(એલ્વિસ કિઆરાને એરપોર્ટ પર મળવા આવ્યો.તે ખૂબજ ઇમોશનલ થઇ ગયો કિઆરાને બાય કહેતા સમયે.અહીં કિઆરા,વિવાન અને અહાનાને એક દિવસ ફ્રી મળે છે જેમા તે શ્રીનગરમાં હાઉસબોટ અને સોનમર્ગમાં ફર્યા.ટ્રેનિંગમાં કિઆરાને અલગ ગ્રુપમાં મુકવામાં આવ્યાં હતાં.ત્યાં બેડ માટે થઇને કિઆરાની તેની રૂમમેટ છોકરીઓ સાથે બબાલ થઇ ગઇ.)
કિઆરા તેને મારવા જતી હતી પણ તે છોકરીએ તેની બેગમાંથી એક નાનકડું પોસ્ટર કાઢ્યું અને તે બેડની સાઇડની દિવાલ પર ચિપકાવી દીધું.કિઆરા તે પોસ્ટર માંનો ફોટો જોઈને અટકી ગઇ.તેનો ગુસ્સો શાંત થઇ ગયો.
તેણે તે છોકરીને કહ્યું,"આ ફોટો તો.."
"ડેશિંગ સુપરસ્ટાર ..એલ્વિસ બેન્જામિનનો છે.માય જાન,માય લવ,માય લાઇફ..હું તેને જોયા વગર સુુઇ જ નથી શકતી.રોજ તો મોબાઇલમાં તેનો ફોટોગ્રાફ જોતા જોતા સુઇ જઉં છું પણ અહીં પંદર દિવસ મોબાઇલ નથી તો પોસ્ટરથી કામ ચલાવી લઈશ." તે છોકરી હિંદીમાં બોલી.
(અહીં વાંચનમાં રસભંગ ના થાય તેથી દરેક સંવાદ હિંદીની જગ્યાએ ગુજરાતીમાં દર્શાવેલા છે)
એલ્વિસનો ફોટોગ્રાફ જોઇને કિઆરા શાંત થઇને તે બેડ પર જઇને સુઇ ગઇ જે તે છોકરીને આપવામાં આવ્યો હતો.
"કેમ તું તો મને મારવાની હતીને?"તે છોકરી રોફમાં બોલી.
"જો હું અહીં ટ્રેનિંગ માટે આવી છું,કોઇની સાથે લડવા કે ઊંઘવા નહીં.આમપણ આપણને ઊંઘવા ઓછું જ મળવાનું છે.તું તે બેડ પર સુઇ જા.તું પણ શું યાદ રાખીશ કે કિઆરાના બેડ પર સુવા મળ્યું."કિઆરાએ એકદમ ઠંડા મગજ સાથે કહ્યું.
તે છોકરી કિઆરા સાથે લડવા માંગતી હતી પણ કિઆરા તે બેડ પર જઇને આડી પડી.તેને શું થઈ ગયું તે સમજાયું જ નહીં.અહીં હિટરની ગરમી ઓછી આવતી હતી.તેણે બે બ્લેંકેટ ઓઢી લીધાં અને તે દિવાલ બાજુએ પડખું ફરીને આડી પડી.રૂમમાં નાની લાઇટ ચાલું હતી જેથી તેને એલ્વિસનો ફોટોગ્રાફ દેખાતો હતો.
"સો મિ.ડેશિંગ,અહીં પણ મારી પાછળ પાછળ આવી ગયા એમ ને."તે મનોમન બોલી.
તે એલ્વિસના ફોટોને જોઇ રહી હતી.એલ્વિસ પણ ફોટોમાંથી જાણે માત્ર તેને જ જોઇ રહ્યો હતો.એલ્વિસને મોડે સુધી જોતા જોતા તેને માંડ ઊંઘ આવી ત્યાં બહાર મોટું એલાર્મ વાગ્યું.કિઆરા જ્યારે ઊઠી ત્યારે તે છોકરી જેણે એલ્વિસનું પોસ્ટર લગાવ્યું હતું તે પોસ્ટરને કિસ કરી રહી હતી.
કિઆરાનું શાંત મગજ હવે ફરી ગયું.તેને ખૂબજ ગુસ્સો આવ્યો.
"અહીંયા ટ્રેનિંગ કરવા આવી છે કે આ પપ્પીઓ.અડધા કલાકમાં તૈયાર થવાનું છે."કિઆરા દાંત ભીસીને બોલી.
"એ તું તારું કામ કરને નહીંતર પડશે એક.એલ્વિસ મારી જાન છે અને મારો થવાવાળો પતિ."તે છોકરીની વાત પર કિઆરાનું બાકી શાંત મગજ પણ છટકી ગયું.
"હમણા આ ના થવાવાળી પત્નીને એવો સબક શીખવાડીશ કે અકીરાની જેમ તે પણ એલનું નામ લેવાનું ભુલી જશે."કિઆરા જલનના માર્યા સ્વગત બોલી.
તેને સમજાઇ નહતું રહ્યું કે કેમ તે એલ્વિસ માટે આટલી પઝેસીવ હતી.
અહીં બધી છોકરીઓને અલગ બાથરૂમની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.ત્યાં વોશબેઝીન,ટોયલેટ અને સ્નાનઘર હતાં.લગભગ પંદર જેવી છોકરીઓ હતી.અહાના પણ તેને ત્યાં મળી.તે બંને બ્રશ અને બાકી બધું પતાવીને પોતાનો સ્નાન કરવાનો વારો આવે તેની રાહ જોઇને લાઇનમાં ઊભા હતાં.
"ગુડ મોર્નિંગ કિઆરા,નવી જગ્યાએ આટલી ઠંડીમાં ઊંઘ આવી કે નહીં?"અહાનાએ પુછ્યું.
કિઆરાએ તેને રાત્રે બનેલી ઘટના જણાવી.
"વાઉ,કિઆરા યુ અાર ઇન લવ.એલ તો પ્રેમ કરે જ છે હવે તું પણ તેના પ્રેમમાં છે."અહાનાએ કહ્યું.
કિઆરાએ અહાના સામે આંખો કાઢી.તે રૂમવાળી છોકરીનો સ્નાન કરવાનો વારો આવ્યો તે અંદર ગઇ.કિઆરાના દિમાગમાં કઇંક શેતાની આઈડિયા આવ્યો.દરેક બાથરૂમની બહાર ગરમ પાણીનો કોક હતો.જે લગભગ ચાલું જ રહેતો.કિઆરાએ કોઈનું ધ્યાન ના જાય તે રીતે તે કોક બંધ કરી દીધો અને પોતાની જગ્યાએ આવીને ઊભી રહી.પાઈપમાં ભરાયેલું ગરમ પાણી બંધ થતાં તે છોકરીની જોરદાર ચિસ સંભળાઇ કે બધી જ છોકરીઓ હેબતાઇ ગઇ.એક લેડી જે અહીંનું મેનેજમેન્ટ દેખતી હતી તે ચિસ સાંભળીને આવી.
"શું થયું?"તેમણે પુછ્યું.
"ઠંડી..ઠંડી.ગરમ પાણી નથી."તે છોકરી અંદરથી બોલી.
"ગરમ પાણી નથી આવતું?તો પહેલા ખબર નથી પડતી ચેક કરી લઈએને અહીં આવી ઠંડીમાં ઠંડા પાણીથી નાહીશ તો મરી જઈશ."તે લેડી બોલ્યા.
તે લેડીએ જોયું કે કોક બંધ હતો તે ફરીથી ખુલ્યો નહીં.
"આ કોક બંધ હોય તો ગરમ પાણી ના આવે.હવે આ ખુલતો નથી નાહી લે ઠંડા પાણીથી."તે લેડી બોલ્યા.
તે છોકરી નાહીને બહાર આવી ત્યારે તે ઠંડીમાં ધ્રુજતી હતી.કિઆરાએ માંડ માંડ પોતાનું હસવું ખાળ્યું હતું.તેના ગયા પછી તેણે તે કોક ધીમેથી ખોલી નાખ્યો.
થોડીક વાર પછી બધાં જ ટ્રેનિંગ માટે ઓપન ગ્રાઉન્ડમાં હતાં.આ ટ્રેનિંગ માટે તેમને સ્પેશિયલ યુનિફોર્મ આપવામાં આવ્યો હતો.જે છોકરા અને છોકરીઓ માટે એકસરખો હતો.ખાખી રંગનો આખી બાય વાળો શર્ટ,ફુલ પેન્ટ અને ટ્રેની કેપ.પગમા સ્પેશિયલ શુઝ.પોતપોતાના ગ્રુપ પ્રમાણે તે લોકો લાઇનમાં ઊભા હતાં.
"ગુડ મોર્નિંગ ટ્રેનિઝ,ઠંડી લાગી રહી છે?નો પ્રોબ્લેમ તમારી ઠંડી ભગાવવાનો ઇંતજામ કરી દઈએ.રોજ આપણે આ મોટા ગ્રાઉન્ડના પંદર ચક્કર લગાવીને શરૂ કરીશું." કે.એસ.સીંગે કહ્યું.
આયાનની નજર કિઆરા પર અને ટ્રેનિંગ પર હતી.તેમણે ગ્રાઉન્ડમાં દોડવાનું શરૂ કર્યું.આયાન બેસ્ટ પરફોર્મન્સ આપવા માંગતો હતો તેણે ફટાફટ ભાગીને થાકવાની જગ્યાએ એકધારી ગતીમાં દોડવાનું શરૂ કર્યું.કિઆરા પર તે જ રીતે એકધારી ગતીમાં દોડી રહી હતી.
ગ્રાઉન્ડના પંદર રાઉન્ડ દોડતા જ લગભગ બધાની ઠંડી ઉડી ગઇ.એક વાત બધામાં કોમન હતી કે બધાં જ આ ટ્રેનિંગને લઇને ખૂબજ સીરીયસ હતાં.તેમની કડી ટ્રેનિંગ શરૂ થઇ.જેમા તેમને બ્રેકફાસ્ટ અને લંચ બ્રેક આપવામાં આવતો.
ઘણીબધી શરીરને મજબૂત કરતી કસરતો,ટ્રેકિંગ,સ્વિમિંગ,સેલ્ફ ડિફેન્સ અને લડવાની સ્કીલ્સ શીખવવામાં આવતી.આર્મીમાં અાપવામાં આવે તેવી અઘરી અને કઠણ ટ્રેનિંગ તેમને આપવામાં આવતી હતી.ટ્રેનિંગના દિવસો વીતી રહ્યા હતાં.સાત દિવસની ટ્રેનિંગ ખતમ થવા આવી હતી.અહીં કિઆરાએ ગરમ પાણીનો નળ બંધ કર્યો તે વાત તે છોકરી જાણી ગઇ હતી.તે કિઆરા સાથે બદલો લેવા યોગ્ય સમયની રાહ જોઇ રહી હતી.
આયાન સતત બેસ્ટ પરફોર્મન્સ આપવા પ્રયાસ કરી રહ્યો હતો અને તે કિઆરાને જોરદાર ટક્કર આપી રહ્યો હતો.કિઆરા આયાનના પરફોર્મન્સથી ખાસી ઈમ્પ્રેસ હતી.
ટ્રેનિંગ સિવાયના સમયમાં તે સતત એલ્વિસ વિશે વિચાર્યા કરતી.ઠંડી લાગવા છતા તે બેડ તેને ખૂબજ ગમતો હતો કેમકે તે જગ્યાએથી એલ્વિસનું પોસ્ટર ખૂબજ સરસ દેખાતું.તે એલ્વિસના પોસ્ટર સાથે મનમાં વાતો કરતી.આવતી કાલે તેમને એક ફોન કોલ કરવાની પરમીશન મળવાની હતી.કિઆરા અસમંજસમાં હતી કેમકે ઘરે ફોન કરવો જરૂરી હતો જ્યારે એલ્વિસને ફોન કરવો તેના હ્રદય માટે જરૂરી હતો.
*********
અહીં એલ્વિસની હાલત ખૂબજ ખરાબ હતી.કિઆરાને જોયા આટલા દિવસ વીતી ગયા હતાં.તેનું મન કામમાં નહતું લાગતું.કિઆરાની યાદ અને તેની સાથ વિતાવેલો સમય તેને સતત યાદ આવતો હતો.
આજે બીજી વખત એવું થયું કે એલ્વિસે તબિયતનું બહાનું બનાવીને વિન્સેન્ટને શુટીંગ કેન્સલ કરવા કહ્યું.
"એલ,આવું ક્યાં સુધી ચાલશે?તું કામ છોડીને બેસી રહીશ.એલ્વિસ,તારી ઇમેજ એક પંક્ચયુઅલ સુપરસ્ટારની છે.તું આવું કરીશ તો તારી ઇમેજ ખરાબ થશે અને પ્રોડ્યુસરને નુકશાન થશે.આમ ખાલી બેસી રહેવાના કારણે તને તેની યાદ વધારે આવશે.
એલ,કિઆરા એક પોલીસ ઓફિસર બનવા માંગે છે.તેની ડ્યૂટી ટફ હોય,ઘણીબધી વાર એવું બનશે કે તેની ડ્યૂટીના કારણે તે ઘણાબધા દિવસો તારાથી દુર રહે તો પણ તું આવું જ કરીશ?"વિન્સેન્ટે કહ્યું.તેની વાતની એલ્વિસ પર અસર થઇ.
"સોરી,હું ભુલી ગયો હતો કે કિઆરા મારો બીજો પ્રેમ છે જ્યારે મારો પહેલો પ્રેમ મારો ડાન્સ છે.ડાયરેક્ટરને કહે કે શુટીંગ કેન્સલ ના કરે."એલ્વિસે કહ્યું.
"મે તો શુટીંગ કેન્સલ કરવા કહ્યું જ નથી."વિન્સેન્ટે હસીને કહ્યું.
"વિન્સેન્ટ,કિઆરાથી આટલા દિવસ દુર રહ્યો તેમા જ મને સમજાઇ ગયું છે કે મારો પ્રેમ કોઈ બાહ્ય આકર્ષણ નહીં પણ સાચો પ્રેમ છે.હું તેના વગર નહીં જીવી શકું પણ આ દુરીયાઁ હું નેગેટીવ નહીં પોઝીટીવ લઇશ.હું મારા ડાન્સ પ્રત્યેના પ્રેમને સહારો બનાવી આ સમય પણ વિતાવી લઇશ." એલ્વિસે કહ્યું.
શુટીંગ ખતમ કરી સાંજે એલ્વિસ ઘરે આવ્યો ત્યારે વિન્સેન્ટ ખૂબજ ખુશ હતો.
"એલ,તારા માટે એક સરપ્રાઇઝ છે.તું ફ્રેશ થઇને તારા ડાન્સરૂમમાં આવ."
એલ્વિસે તેના ઘરમાં સ્પેશિયલ રૂમ બનાવ્યો હતો.જ્યાં તે અવારનવાર ડાન્સની પ્રેક્ટિસ કરતો પોતાના મનની ખુશી માટે.તે જેવો તે રૂમમાં આવ્યો તે જોઈને તેને અનહદ ખુશી મળી.સામે અરીસો છોડીને બાકીની બધી દિવાલ પર મોટી મોટી સાઈઝમાં કિઆરાના ફોટોગ્રાફ્સ લાગેલા હતાં.
"કેવી લાગી સરપ્રાઈઝ?હવે તારી જાન માટે ડાન્સ કર.એક વિચાર કે તે જોઇ રહી છે."આટલું કહીને વિન્સેન્ટ તે રૂમમાં એક તરફ બેસી ગયો.
તેણે એલ્વિસ માટે કંટેમ્પરરી ડાન્સ ફોર્મમાં ડાન્સ કરવા એક સુંદર ગીત વગાડ્યું.
થોડા ઠહેર થોડા ઠહેર.
સુન લે ઝરા
દિલ કહે રહા
દે ના સજા
યુ બે વજાહ
રુઠ કર મુઝસે ના જા અભી
ભુલ કર શીકવા ગીલા સભી પ્યારકા
આ જા ઓ મેરી તમન્ના
બાહોં મે આ ઓ કે હો ના પાએ જુદા હમ એસે મુજ મે સમાઓ.
હર ઘડી લગ રહી તેરી કમી
લે ચલી કીસ ગલી યે જિંદગી
હે પતા હું લાપતા પ્યારમે
એલ્વિસ કિઆરાને ઇમેજીંન કરીને ખૂબજ સુંદર રીતે કંટેમ્પરરી ડાન્સ કરી રહ્યો હતો.અંતે તેણે ખૂબજ સુંદર રીતે તે ડાન્સ પુરો કર્યો.
"વાઉ,એલ્વિસ યુ આર ટ્રુલી મેજિકલ.કાશ કિઅારાએ આ ડાન્સ જોયો હોત તો તે તુરંત જ તને આઇ લવ યુ કહી દેત."વિન્સેન્ટે કહ્યું.તેટલાંમાં તેને એક મેસેજ આવ્યો.તેના ચહેરા પર ચમક આવી.
"એલ,જોસેફ કેઇલ મુંબઇમાં છે."વિન્સેન્ટની વાત પર એલ્વિસના ચહેરા પર પણ ચમક આવી.
"વિન,તું આવતીકાલે જ તેમને મળવાની એપોઈન્મેન્ટ લે.હું કિઅારાને કઇંક સરપ્રાઇઝ આપવા માંગુ છું જ્યારે તે પાછી આવશે ત્યારે એક એવી સરપ્રાઇઝ આપીશ તેને કે તે મને જોતી જ રહી જશે."એલ્વિસે કઇંક વિચાર્યું.
કોણ છે આ જોસેફ કેઈલ?
શું સરપ્રાઇઝ આપવા માંગે છે એલ્વિસ કિઆરાને?
કિઆરા કોને ફોન કરશે?
તે છોકરી કિઆરા સાથે બદલો કેવીરીતે લેશે?
ટ્રેનિંગમાં આવશે એક અનોખો ટ્વિસ્ટ ,શું હશે તે?
જાણવા વાંચતા રહો.