વહેલી સવાર તો રોજ ઘરકામ થી જ શરૂ થતી કડવીની. બધા માટે ચા નાસ્તો બનાવી ને બપોર ની રસોઇ પણ આટોપી ને ફળીયા સાફ કરવા થી લઈને કપડાં,વાસણ... રોજનો તેનો દિવસ વહેલી સવારે ૪ વાગ્યાથી શરૂ થાય તો પૂર્ણ રાતના દશેક વાગી જાય... વળી રાત્રે સૂતી વખતે પણ દૂધ જમાવવું થી લઈને સવાર ના કામ ના આયોજન અંગેની વિચારણા તો મન માં ચાલતી જ હોય... કડવી ના આ કામ ની રોજની આ દિનચર્યા જાણે તેને નવી ઊર્જા આપતી...
વળી ઘરમાં સૌ ભાાઈ-બહેનો માં પોતે મોટી હોવાથી તમામ જવાબદારીઓ પણ તેને સંભાળવાની હોંશે હોંશે પોતાના દરેક કામમાં તો આગળ રહેતી જ પણ ભણવા માં પણ ખુબ હોશિયાર.
ક્યારેય શાળા ના ગૃહકાર્ય માં આળસ ન કરે... વળી ચહેરા પર સ્મિત હંમેશા શોભતું તેને...11 માં ધોરણમાં આવતા ઘરની જવાબદારી માથે આવી પડી તેમ છતાં સુનિતા ક્યારેય હાર ના માનતી હંમેશા પોતાના કાર્યમાં મસ્ત રહેતી અને બીજાને મદદ કરવા તત્પર રહેતી જ્યારે પોતાના કામમાં મશગુલ રહેતી... અગિયારમા ધોરણમાં આવતા તેની માતાની તબિયત લથડવા લાગી તેમ છતાં પોતાના ઘરમાં મોટી બહેનની સાથે સાથે મા બનીને નાના ભાઈ બહેનનું ધ્યાન રાખતી... ઘરની આર્થિક પરિસ્થિતિ પણ માતાની તબિયત ના કારણે થોડી બગડવા લાગી પણ સુનિતા ક્યારેય ઘરમાં કોઈ ને ખબર ના પડવા દેતી.. હવે એ પણ ઘરકામ કરી ને પોતાના પરિવાર માટે આર્થિક રીતે મદદ કરવા માટે ઘરની બહાર જ્યાં કામ મળે ત્યાં કામ કરવા લાગી પણ પોતાના અભ્યાસ ને પણ યોગ્ય રીતે ન્યાય આપવા માટે સમય ન ફાળવી શકતી ધીરે-ધીરે ઘરની પરિસ્થિતિ થાળે પાડવા માંડી પણ પોતાના અભ્યાસ માં હવે ધ્યાન ન આપી શકતી... એક દિવસ પણ શાળા એ ગેરહાજર ન રહેનારી કડવી હવે ઘેર હાજર રહેવા લાગી...પોતે જોયેલા સ્વપ્નો જાણે વિસરાઈ જાય છે... ઘરની આર્થિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે એ પોતાના સ્વપ્નનું બલિદાન આપી દે છે... નાના ભાઈ બેન ની જવાબદારી પોતાના સ્વપ્ન ને રગદોળી દે છે... શાળા ના સ્કૂલ બેગ ની જવાબદારી કરતા પણ વધારે એના ખભા પર પોતાના પરિવાર ની જવાબદારી આવી જાય છે...અને કડવી નું સ્વપ્ન અધુરું....
( આજથી એક સંકલ્પ કરીએ બીજું કંઇ ન કરી શકી એ તો કંઈ નહીં પણ સ્ત્રીઓના અભ્યાસમાં જે ખલેલ પહોંચે છે શું તેને ન અટકાવી શકાય ? ચાલો આપણે સૌ એક નિણર્ય કરીએ કે દીકરીઓને ભણાવવા માટે શક્ય તેટલા પ્રયત્નો કરીએ. સમાજના એક જાગૃત નાગરિક તરીકે આપણી સૌની ફરજ બને છે આપણે આપણા સમાજની સ્ત્રીઓ માટે કંઇક કરીએ...જય શ્રી કૃષ્ણ🙏)
કડવી શાળાએ નથી જતી એ વાત તો તેની સહેલીઓને તેમજ પાડોશીઓને ખ્યાલ આવી જ ગયો હતો પણ હવે શાળાએ પણ આ વાત પહોંચી ગઈ કે કદાચ કડવી પોતાનું ભણવાનું છોડી દેવાની હશે માટે જ શાળાએ આવવાનું છોડી દીધું છે..
પણ કડવી ના વર્ગ શિક્ષક બધાથી અલગ જ વિચારસરણી ધરાવતા હતા કોઈના ગળે એ વાત તો નજર ઉતરી કે કડવી હવે ભણવાનું છોડી દેશે .પણ કડવી ના વર્ગ શિક્ષક ને આ બાબત ખૂબ જ ખટકે છે કે શા માટે કડવી હવે ભણવાનું છોડી દેશે આટલી હોશિયાર કાબીલ દીકરી શા માટે પોતાનો અભ્યાસ છોડી દેશે ...
વર્ગ શિક્ષક નું વ્યક્તિત્વ એટલે બહારથી ખૂબ જ ગુસ્સાવાળા કડક પણ હંમેશા બીજા માટે વિચારવા વાળા અને પોતાના વિદ્યાર્થીઓના કલ્યાણ અર્થે ખુબજ કાર્યરત રહેનાર.. વર્ગ શિક્ષક માટે ચિંતિત વિષય બની ગયો હતો તેઓ વિચારવા લાગ્યા કે હંમેશા દરેક કાર્યમાં આગળ અને ખૂબ જ સુશીલ એવી કડવી જો આમ ભણવાનું છોડી દેશે તો એના ભવિષ્યનું શું? વર્ગ શિક્ષક વિચારે છે કે મારે એના માટે કંઈક કરવું જોઈએ આમ હું હાથ પર હાથ ધરીને બેસી ન રહી શકું અને પોતાના વિચારોને આચરણમાં મૂકીને એક દિવસ રિસેસના સમયમાં કડવીના ઘરના સરનામે જઈ પહોંચે છે..
બહારથી સુનિતાના ઘર ને જોઈને જ વર્ગ શિક્ષક સમજી જાય છે કે તેના ( કડવી ) ઘરની આર્થિક પરિસ્થિતિ કેટલી હદ સુધી ખરાબ હશે અને તે સમયે તે એક સંકલ્પ કરે છે કે ગમે તે રીતે તે પોતે કડવીને ભણાવવામાં મદદ કરશે અને આજથી કડવી ની જવાબદારી પોતે જ સંભાળી લેશે ત્યારબાદ જુનવાણી ઢબ થી માટીથી લીપેલા ઘરમાં તે પ્રવેશે છે અને જાણે છે કે કડવી તો આજ તેના પિતા સાથે બાજુના ખેતરમાં મજૂરી એ ગયેલ છે એ જાણી તેનો અંતરાત્મા ખૂબ જ દુઃખી થાય છે કે આટલી નાની ઉંમરમાં પણ માણસો ઉપર કેટલી મોટી જવાબદારીઓ હોય છે વર્ગ શિક્ષક જોવે છે કે કડવીના નાના ભાઈ બહેન સરકારી શાળાએ જવાની તૈયારી કરતા હોય છે અને તેમની સાથે વાતચીત દરમિયાન એ જાણે છે કે હાલના એન્ડ્રોઇડ યુગના જમાનામાં કડવીના ઘરમાં સાદો મોબાઈલ પણ છે જ નહીં
જે ખેતરમાં તે લોકો મજૂરીએ ગયા હોય છે તેમનો સંપર્ક કરીને કડવીના પિતા સાથે તે વાત કરે છે તે દરમિયાન જ કડવી પોતે જ પોતાના વર્ગ શિક્ષકની કહે છે કે બેન હવે કદાચ હું નહીં ભૂણી શકું
પણ વર્ગ શિક્ષક હાર માનતા નથી અને કહે છે કે બસ તું અને તારા પપ્પા એકવાર શાળાએ આવી અને મને મળી જાવ.. બીજે દિવસે શાળાએ વર્ગ શિક્ષક બધા બાળકો માટે ચોકલેટ લઈને જાય છે અને બાળકોને કહી દે છે કે આજે જ્યારે કડવી આવે ત્યારે આપણે તેનું સ્વાગત ચોકલેટથી કરશું.. એકાદ કલાક બાદ પણ કડવી જ્યારે શાળાએ નથી આવતી ત્યારે બધા વિદ્યાર્થીઓ તો માને છે કે હવે તે નહીં જ આવે પણ ત્યાં જ કડવી પોતાનું દફતર લઈને યુનિફોર્મમાં સજ્જ પોતાના વર્ગ શિક્ષક ને કહે છે કે બેન હું આજે શાળાએ આવી છું અને મારા પપ્પા તમારી જોડે વાત કરવા માંગે છે.... અને પછીનો બધો જ કડવી નો ખર્ચ અને જવાબદારી તેના વર્ગ શિક્ષક સંભાળી લે છે...અને કડવી પોતાના સ્વપ્ન પૂર્ણ થતાં હોય એવું અનુભવે છે.... વર્ગ શિક્ષક ને એક આત્મસંતોષ મળે છે કડવી ના મુખ પર જ્યારે તે સ્મિત જુવે છે....
(જો સરકારી શાળાના શિક્ષકો એકવાત સમજી લે કે મારા બાળકો મોટા થઈને મને ખવડાવશે એની તો મને ખબર નથી પણ હાલમાં મારા શાળાના બાળકો ના કારણે જ મારા ઘર નો રોટલો રળે છે તો મારા ખ્યાલથી કોઈ બાળક કદાચ અભ્યાસથી વંચિત ન રહી શકે
જય શ્રી કૃષ્ણ 🙏