Premni Kshitij - 22 in Gujarati Fiction Stories by Khyati Thanki નિશબ્દા books and stories PDF | પ્રેમની ક્ષિતિજ - 22

Featured Books
Categories
Share

પ્રેમની ક્ષિતિજ - 22

ક્ષણો ને જોડતો સંબંધ અને સંબંધોને જોડતી જિંદગી. ઈશ્વર પોતાની આગોતરી યોજના કોઈ ફિલ્મની જેમ કરે છે.આપણને સંબંધોના તાણાવાણામાં રંગી આપણી જિંદગીને રસપ્રદ બનાવી દે છે
નામ પ્રમાણે જ ખુશનુમા લાગતી, ફ્લાવરની પેટર્ન વાળા ટોપ અને જીન્સમાં પોતાની મૌસમને આવતી જોઈ આલય પોતે ખુશનુમા બની ગયો.તે ક્યારનો મૌસમની વાટ જોતો હતો.

તરત જ બોલ્યો "કેટલી વાર હોય મૌસમ? ક્યારનો તારી રાહ જોઉં છું."

મૌસમે સામે હસતા હસતા જવાબ આપ્યો" એ જ તો મજા છે પ્રિયજનની રાહ જોવી અને આવતા જ મન ભરીને મિલનનો આનંદ માણવો."

આલય પણ આજે રંગીન મિજાજ માં હતો "એ થોડીક વાર મજા આવે, આ તો પુરા ૪૪ કલાક થઈ ગયા મેડમ."

મૌસમે આલયની સામે એની આંખોમાં આંખો નાંખીને કહ્યું તો શું સજા દેવી છે આ તારી મૌસમને ? આજે તો મોસમ સજા ભોગવવા પણ તૈયાર."

આલયે પણ સામે કહ્યું "સજા તો નથી દેવી પણ પરીક્ષા જરૂર લેવી છે. સાંભળ મારા કઝીનનાના લગ્ન છે પુનામાં, તો મારે બે ત્રણ દિવસ જવું પડશે.

"જઈ આવ, આમ પણ મારે આરામ કરવો છે .હું પણ કોલેજે નહિ.આવું."મોસમ ને જાણે જોઈતું તું ને વૈદે કીધુ.

આલયે તરત જ મૌસમને ખિજાઈ લીધું" જરા પણ નહીં બિલકુલ નહીં ચલાવી લઉં, પહેલી પ્રાથમિકતા હંમેશા કામને જ આપવાની."

મૌસમને હસવું આવી ગયું" અરે તું તો બિલકુલ ડેડની જેમ બોલ્યો."

આલયે કહ્યું "કારણકે મારી જાન હું પણ તારા ડેડી ની જેમ જ તને પ્રેમ કરું છું. મારે એક વાર મળી લેવું તારા ડેડીને? મને એવું લાગે કે મારી તેની સાથે સારી જામશે."

"ચોક્કસ મુલાકાત કરાવીશ એક દિવસ પણ યોગ્ય સમયે, હું બધું યાદ રાખીશ, પરંતુ તું એ ભૂલી ન હતો કે કોઈ અહીં તારી રાહ જોઈ રહ્યું છે." મૌસમે કહ્યું,

આલયે મૌસમનો હાથ હાથમાં લઇ અને કહ્યું"આ આલય જિંદગીના છેલ્લા શ્વાસ સુધી મોસમની સુગંધને ભૂલવાનો નથી કારણ કે આ સુગંધ શ્વાસોમાં ભળી ગઈ છે."

મૌસમ લાગણીવશ થઈ ગઈ "પ્લીઝ આલય આટલો બધો પ્રેમ ન કર કે હું તેનું ઋણ ચૂકવી ન શકું."

આલય માટે આ શબ્દો જાણે મોસમના પ્રેમની હૃદયથી લખેલી સાબિતી."કોઈ ઋણ નથી ચૂકવવું મૌસમ બસ ફક્ત એક વચન જોઈએ છે કે તુ હંમેશા આમ જ ખુશખુશાલ અને હૃદયથી આવી જ ખુશનુમાં રહીશ અને એ ખુશીનો અહેસાસ હું દુનિયામાં ગમે તે છેડામાં હોય મને થઈ જશે, આ અહેસાસ જ મારી જિંદગી છે.

મૌસમની આંખમાં પાણી આવી ગયા"એ વચન માટે તું હર હંમેશ મારી સાથે રહે એ પૂર્વશરત છે આલય તારા વિનાની મૌસમ મુરઝાઇ જશે."

"આ આલય તને વચન આપે છૅ. હંમેશા તારી ખુશી માટે જીવશે અને તારી ખુશીમાં જ ખુશ રહેશે." આમ બોલતો આલય જાણે અજાણે પોતાનું અને મૌસમનું ભવિષ્ય ભાખી રહ્યો.

ગીત ગાવું નમણું,
તારું મારુ ને આપણું,
મહેફિલ, લહેકો ને સાથે મોકલ રણકાર ટહુકાનો.....

લખવા કશાક શમણાં
તારા મારા ને આપણા,
કલમ, કાગળ ને મોકલ ભાવભીના સંભારણા......

વાંચવું રહસ્ય ઋણાનુબંધ નું,
તારું મારું એ આપણું,
શબ્દો સંવેદનાના ને મોકલ અનુબંધ લાગણીનો......

નાચવું ભીંજાયેલા હૃદયથી વરસાદમાં,
તારી અને મારી કલ્પના ની સાથે,
મહેકતી તારી નજર ને મોકલ ખુલ્લું આકાશ.....

જીવવું મારે નખશિખ,
તારી અને મારી મોકળાશ માં,
પ્રેમ.... પ્રેમ..... અને બસ પ્રેમ મોકલ મને

†**********
આલયે પુના પહોંચી અને સૌથી પહેલો ફોન મોસમને કર્યો
"હું જસ્ટ હમણાં જ પહોંચ્યો. હવે ચિંતા ના કરતી બે-ત્રણ દિવસ અહીં પ્રસંગ છે, તું ખુશ રહેજે અને આપણી કોલેજની નોટસ કમ્પ્લીટ કરી રાખજે."

મૌસમ આજે ખુશખુશાલ હતી કારણકે કેટી બિઝનેસમેન ઓફ ધ યરના એવોર્ડ માટે સિલેક્ટ થયા હતા.
"સાંભળ એક મસ્ત ગુડ ન્યુઝ છે ભગવાન તારી ઈચ્છા તરત જ માની લે છે, આજે ડેડ બિઝનેસમેન ઓફ ધ યર એવોર્ડ માટે સિલેક્ટ થઇ ગયા છે અને યોગાનુયોગ કાલે તે એવોર્ડ સેરેમની પુનામાં જ છે."

આલય પણ ખુશખુશાલ થઈ ગયો"સાચે મૌસમ? તું મને ખાલી એડ્રેસ સેન્ડ કરી દે હું પાક્કું મળી આવીશ."

મૌસમ હસતા હસતા બોલી "ધીરે-ધીરે મિસ્ટર આલય આટલી ઉતાવળ કરવાની જરૂર નથી, તું ચોક્કસ જજે પપ્પાનને મળવા, પરંતુ મોસમના પ્રેમી તરીકે નહીં."

"હું પણ એને મિસ્ટર કે.ટી તરીકે મળવા માગું છું"આઇ એમ સો એક્સાઇટેડ."

મૌસમે કહ્યું ઓકે ચલ bye હું તને એડ્રેસ સેન્ડ કરી દઈશ."

********************************

બે દિવસનો પ્રસંગ પતાવી આલય કેટી ને મળવા માટે આતુર થઈ ગયો. ભવ્ય પાર્ટી પ્લોટમાં વિશાળ જનમેદની આજે એકઠી થઈ હતી ,દેશના મોટા મોટા બિઝનેસ ટાયકૂનને મળવા. મોસમ ની રિક્વેસ્ટ થી કે. ટીના સેક્રેટરી દ્વારા આલયની જગ્યા સેટ થઈ ગઈ.

રોશનીથી ઝગમગતું આખુંય વાતાવરણ જાણે કે. ટીના જાજરમાન વ્યક્તિત્વની શોભા વધારતું હતું.
૬ ફૂટ હાઇટ, નવયુવાનને શરમાવે તેવી સ્ફૂર્તિ અને આંખોની ચમક આલયને પ્રભાવિત કરી ગઈ.

એવોર્ડ અપાઈ ગયા બાદ કેટીને ખાસ પોતાના અનુભવો વર્ણવવા માટે સ્ટેજ પર બોલાવવામાં આવ્યા.

પોતાના વક્તવ્યની શરૂઆત કરી."કર્મ જન્મ છે કર્મ જ મૃત્યુ છે અને આ જીવન અને મૃત્યુ વચ્ચેના સમયની સફળતા પણ કર્મ જ છે. આજે આ સફળતાના દિવસે મને મારો શરૂઆતનો સમય યાદ આવી જાય છે કારણકે મારી કર્મભૂમિ સૌથી પહેલી મહારાષ્ટ્ર જ છે."
" અહીં નાનકડા ગામમાંથી મારા પિતાજીએ પોતાની આજીવિકા ની શરૂઆત કરી અને શરૂઆતનો સંઘર્ષ ને અભાવની જિંદગીએ અમને ભાઈ-બહેનોને એક વાત શીખવી દીધી કે કર્મ વિના જીવન શક્ય નથી.કર્મ એટલે અથાગ મહેનત અને ધ્યેયલક્ષી સફળતા."
"મને નાનપણથી જ મશીનો પ્રત્યે પ્રેમ હતો અને ઘણીવાર તો મને એવું લાગે છે કે મશીનો પ્રત્યે વધારે પડતા પ્રેમને કારણે જ કદાચ હું મશીન જેવો થતો ગયો છું. આમ કરતા કરતા સોળ વર્ષની ઉંમરે મારા ભાઈઓ સાથે સુગર ફેક્ટરી શરૂ કરી. સુગર ફેક્ટરીની સફળતાની સાથે-સાથે મારી જિંદગીમાં લક્ષ્મીના સ્વરૂપમાં મારી પત્નીએ પ્રવેશ કર્યો."
અને બસ પછી ઘર તેને સંભાળ્યું અને મારું પૂરેપૂરું ધ્યાન ધંધામાં .ગુજરાતમાં જ મારી સફળતાના દ્વાર ખુલ્યા અને મારા વેપારનો વિકાસ થયો. પહેલી કાપડની ફેક્ટરી શરૂ થઈ અને બસ ત્યારથી આજ સુધી કર્મ જ મારો મિત્ર છે.

"આજની ઊગતી પેઢીને નવયુવાનોને મારી એક જ સલાહ છે કે ગમે તે પરિસ્થિતિમાં તમે હોઉં, સારી કે ખરાબ તેનું અંતિમ પરિણામ વિચારી લો. ખરાબમાં ખરાબ પરિસ્થિતિ કેવી આવી શકે અને તેમાં તમે શું કરી શકો? બસ એનો ઉપાય મળી જાય ને એટલે જિંદગીમાં ક્યારેય નિષ્ફળતા નથી."

આલયને લાગ્યું જાણે તેને જીવનનો ઉદ્દેશ્ય મળી ગયો. આજે મોસમના પિતાજી તરીકે નહીં પરંતુ એક આદર્શ બિઝનેસમેન તરીકે .કે ટીનો પરિચય થયો અને સાથે સાથે આનંદ પણ થયો કે મોસમ આટલા સરસ પરિવારમાંથી આવે છે.

શું થશે જ્યારે આલય મોસમના પિતાજી તરીકે કેટીને મળશે?

જાણે અજાણે કેટી ના આ જ લક્ષણો શું મૌસમને વારસામાં મળશે?

જાણવા માટે વાંચતા રહો પ્રેમની ક્ષિતિજ....
(ક્રમશ)










.