(અગાઉ આપડે જોયું કે રામુ ને કૃપા અને કાના ના કાળા કામ ની જાણ થઈ ગઈ. કૃપા એ ગનીભાઈ ને બીજા જ દિવસે મળવા નું ગોઠવ્યું,જે બાબતે કાનો ઉગ્ર થઈ જાય છે.હવે આગળ...)
કૃપા અને કાનો ગનીભાઈએ કિધેલા અડ્રેસ પર પહોંચી ગયા,એ એક ખૂબ જ વિશાળ અને ભવ્ય હોટેલ હતી.કૃપા અને કાનો જેવા ત્યાં પહોંચ્યા એ સાથે જ ગનીભાઈ ના બે માણસો તેમને લેવા આવ્યા.અને હોટેલ ના એક સુંદર મજાના ખૂણા ના ટેબલ પર લઈ ગયા.કૃપા પોતાની સાથે એક નાની એવી બેગ પણ લાવી હતી.તે બંને એ જોયું કે હોટેલ નો આ ખૂણો ખૂબ જ સુંદર અને શાંત હતો.એક તરફ કાંચ નો મોટો દરવાજો હતો.જેમાંથી બહાર ની તરફ આવેલો ગાર્ડન અને સ્વિમિંગ પુલ દેખાતા હતા.બીજી તરફ
હોટેલ ની અંદર નો ભાગ આવતો.
ગનીભાઈ આજે કૃપા ના આ નવા રૂપથી અભિભૂત થઈ ગયો હતો.તેની નજર કૃપા પરથી હટતી જ નહતી,જે કાના ના ધ્યાન માં આવી ગયું.બીજી તરફ ગનીભાઈ આજે પોતાના મનની વાત કહેવા તત્પર હતો,એમા પણ કૃપા નું આમ તૈયાર થઈને આવવું તેને વધુ બેચેન બનાવી ગયું.
કૃપા ની મનમાં આજ કઈક અલગ રંધાય રહ્યું હતું.અને આજે પણ તેને જ વાત ની શરૂઆત કરી.
માફ કરજો મુંબઇ ના રાજા ને આજે અત્યાર માં જ બોલાવ્યા.પણ તમારી ઈચ્છા હતી મળવાની એટલે ના કેમ કહેવાય!કૃપા એ પોતાનો દાવ માંડ્યો.
આપનો આભાર કૃપા જી !ગનિભાઈ તો મનોમન રાજી થઈ ગયો.
બોલો શુ કામ હતું?આપનું કોઈ કામ અંજામ આપી શકું પછી તો કોણ જાણે ક્યારે મળીએ!કે પછી ના પણ મળી શકાય.કૃપા એ એક ધીમો નિસાસો નાખી ને કહ્યું.
કેમ ?કેમ ના મળી શકાય ?તમે ક્યાંય જવાના છો?ગનીભાઈ ના આંખ અને ઉત્તર માં એક ઉત્પાત મચી ગયો.
હા,રામુ મારા અને મારા આ ભાઈ ના સંબંધ ને શંકા થી જોવે છે,અને અમારા કામ વિશે પણ એને ખબર પડી ગઈ છે,એટલે હવે એ એમને જીવતા નહિ છોડે.તો અહીંથી નીકળી જવું જ ઉત્તમ છે.એટલે જ તમને અત્યારે હેરાન કર્યા.કૃપા એ એકદમ ઠંડા કલેજે ખોટું બોલ્યું.
કાનો ઘડીક કૃપા ને અને ઘડીક ગનીભાઈ ને બોલતા સાંભળી રહ્યો.તેને સમજાયું નહીં આ શું ચાલી રહ્યું છે.
એટલે તે મૂક સાક્ષી બની બધું જોતો રહ્યો.
અરે મજાલ છે,મારા રહેતા તમને કોઈ હાથ પણ અડાળે? તો તો આ ગનીભાઈ ની આબરૂ લાજે!આજથી તમે મારા ગનીભાઈ ઉત્સાહ માં બોલી ગયા .
ત્યાં જ કૃપા એ તેમની સામે જોયું એટલે એને પોતાની વાત ફેરવી તોળી .
એટલે મારા મહેમાન .હું જોવ છું કોણ તમને હેરાન કરે છે.ગનીભાઈ એ મૂછે તાવ દેતા કહ્યું.
આપનો ખુબ ખુબ આભાર પણ હું આપને હેરાન કરવા નથી માંગતી તો અમે ક્યાંક દૂર ચાલ્યા જઈશું.કૃપા એ આ વખતે ખૂબ જ નરમાશ થી કહ્યું.
ના કૃપાજી હવે તમે મને ના શરમાવો,તમને ખબર નથી આ ગની નું સામ્રાજ્ય કેવડું છે,જોવે છું કોણ તમને હાથ અડાળે છે,ચાલો હું તમારી રહેવાની બધી વ્યવસ્થા કરી દઉં.આમ કહી ગનીભાઈ એ કોઈ ને ફોન કર્યો.
અત્યારે જ બે માણસ ને રહેવાની વ્યવસ્થા કરવી છે,તો આપડું ફાર્મહાઉસ તૈયાર કરી રાખ.અને ગનીભાઈ એ ફોન મૂકી બધા માટે નાસ્તા નો ઓર્ડર આપ્યો.
કૃપા મન માં હસતી હતી,અને કાનો મુંજાતો હતો.
આ બાજુ રામુ જ્યારે જાગ્યો તો તેને જોયું કે કૃપા ઘરમાં કે આસપાસ માં ક્યાંય નથી.તે ભાગી ને કાના ના ઘરે પહોંચ્યો,ત્યાં પણ કોઈ નહતું.તેને ખૂબ જ ગુસ્સો આવતો હતો.તે પાછો ઘરે પહોંચ્યો.ત્યાં તેનું ધ્યાન પડ્યું એક ચિઠ્ઠી ત્યાં પડી હતી.રામુ એ તે ઉપાડી ને ખોલી ને જોયું તો...
" રામુ હું જાવ છું.તારાથી બી ને કે ભાગી ને નહિ,પણ તને મારી કદર નથી.અને હવે મને પણ તારી જરૂર નથી. તારો ખૂબ ખૂબ આભાર કે તે મને ઘણા પૈસા કમાઈ ને આપ્યા છે,એ બધા હું સાથે લેતી જાવ છું.તું ટી છે જ સ્માર્ટ બીજા કમાઈ લઇશ.અને હા મને ગોતવાની કોશિશ ના કરતો એવું હું નહીં કહું,કેમ કે તે મને ઘણી મદદ કરી છે,તો હું તને સીધું જ કહી દઉ હું ગનીભાઈ સાથે છું. હિંમત હોઈ તો આવજે !"
તારી બરબાદી નું કારણ કૃપા....
( કૃપા ની આગલી ચાલ શુ હશે?અને શું રામુ ગનીભાઈ ને ત્યાં કૃપા ને મળવા જશે!કૃપા એ કેમ પહેલેથી જ રામુ ને પોતે ગનીભાઈ ને ત્યાં છે એવું કહી રાખ્યું?જોઈશું આવતા અંક માં...)
આરતી ગેરીયા.....