભવે કહ્યું.

“હા બોલને બેટા.”

મીલીએ અચકાતા કહ્યું, “અંકલ અમારે કોઇ જ સંતાન નથી.તેથી અમે ક્રિતી ને ગોદ લેવાં ઇચ્છિયે છીએ.”

વિનાયભાઇએ વિચાર્યું અને કહ્યું, “ઠીક છે. અમે તારી વાતથી સહમત છીયે. કારણકે અમે તો આજે છીએ ને કાલે નથી. તો અમે જ્યારે નહીં હોય ત્યારે ક્રિતીનું કોણ?”

થોડીવાર બાદ ક્રિતી આવી અને અનુભવને પુછ્યું, “શું હું તમારાં ખોળામાં બેસી શકું?”

“હા બેટા. આવીજા.”અનુભવે ક્રિતીને પોતાના ખોળામાં બેસાડતાં કહ્યું અને સામે પડેલ પ્રીતિનાં ફોટા સામે જોયું. પ્રીતિનું ફુલ જેવો માસુમ ચહેરો પોતાના સપનાંનાં ઘરમાં મુસ્કુરાઈ રહ્યો હતો.

સંપૂર્ણ

નમસ્તે વાચકમિત્રો, આશા રાખું છું કે તમને આ નવલકથા પસંદ આવી હશે.(સમયની વ્યસ્તતાનાં કારણે છેલ્લા ત્રણ ભાગ અપલોડ કરવામાં મોડું થઇ ગયું એ બદલ ક્ષમા માંગુ છું.)

તમને આ વાર્તામાં કયું પાત્ર અને કંઈ વાત વધારે ગમી એ પ્રતિભાવમાં જરૂર જણાવજો.


- ભીંડી પૂજા