Adalajni Vav in Gujarati Travel stories by Chaula Kuruwa books and stories PDF | અડાલજની વાવ.....

Featured Books
Categories
Share

અડાલજની વાવ.....

અડાલજની વાવ........

અમદાવાદ થી ૨૪ કીમી દૂર ઉતરે આવેલ

અડાલજ ની વાવ એ વાવ સ્થાપ્ત્ય નો બેનમુન નમૂનો છે.

વાવ સ્થાપત્ય કળા એ ગુજરાતની સ્થાપત્યકળાની આગવી વિશેષતlછે .

વlવ એટલે પાણી લેવlમાટે પગથિયl દ્વારા છેક નીચે સુધી ,પાણી સુધી જઈ શકાય તેવો પગથિયાંવાળો કૂવો ..

તેની ચારે તરફ બારીઓ ,અટારીઓ , કે ગેલેરીઓ હોય છે .

તાપ તડકાથી થાકેલો વટેમાર્ગુ આ વાવમાં આરામ કરી શકે છે અને પાણી પી શકે છે.

સ્થાપત્ય કળાનો આ વિશિષ્ટ નમૂનો ખાસ કરીને ભૂગર્ભમાં જ બાંધવામાં આવે છે.


ગુજરાતના સ્થાપત્યકળાના બેનમૂન નમુના

સમા આ વાવસ્થાપત્યનાં અનેક નમૂનાઓ આજે તો અદ્રશ્ય થઇ ગયા છે.

જે કેટલાક જૂજ રડ્યા ખડયા બચ્યા છે તે સાવ જ ખડિયેર હાલતમાં છે. કાળના ક્રમ માં કેટલીય વાવો સાવ જ ભૂંસાઈ ગઈ છે.

જેનું કોઈ નામોનિશાન નથી રહ્યું. આમ અમદાવાદ થી લગભગ ૧૯ કિમિ દૂર કલોલ મહેસાણા માર્ગ ઉપર આવેલી અડાલજ ગામ પાસેની આ વાવ એ વાવ સ્થાપત્યનો સુંદર અને બેનમૂન નમૂનો છે. ખંડિયેર હાલતમાં પણ એની કોતરણી અને કારીગરી અવશેષો લગભગ પુરે પુરા સચવાયેલા છે.

એટલે આજે પણ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે. વળી ગુજરાતના વૈશ્વિક વિરાસતના સ્થાપત્યોમાં અમદાવાદ શહેરની ગણના તાજેતરમાં થઇ છે.

જેને વર્લ્ડ હેરિટેજ સિટીનું બિરુદ મળ્યું છે. તેમાં આ અડાલજની વાવ પણ સ્થાન ધરાવે છે. ભલે તે અમદાવાદથી થોડે દૂર આવેલી છે.

પણ તેની ગણના અમદાવાદ આવતા પ્રવાસીઓ માટેના જોવાલાયક સ્થાનોમાં થાય છે.


એમાં પાછળથી વાવના બાંધકામમાં શિલ્પ કળાનો છૂટથી ઉપયોગ થવા લાગ્યો. વાવને શણગારવામાં આવતી હતી. જુદી જુદી આકૃતિઓ દ્વારા.

.જેના કારણે વાવ સ્થપત્યકળાને સુંદર ઓપ મળ્યો છે. અડાલજની વાવ પણ વાવ સ્થાપત્યકળાનો સુંદર નમૂનો છે. વાવમાં કરાયેલી કારીગરી અને શિલ્પ જોતા ની સાથે જ દિલને હરિ લે છે.


આ વાવની અલકારીતા ,વિશાળતા અને ખડિયેર હોવા છતાં લગભગ સર્વાંગ સુંદર રીતે સચવાયેલી છે,

જળવાયેલી છે તેથી તેનું વિશેષ મહત્વ છે. મોટેભાગે ધર્માર્થ કે પુણ્યાર્થે જ લોકો વાવ બંધાવતા હતા.

વાવના બાંધકામનો મુખ્ય ઉદેશ્ય રસ્તે જતા આવતા થાકેલા વટેમાર્ગુને આરામ મળે અને પાણીથી ત્તરસ છીપાવી શકે તે જ હતો.

અડાલજ ગામની ભાગોળે આ વાવ દક્ષિણ ઉત્તર દિશામાં બાંધેલી છે. વાવ સ્થાપત્ય શાસ્ત્ર પ્રમાણે આ વાવ જયl નામથી ઓળખાય છે. કહેવાય છે કે રૂડાદેવી નામની સ્ત્રી એ ઇસ ૧૪૯૯ આસપાસ સુલતાન મહેમુદ બેગડાના સમયમાં આ વાવ પોતાના મૃત પતિની સ્મૃતિમાં પુણ્યાર્થે બંધાવી હતી.

આ વાવની કુલ લંબાઈ આશરે ૨૫૧ ફૂટ છે . તેના સાત કોઠા છે અને પાંચ મજલા ભૂગર્ભમાં બન્ધાયેલા છે.

વાવમાં પ્રવેશ કરવા માટે ત્રણ બાજુએ પ્રવેશદ્વાર છે. પગથિયાં ઉતરી પછી લગભગ ૨૨.૫ ફૂટનો ચોરસ મંડપ આવે છે. આ મંડપ મl પહેલl ઘૂમટ હોવો જોઈએ તેમ લાગે છે.

મંડપની આસપાસ વાવમાંથી પાણી પીને બહાર જતા વટેમાર્ગુ નl આરામ માટે નાના નાના ખંડો બાંધેલા છે ,જેનl ઝરૂખાઓ અત્યંત કલાત્મક છે.

આ ઝરૂખાઓની નીચેં ના કલાત્મક કંદોરા ઓમાં પશુઓનું આલેખન કરેલું છે. એમાં ગજ્જર હાથીઓની હારનું આલેખન ખાસ નોંધપાત્ર છે.

આ વાવના અનેક ગોખલાઓ ની રચના પણ કલાત્મક છે. પ્રત્યેક મ્જલા પર અને તેના પ્રત્યેક કોઠામાં જુદા જુદા ગોખલાઓ છે .

તેમાં ભોગોલીક રેખાંકનો અને હિંદુ દેવ દેવતાઓની પ્રતિમાઓના અવશેષો જોવા મળે છે.

ઈસ્મલામનો ચિરાગ પણ અહી છે. વાવમાં પ્રવેશતા જમણી બાજુના ગોખલામાં ગાગરની હારનું આલેખન અત્યંત સુંદર છે. અlમl પાણીથી ભરેલી ગાગરો હરોળમાં એકબીજા ઉપર સુંદર ને કલાત્મક રીતે ગોઠવેલી નજરે ચડે છે.

કલાકારની સુદર કળાસુઝના ના દર્શન અહી આપણને થlય છે.

જ્યાંરે વાવના દક્ષીણ દિશા ના પ્રવેશ દ્વવારે પ્રવેશતાં ઉપરના ભાગના ગોખલા માં એક શિલાલેખ છે.

જેમાં તેના બંધાવનારની અને બાંધકામના ખર્ચની વિગતો આપવામાં આવી છે. આ લેખ ૧૫ માં સૈકા ની દેવનાગરી લિપિમાં કોતરેલો છે.

લેખની છેલ્લી ત્રણ લીટીઓ એ સમયની ગુજરાતી ભાષામાં કોતરેલી છે.

બાકીની પક્તિઓ સંસ્કૃત ભાષામાં છે.

શિલાલેખનું સંસ્કૃત ભાષl નું પદય વૈવિધ્યસભર અને નોધપાત્ર છે.

તે મુજબ વિ સં ૧૫૫૫માં ઉતરાયણના સૂર્ય હતા તે વખતે માઘ માસના શુક્લપક્ષની પચમી ના દિવસે ઉત્તરl નક્ષત્ર હતું અને સિદ્ધયોગ હતો. .ત્યારે આ વાવ બંધાવી . .તે મુજબ ૧૪૯૯ નું વર્ષ આવે છે. આ લેખ ફોર્બ્સ સભાના સન્ગ્રહ માં છે.

આર્કિઓલોજિકલ સર્વેમાં વિસ. ૧૫૫૮ ,૧૫૭૨ નું

વર્ષ આવે છે. લેખમાં વાવ ના બઁધાવનાર રૂડાદેવી ના વંશજોની વિગતો આપવામાં આવી છે.

તેમાં જણાવ્યા પ્રમાણે સુલતાન મહમદના રાજ્યમાં દેડહી ના વાઘેલા રાજા મોકલસિંહના પુત્ર,કર્ણના પુત્ર, મૂળરાજના પુત્ર, મહીપ ને વીરસિંહ અને જેતર નામના બે પુત્ર હતા.

તેમાં વીરસિંહને વેલૂરl જની પુત્રી રૂડાદેવી નામની સ્ત્રી હતી.

જેઆ રૂડાદેવીએ પોતાના પતિના સ્મરણાર્થે આ ગંગાજળ સમી વાવ બંધાવી.

તેનું ખર્ચ એ સમયના ચલણ પ્રમાણે ૫૦૦૧૧૧ ટકા થયું હતુ.જે મહમદ બેગડા એ અમલમાં મૂકેલ સિક્કો હતો.

પાંચ મજલા અને સાત કુટાવાળી આ વાવમાં બે કુવા છે. જેમાં પાછળનો કૂવો એ મુખ્ય કૂવો છે

એ મુખ્ય કુવામાંથી બીજા કુવામાં પાણી લાવવાની સગવડ છે. કૂવાની રચના અષ્ટકોણીય છે. અને તેમાં ઉતરવા માટે બને બાજુએ ગોળ સીડીઓ છે .

અષ્ટકોણીય કૂવાની બીજા મજલાની ભીતમાં નવગ્રહની પ્રતિમાઓ કોતરેલી છે .એક પાટડામાં ઘરવપરાશની ચીજવસ્તુઓ કંડારેલી છે. જે એ સમયના શયનખંડમાં રાચરચીલાનો ખ્યાલ

આપે છે. પાણી ઓછું હોય ત્યારે જ એ દેખાય છે.

સમગ્ર વાવમાં ઠેકઠેકાણે જુદી જુદી શિલ્પ રચનાઓ દેખાય છે. ગુજરાતના અનોખા સ્થાપત્યકળાના નમૂનાઓમાં અડાલજની વાવ ખંડિયેર હોવા છતાં લગભગ સંપૂર્ણ કહી શકાય તેવો વાવ સ્થાપત્યનો અલંકારોથી શોભતો નમૂનો છે.

અમદાવાદની મુલાકાતે આવતા પ્રવાસીઓ જો આ વાવની વિઝીટ ન કરે કે તેની મુલાકાત ન લે તો તેમની

મુલાકાત અધૂરી ગણાય. ખાનગી વાહનમાં આ વાવની મુલાકાતે જઈ શકાય છે. અમદાવાદથી કલાકથી પણ ઓછા સમયમાં જઈ શકાય છે.

એટલે કે અડધા દિવસની ટ્રીપ થઇ શકે છે.

આવી જ એક બીજી વાવ દાદા હરિની અસારવા

વિસ્તારમાં આવેલ છે. સુલતાન મહમૂદ બેગડાના અંતઃપુરમાં એટલે કે

રાણીવાસમાં સર્વાધિકાર ધરાવતી બાઈ હરિરે આ

વાવ લગભગ ૧૪૯૯ ઇસ આસપાસ બધાવી હતી.

જેની પાછળ ૩,૨૯૦૦૦ મહેમુદીનો ખર્ચ કરવામાં

આવ્યો હતો. . આ વાવમાં આવેલા સઁસ્કૃત અરબી શિલાલેખ

ઉપરથી આ જણાય છે. શિલ્પ સ્થાપત્ય શાસ્ત્રના નિયમ મુજબ આ ભદ્રા

પ્રકારની વાવ છે.

આ વાવ માં પણ સુંદર શિલ્પકામ કરેલું છે.

રાજકોટ પાસેં વાંકાનેરમાં પણ સુંદર વાવ જોવl મળે છે. એક ઉલ્લેખ મુજબ ગુજરાતના શિલ્પ સ્થાપત્ય ઇતિહાસમાં વાવ સ્થાપત્યનું આગવું સ્થાન છે.

ગુજરાતમાં આવી ભૂગર્ભમાં વાવો ઠે ક ઠેકાણે હતી.

જો કે કાળની ગર્તlમાં હવે નાશ પામી છે કે ખંડીયેર બની ગઈ છે. બહુ થોડી ખોદકામમાં મળી આવી છે.

પાટણ પાસે આવેલી ઐતિહાસિક રાણકીવાવ ખોદકામ પછી આજે તો વર્લ્ડ હેરિટેજ મોન્યુમેન્ટ બની ગઈ છે.

અત્યંત સુંદર શિલ્પકળા કોતરણી નો આ નમુનો ખોદકામ પછી બહાર આવ્યો છે.