Dashing Superstar - 32 in Gujarati Fiction Stories by Rinku shah books and stories PDF | ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-32

Featured Books
Categories
Share

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-32


(એલ્વિસનું પોસ્ટર જોઈને કિઆરા શાંત થઇ ગઇ.તે છોકરીને સબક શીખવાડવા તેણે ગરમ પાણીનો કોક બંધ કરી દીધો.અહીં આયાનનું પરફોર્મન્સ ખૂબજ સરસ હતું.એલ્વિસ કિઅારાની જુદાઇ સહન નથી કરી શકતો.તે પોતાની જાતને ડાન્સમાં વ્યસ્ત રાખે છે.)

એલ્વિસ અને વિન્સેન્ટ એકબીજાની સાથે વાતો કરી રહ્યા હતા અને બરાબર તે જ સમયે હાઉસ મેનેજર આવ્યો.
"સર,અકીરા મેડમ અને તેમના મમ્મી તમને મળવા માંગે છે."

એલ્વિસ અને વિન્સેન્ટ એકબીજાની સામે જોવા લાગ્યા.
"હા,તેમને નીચે બેસાડીને ચા નાસ્તો આપો અમે આવીએ છીએ."વિન્સેન્ટે કહ્યું.

થોડીક વાર પછી એલ્વિસ અને વિન્સેન્ટ નીચે ગયાં.અકીરા દર વખત કરતા ખૂબજ અલગ લાગી રહી હતી.તેણે સફેદ કલરનો ડ્રેસ પહેરેલો હતો અને તે ખૂબજ ગંભીર જણાઈ રહી હતી.

"યસ અકીરા,મને લાગ્યું કે જે થયું તેના પછી તું એલને તારું મોઢું પણ નહીં દેખાડે પણ તું તો બહુ જ બેશરમ નીકળી.તને જ્યારે એરેસ્ટ કરવામાં આવી ત્યારે તે કિઆરાને શું કહ્યું હતું કે તું ખૂબજ દુઃખી થઇ ગઇ."વિન્સેન્ટે કટાક્ષમાં કહ્યું.

"મને માફ કરી દો.એલ્વિસ સર અને વિન્સેન્ટ સર.પ્લીઝ.હું આજે અહીં કોઇ જ નાટક કરવા નથી આવી.આજે હું માત્ર માફી માંગવા આવી છું.એલ્વિસ સર,જ્યારે તમે મને અજયકુમારના ચંગુલમાથી મુક્ત કરાવી ત્યારે જ મને તમારા પ્રત્યે લાગણી થઇ ગઇ હતી.હું તમને મનોમન ચાહવા લાગી હતી.

મારી ભુલ એક જ હતી.હું તમને સીધા રસ્તે પામવાની જગ્યાએ ખોટો રસ્તો પસંદ કરી બેસી.મને લાગ્યું કે તમે સીધી રીતે મને ક્યારેય નહીં અપનાવો એટલે મે ખોટું કર્યું.બસ આ જ સત્ય સ્વીકારવા આવી છું કે હા હું ખોટી હતી અને થઇ શકે તો મને માફ કરી દેજો."અકીરા આટલું કહેતા રડવા લાગી અને તેના અાંસુ સાચા લાગ્યાં.

"સર,હું તમને એક વિનંતી કરવા માંગુ છું.અનુપ સિન્હા એક ડાન્સ પર આધારિત ફિલ્મ બનાવવાના છે.તેના માટે આજથી આઠ દિવસ પછી ઓડિશન થવાનાં છે.હું ઇચ્છું છું કે એલ્વિસ સર પોતે તેને થોડો એડવાન્સ લેવલનો ડાન્સ શીખવાડે."મધુબાલાએ કહ્યું.

"વાહ,તમારા ડેરીંગનો જવાબ નથી.આટઆટલું કર્યા છતા તમે ઇચ્છો છો કે અકીરાને એલ ડાન્સ શીખવાડે.વાઉ!"વિન્સેન્ટે ફરીથી કટાક્ષમાં કહ્યું.

"એલ્વિસ સર,માફી માંગવા વાળા કરતા માફ કરવાવાળા વધારે મહાન હોય છે.તમે મારી ટેસ્ટ લો અને જો હું તેમા ઉત્તીર્ણ થાઉ તો તમે મને શીખવજો નહીંતર ના કહી દેજો.આ બધું હું તમારી નજીક આવવા નથી કરતી પણ હું ખરેખર મારા દમ પર મોટી સ્ટાર બનવા ઇચ્છું છું.હવે મારા જીવનનો લક્ષ્ય માત્ર મારું સ્વપ્ન છે."અકીરા મક્કમ અવાજે બોલી.

"ઓ.કે ધેન.તું આવતીકાલે બરાબર આ જ સમયે મારી બોલીવુડ ડાન્સ એન્ડ ડ્રામા એકેડેમીમાં આવજે હું તારી ટેસ્ટ લઇશ.જો તું પાસ થઇશ તો હું તને ડાન્સ શીખવાડીશ પણ માત્ર રોજનો એક કલાક."એલ્વિસે કહ્યું.

અકીરા અને મધુબાલા બે હાથ જોડીને ઊભા થયા.
"તમારો ખૂબ ખૂબ આભાર."આટલું કહીને તે નીકળી ગયાં.

એલ્વિસ અને વિન્સેન્ટ જોસેફને મળવાની એપોઇન્મેન્ટ મળી જતા તેમની હોટેલ પર તેમને મળવા ગયાં.એલ્વિસ જોસેફ માટે ગિફ્ટસ અને ફુલો લઇને ગયો.

જોસેફ કેઇલ એક વર્લ્ડફેમસ મેઇલ બેલે ડાન્સર હતાં.એલ્વિસ તેમનો ખૂબજ મોટો ફેન હતો.એલ્વિસે તેમને ફુલો અને ભેંટ આપી.
"સર,આઇ વોન્ટ ટુ લર્ન બેલે ડાન્સ.ધીસ ઇઝ ધ ઓન્લી ડાન્સ ફોર્મ ધેટ આઇ વોન્ટેડ ટુ લર્ન ફ્રોમ લોંગ ટાઇમ."

"યસ શ્યોર ઇટ વિલ બી માય પ્લેઝર,એલ્વિસ."જોસેફે કહ્યું.તે ખૂબજ વ્યસ્ત હોવાના કારણે વધુ વાતચીત કરી શક્યાં નહીં.

"એલ,આ બેલે ડ‍ાન્સ શીખવાની વાત શું છે?તે મને ક્યારેય કહ્યું નહી કે તું બેલે ડાન્સ શીખવા માંગે છે."વિન્સેન્ટે પુછ્યું.

"હા વિન્સેન્ટ,મને લગભગ બધાં જ પ્રકારના ડાન્સ કરતા આવડે છે એક બેલે ડાન્સ એવો છે કે જે મને એટલો બરાબર નથી અાવડતો.તો હું ઇચ્છું છું કે કિઆરાના આવવા સુધીમાં હું આ ડાન્સ શીખી લઉ અને તેને સરપ્રાઇઝ આપું."એલ્વિસે ઉત્સાહમાં કહ્યું.

"ગ્રેટ,પણ કિઆરાને ડાન્સ ગમે છે?"વિન્સેન્ટે પુછ્યું.

"કોઇનો ગમે કે ના ગમે મારો ડાન્સ જરૂર ગમશે અને નહીં ગમતો હોયને તો પણ મારો ડાન્સ જોયા પછી તેને ગમવા લાગશે.હું તેને ઇમ્પ્રેસ કરવા અને તેનું હ્રદય જીતવા એવો ડાન્સ કરીશ કે તે મને પસંદ કરવા લાગશે."એલ્વિસ મક્કમતાથી બોલ્યો.


બીજા દિવસે અકીરા નિશ્ચિત સમયે બોલીવુડ ડાન્સ અને ડ્રામા એકેડેમીમાં પહોંચી ગઇ.એલ્વિસ તેની જ રાહ જોઇને બેસ્યો હતો.એલ્વિસે ટાઇટ એન્કલ સુધીનો ટ્રેક પહેર્યો હતો અને તેની પર સ્લિવલેસ ટીશર્ટ જેમાંથી તેનું મસ્કયુલર બોડી સાફ દેખાતું હતું.

અકીરા ચેન્જિંગ રૂમમાં જઇને ચેન્જ કરીને આવી શોર્ટ્સ અને તેની પર સ્કિનટાઇટ ટીશર્ટમાં તેના શરીરના ઊભાર સાફ દેખાતા હતાં.તે એલ્વિસના હ્રદયમાં સ્થાન પામવા હવે તેણે નવો રસ્તો અપનાવ્યો હતો.

"અકીરા,હું રેન્ડમલી મ્યુઝિક વગાડીશ.તેની બીટ પકડીને તારે તેને અનુરૂપ ડાન્સ ફોર્મ પર ડાન્સ કરવો પડશે.જો મને બરાબર લાગ્યું તો હું તને ડાન્સ કરવા દઇશ નહીંતર મ્યુઝિક બંધ કરી દઈશ."એલ્વિસે કહ્યું.અકીરાએ માથું હકારમાં હલાવ્યું.

એલ્વિસે મ્યુઝિક શરૂ કર્યું અને બીજી તરફ પૂરી તૈયારી સાથે આવેલી અકીરાએ નાચવાનું શરૂ કર્યું.ડાન્સ એલ્વિસનો પહેલો પ્રેમ છે તે વાત સમજી ચુકેલી અકીરા પોતાનો પૂરો જીવ રેડીને ડાન્સ કરવા લાગી.એલ્વિસે વારંવાર મ્યુઝિક બદલ્યું છતાં અકીરાના પગ ના અટક્યાં.લગભગ ઘણાબધા અઘરા સ્ટેપ્સ સાથે તેણે એલ્વિસને ખુશ કરી દીધો.

"વાઉ અકીરા,ફેબ્યુલસ.હું તારી ડાન્સીંગ સ્કિલસથી પ્રભાવિત થયો હું તને ડાન્સ શીખવીશ."એલ્વિસે કહ્યું.તે પોતાનો ફોન ત્યાં જ રાખીને કોઇક તેને બોલાવતા ત્યાં ગયો.

અહીં આજે કિઆરા સવારથી ખૂબજ ઉત્સાહિત અને નર્વસ હતી.આજે તેમને તેમનો ફોન આપવામાં આવ્યો હતો પણ માત્ર પાંચથી સાત મીનીટ માટે જેમા તે એક ફોન કોલ કરી શકે એમ હતાં.કિઆરાએ બહુ વિચાર્યા બાદ એલ્વિસને ફોન લગાવ્યો.જેવી રીંગ વાગવાની શરૂ થઇ કિઆરાના ધબકારા વધી ગયાં.પેટમાં પતંગિયા ઉડવા લાગ્યાં પણ બીજી જ ઘડીએ આશ્ચર્ય થયું જ્યારે ફોન સામે છેડેથી કાપી નાખવામાં આવ્યો.તેણે ફરીથી ફોન લગાવ્યો અને ફરીથી ફોન કાપી નાખવામાં આવ્યો.અંતે તેણે દાદુને ફોન લગાવ્યો.તેણે સામાન્ય વાતચીત કરી.
"મને લાગ્યું કે તું મને ફોન નહીં કરે."દાદુએ કહ્યું.

કિઆરાએ કહ્યું,"દાદુ,ખબર નહીં કેમ પણ મે એલ્વિસને બહુ મિસ કર્યા અને આજે પહેલા તેમને જ ફોન લગાવ્યો પણ તેમણે કાપી નાખ્યો.હશે હું ફોન મુકુ." કિઆરાએ ફોન મુકીને ત્યાં પાછો આપી દીધો.

અહીં કિઅારાના ફોન કાપવાવાળું બીજું કોઇ નહીં પણ અકીરા જ હતી.તેટલાંમાં સ્ક્રિન પર કિઅારાસ દાદુ એવું લખાઇને આવ્યું;તેણે તે ફોન પણ કાપી નાખ્યો અને તેના પર શંકા ના જાય એટલે ત્યાંથી જતી રહી.દાદુ પણ આશ્ચર્ય પામ્યાં કે એલ્વિસે તેમનો ફોન કેમ કટ કર્યો.તેમણે આ વિશે પછી વાત કરવાનું વિચાર્યું.

કિઆરા ખૂબજ દુઃખી હતી પણ પોતાના મનને મક્કમ કરીને તે પાછી ટ્ર્રનિંગમાં જોડાઇ ગઇ.અહીં તે છોકરી લાંબા સમયથી કિઆરાને સબક શીખવાડવાની કોશિશમાં હતી.

તેણે જોયું કે કિઆરા થોડી અપસેટ છે અને થોડી ઢીલી પડી હતી તો તેણે કિઅારાને પરેશાન કરવા માટે અલગ અલગ રસ્તા અપનાવ્યાં.તેને જાણ હતી કે કિઆરા પ્યોર વેજીટેરીયન છે છતાપણ તેણે કિઅારાની પ્લેટમાં નોનવેજફુડ મુકાવી દીધું તેનું ધ્યાન ના હોય તે રીતે.

તે રાત્રે કિઆરાને ભુખ્યા પેટ સુવુ પડ્યું હતું.બીજા દિવસે હર્ડલ રેસ થવાની હતી.જે તેમની ટ્રેનિંગની ટેસ્ટના ભાગ રૂપે હતી.તે છોકરી અને કિઆરા એકબીજાની બાજુમાં દોડતા હતાં.તે દોડમાં બંને ગ્રુપ એકસાથે દોડી રહ્યા હતાં.વચ્ચે ઘણાબધા અઘરાં અવરોધો રાખવામાં આવ્યાં હતાં.તે છોકરીએ કિઆરાને ધક્કો મારીને પાડી દીધી હતી.કિઆરા જ્યાં પડી ત્ય‍ાં એક અવરોધ રાખવામાં આવ્યો હતો જે તેને પગમાં વાગી ગયો.કિઆરા ઊભી થઇ શકે તેમ નહતી.બરાબર તે જ સમયે આયાન ત્યાં આવ્યો તેણે કિઆરાને ઊભી કરી.તેને પગને થોડો દબાવ્યો અને તેને ઊભી કરી.કિઅારાએ કહ્યું કે એક છોકરીએ તેને જાણીજોઇને ધક્કો માર્યો.કિઆરાએ તે પણ કહ્યું કે તેણે જ રાત્રે તેની પ્લેટમાં નોનવેજ મુક્યું હતું.

"હેય કિઆરા,ચલ આ રેસ પૂરી કરીએ.તે છોકરીને જડબાતોડ જવાબ આપવાનો એક જ ઉપાય છે કે તું આ રેસ જીતીને બતાવે.કમઓન."આયાને કિઅારાને ખભે ખૂબજ પ્રેમથી હાથ મુકીને તેને હિંમત આપી.આયાનની આ વાતે તેને ખૂબજ હિંમત આપી.આયાન અને કિઆરા જે સૌથી પાછળ રહી ગયા હતાં. તે એટલું સરસ ભાગ્યાં કે તે સૌથી આગળ નીકળીને જીતી ગયાં.

તે છોકરીને પોતાની હાર પર ગુસ્સો આવ્યો.સાંજે ટ્રેનિંગ પત્યા પછી આયાન કિઆરા પાસે આવ્યો કિઆરા બહાર બેસીને કુદરતી સૌંદર્યનો આનંદ માણી રહી હતી.તે થોડી ઉદાસ હતી.અચાનક આયાન આવીને તેના પગ પાસે બેસી ગયો.તેના પગમાંથી જૂતા કાઢીને પોતાના ખોળામાં લઇ લીધો અને હળવે હાથે તેના પર પેઇનરીલીફ જેલ લગાવવા લાગ્યો.કિઆરા આયાનના આવું કરવાથી ચોંકી ખૂબજ ના પાડવા છતાં આયાને તે જેલ લગાવ્યું તેના હાથ પર પોતાનો હાથ થપથપાવ્યો અને હસીને જતો રહ્યો.કિઆરા તેને બે ક્ષણ માટે જોતી જ રહી ગઈ.

અહીં જેલ લગાવ્યા બાદ તેને ઘણું સારું લાગી રહ્યું હતું.તેને તે છોકરી પર ખૂબજ ગુસ્સો આવ્યો પણ તે ટ્રેનિંગમાં કોઇ જ બબાલ કરી પોતાની ઈમેજ ખરાબ કરવા નહતી માંગતી.અચાનક તેનું ધ્યાન સામે રહેલા એલ્વિસના પોસ્ટર પર ગયું જે તે છોકરીએ કાઢીને એવીરીતે લગાવ્યું હતું કે કિઆરા તે ના જોઇ શકે.
તે છોકરીએ કિઆરા સામે જોઇને શેતાની સ્માઇલ કર્યું અને તે પોસ્ટરમાં એલ્વિસના ફોટામાં તેના હોઠો પર કિસ કરી.કિઆરાને ખૂબજ ગુસ્સો આવ્યો અને તેણે પોતાના દાંત ભીસ્યાં.

"હવે તો હું તને નહીં છોડું.કઇંક એવું કરીશને કે તું જિંદગીભર યાદ રાખીશ.બહુ પરેશાન કરી મને.હું કઇ બોલતી નથી તેનો અર્થ એ નથી કે હું કઇ કરી નથી શકતી.એવો સબક શીખવાડીશ કે હંમેશા યાદ રાખીશ."કિઆરા મનમાં જ બોલી.તે ગુસ્સામાં બહાર જતી રહી.

અહીં કાશ્મીરમાં ખૂબજ જોરદાર બરફવર્ષા શરૂ થઇ ગઇ હતી.જીવનમાં પહેલી વાર બરફવર્ષા જોઇને તમામ ટ્રેનિ બહાર આવી ગયાં.દરેક જણા આ બરફવર્ષાનો આનંદ લેવા નાના બાળકની જેમ હાથ ફેલાવીને ઊભા હતાં.નાના બાળકની જેમ આકાશ તરફ જોઇને મોઢું ખુલ્લું રાખીને તે બરફ પોતાના મોંમા ઝીલવાની કોશિશ કરતા હતાં.

કિઅારા પોતાનો તમામ ગુસ્સો ભુલીને ગોળ ગોળ ફરવા લાગી.અચાનક તેની આંખો આઘાતથી પહોળી થઇ ગઇ.જ્યારે એલ્વિસ તેની તરફ આવતો દેખાયો.તેનું હ્રદય બમણા વેગે ધડકવા લાગ્યું.એલ્વિસ એકદમ તેની નજીક આવીને ઊભો રહી ગયો.તેમના ચહેરા એકબીજાની એકદમ નજીક હતા.

શું એલ્વિસ ખરેખર કિઆરાને મળવા ટ્રેનિંગ કેમ્પ પહોંચી ગયો?
કિઅારા તે છોકરીને કેવીરીતે સબક શીખવાડશે?
અકીરાને ડાન્સ શીખવાડવું એલ્વિસને શું પરિણામ આપશે?
શું આયાન કિઆરા અને એલ્વિસની આ અનકહી પ્રેમકહાનીમાં વચ્ચે આવી જશે?
જાણવા વાંચતા રહો.