Dasta a Bulding - 20 in Gujarati Fiction Stories by Jigar Chaudhari books and stories PDF | દાસ્તાને બી બિલ્ડિંગ - 20

Featured Books
Categories
Share

દાસ્તાને બી બિલ્ડિંગ - 20

દાસ્તાને બી બિલ્ડિંગ ભાગ 20

આગળનાં ભાગમાં જોયું કે સોમ અને સાગર બીજા દિવસે મા કાળિકાના મંદરિ એ જશે અને આ બંનેની વાત જનકે શાંભળી. સરસ્વતી સોસાયટીનાં જન્મ દિવસને હજુ પણ ચાર દિવસ બાકી હતાં.

વિદ્યા નયનનાં ઘરે જાય છે પણ નયન પોતાની બિલ્ડિંગ ધાબા પર હતો એનાં ઘરે જતાં એની મમ્મી ભાવનાએ કહયું એટલે વિદ્યા પણ ધાબા પર જાય છે. જયાં પહેલેથી નયન અને મહેન્દ્ર વાતો કરી રહયાં હતાં.

" હાય નયન મહેન્દ્ર "(વિદ્યા)

" હાય"(નયન)

" હાય વિદ્યા "(મહેન્દ્ર)

" શું વાતો ચાલી રહી છે "(વિદ્યા)

" સોસાયટીનાં જન્મ દિવસમાં શું કરવાનું તે "(નયન)

" પણ અમે બંને ડાન્સ કરીશું "(મહેન્દ્ર)

" ઓહો તમે લોકોએ તો તૈયારી ચાલુ કરી દીધી છે"(વિદ્યા)

" હા તો કરવી જ પડેને"(મહેન્દ્ર)

" ગુડ"(વિદ્યા)

" કંઈ કામ હતું કે બસ એમજ "(નયન)

" કશું કામ ન હતું પણ....... "(વિદ્યા)

" શું? "(નયન)

" તને યાદ છે એક દિવસ તે બી બિલ્ડિંગ પર....... "(વિદ્યા)

" હા"(નયન)

" નયન તો એ કંઈ રીતે ભુલી શકે "(મહેન્દ્ર)

નયને પેલા દિવસે વાત કરતાં એ આજે એ નોર્મલ હતો બી બિલ્ડિંગની વાત કરવામાં એનાં આહભાવ તેનાં મુખ પર દેખાતાં હતાં. આથી વિદ્યા તરત જ એને સવાલ પુછે છે.

" ફરીથી તારી સાથે બી બિલ્ડિંગ પર બનેલું હતું તેની વાત ફરી શરુઆતથી જણાવ"(વિદ્યા)

" અત્યારે આમ અચાનક
કંઈ થયું કે? "(નયન)

" ના
પણ તું વાત શરૂ કરને "(વિદ્યા)

" લાગે છે વિદ્યા કોઈ હોરર કહાની લખે છે"(મહેન્દ્ર હસતાં કહે છે)

" તો જરૂર કહેવી પડશે "(નયન હાસ્ય સાથે)

" બસ મજાક હવે પતી ગયો"(વિદ્યા ગંભીર થઈને બોલે છે.)

" ઑકે"(નયન)

" તું વાત શરૂ કરને બી બિલ્ડિંગનાં ધાબા પરની"(વિદ્યા થોડાં ગુસ્સા સાથે બોલે છે)

" હા" નયન વાત શરૂ કરે છે પણ પેલા દિવસે જે કહયું હતું તે જ એણે કહયું એટલે વિદ્યા નિરાશ હતી કે અહીંથી પણ કંઈ જાણવા ની મળયું.

" બીજું કંઈ તને યાદ હોય? "(વિદ્યા)

" બસ આ જ ઘટના બની હતી "(નયન)

" ઑકે કંઈની હું નીકળું
બાય"(વિદ્યા)

"બાય"(મહેન્દ્ર)

વિદ્યા નીકળતી જ હતી કે નયનને કંઈ યાદ આવતા એ કંઈ વાત કહે છે.

" વિદ્યા
જયારે મોજાં મારી તરફ આવી રહયાં હતાં ત્યારે એક પથ્થર પાણીમાંથી નીકળી થોડી ઊંચાઈ પર જઈને સ્થિર થઈ ગયો હતો. કોઈ સફેદ ચમકતો હીરા જેવો પણ એનાથી થોડો મોટો પથ્થર હતો. બસ આટલું જ કંઈ યાદ છે. "(એ પથ્થર પારસમણિ જ હતો જેનાથી આ લોકો અજાણ હતાં) (નયન)

" ઑકે
થાક યુ"(વિદ્યા)
વિદ્યા બાય કહીને ત્યાંથી નીકળી જાય છે. આ વળી કેવો પથ્થર હશે? કોઈ કળી તો નહીં પણ સવાલોની હારમાળા જરૂર મળે છે. લાગે છે હવે જનક પરથી કંઈ જાણવું પડશે એ કંઈ બુક પેલાં દિવસે લાઈબ્રેરીમાંથી લઈ ગયો હતો. પણ આજે નહીં કાલે કેમકે ઘરે ધણું કામ છે અને પપ્પા પણ સોસાયટીનાં જન્મ દિવસમાં વ્યસ્ત છે અને મને સુદંર પોસ્ટર બનાવવા લેપટોપમાં કીધું છે એટલે આજે જલ્દીથી આ પોસ્ટર બનાવી જેમ એમ પણ હવે ચાર જ દિવસ બાકી સોસાયટીનાં જન્મ દિવસનાં એટલે ફટાફટ પોસ્ટર બનાવું પડશે.

વિદ્યા ઘરે જઈને બપોરનું ભોજન કરે છે. પછી થોડી વાર પછી લેપટોપ લઇને ફટાફટ પોસ્ટર બનાવી દે છે. વીસ પચ્ચીસ મિનિટમાં તો પોસ્ટર બનાવી દે છે. અને તેને ડેસ્કટોપ પર સેવ કરી દે છે. ડેસ્કટોપ ટોપ પર નામ વગરની એક ફાઈલ હતી વિદ્યા તે ઓપન કરે છે. પપ્પા એમ તો બધી જ ફાઈલને નામ આપે છે પછી તો? ફાઈલ ઓપન કરે છે તો તેમાં સોસાયટીનાં ચાર પાંચ બિલો હતો અને એક સ્કેચવાળો ફોટો હતો. ફોટો જોતાં એ ધણો જુનો હતો. એ ફોટો બસ હીરા જેવાં જ આકારનો હતો પણ હીરો તો ન જ કહીં શકાય. જેવું નયન ને વાત કરી પેલા પથ્થર તેની વાતને આ ફોટો મળતાં આવતો હતો. વિદ્યા ફાઇલ કોલેઝ કરી લેપટોપ બંધ કરી દે છે. પપ્પા ઘરે આવતાં વિદ્યા પોસ્ટર તો બતાવી દે છે પણ પેલા સ્કેચવાળા ફોટા વિશે કંઈ કે હતી ન હતી. વિદ્યા જે પણ રહસ્ય છે તે હું જાતે જ શોધીશ મનમાં વિચારે છે.

🌻🌻🌻🌻🌻🌻🌻

સરસ્વતી સોસાયટી જન્મ દિવસને હવે ત્રણ દિવસ બાકી હતાં.
બીજા દિવસે સવારે આજે સાંજે સોમ અંકલ અને સાગર બી બિલ્ડિંગ નીચે પારસમણિ કયાં છુપાયેલી તે જગ્યા જશે હું પણ એમની પાછળ જઇશ. લાવ આ પારસમણિ બુક લાઈબ્રેરીમાં મુકી આવું પેલાં નકશાનો ફોટો પાડી જનક એ બુક લાઈબ્રેરીમાં જાય છે. કેમકે આ બુકની હવે તેને જરૂર ન હતી. જનક લાઈબ્રેરીમાં જઈને સાત નંબરમાં કબાટ તરફ જાય છે તેને એ બુક સાત નંબરનાં કબાટમાંથી લીધી હતી. તેની બાજુનાં જ કબાટમાં (છે નંબરનો કબાટ) સરસ્વતી કોઈ બુક શોધી રહી હતી.

" કુછ બાત તો બાકી નથીને" સરસ્વતી બુક શોધતાં બોલે છે.

જનક નું ધ્યાન હતું જ નહીં કે કોણ લાઈબ્રેરીમાં છે કે નથી? કોણ બાજુમાં છે કે નથી? એને તો બસ બુક મુકી ફટાફટ નીકળવું જ હતું પણ સરસ્વતીનો અવાજ કાને પડતાં એનું ધ્યાન અચાનક બાજુમાં જાય છે. જનક સરસ્વતીનાં અવાજથી થોડો ગભરાઇ જાય છે.

🌻🌻🌻🌻🌻🌻🌻

આ બાજુ જનકને મળવા વિદ્યા ઘરે જાય છે પણ ઘરે જતાં એની મમ્મીથી ખબર પડે છે કે એ લાઈબ્રેરીમાં ગયો છે. વિદ્યા વિચારે છે નક્કી આ બુક મુકવા જ ગયો હશે બાકી કોઈ સવારના દસ વાગે લાઈબ્રેરીમાં જાય? વિદ્યા પણ ફટાફટ લાઈબ્રેરી તરફ જાય છે.

શું થશે હવે આગળ?

રહસ્ય જાણવા માટે વાંચતા રહો દાસ્તાને બી બિલ્ડિંગનો આગળનો ભાગ.......