નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળના ભાગ મા જોયુ કે મોહિત સપના ના ઘરે જાય છે. મોહિત એકલો જ આવેલો હોવાથી એના મમ્મી પપ્પા વિશે પુછતા મોહિત કહે છે કે એ એકલો જ છે. આ સાંભળી સપના ના મમ્મી પપ્પા નર્વસ થઈ જાય છે. મોહિત ને બેસાઙી એ લોકો બીજા રુમ મા જાય છે. હવે જોઈએ આગળ...............
સપના ના મમ્મી પપ્પા સપના ને બોલાવે છે. સપના એના મમ્મી પપ્પા ના રુમ મા જાય છે.
શકુબેન : દિકરી જો તને જેવુ લાગે એવુ પણ અમે તારા લગ્ન આ છોકરા સાથે નય કરાવી શકીએ.
સપના : પણ મમ્મી તમે અત્યાર સુધી તો તૈયાર હતા હવે અચાનક શુ થયું તો તમે ના પાઙો છો?
નટુભાઈ : જો દિકરી એ છોકરા મા કોઈ ખરાબી નથી, સારો દેખાવ છે વ્યવહાર પણ સારો છે. પણ તને ખબર નુ કે એનું કોઈ નથી, એ એકલો જ છે. હવે આની સાથે અમે તારા લગ્ન ના કરાવી શકીએ.
સપના : મમ્મી પપ્પા હુ એ જાણુ છુ. પણ શુ તમે મોહિત ને એ ના પુછ્યું કે એ શુ કરે છે? એનું કોઈ ઘર છે કે નય? ચાલો હુ તમને કહી દઉ કે એનું પોતાનુ ઘર છે અને પોતાનો ધંધો છે. સારુ કમાય પણ છે. હુ ત્યા સુખી રહીશ.
સપના ની વાત સાંભળી એના મમ્મી પપ્પા વિચારે છે પછી એ માની જાય છે. સપના પણ બોવ ખુશ થઈ જાય છે. પછી એ બધા બહાર જાય છે મોહિત પાસે.
મોહિત : કોઈ પ્રોબ્લેમ છે અંકલ આંટી ? તમે અચાનક અંદર જતા રહ્યા હતા ?
નટુભાઈ : ના ના દિકરા કંઈ જ પ્રોબ્લેમ નથી.
શકુબેન : અને દિકરા હવે તમે અમને અંકલ આંટી નય મમ્મી પપ્પા કહેવાની આદત પાઙી દો.
મોહિત : શશશશશુ કહ્યું ?
નટુભાઈ ( હસતા હસતા ) : હા દિકરા અમને તમારો સંબંધ મંજુર છે અને અમે તમારા લગ્ન કરાવવા પણ તૈયાર છે.
મોહિત : આપનો ખુબ ખુબ આભાર કે આપ અમારા લગ્ન માટે માની ગયા. હુ સપના ને ખુબ જ પ્રેમ કરુ છુ અને મારી એક જ ઈચ્છા હતી કે સપના ને હુ મારી જીવનસાથી બનાવી. તમે મારી ઈચ્છા પુરી કરી હુ બોવ જ ખુશ છુ.
નટુભાઈ : દિકરા તારુ કોઈ નથી એમ ન માનતા હવે થી અમે તમારા જ છે મારી દિકરી પણ તમારી જ છે અમે તમારા લગ્ન ધામ ધુમ થી કરાવીશુ.
સપના ના મમ્મી પપ્પા ની મંજુરી થી સપના અને મોહિત બોબ જ ખુશ હતા. નટુભાઈ એ મહારાજ પાસે થી બંન્ને ના લગ્ન નુ મુર્હુત કઢાયુ. બધા જ લગ્ન ની તૈયારી મા લાગી ગયા. બધી જ તૈયારી ઓ થઈ ગઈ. આખરે લગ્ન નો દિવસ પણ આવી ગયો. સપના અને મોહિત ના ધામ ધુમ થી લગ્ન કરાવી નટુભાઈ અને શકુબેને એમની ફુલ જેવી દિકરી ની વિદાય કરી. સપના એની સાસરી મા આવી. બંન્ને ને હજી વિશ્વાસ ન હતો થતો કે એમના લગ્ન થઈ ગયા. બંન્ને એમની પહેલી રાતે એકબીજા મા સમાઈ ગયા. સવારે સપના વહેલી ઊઠી ને ફ્રેશ થઈ ને મોહિત માટે ચા નાસ્તો તૈયાર કર્યો. મોહિત ફ્રેશ થઈને ચા નાસ્તો કરી ને એની દુકાને જવા નીકળે છે કેમ કે મોહિત સિવાય બીજુ કોઈ ન હતુ કે દુકાન સંભાળી શકે. આખો દિવસ દુકાને રહી ધંધો કરી રાત્રે મોહિત ઘરે ફરે છે. સપના અને મોહિત સાથે જમે છે. પછી સપના બધુ કામ પતાવી ને બંન્ને ઊંઘી જાય છે. આવુ રોજ ચાલ્યા કરે છે. એક દિવસ બપોર ના સમયે દુકાને બેઠા બેઠા મોહિત વિચારે છે કે અમારા લગ્ન ને ઘણા દિવસો થઈ ગયા પણ હજી સુધી સપના ને ક્યાંય ફરવા નય લઈ ગયો. એ આખો દિવસ ઘરે જ હોય છે એનું પણ મન થતુ હશે ફરવા જવાનુ. હુ આજે જ એને બહાર લઈ જઉ થોડા દિવસ માટે ભલે મારી દુકાન બંધ રહેતી. એમ વિચારી મોહિત વહેલો ઘરે જાય છે. ઘરે જઈ ને સપના ને સામાન પેક કરવા કહે છે અને બહાર ફરવા જવાની વાત કરે છે. સપના બોવ ખુશ થાય છે એ જલ્દી જલ્દી સામાન પેક કરી ને તૈયાર થઈ જાય છે. એ લોકો એમની ગાઙી મા ફરવા નીકળી જાય છે. એ લોકો અલગ અલગ જગ્યા એ ફરવા જાય છે. બોવ જ એન્જોય કરે છે. દસ દિવસ એન્જોય કર્યા પછી એ ઘરે આવવા નીકળે છે. રાત નો સમય હોય છે. સપના ફરી ફરી ને ખુબ થાકી ગઈ હોવાથી ગાઙી મા ઊંઘી જાય છે. મોહિત ની ગાઙી સુમસામ રસ્તા પર પુરપાટ દોઙતી હોય છે. સપના ની જ્યારે આંખ ખુલે છે ત્યારે એ મોટા બેઙ પર હોય છે. બેઙ પર સફેદ ચાદર સફેદ તકીયા હોય છે. એને પણ સફેદ ઙ્રેસ પહેરેલો હોય છે. એ આજુ બાજુ જુએ છે. રુમ પણ બોવ જ મોટી હોય છે. સપના વિચાર મા પડે છે પણ એને કંઈ જ ખબર નય પડતી. એ મોહિત ને શોધે છે. એને ચારે બાજુ બધી જ વસ્તુ ઓ સફેદ રંગ ની જ દેખાય છે. એ બોવ વિચાર કરે છે કે એ ક્યાં છે પણ એને ખબર જ નય પડતી.
ક્રમશ: ........................................