પ્રીતિએ રિકીનાં ગાલ ઉપર એક ઝાપટ મારી અને તેનાં હાથમાંથી ગન લેવાનો પ્રયત્ન કર્યો પણ ગુસ્સે ભરાયેલા રિકીએ પ્રીતિને જોશથી ધકો મારી નીચે પાડી. એ જ દરમિયાન ક્રિતીને હોંશ આવતાં તેણે પોતાની આંખો ખોલી અને સામે પોતાની મમ્મીને નીચે પડેલ જોઇ. તે દોડવા ગઇ પરંતુ તેનું ધ્યાન પડ્યું કે બોડીગાર્ડે તેને પકડી રાખી છે. તેથી તેણે બોડીગાર્ડનાં હાથમાં બટકું ભરી પોતાની જાતને
છોડાવી અને “મમ્મી”બુમ પાડતાં પ્રીતિ તરફ ભાગી. ક્રિતી પ્રીતિ પાસે પહોંચે એ પહેલાં જ રિકીએ પોતાની ગનમાંથી ગોળી છોડી,જે નાનકડી ક્રિતીને લાગી.”
“આહ…”ક્રિતી દર્દભર્યા અવાજે પોતાની મમ્મીના ખોળામાં ફસડાઇ ગઇ. પ્રીતિ પોતાનાં ખોળામાં પડેલ ક્રિતીને જોઇ રહી. તેને ચિલ્લાવું હતું, રડવું હતું પણ અવાજ તેનાં ગળામાં જ અટવાઇ ગયો. તેને ક્રિતીને ઢંઢોળી પણ ક્રિતીએ કંઇ પણ જાતની હિલચાલ કરી નહીં.
“ક્રિતી…કહેતાં પ્રીતિ રડી પડી.”રિકીએ પ્રીતિનાં મોંને પોતાના હાથ વડે દબાવી દીધું.પ્રીતિ રિકીની પકડમાંથી છુટવા તડફડીયા મારવાં લાગી.
“છોડ, છોડ મને.”પ્રીતિએ પોતાનાં મોં પરથી રિકીનો હાથ હટાવતાં કહ્યું. રિકીએ પ્રીતિનો હાથ મજબૂતાઇથી પકડી લીધો અને બોડીગાર્ડને કહ્યું, “ચોકીદારને બોલાવી લવ.”
રિકીએ પ્રીતિને પોતાની તરફ ફેરવી અને કહ્યું, “તને બહું શોખ હતોને તારા સપનાંનાં ઘરનો,જ્યાં તું ભાઇ અને ક્રિતી સાથે સમય પસાર કરવાં માંગતી હતી.ચાલ, તારી આ ઇચ્છા પર પણ હું આજે પાણી ફેરવી દવ.”
ત્યાં જ બોડીગાર્ડ ચોકીદાર નટુને લઇને અંદર આવ્યો.
“નટુ, ક્રિતીને આ જ ઘરનાં ગાર્ડનમાં ડાટી દે અને મારાં બહાદુર બોડીગાર્ડ તું, ક્રિતીને ગાર્ડન સુધી પહોંચાડી અહીં પાછો આવ.”રિકીએ ક્રુરતાંથી કહ્યું.
પ્રીતિએ નટુકાકા સામે આશાભરી નજરે જોયુંઅને તેઓની સામે કરગરી, “નટુકાકા, તમે તો ક્રિતીને પોતાની પૌત્રીસમાન માનતાં હતાં ને. તો આજે તમારી એ માસુમ પૌત્રીને તમારી જરૂર છે. પ્લીઝ તેને હોસ્પિટલ લઇ જાવ.”
મજબુર નટુકાકાએ પ્રીતિ સામે હાથ જોડી માફી માંગી.
“અરે એક નિર્જીવ શરીરને હોસ્પિટલ લઇ જવાથી શું ફર્ક પડવાનો છે?અને બહાદુર તું શું ઉભો છે?ફટાફટ ક્રિતીને ગાર્ડનમાં મુકી પાછો આવ.”રિકીએ કહ્યું.
બહાદુરે ક્રિતીનું બાવડું પકડ્યું અને તેને પોતાના એક હાથ વડે ઘસડીને ગાર્ડનમાં મુકી આવ્યો.નિસહાય પ્રીતિ ઘૃણાથી નિર્દય બહાદુર સામે જોઇ રહી.
“ચાલો, એકને તો કાર એકસિડેન્ટમાં મરાવી નાંખ્યો, બીજીને ગોળી મારી વિચારું છું કે હવે તને શું ચોઇસ આપું?”રિકી નફ્ફટાઇથી બોલ્યો.
પ્રીતિએ રિકીનાં બંને ગાલ પર જોશજોશથી ચાર-પાંચ થપ્પડ મારી દીધી અને તેનો કોલર પકડીને પુછ્યું, “કેમ?કેમ?અમે શું બગાડ્યું હતું તારું કે તે આ બધું કર્યું?”
પ્રીતિ ભાંગીને નીચે બેસી પડી અને રડવાં લાગી. રિકીએ તેનું ગળું પકડી તેને ઉભી કરી.પ્રીતિમાં હવે પોતાનો બચાવ કરવાની શક્તિ રહી નહતી. રિકીએ તેનાં ગળા ફરતે વિટાયેલાં પોતાના હાથોની પકડ ધીરે ધીરે મજબૂત કરતો ગયો અને પ્રીતિએ હંમેશા માટે પોતાની આંખો બંધ કરી દીધી.
“બહાદુર, તારાં કમ્પ્યુટરમાં પ્રીતિનાં ફોનની કોલ હિસ્ટ્રી ચેક કર.”રિકીએ કહ્યું.
“બોસ, આપડે બે દિવસ પહેલાં જ નેટવર્ક જામર ફિટ કરી દીધું હતું એટલે બે દિવસથી કોઇનો ફોન નથી અને આપણે જે હમણાં થોડી વાર પહેલાં નેટવર્ક જામર હટાવી ફોન લગાડ્યો હતો એ સમય દરમિયાન પણ બીજા કોઇનો ફોન નથી. તમે બીજા નંબરથી ફોન કર્યો હતો એટલે કઇ ટેંશન તો નથી પણ તોયે હું સેફટી માટે એ હિસ્ટ્રી પણ પરમીનેન્ટલી કાઢી નાખું છું. એ સિવાય આપણે જે પ્રીતિનો ફોન હેક કરી તમારાં મમ્મી અને પ્રીતિનાં ભાઇને જે “નેટવર્ક પ્રોબ્લેમ છે તેથી વાત નહીં થાય” એવાં મેસેજ મોકલ્યાં હતાં એ રહેવાં દઉં છું.”બહાદુરે કહ્યું.
“ઓકે ગુડ. એક કામ કર કિચનમાંથી એક ધારદાર ચાકુ લઇ આવ.”રિકીએ કહ્યું.
બહાદુર કિચનમાંથી ચાકુ લઇ આવ્યો અને રિકીને આપ્યું. રિકીએ એ ચાકા વડે પ્રીતિનાં હાથની નસ કાપી નાખી અને બહાદુરને કહ્યું, “પ્રીતિનાં ગળાને તેની ચૂંદડી વડે ઢાંકી દે અને પછી તેનો હાથ દેખાય એ રીતે ફોટો પાડી લે. આપણે ક્રિતીને જમીનમાં ડાતી દીધી અને પ્રીતિની લાશને પણ ગાયબ કરી દઇશું.તેથી પપ્પા જરૂર પ્રશ્નો પુછશે. એટલે આ ફોટા બતાડી હું કહી દઇશ કે પ્રીતિએ ક્રિતી સાથે કિરણની મોતનાં ગમમાં બે દિવસ પહેલાં જ સુસાઇડ કરી લીધું છે અને ડૉક્ટરે કહ્યું કે હવે તેમની બોડી રખાય એવી પરિસ્થિતિમાં નથી એટલે મેં તાત્કાલિક તેમનાં અગ્નિસંસ્કાર કરી નાખ્યા.”
“ઓકે બોસ.”
.....
ક્રમશઃ