ભાગ - ૧૫
વાચક મિત્રો, ભાગ ૧૪ માં આપણે જાણ્યું કે,
પોતાના પપ્પાના રંગીન મિજાજ, અને ગુસ્સાવાળા સ્વભાવના કારણે,
આજદિન સુધી, સતત દુઃખી અને પરેશાન રહીને પણ, બસ
ખાલી ઘરની આબરૂ જાળવવા કે પછી,
પોતાના સંતાનોને ભવિષ્યમાં કોઈ તકલીફ ઊભી ના થાય, તે બાબતનો વિચાર કરી, આજ સુધી પ્રમોદને કારણે ઘરમાં રોજે-રોજ જે ના થવાનું થતું આવ્યું છે, એ બધુંજ, ચૂપચાપ સહન કરે જતી મમ્મીની સાથે-સાથે, દીકરી પૂજા પોતે પણ, કડવા ઘૂંટ પીને મૌન રહેતી હતી.
પરંતુ,
આજે પૂજાના પપ્પાએ, તેની મમ્મી સાથે છૂટાછેડાનું જે પગલું ભર્યું હતું, એના કારણે આજે,
પૂજાની સહનશક્તિની હદ આવી ગઈ હતી. છતાં...
માત્ર મમ્મીની હાલની નાજુક, અને લાચારવસ મનોસ્થિતિને ધ્યાનમાં રાખી,
આકુળ વ્યાકુળ થઈ ગઈ હોવા છતાં, પૂજા, બહારથી સ્વસ્થ અને સરળ હોવાનો દેખાવ કરી, મમ્મીને બધું સારું થઈ જશેની હિંમત આપી,
હવે આગળ શું કરવું ? ને
કઈ રીતે કરવું ?
એ બાબતે આજેજ વિચારી, ત્વરિત તેને અમલમાં મૂકવા, પૂજા
સૌથી પહેલા ઈશ્વરભાઇ પાસેથી પપ્પા વિશે જેટલી હકીકત જાણવા મળે, તે જાણી લેવા ઈશ્વરભાઈના ઘરે આવી છે.
આજે ઈશ્વરભાઈ પણ, પ્રમોદ અને દિવ્યા વિશે, અંદરખાને ઘણી બધી ગંભીર વાતો જાણીને આવ્યા હોવાથી, ક્રોધ અને ગુસ્સા સાથે મળવા આવેલ પૂજાને મોઢે...
પ્રમોદ વિશેની વાત, પૂજા હજી તેની વાત પૂરી કરે એ પહેલાંજ,
તેઓ પૂજાને કહે છે કે,
ઈશ્વરભાઇ :- બેટા, આ વાત હવે એટલી હદે આગળ વધી ગઈ છે કે, તુ તારા પપ્પા સાથે ચોખવટ કરવાની વાત તો અત્યારે બાજુ પરજ રાખ, અને ખાલી અત્યારે હું તને જે કહું તે તું ધ્યાનથી સાંભળ, અને માન.
સૌથી પહેલા તો તું, તારી મમ્મીને લઈને થોડો સમય માટે, મારા ગામડે આવેલ ઘરે જતી રહે.
આ વાત, હું તને એટલા માટે કહી રહ્યો છું કે,
આજે દિવ્યાના અંગત લોકો અને તેના ઘરના નોકર ચાકર લોકો પાસેથી, જેટલું મને જાણવા મળ્યું છે, તે પ્રમાણે,
પ્રમોદ સાથે બદલો લેવા ને પ્રમોદ ને પૂરી રીતે બરબાદ કરવા દિવ્યાનું આગળનું ખરાબ ને ઘાતક પગલું તારા ને તારી મમ્મી તરફ છે.
પૂજા બેટા, આમાં આગળ જતા, કોઈ મોટી ને ખોટી મુશ્કેલીઓ ઊભી ના થાય, એટલા માટે હું તને જણાવી રહ્યું છું કે, તુ ઉતાવળી ના થઈશ, કે આવેશમાં ના આવ, પહેલા તુ શાંત થા.
પૂજા :- ઈશ્વરકાકા, આજે તમે મને જે હોય તે, સાફસાફ શબ્દોમાં અને પૂરેપૂરું વિગતવાર કહો, તમે પોતે જાણો છો કે, આજ સુધી પપ્પાએ ઘરમાં ગમે તે કર્યું તે બધુંજ હું સહન કરતી આવી છું.
પરંતુ, આજે
આજે મારી સહનશક્તિની હદ આવી ગઈ છે, એમાંય આજની મમ્મીની જે હાલત મેં જોઈ છે, ત્યારથી મને પપ્પા પર એટલો ગુસ્સો આવ્યો છે કે, ગમે તે થાય, હું પપ્પાને સરખા કરીનેજ રઈશ, અને હા કાકા,
આ દિવ્યા પાછી કોણ છે ? ને
પપ્પા સાથે એને, શું લેવાદેવા છે ?
( ઈશ્વરભાઈ પૂજાને, લગભગ દિવ્યા વિષે, પ્રમોદ વિશે, તેમજ વિનોદ વિશે બધું જણાવે છે, ને હાલ, પૂજાનો ભાઈ વિનોદ અને પૂજાના પપ્પા પ્રમોદભાઈ, બંને દિવ્યાના સકંજામાં હોવાનું, અને દિવ્યાનું આગળનું નિશાન પ્રમોદની પત્ની અને દીકરી, એટલેકે, બેટા પૂજા તુ અને તારી મમ્મી છે )
દિવ્યા આગળ, પ્રમોદ અને વિનોદ સાથે શું કરશે ?
એ હું નથી જાણતો, ને અત્યારે હું એ બધું જાણવા માંગતો પણ નથી, પણ બેટા, તુ ને તારી મમ્મી, તમે બે તો અત્યારે દિવ્યાની પહોંચથી ખૂબ દૂર છો, ને દિવ્યા પણ તમારા બેથી અજાણ.
બેટા, આ બધું તને કંઈ કરતાં રોકવા, કે સમજાવવા માટે નથી કહેતો, પણ તુ અત્યારે જો થોડીક પણ મોડી આવી હોત, તો આજ વાત કહેવા, ને સમજાવવા હું તારા ઘરેજ આવવાનો હતો.
એટલે મારી વાત માની લે બેટા, ને
મહેરબાની કરીને, થોડા દિવસ માટે મમ્મીને લઈને ગામડે જવાની તૈયારી કર, હું તમને મૂકવા આવું છું.
પૂજા થોડીક ક્ષણો કંઈક વિચારી,
પૂજા :- હા, કાકા તમારી વાત સાચી છે, તમે થોડીવાર પછી મારા ઘરે આવો, અને અમને મૂકી જાવ તમારા ગામડે.
હા પણ, અત્યારે તમે મમ્મીને આ બધી હકીકત ના જણાવતા, પછીથી હું મારી રીતે મમ્મીને જણાવી ને સમજાવી દઈશ.
( આટલું કહી પૂજા, ઈશ્વરકાકાને ત્યાંથી નીકળે છે, પરંતુ...
જેમ ઘરેથી નિકળતા પૂજાએ સ્વસ્થ થઈ, પોતાનો ગુસ્સો મમ્મીથી છુપાવ્યો હતો, એના કરતા પણ વધારે સ્વસ્થતા પૂજાએ અત્યારે જાળવી હતી, ને એનો આક્રોશ, ક્રોધ અને ગુસ્સો ત્રણેય બેવડાઈ ગયા હતા, પરંતુ એની જાણ તો પૂજાએ અત્યારે, ઈશ્વરભાઈને પણ થવા દીધી ન હતી.
પૂજાના મનમાં અત્યારે શું ચાલી રહ્યું છે? કે,
પૂજા આગળ ક્યું પગલું ભરશે ?
એ આપણે આગળ ભાગ ૧૬ માં જાણીશું.