દાસ્તાને બી બિલ્ડિંગ ભાગ 27
આગળનાં ભાગમાં જોયું કે સાગર પરિમલને જીવિત કરે છે અને બંને પારસ કુળનાં લોકોને મારવા કાળિકા માતાનાં મંદિરે આવાં નીકળે છે. આ બાજુ કાળિકા માતાનાં મંદિરે મૃગાંક આવે છે. હવે આગળ
" તમને જોયા હોય એવું લાગે છે? "(વિદ્યા)
"હા બૌદ્ધ મઠ કંઈ યાદ આવ્યું"(મૃગાંક)
" ના"(વિદ્યા)
"એક વાર બૌદ્ધ મઠની બહાર મળ્યા હતાં હવે કંઈક યાદ આવ્યું....... "(મૃગાંક)
"હા"(વિદ્યા)
(વિદ્યા યાદ કરતાં
એક વાર વિદ્યા બૌદ્ધ મઠમાં પોતાના સવાલનાં જવાબ માટે ગઈ હતી ત્યારે
"તારાં સવાલનાં જવાબ તને મળી જશે અહીં"(મૃગાંક)
"તમે કોણ? અને"(વિદ્યા)
"જરુરી નથી હું કોણ છું
બસ તું તારા સવાલ માટે યોગ્ય જગ્યાએ આવી છે"
"પણ તમને કંઈ રીતે ખબર પડી? "
"એ જાણવું જરૂરી નથી
સમય આવતાં તને ખબર પડશે"
"પણ....... "
"ફરી મુલાકાત થશે "
" પણ તમારું નામ? "
વિદ્યા સવાલ કરતી જ હોય છે કેમૃગાંક ત્યાથી જતો રહે છે.
વિદ્યાને આગળની વાત યાદ આવે છે.)
" સરસ્વતી"(મૃગાંક)
"મૃગાંક
તું હજી જીવંત છે"(સરસ્વતી)
" હા"(મૃગાંક)
"કંઈ રીતે? "(સરસ્વતી)
"99 વર્ષ સુધી હું તપસ્યા કરવા જતો રહયો હતો
અને આ જ વર્ષ હું તપસ્યામાથી નીકળ્યો છું"(મૃગાંક)
"99 વર્ષ સુધી"(વિદ્યા)
"હા
અને મને તપસ્યાથી ધણી જાદુઈ શક્તિ મળી છે
100 વર્ષ પુર્ણ થવાનાં હતાં એટલે હું અહીં ફરી આવ્યો"(મૃગાંક)
"મૃગાંક પારસમણિ સાગર પાસે છે. "(સરસ્વતી)
"હા મને ખબર પડી"(મૃગાંક)
"એણે પરિમલને ફરી જીવંત પણ કરી દીધો છે"(સરસ્વતી )
પરિમલ અને સાગર કાળિકા માતાનાં મંદિરે આવે છે.
"હા....... હા.......
જો હું ફરી જીવંત પણ થઈ ગયો"(પરિમલ)
"અને આ જો પારસમણિ"(સાગર)
"મેહુલ બધાંને મા કાળિકા માતાનાં મંદિરે લઇ જા"(બૌદ્ધ ગુરુ આનંદ)
સોમ, વિદ્યા અને જનક તો પહેલાથી મંદિરમાં જ હોય છે જીયા, નયન અને મહેન્દ્ર મંદિર ની અંદર આવે છે. મંદિરની બહાર મૃગાંક, સરસ્વતી અને બૌદ્ધ ગુરુ આનંદ હોય છે. પરિમલ અને સાગર મંદિરની થોડે દુર હોય છે.
" અરે સરસ્વતી તું પણ છે"(પરિમલ)
" હા દાદા (વિદ્યાને બતાવતાં)
અને એની બેહન વિદ્યા એટલે શારદા"(સાગર)
"પુરો પારસ કુળ અહીં છે? " (પરિમલ)
(મૃગાંકને જોતાં)
"પણ આ વ્યક્તિ કોણ છે?" (સાગર)
" મૃગાંક તું પણ
માનવી પડશે તમારી પ્રેમ કહાનીને એક છે ત્યાં બીજો પણ છે"(પરિમલ)
"પણ અત્યારે તું તારી ચિંતા કર"(મૃગાંક)
"આગળ પણ પારસમણિની રક્ષા કરી હતી અને આજે પણ હું કરીશ"(સરસ્વતી)
"ઓહો કંઈ રીતે"(સાગર)
"હા....... હા.......
અત્યારે જ બંને ને બંધી બનાવ્યે"(પરિમલ)
"જોઈએ કોણ જીતે છે"(સરસ્વતી)
"હા"(પરિમલ)
પરિમલ અને મૃગાંક નું યુદ્ધ ચાલુ થાય છે. સાગર પારસમણિની શક્તિથી સરસ્વતી સાથે યુદ્ધ કરે છે. પરિમલ અને મૃગાંક પાસે સરખી જ જાદુઈ શક્તિ હતી એટલે કોઈ વાર પરિમલ પાછળ ધકેલાઈ તો કોઈ વાર મૃગાંક પાછળ ધકેલાઈ એટલે બંનેમાંથી કોણ જીતે તે કેહવું મુશ્કેલ હતું.
આ બાજુ સરસ્વતી જાણતી હતી કે સાગર પાસે પારસમણિ છે એટલે તે જીતી તો ન શકે પણ સાગરને રોકી તો શકે એ માટે એણે સાગરનાં વાર પહેલાં જ વાર કરવો પડતો હતો. બૌદ્ધ ગુરુ આનંદ મંદિરની બહાર ઊભા રહી આ બધું જોઈ રહ્યા હતાં. આ બાજુ વિદ્યા મા કાળિકા નમન કરી રસ્તો બતાવા કહે છે. વિદ્યા આંખો બંધ કરે છે તો એને પારસમણિ દેખાય છે એ સમજી જાય છે કે જયાં સુધી પારસમણિ આપણી પાસે નથી ત્યાં સુધી આપણે જીત અશક્ય છે એટલે સાગર સાથે મૃગાંકે યુદ્ધ કરવું જોઈએ પણ ત્યાં સુધી પરિમલ સાથે યુદ્ધ કોણ કરે? એ વિચારે છે કે સરસ્વતી દીદીને પરિમલ સાથે યુદ્ધ કરવાનું એમતો સરસ્વતી ની શકતિ પરિમલ ની શકિતથી ઓછી હોય છે. આ એને થોડું વેહલાં મનમાં આવ્યું હતું તો સારું પણ કિસ્મત ને કંઈ અલગ જ મંજૂર હતું. વિદ્યા બૌદ્ધ સાધુ આનંદ ને આ વાત કહે છે કે પારસમણિ જયાં સુધી આપણી પાસે નથી ત્યાં સુધી આપણે જીતી ન શકયે એ માટે મૃગાંક એ સાગર સાથે યુદ્ધ કરવું જોઈએ પણ ત્યાં સુધી પરિમલ સાથે સરસ્વતીદીદી એ યુદ્ધ કરવું જોઈએ આ વાત વિદ્યા બૌદ્ધ સાધુ આનંદને કહે છે.
શું થશે હવે આગળ?
જાણવા માટે વાંચતા રહો દાસ્તાને બી બિલ્ડિંગનો આગળનો ભાગ.......