દાસ્તાને બી બિલ્ડિંગ ભાગ 21
આગળનાં ભાગમાં જોયું કે જનક લાઇબ્રેરીમાં પારસમણિ બુક મુકવા જતો હતો ત્યાં પહેલેથી જ સરસ્વતી બાજુનાં કબાટમાં બુક શોધી રહી હતી. વિદ્યા પણ લાઈબ્રેરી તરફ આવી રહી હતી. હવે આગળ
" શું? " થોડાં ગભરાઇયેલા અવાજે કીધું
" કુછ બાત તો બાકી નથી ને" સરસ્વતી એ કબાટમાં બુક શોધતાં કહયું
" મતલબ "( મનમાં આમને કદાચ પારસમણિ વિશે કંઈ ખબર તો નથીને
પણ એમને કંઈ રીતે ખબર પડે)
" બુક જોઈ છે? "
" કંઈ "
"અરે કીધું તો હતું
કુછ તો બાત બાકી નથી ને"
( આ લોકોની વાતો ચાલે છે ત્યારે જ વિદ્યા આવે છે પણ પાછળ ઊભી રહી શાંતિથી વાતો સાંભળે છે.)
" એ બુકનું નામ છે? "
" હા
એજ બુક હું શોધી રહી છું "
" ઑકે "( મનમાં હાશ આ તો કોઈ બુક શોધી રહી છે પણ બુકનું નામ તો જો કેવું છે)
" બુક કશે જોઈ છે? "
" ના"
" ઑકે"
" ચાલ બાય
હું નીકળું "
સરસ્વતીને બાય કહીને નીકળે છે અને બહાર નીકળવા માટે પાછળ ફરતાં તેનો સામનો વિદ્યા તરફ જાય છે. પણ હાઈ હેલો કહીને જનક ત્યાંથી નીકળી જાય છે. પછી વિદ્યા બુક શોધતી સરસ્વતી પાસે આવે છે.
" હાય સરસ્વતી "
"હાય"
" જો ને બુક જ મળતી નથી"
" હું હેલ્પ કરું "(વિદ્યા સાત નંબરનો જ કબાટ ખોલે છે કે જેમાં જનક બુક મુકીને જતો રહ્યો હતો. કબાટમાં બુક શોધતાં સંજોગ વંશ વિદ્યાને બુક મળી જાય છે એ બુક પારસમણિની બાજુમાં જ હતી. એ બુક વિદ્યા સરસ્વતીને આપે છે.)
" થાક યુ"
" એમ થાક યુ કેવું "
" નસીબ હતું કે તું આવેને આ બુક મને મળી જાય"
" ચાલ બાય"
બુક લઈને સરસ્વતી જતી રહી જાય છે પણ એને જે વિદ્યાને કહેવાનું હતું તે કંઈ દીધું. પણ વિદ્યા ને કંઈ સમજ તો ના પડી પણ સરસ્વતીએ કંઈ કીધું જે મારી સમજ બહાર હતું. વિદ્યા કબાટ બંધ કરતી જ હતી કે તેનું ધ્યાન પારસમણિ બુક પર જાય છે એમ તો બીજી બુક જેવી જ હતી પણ એનો કલર કથ્થઈ કલરનો હતો જે એણે એક દિવસ જનકનાં હાથમાં બુક જોયી હતી અને આજે જનક પણ આજ કબાટની બહાર હતો. કંઈ સમજ તો ના પડી પણ સરસ્વતીએ કંઈ કીધું જે મારી સમજ બહાર હતું. વિદ્યા કબાટ બંધ કરતી જ હતી કે તેનું ધ્યાન પારસમણિ બુક પર જાય છે એમ તો બીજી બુક જેવી જ હતી પણ એનો કલર કથ્થઈ કલરનો હતો જે એણે એક દિવસ જનકનાં હાથમાં બુક જોયી હતી અને આજે જનક પણ આજ કબાટની બહાર હતો.
વિદ્યાને લાગતું જ હતું કે આ એજ બુક જનક લઈ ગયો હશે થોડું વિચારી એ બુક ઘરે લઈ જાય છે.
🌻🌻🌻🌻🌻🌻🌻
સાંજનાં એક વાગી ગયાં હતાં. સોમ અને સાગર બી બિલ્ડિંગ પર આવી જાય છે. જનક પહેલેથી જ નીચે સંતાઈને તેમની રાહ જોતો હતો. પણ આ લોકોને નહીં ખબર હતીકે વિદ્યા પોતાના ધાબા પરથી તેમની પર નજર રાખી રહી હતી. કેમકે પારસમણિ બુકમાં એણે પણ પેલો નકશો જોયો હતો. એ નકશો એમ તો એની સમજ બહાર હતો પણ વિદ્યા એક વાર બી બિલ્ડિંગની ગુફામાં જઈ આવી હતી એટલે જે પણ હોય આ રસ્તો ગુફાનો જ છે એવું વિદ્યા માનતી હતી અને એનું માનવું પણ સાચું જ હતું.
સોમ અને સાગર બી બિલ્ડિંગ નીચેનાં સ્ટોર રુમ તરફ જાય છે એની પાછળ જનક અને એની પાછળ વિદ્યા હોય છે. સોમ અને સાગરે તો પહેલા ગુફા પાર જ કરી હતી એટલે એમાં નવાઇ જેવું કશું હતું નહીં પણ પાછળથી છુપાઇને આવતો જનક માટે આ બધું રહસ્ય જેવું હતું. વિદ્યા પણ પહેલેથી અહીં આવી ગઈ હતી એટલે એમાં નવાઇ ન હતી. ગુફા પાર કરી દરિયા કિનારે ચાલતાં એ લોકો કાળિકા માતાનાં મંદિર એ આવે છે.
" પારસમણિ તો અમારા વંશજો "
" હા મને ખબર છે અંકલ
હું પણ તમારા જ રાજયનાં સેનાપતિનો વંશજ છું "
" પણ એમ પણ હજુ ત્રણ દિવસ બાકી છે"
" પણ અંકલ પારસમણિ તો આજે જોઈ લઈએ"
"સારું"
" હા"
સાગર મંદિરની સીડી પર પગ મુકે છે. પણ ત્યારે જ વાતાવરણ બદલાઈ જાય છે. જોરજોરથી પવન ફુંકાવા લાગે છે. દરિયાનું પાણી કિનારા પર આવાજા કરતાં વધારેનું પાણી કિનારા પર લઈ આવે છે. વાતાવરણ એકદમ ગંભીર બની જાય છે. જાણે હવે જ દરિયાનું પાણી આવીની જાય તેવું બધાંને લાગતું હતું. પરિસ્થિતિ જાણી સોમ અને સાગર ફટાફટ નીકળી જાય છે. જનક પણ ધીમેથી એ લોકો ની પાછળ નીકળી જાય છે. બધાં નીકળી જાય પછી વિદ્યા પણ ત્યાથી નીકળી જાય છે. બધાં બી બિલ્ડિંગની બહાર નીકળી આવે છે. સોમ પોતાના ઘરે જતો રહે છે અને સાગર ત્યાંથી પોતાની કાર લઈને ઘરે જવા નીકળી જાય છે. જનક પણ પોતાના ઘરે જતો રહે છે. છેલ્લે વિદ્યા પોતાના ઘરે જાય છે.
રહસ્ય જાણવા માટે વાંચતા રહો દાસ્તાને બી બિલ્ડિંગનો આગળનો ભાગ.......