Jail Number 11 A - 20 in Gujarati Fiction Stories by અક્ષર પુજારા books and stories PDF | જેલ નંબર ૧૧ એ - ૨૦

Featured Books
Categories
Share

જેલ નંબર ૧૧ એ - ૨૦

‘એડલવુલ્ફા? તમે અહીં?’

એડલવુલ્ફાની દીકરી હાલજ એક માતા બની હતી. તેનો દીકરો ફક્ત આંઠ દિવસ નો હતો. બચ્ચાનુ ધ્યાન રાખવા તેને રજા લીધી હતી. પણ એડલવુલ્ફા તેની મદદ કરવાની જગ્યાએ કામ કરતી હતી. હાંઝ એક પાતળો કુપોષિત બાળક હતો. તે જીવી શકે તેમ હતો, પણ જીવાડવા માટે પૈસાની જરૂર હતી. તેથી જ એડલવુલ્ફા કામ કરતી, અને બેથીલલ્ડા તેના દીકરા નું ધ્યાન રાખતી હતી. હાંઝ એમ તો શાંત હતો, પણ એકવાર રડવાનું ચાલુ કરે બાદ કલાક સુધી રડે. તે રડે તો ડી - હાઇડ્રેટ થઈ જતો હતો. પછી ચામડીના સેલમાં પાણી નાખવું પળતું.

‘હાંઝ કેવો છે?’

‘રાત્રે ૧૫ વાગ્યે ઉઠી રડવા લાગે છે. રળતા આંખો સૂજી જાય છે. આંખોમાં લોહીની કમી થતી હોય તેમ લાગે છે.’

એડલવુલ્ફા છેલ્લા સાત વર્ષથી કામ નહોતી કરતી. પણ હાંઝ આવતા તેને પાછું ડિટેક્ટિવ કામ ચાલુ કર્યુ હતું.

‘ડૉક્ટર ક્યારે આવવાના છે?’

‘કાલે. સાંજે હ્યૂમન ડોક્ટર આવશે.’

‘બેથીલ્ડા. મરે તને કઇ પૂછવું છે.’

‘શું?’

‘મારે કોઈ કેસ એવો આવ્યો હોય કે જેમાં હું મરી જાઉ, તો તું શું કરીશ?’

‘વિલાપ.’

‘અને તારી પરિસ્થિતિ નું?’

‘હાંઝના પિતા ને ગોતીશ. નહીં મળે તો કોઈ નોકરી કરીશ, તેને એકલો મુકીશ.’

યુટીત્સ્યાએ નેનીને, કે જે કોઈ બાળકની સંભાળ રાખે, તેવા લોકોને બેરોજગાર કર્યા હતા. માત્ર માતા - પિતા જ બાળકની દેખ - રેખ રાખી શકે, બાકી કોઈ નહીં. અને યુટીત્સ્યાની વાત ને નકારવાની હિંમત તો કોની પાસે હતી?

‘શું તું મને એવું કામ કરવાની ના નૈ પાડે?’

‘ના. તારું કામ જ એવું છે. નાના હતા ત્યારે કોને ખબર હતી તું રાત્રે ઘરે પાછી આવીશ કે નહીં.’

બેથીલ્ડા અને લૂકઝ તેઓ પોતેજ પોતાનું કામ કરતાં, જમવાનું બનાવે, અને જમીલે, પછી એડલવુલ્ફા રાત્રે ઘોર અંધારે આવે ત્યારે તેની સાથે બેસી દિવસની વાતો કરે. એમેરિક, તેઓના પિતા એક ઘરડા વોચમેન હતા. ૧૩ વર્ષની બેથીલ્ડા થઈ ત્યારે તેઓ મૃત્યુ પામ્યા. એડલવુલ્ફાના ઝુંપડા જેવા ઘરમાં માત્ર તેના બચ્ચાજ તેના ઝવેરાત હતા.

આજે એ ઝવેરાતની ઝવેરાત માટે મૃત્યુ પામવા એડલવુલ્ફા તૈયાર હતી.

‘અને જો હું જીવી જાઉ, અને કઇ એવું કરી જાઉ જે હાંઝનો જીવ લઈ લે તો?’

‘શું તું હાંઝની મૃત્ મોઢાને જોઈ જીવી શકીશ? હું શું તેના કારણ ને જીવવા દઇશ?’

‘બિલકુલ નહીં. પણ આ વાત યાદ રાખજે.’

‘પણ આ કામ છે શું?’

‘૧૧ - એને નિપજાવવાની.’

‘૧૧ - એ?’

‘યુટીત્સ્યા પર સૌથી મોટો અટેક કરવા વળી એક માત્ર ગાયબ ગેંગ, યાદ છે, હેલિકોપ્ટર પડતા તેઓ સર્વે ગાયબ થઈ ગયા હતા? તેની પહેલા યુટીત્સ્યાની બિલ્ડિંગ પર જે મોટો આતંકવાદી હુમલો થયો હતો, તેઓ ૧૧ - એ હતા.’

‘૧૧ - એ ક્યાં છે?’

‘આપણાં સર્વમાં.’

યુટીત્સ્યા જ્યારે આવી ત્યારે તેની પાસે સર્વને બચાવવાની એક તક હતી, અને એક તરકીબ હતી. હવે તે તક માટે યુટીત્સ્યાને નીચે થસેડળવાની જરૂર હતી. પણ યુટીત્સ્યા હવે સર્વે હતું, અને અપિરિરજીત યુટીત્સ્યાની નજીક લોકોને પણ રોજ રાત્રે ઊંઘ ન આવતી. દૂધ ઉભરાવવાનું હતું. લોકોનો આક્રોશ કોઈ પણ ક્ષણે વધશે.

‘બિલકુલ કરો.’

પછી એડલવુલ્ફા પાછા ફર્યા વગર એક જ ધારામાં દરવાજા ખોલતી નીચે ઉતરી અને તેની સાઇકલ લઈ ગલીયોમાં વળી ગઈ.

મૌર્વિ એડલવુલ્ફાને તેના ઘરના મુખ્ય દરવાજામાંથી એક ખુરસી પર બેસેલી દેખાઈ. કશું કીધા - કર્યા વગર તે તેના રૂમમાં ગઈ, સાથે જોતી ગઈ, તે ૧૧ - એ લખેલું લોક કરેલો દરવાજો, અને એક બાજુ બેસી તેના ખીચામાંથી લઈ તેની ડાયરી જોવા લાગી.

આજનો શિકાર કોણ?