THE DEPLOMACY elemant gone enimy - 24 in Gujarati Fiction Stories by Nirav Vanshavalya books and stories PDF | THE DEPLOMACY elemant gone enimy - 24

Featured Books
Categories
Share

THE DEPLOMACY elemant gone enimy - 24

લગભગ ૩૦ જેટલા ખાલિસ્તાની પંથીઓ એકે૫૬ અને એટે૪૭ સાથે સુવર્ણ મંદિર ની અંદર વસાવા લાગ્યા અને પાછળથી પેરામિલિટરી ફોર્સે તેમના પર હમલો કરી દીધો.

લગભગ દસેક જેટલા ખાલીસ્તાની પંથીઓના ત્યાં જ મૃત્યુ થયા અને સુવર્ણ મંદિર નુ પ્રાંગણ રક્તરંજીત થઈ ગયુ.

બાકીના ૨૦ જેટલા ખાલિસ્તાની પંથીઓ સુવર્ણ મંદિરમાં નાસી ગયા અને અટારીઓ માંથી ગોળી બારી કરવા લાગ્યા.

લગભગ 200 જેટલા મિલિટરી ફોર્સના જવાનોએ સુવર્ણ મંદિરમાં જવાની તૈયારી શરૂ કરી દીધી અને તેમના મુખ્ય દ્વાર પાસે પહોંચી ગયા.

મુખ્ય દ્વાર પાસે પહોંચીને તેમણે જોયું કે લગભગ ૫૦૦ જેટલા સિખ કટ્ટરપંથીઓએ પેરામિલિટરી ફોર્સ રસ્તો રોકી દીધો છે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે એમ કહ્યું કે આ દેશની અંદર મંદિર મસ્જીદ માં પોલીસ તથા military માટે નોટ એલાઉડ છે.

ચાર સારજન્ટો એ એમ પણ દલીલ કરી કે મંદિરમાં આતંકવાદીઓ ઘૂસી શકે છે તો અમે કેમ નહીં?

શીખ કટ્ટરપંથીઓએ કહ્યું તમારે ગુરુ સાહેબ નું શરણ લેવું હોય તો તમે જઈ શકો છો પરંતુ અંદર કોઈ ખુન ખરાબ ના જોઈએ.
અંતે પેરામિલિટરી ફોર્સે સુવર્ણ મંદિર ને ચારે બાજુથી ઘેરી લીધું.
કેટલાય દિવસો અને મહિનાઓ થઈ ગયા પરંતુ ના તો ખાલિસ્તાની પંથીઓ બહાર આવ્યા કે ના તો પેલા મિલિટરી ફોર્સ અંદર જઈ શકી.અને એક વાત પર અદ્રશ્ય મહોર લાગી ગઈ તે ધમાકાઓ કરીને સુવર્ણામંદિરમાં ઘુસી જાઓ એટલે તમને કોઈ પકડી નહીં શકે.
અને આજ વસ્તુ સંપૂર્ણ પંજાબ ઉપર લાગુ પડવા લાગી, અને ખાલિસ્તાની પંથીઓ વિસ્ફોટો કરી કરી ને ગુરુદ્વારાઓમાં સંતાવા લાગ્યા, અને પોલીસ અને મિલિટરી ના હાથ બંધાવા લાગ્યા.

એક વાત તો એ પણ સાફ હતી કે આટલા મોટા દેશમાં અને તે પણ કે જ્યાં કદમ કદમ પર દિવા અગરબત્તી ઓ થતી હોય છે તેવા દેશની અંદર ધરમની અનુભૂતિઓનું ઉલ્લંઘન કરવાની હિંમત કોઈપણ કોઈના મા પણ ન હતી.
મુઠી ભર આતંકવાદીઓને મારવા માટે સો કરોડ હિન્દુસ્તાનીઓ નારાજગી વહોરી લેવાની હિંમત કોઈ પણ રાજનેતા પાસે ન હતી.
અને એક દિવસ શિમલા સ્ટેટના પેલેસના દરબાર ની અંદર કોંગ્રેસની મધ્ય સત્રી કારોબારી ની મીટીંગ યોજાય છે. જેમાં એક અને માત્ર એક જ મુદ્દો હતો કે આ આતંકવાદીઓનું કરું છું?તેઓ હમલાઓ કરી કરીને ગુરુદ્વારામાં છૂપાઈ જાય છે અને પોલીસ તથા મિલેટ્રી કશું જ નથી કરી શકતી.
ઇન્દિરા સોનીએ પાણીના ગ્લાસ પરથી કવર હટાવ્યું અને એક ઘુંટડો પાણીનો પીધો.
રાજના ચૌહાણ નામના એક મિનિસ્ટરે કયું ઇન્દિરાજી આપણે અકાલ તખ્ત ની સાથે ચર્ચા કરવી જોઈએ. કેમકે એ તો તે ધાર્મિક પણ છે અને રાજનૈતિક પણ. તો પછી આ કાલ કમિટી આ પ્રોબ્લેમ પોલિટિકલ ટેબલ પર કેમ નથી લાવતી?

વાસ્તવમાં ખાલસા એક ideology છે જ્યારે અકાલ તખ્ત એક ધાર્મિક સહિષ્ણુ વાદ. ખાલસા ideology અનુસાર Sikhism નો વ્યાપ્ત થવો જરૂરી છે. જ્યારે અકાલ તખ્ત એ થોડોક કર્મકાંડી તથા થોડોક કટ્ટરપંથી પણ છે.
અકાલ તખ્ત ના reestablishment પહેલા સમસ્ત શીખીઝમ ની અંદર ખાલસા ideology જ ચાલતી હતી. પરંતુ કદાચ ખાલિસ્તાન વાદ ના જન્મ થતાંની સાથે જ ખાલસા વાદ ક્યાંકને ક્યાંક ક્ષીણ થવા લાગ્યો. અધરવાઇઝ, અકાલ તખ્ત ના re-establishment પહેલા નો ખાલસા વાદ વિશુદ્ધ કપૂર સમાન પવિત્ર હતો.
એ જાણવું અને સમજવું જરા મુશ્કેલ છે કે અકાલ તખતે એવું તે કયું તત્વ કે પદાર્થ શીખી સમ ની અંદર જોઈ લીધું કે તેમની અંદર ખાલિસ્તાન વાદ ની મહત્વકાંક્ષા એ જન્મ લીધો.

એ જે પણ કંઈ હોય પરંતુ સત્ય તેજ હતું કે ખાલિસ્તાન વાદ માટે અકાલ તખ્ત ને જ કેંદ્ર બનાવવામાં આવ્યું હતું.

આ બાજુ ઇંગ્લેન્ડ ની અંદર ચાર્લી તેના પૂર્વજોના આપેલા સૂત્ર ને તેની મઅંદ બુદ્ધિથી વાગોળી રહ્યો છે. અને after establishment of democracy subcontinent માં ડિવાઇડ એન્ડ rule ચલાવવાનો વ્યર્થ પ્રયાસ કરી રહ્યો છે.