પરંતુ ખાલસા ના આ નિર્ણય થી ખાલિસ્તાન વાદીઓને દે નુકસાન ઉઠાવવા પડ્યા. એક તો તેમના નૈષ્ઠિકો ની સંખ્યા ઘટી ગઈ અને બીજી જે શીખ માંથી હિન્દુ બન્યા તેવા પંજાબી કાળક્રમે ખાલસા ને ભૂલવા લાગ્યા.એવુ કહેવામાં અતિશયોક્તિ નહોતી કે ખાલસા સેનાનીઓ માત્ર અને માત્ર પગ દાઢી મુછ અને કીરપાણ ધારી એ શીખો જ હતા. પંજાબીઓ એક ટકો પણ નહીં.
કદાચ એવું કહી શકાય કે એવા હિંદુ બનેલા પંજાબીઓ ના ધર્મજ ઝનૂન અને કટ્ટરવાદ ક્ષીણ થઈ ચૂક્યા હતા. અને એ પણ સંભવ છે કે ચાર્લી ના મસ્તિષ્કની ગડમથલે આ મુદ્દો પણ ધ્યાનમાં લીધો હોય.
દેવદત્ત ની વિદાય પછી કુવેર ચંદ્ર ત્રિપાઠી ઇન્દિરા સોની ના નવા સેક્રેટરી નિયુક્તિ થયા જે almost જનરલ હાઉસના વેરી વેરી સ્પેશ્યલ માણસ હતા. અર્થાત કે તેઓ આરકે પાશુપત ની સીફારીશ થી જ ઈન્દીરા સોની ના સેક્રેટરી બન્યા હતા.
કુવેર ચંદ્ર ત્રિપાઠી ની નિયુક્તિ ચાર્લીના જ ઈશારે પાશુપતે કરાવી હતી અને હવે કદાચ બાકીના બધા જ ઓર્ડર્સ ત્રિપાઠી ને પાશુપત અથવા જનરલ house આપે તો નવાઈ નહીં.
મોનાર્ક મેન્સન અને ખાસ કરીને ચાર્લી ભલીભાતી જાણે છે કે હવે કુવર ચંદ્ર ત્રિપાઠી ના આગમનથી શું કરવાનું છે!!
કુવેર ચંદ્ર ત્રિપાઠી અને બીજા અમુક સીપર સાલારો ની
મંડળી એકઠી થઈ ગઈ હતી અને આ બાજુ પંજાબ પ્રોવિન્સમાં ધમાકા ઓની frequency અને તેના કાઉન્ટ્સ અચાનક જ વધવા લાગ્યા.
બ્રિટિશરો અને ખાસ કરીને મોનાર્ક મેન્શન પ્રોટોકોલ્સ ના એવા તીરંદાજ બની ગયા હતા કે તેઓ ધારે તો ડિપ્લોમસી ની એક્ટિવિટી વડે જ આખે આખાં નેશન ને ઓપરેટ કરી શકે. તેઓ જાણતા હતા કે તેમણે જેની નિયુક્તિ કરાવી હતી તેની નિયુક્તિ થઈ ગઈ છે. તો હવે તેમણે કદાચ france diplomacy બંધ કરાવી દેવી જોઈએ. પરંતુ હજુ તેમણે તેમનું એક મહોરું સ્વેપ કરવાનું બાકી છે. જેનું નામ છે સિક્યુરિટી ગાર્ડસ.
એટલે એક બાજુ ઇન્દિરા સોની અને ફ્રાંસ વચ્ચે અનયુઝવલ ડિપ્લોમસી ચાલુ રહી અને બીજી બાજુ ખાલિસ્તાન પંથીઓએ તેમના ધમાકા માં એક નવો પદાર્થ જોડી દીધો, જન નામ હતું આરડીએક્સ.
આરડીએક્સ almost એશિયામાં ખાલિસ્તાન કાળની અંદર જ લોન્ચ થયો હતો.
એ સત્ય ને નકારી શકાય તેમ ન હતું કે ઇન્દિરા ગાંધીએ ઔદ્યોગિક ક્રાંતિ અને સ્પેસ રેવેલ્યુશન બંનેને સંતુલિત રીતે પ્રગતિ માન કરાવ્યા હતા. અને વાસ્તવમાં ભારત પરમાણુ કાર્યક્રમ જો ડીલીટ થયો હોય તો તે એક અને એકમાત્ર ખાલિસ્તાન મેટર ને કારણે જ.
એ જે હોય તે પરંતુ સચ્ચાઈ એ જ હતી કે ખાલિસ્તાનીઓના હાથ આરડીએક્સ લાગી ગયો હતો અને હવે સમસ્યા બેકાબુ બનીને માથાથી ઉપર જવા લાગી હતી.
અમૃતસર રેલવેસ્ટેશન પર ભીડભાડ અને ચહેલ પહેલ ચાલી રહી છે જેની બે જ સેકન્ડ પછી ગોલ્ડન ટેમ્પલના દર્શન થાય છે.
હરમિંદર સાહેબ ના સોના મહેલ ની બહાર દિવાન-એ-ખાસ જામ્યો છે જેમાં પ્રાર્થના અર્ચના મંદિરની બહાર જ ગવાઇ રહયા છે.
રેલવે સ્ટેશનની બહાર પશ્ચિમ માં એક ક્લિન એન્ડ નીટ શાકમાર્કેટમાં ત્રણ બોમ્બ વિસ્ફોટ થાય છે અને આખું રેલવે સ્ટેશનને તેના યાર્ડ સહિત ધણધણી ઊઠે છે.
બીજી જ સેકન્ડે મંદિર ના કાર્યક્રમમાં એક ફોન રણકે છે અને રીસીવર ઉઠાવનાર શીખ બોલે છે સત શ્રી અકાલ ગોલ્ડન ટેમ્પલ જી, કહીએ ક્યાં સેવા કર સકતા હું.
સામે છેડેથી શું વાત થઈ એ તો ના સમજાયું પરંતુ ફોનનું રિસિવર તેના હાથમાં જ જામી ગયું અને તે અવાક બનીને ઊભો રહી ગયો.
એ શીખે રીસીવર મુકતાની 10 મિનિટ માં ગોલ્ડન ટેમ્પલ ના કેમ્પસમાં હવામાં ફાયરિંગ નો અવાજ સંભળાવા લાગ્યો અને પ્રાર્થના સભામાં ભગદડ મચી ગઈ.