Jaadui Pustak ane Shivansh - 14 - last part in Gujarati Thriller by Mittal Shah books and stories PDF | જાદુઈ પુસ્તક અને શિવાંશ - 14 - છેલ્લો ભાગ

Featured Books
Categories
Share

જાદુઈ પુસ્તક અને શિવાંશ - 14 - છેલ્લો ભાગ

14

રાવણ અને રામના યુદ્ધમાં રામે ઘણા પ્રયત્ન કર્યા. રાવણ પર અનેક પ્રહાર કર્યા, પણ તે દરેક પ્રહારથી ઘાયલ કદાચ થતો પણ તે એનાથી વધારે શકિતશાળી બની જતો. રામ થાકી હારી ગયા. ત્યાં જ વિભીષણ આવ્યા અને કહ્યું કે,

"રાવણ તો દસમુખ છે, માટે દરેક વખતે તે બળવાન બની જાય છે અને તમારો વાર ખાલી જાય છે તમારે તેને મારવા માટે નાભિ પર વાર કરો."

રામે તેને ત્યાં માર્યું અને રાવણ મરી ગયો.

રાવણ ભલે મરી ગયો અને ભલે વિભીષણ ભાઈની વિરુદ્ધ ગયો, પણ કયારે જયારે રાવણે અસત્ય, સ્ત્રીને અપમાનિત કરી એટલે. એમ જ, શિવાંશ અને સાધુ મહારાજ પણ ગોરખનાથ કે રામલાલને ત્યારે જ હરાવી શકશે જયારે તે જયંતી અને લીલાની મદદ અને ખાસ કરીને તો તે સત્યની પક્ષે હતા.

ગોરખનાથ જયંતી પર ગુસ્સો તો હતો પણ તે પોતાના જીવ સમાન પુસ્તક પહેલા બચાવવા મંદિરમાં આવ્યો અને દહાડતો હોય તેમ બોલ્યો કે,

"એ સાધુડા, મારું પુસ્તક આપી દે."

"ગોરખનાથ એ પુસ્તક તારું નથી."

"આ છોકરો મારા ઘરેથી અને શેઠાણી ભોળવીને તેમની પાસેથી ચોરીને લાવ્યો છે. તો એ પુસ્તક મારું જ છે માટે મને આપી દે."

"શેઠાણી નાના છોકરું છે કે તે ભોળવાઈ જાય. એમને ખબર પડે છે કે શું બરાબર કે નહીં, માટે તમે રહેવા જ દો."

"મારું વારસાઈ પુસ્તક છે."

"તારું નહીં પણ તમારા સસરાનું છે. અને એના પર તમારી પત્ની એટલે કે શેઠાણીનો હક છે. આ બધી વાત છોડ, અને અમારું કામ અમને કરવા દે."

"સારું તો તમે એમ નહીં માનો, હું હમણાં જ આ હવનકુંડનો નાશ કરી દઉં."

શિવદાસ મહારાજે નયનને ઈશારો કર્યો. સાધુ મહારાજની જગ્યાએ તેને લઈ લીધી અને વિધિ ચાલુ રાખી. સાધુ મહારાજે પણ ગોરખનાથને જવાબ આપવા તૈયાર થઈ ગયા.

ગોરખનાથે મંત્ર ભણીને વીજળી અને રેતની આંધી લાવ્યા, બધું જ રેતમય દેખાવા લાગ્યું. તો સાધુ પાણીનું પૂર લાવ્યા અને બધું જ સમાવી દીધું. એક પછી એક વાર ગોરખનાથ કરી રહ્યો હતો અને તેને જવાબ સાધુ મહારાજ બરાબર આપી રહ્યા હતા. ગોરખનાથે હવનકુંડ નાશ કરવા તેની આજુબાજુ જવા પ્રયત્ન કર્યો તો તે જઈ ના શકયો, બળજબરીથી ઘૂસવા ગયો તો કોઈએ જાણે ધક્કો માર્યો હોય તેમ પાછો પડયો. પરીને પકડવા પ્રયત્ન કર્યો તેને પણ તે પકડી ના શકયો.

હવે હવન છેલ્લા ચરણમાં હતો. સાધુ મહારાજ પોતાની જગ્યાએ પાછા ફર્યા અને છેલ્લી હોમની વિધિ શરૂ કરી દીધી. ગોરખનાથની એકપણ કારી ફાવી નહોતી રહી કે તે હવન રોકી શકે. કેમકે તે જગ્યા મંત્રથી સુરક્ષિત હતી તો તે સુરક્ષાનો ઘેરો તોડી ના શકયા અને તેમની આંખ આગળ જ તે પુસ્તકનો હોમ કરી દેવામાં આવ્યો.

જેવો પુસ્તકનો હોમ થયો તેવો જ તે બાળકી પરથી જાદુ તૂટયો હોય તેમ પરી અચાનક જાગી ગઈ.

પરીએ પોતાને વર્તુળના ઘેરાવામાં બેઠેલી જોઈને તે ડરી ગઈ અને તેની મમ્મી પાસે જઈને વળગી ગઈ.

જયારે ગોરખનાથનો ચહેરા પર જાજરમાન દેખાવની જગ્યાએ વૃધ્ધપણું, કરચલીવાળો બની ગયો. આ જોઈને ગોરખનાથ ગુસ્સે થઈ ગયો અને કહેવા લાગ્યો કે,

"હું જોઈ લઈશ, તને સાધુડા. તે મારો જીવ, મારું સપનું હવનકુંડમાં હોમી દીધું છે ને તો હું તને જ બાળી નાખીશ.... તને જ બાળી નાખીશ...."

આમ બોલતો બોલતો તે ત્યાંથી જતો રહ્યો.

પરેશ, સારિકા, નયન અને લીલા તેમની સામે જોઈ રહ્યા તો તે બોલ્યા કે,

"ચિંતા ના કરો, તે કંઈ નહીં કરી શકે. આ પુસ્તક જ તેની શક્તિ હતી અને એના વગર એના માટે કંઈ શકય નથી. અને ત્યાં જુઓ પરી અને શિવાંશ કેવા સરસ રમી અને હસી રહ્યા છે."

બધાએ ત્યાં જોયું તો પરી શિવાંશ જોડે ખિલખિલાટ હસી અને રમી રહી હતી. બધા તેને પગે લાગીને પોતપોતાના ઘરે ગયા.

આ બધું બન્યા પછી.....

પરીની તબિયત હવે સુધારા પર હતી. તે હવે પહેલા ની જેવી જ હસતી રમતી થઈ ગઈ હતી. પરેશ, સારિકા પણ ભગવાનનો દરરોજ આભાર માનતા કે તેમની દિકરી પહેલા જેવી થઈ ગઈ.

એક દિવસે પરી અને શિવાંશ સ્કૂલમાં ગયેલા, પરેશ દુકાનેથી ઘરે આવ્યો હતો, સારિકા રસોડામાં કામ કરી રહી હતી. ત્યાં એક સાધ્વીએ એમના ઘર આગળ ટહેલ નાંખી કે,

"માતા ભિક્ષા આપો... ભિક્ષા આપો."

સારિકાએ તેમને લોટ, ગોળ અને ઘી આપ્યા. તે સાધ્વીએ આશીષવચન આપીને જવા લાગ્યા, ત્યાં જ શિવાંશ અને પરી સ્કુલમાં થી આવ્યા. શિવાંશ તે સાધ્વીને જોઈ ઓળખી ગયો અને બોલી પડયો કે,

"શેઠાણી બા...."

સારિકા અને પરેશ આશ્ચર્યથી સાધ્વીને જોઈ રહ્યા.

શિવાંશે ફરીથી પરીને બતાવી કહ્યું કે,

"શેઠાણી બા... આ પરી..."

સાધ્વી જયંતીએ તેના માથે પ્રેમથી હાથ ફેરવ્યો.

"આવોને તમે અંદર, તમારો તો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે, તમે તો કાળજાના ટુકડા જેવા અમારા બાળકો બચાવી લીધા છે."

"મેં નહીં પણ ભગવાને.... માટે મારો નહીં ભગવાનનો ઉપકાર માનો."

"તમે તો અમારા માટે ભગવાન જ છો. તમે પાક્કું ભાણું જમાડીને જ મોકલીશ. અમારો આટલો આગ્રહ સ્વીકારો."

"સારું...."

"આવો અંદર પધારો..."

પરેશે પૂછ્યું કે,

"તમે સાધ્વી કેવી રીતે...."

"એમાં એવું થયું ને કે તેમની છેલ્લી સાધના અધૂરી રહી એટલે અને ઉપરથી મેં આ બાળકની મદદ કરી એટલે, એમનો ગુસ્સો મારા પર ઉતરવાનો જ હતો. તેમને મને કહ્યું કે,

'હું તેમને બરબાદ કરનાર છું, હું મારા પિતાનો બદલો લઈ રહી છું."

હું પણ બોલી પડી કે,

"તમારા અમર થવાના ઝનૂનના લીધે જ મારે મારી મમતાને મારી નાખવી પડી. તમે જ જવાબદાર છો, આ બધા માટે."

મને તો મારી નાખવા જ માંગતા હતા પણ મારી મા બાપ એટલે કે સાસુ સસરા વચ્ચે પડયા, અને એમને અમને કાઢી મૂકયા. બા દાદાને લઈ હું તેમના જ ઘરે ગઈ, પણ એક દિવસના અંતરે જ તે મરી ગયા. તેમને મને એ ઘરમાંથી પણ કાઢી મૂકી.

આમ પણ, તે મને ના કાઢત તો પણ હું ત્યાંથી જતી રહેત કેમ કે જેમના માટે એ તાંત્રિકને સહન કર્યા તે જ નહોતા રહ્યા એટલે સંન્યાસ લઈને સાધ્વી બની જવાનું નક્કી કર્યું જ હતું.

બસ, આ બાળકની નાની બહેન મારે એક વાર દેખવી હતી એટલે જ હું આ બાળકના ઘરને શોધતી શોધતી આવી હતી."

"અને લીલા... શેઠાણી બા..."

"રામલાલના પરિવારે તેને ના સ્વીકારી એટલે એના લગ્ન મેં પૂજારી નયન જોડે કરાવ્યા છે."

પરીના માથે ફરીથી હાથ મૂકીને કહ્યું કે,

"બસ બેટા, ખુશ રહે અને તારી દરેક બલા મારા પર. નસીબદાર છે તું કે તને આવો ભાઈ મળ્યો."

શિવાંશના માથે હાથ મૂકીને કહ્યું કે,

"આયુષ્યમાન ભવ:, પ્રગતિ કરતો રહેજે, બેટા."

પરેશ અને સારિકાએ કહ્યું કે,

"નસીબદાર છો તમે કે તમને આવા સરસ બે બાળકો છે, બસ હું જઈશ."

બધા તેમને પગે લાગ્યા અને સાધ્વીને જતા જોઈ રહ્યા, એ પણ ભીની આંખે.....

*********

નમસ્કાર વાચકમિત્રો,

આ નવલકથા અહીં જ પૂરી થઈ છે. આ સમાપન છે એ સમાપ્ત નથી થઈ, બસ એક જાદુઈ સફર જરૂર પૂરી થઈ છે.

તમારા મહત્ત્વના પ્રતિભાવ અને રેટિંગ્સ પણ આપશો..

મિત્તલ શાહ