Magic Of Last Night - last part in Gujarati Love Stories by Dhaval Joshi books and stories PDF | છેલ્લી રાત નો જાદુ - (અંતિમ ભાગ)

Featured Books
Categories
Share

છેલ્લી રાત નો જાદુ - (અંતિમ ભાગ)

(બીજા ભાગ માં જોયું કે ધવલ અને એન્જલ બંને ભુજ માં રોકાઈ જાય છે...બંને એક બીજા સાથે વાતો કરી રહ્યા હોય છે.)

ધવલ : ખોટું ના લાગે તો એક વાત પૂછું ??
એન્જલ : હા પૂછ ને...
ધવલ : આપડી કોલેજ માં હું તારી પાછળ પડ્યો છું... જે તને પણ ખબર છે ને બધા ને ખબર છે.. મેં એવું કોઈ કાર્ય કર્યું જ નથી કે તને ગુસ્સો આવે છે તો પછી તને મારી પર એટલો ગુસ્સો કેમ આવે છે ?
એન્જલ : જો હું કોલેજ ભણવા આવું છું... અને એ બાબતે હું એક દમ ગંભીર છું. મને બીજી સ્પર્ધા માં ભાગ લેવો પસંદ છે.. જે સ્કૂલ માં પણ હું કરતી હતી... પણ મને ક્યારેય કોઈ માટે એમ નથી થયું કે આ વ્યક્તિ મને ગમે છે અને એમાં હું મારો સમય એ વ્યક્તિ પાછળ બગાડું....ટૂંક માં કહું તો હું મારી જિંદગી માં મારા કેરિઅર ને જ હું મારો પ્રેમ માનું છું. અને તું એ વાત સમજતો નથી ને મારા પાછળ પડ્યો છું એટલે મને તારી પર ગુસ્સો આવે છે.
ધવલ : બધી વાતો બરાબર પણ મિત્ર તો બની જ શકીયે ને....
એન્જલ : મને ખબર છે ત્યાં સુધી તારા મન માં મારા પ્રત્યે પ્રેમ છે...તું મને તારી જિંદગી બનાવા માંગે છે...મિત્ર બનાઇસ તો પણ આજ નહિ તો કાલે તું મને પ્રેમ ની વાતો કરીશ મને ફોર્સ કરીશ કે હા પાડ. એના કરતા તું તારી જિંદગી માં ખુશ રે અને મને મારી જિંદગી મારી રીતે જીવવા દે.
ધવલ : બરોબર....પણ જો તને તારા પર પૂરો વિશ્વાસ હોય કે ના હું પ્રેમ અને મારા કેરિઅર ને બંને એક સમાન રાખું તો તને બંને નો આનંદ મળી શકે છે. પ્રેમ વસ્તુ જ એવી છે જેને ચાખી છે...એને પૂછી જો.
મારી વાત એક વાર માની જો.
એન્જલ : ના ધવલ એવું કઈ જ કરવું નથી મારે.....હું મારી રીતે જે છું બરોબર છું.
ધવલ : ક્યાં બરોબર છું....???? હું તને કૌ કે જો તું મારી જોડે પ્રેમ માં હોત્ત તો શું થાય.....અપડે બન્ને એક બીજા ના કેરિઅર માં મદદરૂપ થતા...આપડા બંને ના મન પ્રફુલ્લિત રહેતા...માણસ ને જયારે કોઈ મળે નહિ ત્યારે જ એ ઊંધા પગલાં ભારે છે... મળી જાય તો એનો સાથ મળે છે...જીવન રંગીન લાગે છે... જીવન આજ નહિ તો કાલે પૂરું થઇ જશે...આજે પ્રેમ નહિ કરું તો કાલે કેરિઅર બચાવા માં પ્રેમ શું કેવાય એને મેહસૂસ પણ નહિ કરી શકું...મારી જોડે આ બધું એટલે જ બની રહ્યું છે કે હું તને પ્રેમ કરું છું....બાકી વિચાર કર ખાલી તારું પર્ફોર્મન્સ જોવા હું છેક અહીંયા આવ્યો છું. કેટલી પસંદ છું તું મને...આ સ્વાદ શું હોય છે એ મને જ ખબર છે અને કેવો હોય છે એ પણ મને જ ખબર છે. અને આજે ભગવાન એ પણ આપણે બંને ને જ અહીંયા ભુજ માં રાખ્યા છે કે હું તારી સાથે મારા મન ની વાત કહી શકું ને તને સમજાઈ શકું....તને પ્રેમ કરું છું એટલે તારી સાથે છું અત્યારે...કેમ કે તારી ચિંતા હતી એટલે જ બસ માં થી ઉતરી ને તને શોધવા આવ્યો. અને આપણે બંને અહીંયા રહી ગયા. અને જ્યાં લાગણી, ચિંતા, સાથ હોય ત્યાં પ્રેમ હોય જ છે. જે મારા માં તારી માટે ભરપૂર ભરેલો છે.અને તું છે જે અત્યારે કેરિઅર ને અત્યારે તારો પ્રેમ કહે છે.
એન્જલ :(આશ્ચર્ય પામે છે ) આટલી બધી સારી સારી વાત કરતા તને આવડે છે. પેહલી વાર કોઈ ના મોઢે આવા શબ્દો સાંભળ્યા છે. તારી વાત સાચી છે... અત્યારે હું આટલી નીડરતા થી બેઠી છું તો તને જોઈ ને...જ.
આજે પેહલી વાર કોઈ ની વાતો સાંભળવી મને ગમે છે...કેમ કે ક્યારે મેં કોઈ ને મારી આસપાસ ભટકવા જ નથી દીધા આજે મજબૂરી ના લીધે તું મારી સાથે છું...અને તારી વાતો બૌ જ મસ્ત છે...
ધવલ : તો પછી તું હવે મારી માટે થયી ને વિચારીશ ને....હું તને પ્રોમિસ કરું છું કે આ વાત આપડા બંને વચ્ચે રહેશે.
એન્જલ : મેં તને કહી હા નથી પાડી...પણ હું એક વાર તારી માટે થઇ ને વિચાર કરીશ...કે હું તને હા પાડું કે નહિ.
ધવલ : સાચ્ચે...???
એન્જલ : હા...પણ હું ના પાડું તો પછી મને ફોર્સ નહીં કરતો...
ધવલ : તારો જવાબ હા હોય તો ઠીક છે પણ ના હશે તો મારી તને એક રિકવેસ્ટ છે કે આપડે બંને એક મિત્ર ની જેમ તો રહીશુ જ અને જો તે મને ના પાડી તો હું ભવિષ્ય માં પણ મિત્ર જ બની ને રહીશ હું તને ફોર્સ નહિ કરું. પ્રેમી બનવા માટે.
એન્જલ : હા વાંધો નહિ. મને મંજુર છે.

(મને ખબર હતી કે હવે એ ના નહિ પાડે....મને એના જવાબ ની રાહ જોવાની છે...જેના માટે હું બૌ જ ઉત્સાહી હતો..એ વિચારો માં જ મારી રાત ભુજ માં નીકળી ગયી.....એ છેલ્લી રાત એક જાદુઈ રાત હતી મારી માટે....કે જેને હું ખાલી જોઈ ને ખુશ થતો એને મેં મારા મન ની બધી જ વાત કહી દીધી અને એને ગુસ્સો કર્યા વગર મારી વાત પર વિચારવાનું પણ કહ્યું.....)
(હવે આ બધા માં તમારી માટે સસ્પેન્સ અને મારી માટે દિલ તૂટવા જેવું જે થવાનું છે એ...)
(સવાર થયી ગયી હતી મને મારી મમ્મી એ ઉઠાડ્યો...નીંદ માં મને સંભળાતું હતું કે કોલેજ નો સમય થઇ ગયો છે જવાનું નથી આ માથા પાર સુરજ દાદા આવી ગયા....મારી આંખ ખુલી હું મારા ઘર ના બેડ પર હતો....સામે મારી મમ્મી હતી....તમાચો વાગ્યો હોય ગાલ પર એવું લાગ્યું....આ જે પણ થયું એ બધું સપના માં થયું મારા...પણ સપનું જેવું પણ હતું....સવાર પડી ને મારો મોરલ તૂટી ગયો...ક્યાં આ સપનું હતું...હકીકત કેમ નહિ ? એન્જલ મને હા પાડવાની હતી...પણ મન ને મનાવ્યું કે જો હા પડી હોત્ત તો હાર્ટ ફેલ થઇ જતું સપના માં ને હકીકત માં ઉકલી જતો...એટલે જે થયું એ સપના માં થયું ને સવાર જેવા હતા એવા થઇ ગયા....)