Without You.... in Gujarati Short Stories by Writer Shuchi books and stories PDF | તારા વગર....

Featured Books
Categories
Share

તારા વગર....

રોશની : શું કરે છે??
કબીર : ઘર નું ખાવાનું યાદ કરું છું.
રોશની અને કબીર વિડિયો કોલ પર વાત કરી રહ્યા છે.
રોશની : કોણે કહ્યુ હતુ ત્યા જઈ ને સેટલ થવા??
કબીર : યાર, તું આટલી ચીડાય કેમ છે મારાથી જયાર થી હું કેનેડા આવ્યો છું??
મને સમજાતું નથી.
અને બીજી બાજુ તું કહે છે તું મારા માટે ખુશ છે!!
રોશની : તારા વગર ઘર માં એકલુ એકલુ લાગે છે યાર.
પણ આનો મતલબ એવો નથી કે હું તારા માટે ખુશ નથી.
બસ.......
કબીર : જેલસ છું.....??
કબીર હસે છે.
રોશની : જરાક પણ નહીં.
કબીર : અચ્છા......!!!!
રોશની : 10 દિવસ રહી ને રક્ષાબંધન છે.
તારે આવવાનું હતું.
કબીર : આઈ નો.....
રોશની : તને બધી જ ખબર હોય છે કબીર.
કબીર : લે....ફરી ચીડાય ગઈ....??
રોશની : ગયા વર્ષે પણ તું વાયદો કરી ને નહતો આવ્યો!
કબીર : બોલ તને શું ગીફ્ટ જોઈએ છે....??
રોશની : તું મને મોંઘી ગીફ્ટ આપીશ....??
કબીર : ટ્રાય કરીશ.
રોશની : રહેવા દે.
કબીર : બોલ ને હવે.
રોશની : તારી જોબ કેવી ચાલે છે??
કબીર : સારી.
મમ્મી પાપા......
રોશની : બહાર ગયા છે.
કબીર : એટલે આટલો ગુસ્સો કરે છે મારા પર??
રોશની : તું આવી જા ને યાર.....
કબીર : અરે....અરે.....
રડવા માંડી.....
રોશની : તો શું કરું??
તારા વગર ઘર માં કોની સાથે લડુ....??
કોની પ્લેટ માં થી ખાવાનું ખાય જાવ....??
કોના ફોન નું ચાર્જર છુપાવી દઉં....??
કોના પગ પર બિન્દાસ માથું મૂકી ને સૂઈ જાવ....??
કોને કહું કે મને નવા બહાના શોધી આપ મારા બોસ ને કહેવા....??
કબીર : હવે બસ કર....
તારા આંસુ થી મારા પલંગ ની આખી ચાદર ભીની થઈ જશે.
રોશની : એકસક્યુઝ મી, આ આપણા બન્ને નો પલંગ છે, હતો અને રહેશે.... ઓ.કે.....??
કબીર : ઓ.કે.
રોશની : મિસ યુ કબીરા....
કબીર : મિસ યુ ટુ શની....
રોશની : રોશની.
કબીર : હા, ખબર છે તારું નામ અજવાળું છે.
રોશની દાંત ભીસે છે.
કબીર : બાય ધ વે,
તને ઊંઘ નથી આવી રહી...??
ત્યાં રાત ના 11 વાગી રહ્યા હશે.
રોશની : નથી આવતી તારા વગર મારા સોફટેસ્ટ પીલ્લોવ.
કબીર : મને પાછો તે તકિયો બનાવી દીધો!!!!
રોશની : તું છે જ તે મારો દુનિયા નો સૌથી વાહલો અને પોચો તકિયો.
કબીર : રહેવા દે.
તો પછી મારે છે શેની તારી બાજુ માં હોવ ત્યારે??
રોશની : એ તો.....
કબીર : એમજ નહીં કહેતી હા....
રોશની : તો બીજું શું કહું??
કબીર : કશું નહીં કહે બસ....
રોશની : તો શું કરું??
કબીર : હવે સુઈ જા.
તારે સવારે જોબ પર જવાનું છે.
રોશની : હા, મોટા ભાઈ.
કાશ, મારી પાસે ત્યાં આવવાની પ્લેન ની ટિકિટ ખરીદવા જેટલાં પોતાના પૈસા હોત.
કબીર : સેવિંગ્સ કરી ને આવતા વર્ષે આવી જજે.
રોશની : આવતા વર્ષે તારે આવવાનું છે ભાઈ સ્પેશિયલ રાખડી બાંધાવવા.
યાદ રાખજે.
કબીર : સારું સારું.
રોશની : પ્રોમિસ??
કબીર : હવે મોટા થઈ ગયા યાર પ્રોમિસ ની ગેમ રમવા માટે.
રોશની : હું તો તારી નાની બેન છું ને.
એટલે મને આપ પ્રોમિસ??
કબીર : આપવું જ પડશે??
રોશની : હા.
કબીર : જા લઈ જા.
રોશની : થેન્કયૂ.
તે ખુશ થાય છે.
કબીર : ચાલ હવે બાય.
ગુડ નાઇટ.
રોશની : બાય.
લવ યુ.
કબીર : હસતી રહેજે.
રોશની : તું પણ.
ઉઉઉઉઉ.....
કબીર : મારી સામે ચાળા કરે છે??
રોશની : તો બીજા કોની સામે કરું??
તારી સાથે બધી મસ્તી કરવી એ મારો જન્મસિદ્ધ અધિકાર છે.
કબીર : તો બહેનો ને હેરાન કરવી એ ભાઈઓ નો પણ જન્મસિદ્ધ અધિકાર છે.
રોશની : આવે ત્યારે કરજે.
કબીર : હા....
અને તું પણ થોડું સહન કરી લેજે ત્યારે.
રોશની : ઠીક છે.
બન્ને હસે છે.
કબીર : ચાલ આવજે.
રોશની : પહેલા તું આવજે પછી મારો વારો.
કબીર : પણ લગ્ન પહેલા આવી જજે હો.
રોશની : તું પણ.
હવે બાય.
મને ઊંઘ આવે છે.
કબીર : સુઈ જા સૂઈ જા.


* * * *

દોસ્તો, આ હતી મારા તરફથી આપ સૌ માટે નાની મીઠી ભેટ.
આશા કરું છું આપ સૌ ને પણ આ રચના ગમી હશે.

અને જો આ વાંચતા વાંચતા તમને તમારા ભાઈ કે બહેન યાદ આવી ગયા હોય તો તેમની સાથે આ રચના જરૂર થી શેર કરજો.

અને મને જણાવતા રહેજો તમને મારી લખેલી વાર્તાઓ કેવી લાગે છે....??


Thank you 💞


~ By Writer Shuchi



.