પ્રતિશોધ ભાગ ૧૪
" મને અફ્સોસ છે પણ જો અપણે સવાર થતા પેહલા મંગળને જીવતો એની સામે લાવી શકશું નહીંં તો ચાર્મી નું બચવું મુશ્કેલ છે" પંડિતજી ના અવાજ માં હતાશા હતી .
" guys જીતપર ગામ અહીંથી ૮૦ કિલોમીટર દૂર છે ગૂગલ ૩ કલાક બતાડે છે " રોમીલ ફોન ચેક કરી બોલ્યો .
બધા એની તરફ જોવા લાગ્યા .
" આપણી પાસે અફ્સોસ કરવાનો સમય નથી Be Positive આપણી પાસે સવાર સુધીનો સમય છે શું થશે એના કરતા શું કરી શકાય એ વિચાર કરો . પંડિતજી સૂર્યોધ્ય નો સમય શું છે એટલે કે સવારે કેટલા વાગ્યા પહેલા આપણે મંગળને અહીં લાવો પડશે ? અથવા આપણે ચાર્મી ને એની પાસે લઇ જઇ એ" રોમીલ ઉતાવળમાં બોલ્યો .
રોમીલ ની વાતોએ બધાને આધાત માંથી બહાર કાઢ્યા . " ચાર્મી ને મંદિરની બહાર લઈ જવી જોખમી છે આત્મા એ મંગળને અહીં હાજર કરવા કહ્યું છે અને ચાર્મી ની તબીયત પણ સારી નથી આપણે મંગળને અહીં લાવવો પડશે સવારે ૫ વાગ્યા પેહલા " પંડિતજીએ રોમીલ ના સવાલ નો જવાબ આપ્યો .
" અત્યારે ૮ વાગ્યા છે સવારે ૫ એટલે આપણી પાસે ૯ કલાક છે ત્રણ જવાના ત્રણ આવાના છ કલાક ત્રણ કલાક મા મંગળને ગોતી સમજાવી ને આરામથી લાવી શકાય Possible છે guys ટાઇમ બગાડ્યા વગર આપણે નીકળીએ " રોમીલ સોલ્યુશન આપી રહ્યો હતો.
" હા રોમીલ તારી વાત સાચી છે ચલ આપણે નીકળી એ " વિકાસ ઊભો થતા બોલ્યો .
" રસ્તો ખરાબ છે સવારે હોટલથી અહીં આવતા જ લગભગ બે કલાક લાગ્યા હતા ને પછી ઘાટ ને આપણે મંગળ ને ઓળખાતા પણ નથી બધુ આસાન નથી " અનીલે શંકા જાણાવી.
" આ બધી ચર્ચા આપણે ગાડીમાં કરશું રોમીલ ગાડીની ચાવી આપ હું ડ્રાઇવ કરુ છુ ત્રણ કલાક પહેલા આપણે જીતપર ગામે હશું" વિકાસ રોમીલ થી ચાવી લેતા બોલ્યો .
" હું પણ તમારી સાથે આવુ છું " નિષ્કા બોલી .
" ના નિષ્કા તુ અહીંં ચાર્મી નું ધ્યાન રાખ એ હોશમાં આવશે તો પંડિતજી ને તારી મદદ ની જરૂર પડશે " રોમીલ નિષ્કાને રોકતા બોલ્યો .
"તમે ત્રણે માતાના આર્શીવાદ લઈને નિકળો અમે અહીં ચાર્મીનું ધ્યાન રાખશું તમને કદાચ પોલીસ ની મદદ લેવી પડશે . આબુરોડ પર પોલીસ ઈન્સપેક્ટર અજ્ય સિંગ જાડેજા મારા સારા મિત્ર છે હું એમની જોડે વાત કરીશ એ જરુર મદદ કરશે " પંડિતજી એ જવાની પરવાનગી આપી.
વિકાસ, રોમીલ અને અનીલ માતાની મૂર્તિ ને પગે લાગ્યા ને બેહોશ ચાર્મી તરફ એક નજર કરી ગાડી લઈને નીકળી પડ્યાં .
પંડિતજી ઈન્સપેક્ટર જાડેજા ને ફોન કરી રહ્યા હતા રિંગ વાગતી હતી પણ જાડેજાએ ફોન ઉપાડ્યો નહીં. વિકાસ કાચા રસ્તા પર પુરી ઝડપે ગાડી દોડાવી રહ્યો હતો. ચાર્મી નિષ્કાના ખોળામા બેહોશ હતી નિષ્કા અંબે માંની મૂર્તિ તરફ હાથ જોડી ચાર્મી ની રક્ષા માટે પ્રાર્થના કરી રહી હતી . જીતપર ગામ વિષે માહિતી મેળવવાં માટે પંડિતજીએ સેવકને બાજુનાં ગામ માં રેહતા એક વુદ્ધ રબારી રામજીકાકા ને બોલાવી લાવવા કહ્યું .
******
ધાર્યા કરતાં વધારે જલદી ગાડી ઘાટ ઉપર આવી ગઈ ધડીયાલમાં ૯ વાગ્યા હતા જીતપર ગામ હવે ૫૦ કિલોમીટર દૂર હતુ ને લગભગ દોઢ કલાક મા જીતપર ગામ પોહચી જશું એમ લાગ્યું ને ઘાટ ઉપર હનુંમાન મંદિર પસાર થતા લગભગ પાંચ કિલોમીટર પછી ગાડી ઝટકા ખાવા લાગી ને બંદ પડી ગઈ.
ક્રમશઃ
વાચકમિત્રો મનોરંજન માટે લખાયેલી આ એક કાલ્પનીક વાર્તા છે . વાર્તા મનોરંજન માટે લખાયેલી છે અંધશ્રદ્ધા વધારવા માટે નહીં .
ધન્યવાદ
પંકજ ભરત ભટ્ટ .