Dasta a Bulding - 22 in Gujarati Fiction Stories by Jigar Chaudhari books and stories PDF | દાસ્તાને બી બિલ્ડિંગ - 22

Featured Books
  • रहस्य - 4

    सकाळी हरी आणि सोनू गुजरात ला पोचले आणि पूढे बस ने संध्याकाळ...

  • आर्या... ( भाग १ )

    आर्या ....आर्या ही मुलगी तिच्या आई वडिलांची एकुलती एक मुलगी...

  • गया मावशी

    गया मावशी ....    दिवाळी संपत आली की तिची आठवण हमखास येते…. ...

  • वस्तीची गाडी

    वसतीची  गाडी     

       
                 जुन 78 ते  जुन 86 या  का...

  • भुलाये न बने

                  भुलाये न बने .......               १९७0/८0 चे...

Categories
Share

દાસ્તાને બી બિલ્ડિંગ - 22

દાસ્તાને બી બિલ્ડિંગ ભાગ 22

આગળનાં ભાગમાં જોયું કે દરિયાના વાતાવરણમાં અચાનક બદલાવ આવતાં બધાં ત્યાંથી નીકળી જાય છે. હવે આગળ

સોસાયટીનાં જન્મ દિવસનાં હવે બે દિવસ જ બાકી હતી. સોમ અંકલ તૈયારી કરવા માટે સોસાયટી ઑફિસમાં સવારથી જતાં રહ્યાં હતાં. એકપછી પાર્ટી સાથે વાત કરી રહયાં હતાં મંડપ વાળા, કેન્ટીન, સંગીત માટે સોમ અંકલ થોડાં વ્યસ્ત હતાં એમાં પણ સાગર આવે છે. સાગરને જોતાં સોમ તેને બેસવા કહે છે. આ બાજુ પોસ્ટરવાળા ભાઈ પોસ્ટર લઈને સોમના ઘરે આવે છે. વિદ્યા પોસ્ટર લઈને સોસાયટીની ઑફિસ તરફ આવે છે. ત્યારે જ સોમ અને સાગર વાત કરતાં હતાં.

" કાલે અંકલ કેમ આવું થયું હશે "

" ખબરની"

" બે દિવસ પછી 100 વર્ષ પુર્ણ થશે"

" હા
સવારે આઠ વાગે પુજા થશે તે એક કલાકમાં પતી જશે. સવારે એમ તો બીજું કંઈ ખાસ નથી.
સાંજે પાર્ટીની શરુંઆત થશે આઠ વાગે થશે. કેક કટ કદાચ 8:30 વાગે થશે. પછી જે લોકો જે પર્ફોર્મન્સ આપવું હોય તે અને સાથે જમવાનું પણ ચાલુ જ હશે. " જે લોકો જે પર્ફોર્મન્સ આપવું હોય તે અને સાથે જમવાનું પણ ચાલુ જ હશે. "

"પણ આપણે જવાનું છે કયારે"

" દસ વાગે"

" ઑકે"

" મારા માટે પણ આ પહેલી વાર હશે કે પારસમણિ જોઈશ"

" મારાં માટે પણ"

" અમારાં પારસ કુળનાં જ લોકો જ આ પારસમણિને મુળ સ્થાનથી લઈ શકે. બાકી કોઈ એને ત્યાંથી ખસેડી પણ ન શકે. મારા દાદાનાં પપ્પાએ એટલે મારાં પર દાદા પારસમણિ બહાર કાઢી હતી. પણ ત્યારે કંઈ અલગ જ ધટના બની હતી. "

" શું ઘટના બની હતી 100 વર્ષ પહેલાં "

" મારાં દાદા મને આ વાત કહી હતી. આ સોસાયટી પહેલાં આવી ની હતી. અહીં એનાં રીનોવેશનથી આવી બની છે. અને બી બિલ્ડિંગનો રસ્તો ખાલી અમારા લોકો જ જાણતાં અને પારસ કુળનાં ખાસ લોકો જ પણ 100 વર્ષ પહેલાં કંઈ અલગ જ બન્યું હતું. "

" શું બન્યું હતું "

" તમારા જ કુળનાં તારા પરદાદા ભાઈ પરિમલ એ દગો કર્યો હતો"

"હા કંઈ એવું જ દાદા પાસેથી સાંભળ્યું છે"

" જયદીપ મારાં પરદાદા તેની બે બેહન સરસ્વતી, શારદા હતી. જેમાં તારાં પરદાદા ભાઈ પરિમલએ વિશ્વાસખાત કર્યો હતો એણે ખોટી વાતો કરી પારસમણિ બહાર કાઢવા શારદાને કહયું હતું કે તારાં ભાઈનાં જીવ જોખમમાં છે ખાલી પારસમણિથી જ એમનાં જીવ બચી શકે છે. એણે કહયું કે હું મોટી બહેન સરસ્વતીને કહી દેમ પણ એને એ વાતને પણ ફેરવી દીધી એ તો જયદીપ સાથે જ છે અને એણે જ મને કહયું કે એને કંઈ દેજે કે પારસમણિ લઈને આવે જલ્દીથી એની પાસે કંઈ વિચારવા જેવું હતું નહીં એટલે એણે એની વાતમાં આવી પારસમણિ કાળિકા માતાનાં મંદિરથી કાઢી આપે છે. અને આ વાત સરસ્વતી ને કાને પહોંચે છે. એ એને રોકવા કાળિકા માતાનાં મંદિર એ આવે છે. પણ ત્યારે જ શારદા એને પારસમણિ આપી દે છે. "(પુનર્જન્મમાં શારદા જ વિદ્યા હતી જે વાત ખાલી બૌદ્ધ સાધુ આનંદ અને સરસ્વતી જ જાણતી હતી. સોસાયટીમાં જે સરસ્વતી છે તે જ આગળનાં જન્મમાં સરસ્વતી હતી પણ અત્યારે તે આત્મા હતી જે વાત ખાલી બૌદ્ધ સાધુ આનંદ જ જાણતાં હતાં.)

સોમ બોલતાં અટકી જાય છે.

" પછી શું થયું "

"પછી

"શારદા શારદા"

"દીદી તમે"(દુર ઊભેલી દીદીને જોય છે.)

" હા....... હા....... " પરિમલ હસે છે.

" દીદી તમે અહીં "

" પારસમણિ "સરસ્વતી પોતાની બેગમાંથી પિસ્તોલ કાઢે છે પણ એ પેહલાં જ પરિમલ પિસ્તોલ કાઢીને સરસ્વતી તરફ ગોળી છોડે છે. પણ સરસ્વતી આગળ શારદા આવી જાય છે. અને શારદા ને ગોળી વાગી જાય છે. શારદા નીચે પડી જાય છે. (વિદ્યા મનમાં બસ આવું જ મને સ્વપ્ન આવતું હતું.)

" દીદી મને માફ કરજો
પારસમણિ ખોટાં હાથમાં આવી ગઇ"

" શારદા....... શારદા......."

" દીદી તમે પારસમણિ ની રક્ષા કરો
તમે એનાં મુળ સ્થાને મુકી દો"

"હા....... " શારદા મૃત્યુ પામે છે. પરિમલ ત્યાંથી નીકળતો જ હોય છે કે સરસ્વતી તેનાં પગમાં ગોળી મારે છે. ગોળી વાગવાથી તે જમીન પર પડી જાય છે. અને પારસમણિ હાથમાંથી છુટી થોડે આગળ પડે છે. સરસ્વતી ફટાફટ પારસમણિ ઊંચકીને કાળિકા માતાનાં મંદિર એ આવે છે કેમકે પારસમણિ ને એજ દિવસે પાછી મુકી દવે પડે કેમકે 100 વર્ષ સુધી સાચવવી એ અઘરું હતું. મંદિરમાં મા કાળિકા ની મુર્તિ નીચે પથ્થર હોય છે. એ પથ્થર નાના એવો ચોરસ આકારનો હોય છે જે ચારે બાજુ ખુલતો હોય છે. સરસ્વતી એ પથ્થરમાં પારસમણિ મુકી દે છે. અને પથ્થર બંધ કરી દે છે. હવે પારસમણિ 100 વર્ષ સુધી સુરક્ષિત હતી અને એમણે તેને પારસ કુળનાં લોકો જ કાઢી શકતાં હતાં.પણ હવે ફટાફટ અહીંથી નીકળી જવું પડે ને તો દરિયાનાં મોજામાં બધા ડુબી જશે. કેમકે પારસમણિ જેવી મુકાય કે થોડા સમય પછી દરિયામાં મોજા આવે છે.
સરસ્વતી ફટાફટ શારદા પાસે આવતી જ હોય છે કે પરિમલ તેને ગોળી મારે છે ગોળી હાથમાં લાગે છે. સરસ્વતી ને જમણા જ હાથમાં ગોળી લાગે છે એટલે બંદુક પણ ચલાવી શકતિ ન હતી પણ જેમ તેમ કરી એ ડાબા હાથેથી બંદુક ચલાવે છે અને પરિમલને વાગે છે. પરિમલ પણ મૃત્યુ પામે છે. દરિયાનાં મોજા આવતાં સરસ્વતી પણ તેમાં ડુબી જાય છે.
બસ આવી ઘટના બની હતી 100 વર્ષ પહેલાં "

" હા અંકલ"

" હવે આપણે બે દિવસ પછી જ જઈશું"

" હા
ચાલો હું નીકળું "

" હા મને પણ સોસાયટીનું કામ છે. "

સાગર ત્યાથી નીકળી જાય છે. સોમ સોસાયટીના કામમાં લાગી જાય છે. વિદ્યા સંતાઈને પુરી વાત સાંભળી લે છે અને થોડી વાર પછી પપ્પાને પોસ્ટર આપી દે છે. વિદ્યા ઘરે આવીને વિચારે છે કે આ ઘટના તો 100 વર્ષ પહેલાની છે.

આ ભાગમાં 100 વર્ષ પહેલાનું રહસ્ય રજુ થયું.

બે દિવસ પછી કોઈ નવી ઘટના બનશે કે નહીં?

વિદ્યા શું પોતાના પુનર્જન્મ વિશે જાણી શકશે?

રહસ્ય જાણવા માટે વાંચતા રહો દાસ્તાને બી બિલ્ડિંગ