journy to different love... - 32 in Gujarati Fiction Stories by Dimple suba books and stories PDF | સફર-એક અનોખા પ્રેમની... - 32

Featured Books
  • ભાગવત રહસ્ય - 107

    ભાગવત રહસ્ય-૧૦૭   જ્ઞાની પુરુષો –પરમાત્માના રૂપમાં એવા મળી જ...

  • ખજાનો - 74

    " તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખ...

  • મૂર્તિનું રૂપાંતર

    મૂર્તિનું રૂપાંતર ગામની બહાર, એક પથ્થરોની ખાણ હતી. વર્ષો સુધ...

  • ભીતરમન - 53

    મેં ખૂબ જ ઉત્સાહ સાથે કાગળ ખોલી વાંચવાનું શરૂ કર્યું,"પ્રિય...

  • ગામડાં ની ગરિમા

    ગામના પાદરે ઉભો એક વયોવૃદ્ધ વડલો તેના સાથી મિત્ર લીમડા સાથે...

Categories
Share

સફર-એક અનોખા પ્રેમની... - 32

અભિજીત ભાઈ સાથે રીતેશભાઈને ફોન પર વાતચીત થઇ હતી, તે રાત્રે રીતેશભાઈ નીયાના રૂમ માં ગયા. નીયા રીતેશભાઈને જોઈને બોલી, "પપ્પા તમે અત્યારે ?શું થયું ?તમારે અહીં ઉપર ધક્કો ખાવાની શી જરૂર હતી ? મને બોલાવી હોત તો હું આવી જાત ને ....."

"હવે, બસ....બસ...એકસાથે આટલા સવાલ ?! મારે તારુ જરૂરી કામ હતું એટલે હું જ આવી ગયો." રીતેશભાઈ રૂમમાં પ્રવેશતા બોલ્યા.

નીયા હસતાં-હસતાં બોલી, "સોરી....સોરી..
બેસો. "

રીતેશભાઈ રૂમમાં લેપટોપ, બોલપેનો,ફાઈલો, વગેરે જેવી વસ્તુઓને અસ્ત-વ્યસ્ત પડેલ જોઈને હસીને બોલ્યા, "આમાં ક્યાં બેસું ?"

"ઓહ, સોરી એ તો હું એક પ્રોજેક્ટ પર કામ કરતી હતીને એટલે....." આટલું બોલી નીયા બધું સરખું કરવા જતી હતી ત્યાં રીતેશભાઈ તેને અટકાવતા, બોલ્યા , "રહેવા દે, આપણે અહીંયા નથી બેસવું. મારી ભેગી ચાલ."

આટલું કહી તે નીયાનો હાથ પકડી તેને ટેરેસ પર લઈ ગયા. રીતેશભાઈ ત્યાં પાળી પર બેઠા. આ જોઈ નીયા બોલી, "પપ્પા આ શું કરો છો ? અહીંયા આવડા મોટા સોફા ખાલી ડેકોરેશન માટે મૂક્યા છે ? જલ્દીથી અહીં આવી જાવ, ત્યાં પડી જશો તો?"

"અરે એમ કાંઈ પડાતું હશે? અને તું અહીં એકવાર બેસીને તો જો સોફા કરતાં વધુ મજા આવશે." રીતેશભાઈ બોલ્યા. નીયા રીતેશભાઈની બાજુમાં બેઠી. શરૂઆતમાં તો તેને નીચું જોઈને બીક લાગી પણ પછી થોડીવારમાં તેનો ડર ઠંડી હવાની લહેરખી સાથે ઉડી ગયો.....


નીયા ઠંડી હવાનો અનુભવ કરી રહી હતી. રીતેશભાઈ ઉપર આકાશમાં રહેલા તારાઓ જોતા બોલ્યા, "હું, અભિજીત અને રાહુલ ત્રણેય જ્યારે હોસ્ટેલમાં એકસાથે રહેતાને ત્યારે આમ જ ટેરેસની પાળી પર કલાકો સુધી બેસતા અને પોતાનું કામ કરતા અને પછી વાતો કરતા."

"વાઉવ, આવી રીતે ફ્રેન્ડ ભેગી બેસવાની તો ખૂબ મજા આવે." નીયા સ્મિત સાથે બોલી.

"હા, બહુજ મજા આવે." રીતેશભાઈ નીયા સામું જોઈને સ્મિત સાથે બોલ્યા.

ત્યાં તેમનો નોકર ટ્રે લઈને આવ્યો. નીયાએ જોયું તો તેમાં આઇસ્ક્રીમ હતું. રીતેશભાઈ ટ્રેમાંથી એક કોન લઇ અને નીયાને આપતા બોલ્યા, "લે, તારો ઓલટાઈમ ફેવરીટ ચોકલેટ કોન " અને પોતાનો આઈસક્રીમનો કપ લેતા બોલ્યા, "આ મારો ફેવરિટ સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ."

"આટલી ઠંડીમાં પણ આઈસક્રીમ ?!" નીયા બોલી.

"લે એમાં શું ? ખા ને હવે." રીતેશભાઈ ખોટો ગુસ્સો દેખાડતા બોલ્યા.

બન્ને આઇસ્ક્રીમ ખાતા હતા ત્યા રીતેશભાઈ ધીમેથી બોલ્યા, "નીયા, મારે તને એક જરૂરી વાત કરવી છે."

"હા બોલો ને."નીયા આઈસક્રીમ ખાતા-ખાતા જ બોલી.

"તે અને આલોકે એક-બીજા સાથે ઘણા સમય વિતાવ્યો છે, અમે બધાએ તેમજ અભિજિત અને હેતવીબહેને એવો વિચાર કર્યો છે કે તમે બંને લગ્ન... કરી...લો..તો...?!" રીતેશભાઈએ ડરતા-ડરતા પોતાનું છેલ્લું વાક્ય પૂર્ણ કર્યું.

નીયા કંઈ બોલી નહીં અને તેણે પોતાનું ધ્યાન આઇસ્ક્રીમ ખાવામાં જ રાખ્યુ. એટલે રીતેશભાઈ એ પોતાની વાત ચાલુ રાખી, "જો બેટા, આલોકને તો તું બાળપણથી જ ઓળખે છે. તે તો પોતાનું બાળપણ ક્યારનો ભૂલી ગયો છે. પણ તને તો યાદ છે ને ? આલોક અને તારુ એક થવું તમારા બંન્નેના નસીબમાં જ હશે ને ? તો જ તને આટલા વર્ષો બાદ આલોક પાછો મળ્યો, અને આલોકને પણ તું તેના લાઈફ પાર્ટનર તરીકે પસંદ છે. તેની તો હા જ છે. બસ તારા નિર્ણયની રાહ જોવાય છે."

નીયાનો કોન પૂરો થઈ ગયો. તેણે ટીસ્યુથી પોતાના હાથ અને મોં લુંછ્યા પછી તે રીતેશભાઈ સામું જોતા બોલી, "પપ્પા, હું આલોકને ફક્ત મારો બેસ્ટ ફ્રેન્ડ માનું છું અને મને પણ એમ જ હતું કે તે પણ મને એની બેસ્ટ ફ્રેન્ડ જ માને છે. અને વાત રહી લગ્નની તો મારે લગ્ન જ નથી કરવા."

રીતેશભાઈ બોલ્યા, "બેટા, બેસ્ટ ફ્રેન્ડ છો તો શું થઈ ગયું ? લગ્ન ના કરી શકો ? જો બેટા, તું શા માટે લગ્ન કરવાની ના પાડે છે એ મને ખબર છે પણ તારે વિરાજને તો ભૂલવો જ પડશે અને આલોક તો તારા બાળપણનો ફ્રેન્ડ છે ને ? તું તો તેને પ્રેમ કરતી હતી ને ?"
"પપ્પા, હું આલોક સાથે વાત કરું છું ત્યારે તેમાં મને મારો પહેલાનો આલોક દેખાતો નથી, જેને હું પ્રેમ કરતી હતી. એટલે જ કદાચ અમે પહેલા કરતા એક-બીજાથી ઘણા દૂર થઈ ગયા છીએ." નીયા આકાશ તરફ જોતાં બોલી.

"બેટા, પહેલી વાત એ કે આલોકની યાદશક્તિ ચાલી ગઈ છે એટલે કદાચ તેના વ્યવહારમાં ફરક પડ્યો હોય પણ એ દિવસે સારો વ્યક્તિ જ છે અને સ્વભાવથી પણ. અને બીજું એ કે વિરાજના દિલ તોડવાને કારણે શું તું આખું જીવન એકલી જ જીવીશ ? હા, વિરાજે તારો વિશ્વાસ અને પ્રેમ તોડ્યા છે પણ એનો મતલબ એ તો નથી ને કે બધા એક સરખા જ હોય ? તેને કારણે તું કોઈ છોકરા પર વિશ્વાસ નહીં મૂકીશ ? તેને કારણે તું પોતાને સજા શું કામ દે છે ? જો નીયુ, હવે તારે તારું ભવિષ્ય નક્કી કરવાનું છે. લગ્ન વીના એકલતાવાળું ભવિષ્ય કે પછી પોતાના બાળપણનો મિત્ર કે જે તને પ્રેમ કરે છે તેની સાથે લગ્ન કરીને ખુશીઓવાળું ભવિષ્ય." રીતેશભાઈ નીયાનો હાથ પકડતા બોલ્યા.

નીયાની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. રીતેશભાઈએ આ જોયું એટલે તેઓ પોતાના હાથથી એની આંખોમાંથી નીકળતા આંસુ લુછતા બોલ્યા, " હેય, મારી બહાદુર પ્રિન્સેસ કોઈ દિવસ રડે ??"

નીયા, "પપ્પા" એટલું જ બોલી શકી અને તે રીતેશભાઈને વળગી પડી. રીતેશભાઈએ નીયાની પીઠ પર હાથ ફેરવીને તેને શાંત પાડી. થોડીવારે પોતાના આંસુ લૂછતાં તે બોલી, "પપ્પા મારો નિર્ણય પણ તે લોકોને જણાવી દો કે મારી પણ હા છે."
રીતેશભાઈ ખુશ થતા બોલ્યા, "હું કાલ સવારે જ અભિજીત સાથે ફોન પર વાત-ચિત કરી લઇશ."
થોડીક બીજી વાતો કરી, હસી-મજાક કરતા બન્ને બાપ-દીકરી નીચે ઉતર્યા. નીયાનો મૂડ હવે સારો થઈ ગયો હતો. રીતેશભાઈ તેને તેના રૂમમાં સુવડાવી અને નીચે ગયા. ત્યાં હોલમાં પરિવારના બધા લોકો બેઠા હતા. બધાં નીયાનો નિર્ણય જાણવા ઉત્સુક હતા. રીતેશભાઈ જેવા નીચે ઉતર્યા તેવા બધા તેની પાસે આવી ગયા. બધા રીતેશભાઈ સામું જોવા લાગ્યા. રીતેશભાઈ સોફા પર બેઠા અને તેમણે ઈશારો કરી બધાને ત્યાં બેસવાનું કહ્યું. પહેલા તો તેમણે ઉતરેલું મોં રાખ્યુ એટલે રીમાબહેન બોલ્યા, "શું થયું ? નીયાએ હા પાડી કે ના ?"

રીતેશભાઈ પહેલા તો નિરાશાના ભાવ સાથે એટલું જ બોલ્યા, "નીયાએ...." પછી ખુશ થતા બોલ્યા, " હા પાડી છે." બધા આ વાત સાંભળી ખુશ થઈ ગયા. રીમાબહેને બધાનું મોં મીઠું કરાવ્યું.

રીમાબહેન ખુશ થતા બોલ્યા,"નીયુ ક્યાં છે ?"

રીતેશભાઈ ગંભીરતાપૂર્વક બોલ્યા, "એ સુઈ ગઈ છે અને કાલે સવારે પણ તે ઉઠે એટલે બધા તેને દુઃખ લાગે તેવી વાત નહીં કરતા અને ખાસ કરીને મેહુલ અને પ્રિયા તમે બન્ને તેને ચીડવતા નહીં. હું શું કહેવા માગું છું તમે સમજી ગયા ને ? વિરાજને કારણે તે આલકો સાથે લગ્ન કરવામાં ડરતી હતી પણ મેં સમજાવી એટલે સમજી ગઈ. પણ તમે ધ્યાન રાખજો."

"યસ, પપ્પા અમે બધું ધ્યાન રાખીશું." પ્રીયા અને મેહુલ બોલ્યા.

પ્રિયા, રિતેશભાઈ અને રીમાબહેન સગાઈની, શોપીંગની, લગ્નની વગેરેની વાતોમાં મંડી પડ્યા. પણ મેહુલ સાવ ચૂપ હતો. તે સોફા પર બેસી કંઈક વિચાર કરી રહ્યો હતો. પ્રીયાનું ધ્યાન તે તરફ ગયું એટલે તે બોલી, "મેહુલ, શું થયું છે ? કેમ ચૂપ-ચાપ બેઠો છે ?"
મેહુલ નીચે જમીન તરફ જોતા બોલ્યો, "આપણે વિરાટ સાથે દગો કરીએ છીએ એવું નથી લાગતું તમને ?"

"આપણે શું દગો કર્યો છે તેમાં ?" રીમાબહેન આશ્ચર્ય સાથે બોલ્યા.

"આપણે તેને એમ કીધું હતું કે નીયાને મનાવવામાં આપણે તેને સાથ આપીશું પણ..."મેહુલ ઉતરેલા મોંએ બોલ્યો.

"મેહુલ તે પછી તો તેણે જ આપણને કહ્યું હતું ને કે નીયા સમક્ષ આવવાની હવે તેને હિંમત નથી થતી." પ્રિયા મેહુલ ને સમજાવતા બોલી.

"હા મેહુલ પ્રિયાની વાત સાચી છે અને જો તેને નીયાને મનાવવી હોત તો ક્યારની મનાવી લીધી હોત પણ તેના કહેવા મુજબ તેની નીયા સામે આવવાની હિંમત નથી થતી. અને એ વાતને કેટલો સમય થઈ ગયો છે! હમણાં બે-ત્રણ મહિનામાં તે વાતને વર્ષ થઈ જશે. તો પછી શું નીયા પોતાનું આખું જીવન એકલી જ રહે ?" રીતેશભાઈ બોલ્યો.

"હા પપ્પા, તમારી વાત સાચી છે. આપણે બધું બરાબર જ કરીએ છીએ. ક્યાં સુધી નીયુ એકલી જ રહેશે ?" મેહુલ રીતેશભાઈ સામું જોતા બોલ્યો.

"ચાલો હવે એ વાતને મુકો અને હું શું કહું છું તમને કે આપણે નીયા-આલોકની સગાઈ અને લગ્નનું મુહૂર્ત કાઢવા માટે કાલે જ પંડિતજીને બોલાવી લઈએ તો ?" રીમાબહેને રિતેશભાઈને પૂછ્યું.

"હા એ બરોબર છે. એમજ કરીએ અને હું તો કહું છું પપ્પા કે,જો રાહુલ અંકલ અને અવિનાશનો પરિવાર હા પાડે તો નીયા-આલોકની સગાઈ સાથે જ અનન્યા અવિનાશની સગાઈ કરી નાખીએ તો ?" પ્રિયા પોતાનો સુઝાવ સહુ સમક્ષ મૂકતા બોલી.

"વાહ..પ્રિયા બેટા, ગુડ આઇડિયા, હું કાલ જ અભિજિત અને રાહુલ બન્ને સાથે વાત કરી લઉં અને પછી પંડિતજી સાથે પણ વાત કરી લઈશ અને અત્યારે બહુ લેટ થઈ ગયું છે એટલે સુઈ જાવ બધા. ચાલો ગુડ નાઈટ...."રીતેશભાઈ બોલ્યા અને બધા સૂઈ ગયા.

બીજા દિવસે સવારે સુરજદાદાએ જેવા દર્શન દીધા કે રીતેશભાઈએ અભિજીતભાઇને ફોન કર્યો, અભિજીતભાઈએ ફોન ઉપાડ્યો એટલે રીતેશભાઈ મજાક કરતા બોલ્યા, "હેલ્લો, અભિજીત જાગી ગયો હતો ને કે મારા ફોને જગાડ્યો ?"

અભિજીતભાઈ સામે મજા કરતા બોલ્યા, "ના હું જાગ્યો ન હતો. તારા ફોને જ મને જગાડ્યો. બોલ શું કામ હતું ?"
રીતેશભાઈ બોલ્યા, "નીયાએ તેના તરફથી હા કહી છે."

"અરે વાહ! એ તો સારી વાત કહેવાય. વધાવ્યા." અભિજીતભાઈ ખુશ થતા બોલ્યા.

"હા, તો અમે વિચાર્યું છે કે આજેજ પંડિતજી પાસે સગાઇ અને લગ્નનું મુહર્ત પણ જોવડાવી લઈએ. તારું શું કહેવું છે ?" રીતેશભાઈ પણ ખુશ થતા બોલ્યા.

"હા, બરોબર. બહુ સરસ સરસ વિચાર."અભિજીત ભાઈ રીતેશભાઈની વાત માં હામી પુરાવતા બોલ્યા.

"ઓક્કે, તો હું પંડિતજીને ફોન કરીને સમય પૂછી તને મેસેજ કરી દઉં છું, તે સમયે તમે લોકો અમારા ઘરે આવી જજો. અહીં ચા-નાસ્તાનો પ્રોગ્રામ ગોઠવી દઈશું." રીતેશભાઈએ કહ્યું.

"ઓક્કે."અભિજીતભાઈ બોલ્યા.

"હા તને એક વાત તો કહેવાની રહી ગઈ. અમે એવું પણ વિચાર્યું છે કે જો રાહુલ અને અવિનાશના પરિવારની હા હોય તો નીયા અને આલોકની સાથે- સાથે અનન્યા અને અવિનાશની સગાઈ અને લગ્નનું મુહર્ત પણ કઢાવી લઈએ." રીતેશભાઈને પ્રિયાએ કહેલી વાત યાદ આવતા તે બોલ્યા.

"હા એ તો વધારે સારું. પૂછીજ લે. ચાલ ફોન મુકું છું, જય શ્રી કૃષ્ણ." અભિજીતભાઈ બોલ્યા.

રીતેશભાઈએ કહ્યું, "જય શ્રી કૃષ્ણ"
પછી તેમણે રાહુલભાઈને ફોન કર્યો, તેમણે રાહુલ ભાઈ ને પૂછ્યું, "હેલ્લો, રાહુલ તું હોસ્પિટલ માટે નીકળી ગયો છે ? કે હજુ ઘરે જ છે ?"
રાહુલભાઈએ જવાબ આપ્યો, "ના, હજુ સુધી ઘરે જ છુ. કેમ કંઈ કામ હતું ?"

"હા, મારે તને થોડી જરૂરી વાત કરવી હતી." રીતેશભાઈ ગંભીરતાપૂર્વક બોલ્યા.

"હા બોલને." રાહુલભાઈએ કહ્યું.

"અમે લોકો આલોક અને નીયાના લગ્ન કરાવવા ઇચ્છીએ છીએ. આલોક તેમજ નીયાની હા છે." રીતેશભાઈ બોલ્યા.

"વાહ...અભિનંદન..."રાહુલભાઈ ખુશ થતા બોલ્યા.

"આભાર. તો એટલે અમે આજે પંડિતજીને તેમની સગાઇ અને લગ્ન મુહૂર્ત કઢાવવા માટે બોલીએ છીએ તો અમે એમ વિચાર્યું કે જો તારી અને અવિનાશના પરિવારની સંમતિ હોય તો આપણે અનન્યા અને અવિનાશની સગાઈ અને લગ્નનું મુહર્ત પણ કઢાવી લઈએ." રીતેશભાઈએ રાહુલભાઈ સમક્ષ પોતાનો વિચાર રજૂ કર્યો.

"મારા તરફથી તો હા જ સમજીલેને. હું હમણાં અવિનાશના પરિવારને પૂછી લઉં છું. ત્યાં સુધીમાં તું પણ પંડિતજીને ફોન કરીને તેમના આવવાનો સમય પૂછી લે." રાહુલભાઈએ રીતેશભાઈના વિચારને સહર્ષ સ્વીકારતા કહ્યું.

રીતેશભાઈએ પંડીતજીને ફોન કર્યો. પંડીતજીએ સવારના દસ વાગ્યાનો સમય આપ્યો. રીતેશભાઈએ અભિજીતભાઈને મેસેજ કરીને જાણ કરી દીધી, અને ત્યાંજ રાહુલભાઈનો ફોન આવ્યો.

રાહુલભાઈ ખુશી ભર્યા અવાજે બોલ્યા, "રિતેશ, મેં અવિનાશના પરિવારજનો સાથે વાત કરી. તો તેમણે કહ્યું કે આપણે મુહૂર્ત જોવડાવી લઈએ. તે લોકો દિલ્હી રહેતા હોવાથી સગાઈના થોડા દિવસો અગાઉ આવી જશે."

"અરે વાહ સારું. મેં પંડીતજી સાથે વાત કરી લીધી છે. તેમણે દસ વાગ્યાનો સમય આપ્યો છે એટલે તું, અનન્યા અને અવિનાશ ત્રણેય અહીંયા અમારા ઘરે દસ વાગે આવી જજો અભિજિત અને તે લોકો પણ અહીં આવશે." રીતેશભાઈ રાહુલભાઈને બધુ સમજાવતા બોલ્યા.

"હા મારા ભાઈ હા. અમે પહોંચી જઈશું. જયશ્રીકૃષ્ણ." રાહુલભાઈ હસીને બોલ્યા.

રિતેશ ભાઈ સામે હસીને બોલ્યા, "જય શ્રી કૃષ્ણ."

રીમાબહેન અને પ્રિયા રસોડામાં નાસ્તો બનાવવા લાગ્યા. મેહુલ પોતાના કામમાં પરોવાઇ ગયો અને રીતેશભાઈ નીયાને ઉઠાડી અને તેને પણ પંડિતજી અવવાના છે તેમજ અનન્યા અને આલોકને તે લોકો આવવાના છે તે વિશે જણાવ્યુ. પછી પોતે પણ પોતાના બીજા કામમાં લાગી ગયા. નીયા તૈયાર થવા લાગી.

શું થશે આગળ ? મુહૂર્ત નીકળશે ? નીયાને આલોક પર શક જશે ? જાણવા માટે વાંચતા રહો....