Anhilpur Patan in Gujarati Motivational Stories by वात्सल्य books and stories PDF | અણહિલપુર પાટણ

Featured Books
Categories
Share

અણહિલપુર પાટણ

#પાટણ ગુજરાત

♥️પાટણ વિશે આ પણ જાણો♥️
***********************
પાટણમાં વનરાજ ચાવડાના પાટણની સ્થાપના બાદ મિત્ર ચાંપા ભરવાડને વનરાજ ચાવડાએ પાવાગઢ સ્થિત ચંપાનેર વસાવી તેને રાજ્ય સુપ્રત કર્યું.અજયપાળ (ઈ.સ. ૧૧૭૧ - ૧૧૭૫) ગુજરાતના ચાલુક્ય (સોલંકી) વંશના ભારતીય રાજા હતા. તેમણે પોતાની રાજધાની અણહિલવાડ પાટણ (આધુનિક પાટણ)થી હાલના ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં ટૂંકા ગાળા માટે શાસન કર્યું હતું.અજયપાળઈ.સ. ૧૧૭૧ – ૧૧૭૫
તેમના પુરોગામી કુમારપાળથી વિપરીત અજયપાળે જૈન ધર્મનું રક્ષણ કર્યું ન હતું. આ કારણે પાછળથી જૈન ઇતિહાસકારોએ તેમને નકારાત્મક રીતે રજૂ કર્યા છે અને તેમના પર જૈનો પર અત્યાચાર કરવાનો અને કુમારપાળને ઝેર આપવાનો આરોપ લગાવ્યો છ સોલંકી વંશ અથવા ગુજરાતના ચાલુક્ય એક રાજપૂત વંશ હતો, જેણે ઉત્તર-પશ્ચિમી ભારતમાં ઈ.સ. ૯૪૦ થી ૧૨૪૪ દરમિયાન વર્તમાન ગુજરાત અને રાજસ્થાનના કેટલાક ભાગો પર શાસન કર્યું હતું.[૨] તેમની રાજધાની અણહિલવાડ (આધુનિક પાટણ) ખાતે આવેલી હતી. એક સમયે તેમનું શાસન હાલના મધ્ય પ્રદેશના માલવા વિસ્તાર સુધી વિસ્તરતું હતું. આ રાજવંશને પ્રાંતીય ભાષામાં સોલંકી વંશ તરીકે ઓળખવામાં આવે છે. ૧૨મી સદીમાં ઘોરી આક્રમણોની આસપાસ રાજપૂત તરીકેની તેમની ઓળખ વધુ સ્પષ્ટ થઈ હતી.સોલંકી વંશ ૯૪૦-૧૨૪૪ રાજધાનીઅણહિલપુર પાટણ ૯૪૦-૯૯૭,મૂળરાજ ૧૦૨૨-૧૦૬૪ ભીમદેવપ્રથમ ૦૬૪-૧૦૯૪
કર્ણદેવ પ્રથમ૧૦૯૪-૧૧૪૦ સિદ્ધરાજજયસિહ ૧૧૪૩-૧૧૭ કુમારપાળ ૧૧૭૨-૧૨૪૪બાળ મૂળરાજ ૧૧૭૮-૧૨૪૨
ભીમદેવ દ્વિતીય
૧૨૪૨-૧૨૪૪
ત્રિભુવનપાળ
હિંદુ રાજા શાશન અંત.૧૨૪૪...
સોલંકી વંશના સંસ્થાપક મૂળરાજે ચાવડા વંશના છલ્લા રાજા સામંતસિંહ ચાવડાને હરાવીને ઈ.સ. ૯૪૦-૯૪૧માં અણહિલવાડ પાટણમાં તેમનું સ્વતંત્ર સામ્રાજ્ય સ્થાપ્યું હતું.તેમના ઉત્તરાધિકારીઓ ચુડાસમા,પરમાર અને શાકમ્ભરીના ચાહમન જેવા પડોશી શાસકો સાથે અનેક લડાઈઓ લડ્યા હતા. ભીમદેવ પ્રથમના શાસનકાળ દરમિયાન ગઝનીના શાસક મહમૂદે રાજ્ય પર આક્રમણ કર્યું હતું અને ઈ.સ. ૧૦૨૪-૧૦૨૫ દરમિયાન સોમનાથ મંદિર પર હુમલો કર્યો હતો. મહમદ ગઝનીની વિદાય પછી સોલંકી શાસકોએ પોતાની સત્તા પાછી મેળવી. ૧૨મી સદીમાં સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના શાસન હેઠળ રાજ્ય તેની ચરમસીમાએ પહોંચ્યું. કેટલાક નાના રાજવંશો જેવા કે જાલોરના ચાહમન અને નદુલાના ચાહમન આ સમયગાળા દરમિયાન સોલંકી શાસકોના જાગીરદાર રૂપે શાસન કરતા હતા. કુમારપાળના મૃત્યુ પછી સામંતોના વિદ્રોહ; પરમાર, ઘોરી, દેવગિરિના યાદવો વગેરેના બાહ્ય આક્રમણો તેમજ આંતરિક બળવાને કારણે સોલંકી રાજ્ય ધીમે ધીમે નબળું પડ્યું. તેનો લાભ લઈને, વાઘેલા વંશ, જેમણે અગાઉ ચાલુક્ય સેનાપતિ તરીકે સેવા આપી હતી, તેમણે સત્તા હસ્તગત કરી અને ૧૨૪૦ના દાયકામાં એક નવા વંશની સ્થાપના કરી હતી.મૂળરાજે ગુજરાતના ચાવડા વંશના છેલ્લા રાજાને ઉથલાવીને ઇસ ૯૪૦-૯૪૧માં અણહિલવાડ પાટણમાં પોતાનું સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું.[૨] તે શૈવ પંથી રાજા હતો અને રાજાની વૈદિક પરંપરામાં માનતો હતો. તેણે દિગંબરો માટે મૂળવસ્તિકા (મૂળનું નિવાસ) મંદિર અને શ્વેતાંબરો માટે મૂળનાથ-જિનદેવ (જે જિન મૂળના ભગવાન છે) મંદિર બંધાવ્યું.ભીમદેવ પ્રથમ દ્વારા બંધાયેલ મોઢેરાનું સૂર્યમંદિર,મૂળરાજ પછી ભીમદેવ પ્રથમ ગાદીએ આવ્યો.તેણે મોઢેરાનું પ્રખ્યાત સૂર્ય મંદિર બંધાવ્યું.તેની રાણી ઉદયમતી એ રાણકી વાવ તેની યાદમાં બંધાવી હતી.સોલંકી વંશના કુળ દેવી પ્રભાસ ખાતે સોમનાથમાં હતા. ભીમદેવના શાસન દરમિયાન મહમદ ગઝનીએ પવિત્ર સોમનાથ મંદિરનો નાશ કર્યો હતો. ભીમદેવ સોલંકીએ પાલોદરનું મલાઇમાતાનાનું મંદિર બંધાવ્યુ હતુ.ભીમદેવના વંશજ કર્ણદેવ પહેલાએ ભીલ સરદારને હરાવીને કર્ણાવતીની સ્થાપના કરી,જે હાલના અમદાવાદ પાસે આવેલું હતું. કર્ણદેવે મીનળદેવી સાથે લગ્ન કર્યા હતા અને તેમનું
સંતાન સિધ્ધરાજ જયસિંહે ઇસ ૧૦૯૪થી શરૂ કરીને લગભગ અડધી સદી સુધી રાજ કર્યું અને રાજ્યને સામ્રાજ્યમાં પરિવર્તિત કર્યું.સિદ્ધપુરમાં આવેલો રુદ્ર મહાલય તે સમયના શાસનના સ્થાપત્યનું પ્રતિબિંબ છે.હેમચંદ્રાચાર્ય,જૈન સાધુ આ સમયમાં ખ્યાતિ પામ્યા અને તેમના રાજા સાથે સારા સંબંધો હતા.સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાય જયસિંહે માળવા પર પણ કબ્જો કર્યો. તેની પ્રખ્યાત દંતકથા જુનાગઢ સાથે જોડાયેલી છે.જુનાગઢનો કબ્જો તેણે ચુડાસમા વંશના રા ખેંગારની પત્નિ રાણકદેવી સાથે મેળવ્યો. રાણકદેવીએ જયસિંહ સાથે લગ્ન કરવા કરતાં સતી થવાનું પસંદ કર્યું અને તેણે પોતાની જાતને વઢવાણ ખાતે અગ્નિમાં હોમી દીધી.રાણકદેવીનું મંદિર વઢવાણમાં તે જગ્યાએ આવેલું છે.સિદ્ધરાજના અનુગામી કુમારપાળનું શાસન ૩૧ વર્ષો સુધી ઇસ ૧૧૪૩થી ૧૧૭૪ સુધી રહ્યું. તેના પણ હેમચંદ્રાચાર્ય સાથે સારા સંબંધો રાખ્યા અને તેના શાસન દરમિયાન ગુજરાતમાં જૈનધર્મનો ફેલાવો થયો.તેણે સોમનાથ મંદિરનું ફરીથી નિર્માણ કરાવ્યું.કુમારપાળના શાસન દરમિયાન ગુજરાતની સમૃદ્ધિ ટોચ પર હતી.
બાળ મૂળરાજે (૧૧૭૩-૧૧૭૬) મહમદ ઘોરીના આક્રમણો સફળતાપૂર્વક ખાળી કાઢ્યા,જે મહમદ ગઝનીના આક્રમણોનું પુનરાવર્તન કરવા માંગતો હતો.સોલંકી વંશના પતન પછી વાઘેલા વંશની સત્તા આવી.વાઘેલાઓ સોલંકીઓના શાસન નીચે રહેલા.તેમણે ટૂંકા સમયનું (૭૬ વર્ષ) પણ મજબૂત શાસન કર્યું.સોલંકી વંશના પતન પછી ગુજરાતમાં સ્થિરતા લાવવા માટે વાઘેલા વંશ જવાબદાર હતો.તેમ છતાં,તેના છેલ્લાં શાસક કર્ણદેવ વાઘેલાને ઇસ ૧૨૯૭માં અલાદ્દિન ખિલજીએ હરાવીને દિલ્હી સલ્તનતની સત્તા ગુજરાતમાં સ્થાપી.ચાલુક્ય મંત્રીઓ દ્વારા નિર્મિત દેલવાડા (આબુ )મંદિર ગુર્જર સ્થાપત્ય અથવા "સોલંકી શૈલી" ભારતીય મંદિર સ્થાપત્યની શૈલી છે,જે ૧૧મીથી ૧૩મી સદી દરમિયાન ચાલુક્ય વંશ (અથવા સોલંકી રાજવંશ) હેઠળ ગુજરાત અને રાજસ્થાનમાં શરૂ થઈ હતી.હિંદુ મંદિર વાસ્તુકલામાં એક પ્રાદેશિક શૈલી તરીકે ઉદભવેલી આ સ્થાપત્યશૈલી જૈન સંરક્ષણમાં ખાસ કરીને જૈન મંદિરોમાં લોકપ્રિય બની હતી.જે બાદમાં સમગ્ર ભારત અને દુનિયાભરના પ્રવાસી સમુદાયોમાં ફેલાઈ ગઈ હતી.ભીમદેવ પ્રથમ દ્વારા નિર્મિત સૂર્યમંદિર, મોઢેરા જયસિંહ દ્વારા નવીનીકરણ અથવા પુનઃનિર્માણ કરાયેલ રુદ્રમહાલય મંદિર કુમારપાળ દ્વારા નિર્મિત તારંગા જૈન મંદિર.રાજવંશના મોટા ભાગના શાસકો શૈવ મત ધરાવતા હતા,જોકે તેમણે જૈન ધર્મનું પણ રક્ષણ કર્યું હતું.સોલંકી વંશના સ્થાપક મુળરાજ સોલંકીએ દિગંબર જૈનો માટે મુળવસ્તિકા મંદિર અને શ્વેતામ્બર જૈનો માટે મુળનાથ-જીનદેવ મંદિરનું નિર્માણ કર્યું હતું.દેલવાડા મંદિરો અને સૂર્યમંદિર મોઢેરાનું નિર્માણ ભીમદેવ પ્રથમના શાસનકાળ દરમિયાન કરવામાં આવ્યું હતું. લોકપ્રિય પરંપરા અનુસાર તેમની રાણીઉદયામતીએ પણ રાણકી વાવનું નિર્માણ કરાવ્યું હતું.કુમારપાળે પોતાના જીવનના કોઈ તબક્કે જૈન ધર્મનું રક્ષણ કરવાનું શરૂ કર્યું હતું અને ત્યાર પછીના જૈન વર્ણનોમાં તે જૈન ધર્મના છેલ્લા મહાન સંરક્ષક રાજવી તરીકે જાણીતા છે.
વાઘેલા વંશ ભારતીય રાજપૂત કુળ હતું જેણે ગુજરાતમાં ઇસ ૧૨૪૩ થી ૧૨૯૯ દરમિયાન ટૂંકુ શાસન કર્યું.
વાઘેલા વંશ
૧૨૪૪–૧૩૦૪
c. ૧૨૪૪ - c. ૧૨૬૨
વિરધવલ (વિશાલ)
c. ૧૨૬૨ - c. ૧૨૭૫
અર્જુનદેવ (વિશળદેવ)
c. ૧૨૭૫ - c. ૧૨૯૭
સારંગદેવ
c. ૧૨૯૭-૧૩૦૪
કર્ણદેવ દ્વિતીય
વાઘેલા પરિવારના શરૂઆતના સભ્યોએ ૧૨મી સદીમાં ચાલુક્ય રાજ્યની સેવા કરી હતી અને તે વંશની શાખા હોવાનો દાવો કર્યો હતો. ૧૩મી સદીમાં ભીમદેવ દ્વિતીયના શાસન દરમિયાન વાઘેલા સેનાપતિ લવણપ્રસાદ અને તેમના પુત્ર વિરધવલ ખૂબ જ શક્તિશાળી બન્યા. . દિલ્હી સલ્તનતના અલાઉદ્દીન ખીલજીએ ૧૩૦૪માં કર્ણ વાઘેલાને હરાવી વાઘેલા શાસનનો અંત અણ્યો. (પાટણ વિશે ઘણું લખાય તેમ છે.ગુજરાતની રાજધાની પાટણ આશરે 750 વરસ સુધી ગુજરાતનું પાટનગર હતું.)
. - સવદાનજી મકવાણા ( વાત્ત્સલ્ય )