LOVE BYTES - 83 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | લવ બાઇટ્સ - પ્રકરણ-83

Featured Books
Categories
Share

લવ બાઇટ્સ - પ્રકરણ-83

લવ બાઇટ્સ
પ્રકરણ-83
સ્તવન-આશાને મયુરે તર્કબધ્ધ રીતે બધી વાતો કરીને સમજાવ્યાં શાંત કર્યા અને પછી એ લોકોએ ડ્રીંક બનાવીને લીધુ સ્તવન આખો ગ્લાસ એક સમયે પી ગયો અને ડ્રાઇવીંગ કરવાનું શરૂ કર્યું.
આશા અને મહીકાએ ફેન્ટા પીવાની શરૂ કરી. થોડું કલાકેકનું ડ્રાઇવીંગ થયું અને સ્તવને ક્યું મયુર બીજો ગ્લાસ બનાવ તારે પણ પુરુ થઇ ગયું છે ઢોળાવો આવે પહેલાં થોડુ પી લઊં.
મયુરે કહ્યું હું બનાવું છું પણ એકી સાથે નથી પીવાનું તમારો ગ્લાસ હું પકડી રાખીશ સીપ મારીને પીજો નહીંતર પછી જો ચઢી ગઇ તો ઉપાધી થશે. આશાએ કહ્યું ચિંતા નહીં હું ડ્રાઇવીંગ કરી લઇશ તમે આનંદ કરો.
મયુરે બીજો ગ્લાસ એનો અને સ્તવનનો બનાવ્યો અને સીપ મારીને પીવા લાગ્યાં. અને કુંબલગઢ નજીક આવતું જતું હતું.
કુંબલગઢનાં ઊંચાઇ પર ચઢવાનાં ઢોળાવો આવવા લાગ્યાં. સર્પાકાર રસ્તાઓમાં સ્તવનને મૂડ સાથે ડ્રાઇવ કરવાની પણ મજા આવી રહી હતી સાથે સુંદર મીઠા પ્રેમગીતો વાગી રહેલાં. આશાનાં હાથ સ્તવનનાં ગળામાં હતાં એ વારે વારે સ્તવનને વ્હાલ કરી લેતી હતી. થોડે ઉપર ગયાં પછી એક મોટાં ચોક જેવું આવ્યું કુંબલગઢ પહોચવાની વાર હતી પણ સ્તવને કાર ઉભી રાખી.
આશાએ કહ્યું કેમ કાર ઉભી રાખી ? બધુ બરાબર છે ને ? સ્તવને કહ્યું બધું બરાબર છે પણ બેઠકની ગોઠવણી બદલીએ એણે મયુરને કહ્યું તું પાછળ મીહીકા સાથે બેસ. આશાને આગળ આવી જવા દે. આશા મારી સાથે બેઠી હોય એમજ વર્તે છે મીહીકા પાછળ એકલી પડે છે.
મયુર સમજી ગયો હોય એમ હસતો હસતો પાછળ બેસી ગયો અને સ્તવનનો ગ્લાસ આશાને આપીને કહ્યું હવે તું ધ્યાન રાખજો.
આ ફેરબદલીથી મીહીકા પણ ખુશ થઇ ગઇ. એણે કહ્યું પહેલેથીજ આમ બેઠાં હોત તો એમ કહી હસી પડી. સ્તવને કહ્યું જાગ્યા ત્યારથી સવાર એમ કહી એ પણ હસી પડ્યો. આશા આગળ આવી ગઇ. સ્તવને કહ્યું થોડાં સોલ્ટેડ કાજુ કાઢ અને બીજો નાસ્તો લાવી છે એ પણ કાઢ થોડું ખાઇએ પછી આગળ જઇએ હવે આપણે બહુ દૂર નથી. મયુરે રીઝર્વેશન બે શ્યુટનું કરાવી લીધુ છે બુક છે એટલે જઇને સીધો આરામ કરીશું. તન અને મન બેઉ થાક્યાં છે રીલેક્ષ થઇશું.
આશાએ મલકાતા કહ્યું લો આ કાજુ અને બીજા પાછળ આવ્યા. મીહીકાએ નાસ્તો કાઢ્યો મયુર અને સ્તવન આશાને આપ્યો. આશા કહે તમને તમારું ગમતુ પીણું મળી ગયું પછી રીલેક્ષજ છો ને. સ્તવને કહ્યું ના ગમતું તો હજી... પછી મલકાઇને ચૂપ થઇ ગયો. મયુર મીહીકા સમજી ગયાં હસી પડ્યાં.
ચારે જણાએ નાસ્તો કર્યો સ્તવન સીપ સાથે લેતો લેતો આશાની સામે જોઇ રહેલો. આશાએ કહ્યું સ્તવન બહાર જુઓ કેવું ખુશનુમા વાતાવરણ છે એકદમ ઠડક શરૂ થઇ ગઇ અહીં કેવું મસ્ત વાતાવરણ છે મજા આવી જશે.
સ્તવને કહ્યું તું સાથમાં છે એટલે બધુ મસ્તજ છે. એમ કહી આશાને ચૂમી લીધી. આશા શરમાઈ ગઇ બોલી પાછળ બહેન બનેવી બેઠાં છે તમારાં. સ્તવને કહ્યું એલોકો પણ ઇન્સ્પાયર થાયને તું પાછળ ના જો આપણામાં ધ્યાન રાખ એ લોકો પણ બીઝીજ છે એમ કહીને હસી પડ્યો. અને મીરરમાં જોયું. મયુર મીહીકા ઉપર ઢળેલોજ હતો સ્તવને નજર ફેરવી લીધી.
બીજો ગ્લાસ પુરો થયો અને સ્તવને કાર ચલાવવી શરૂ કરી પાછા ચઢાણ ચઢવા લાગ્યો ધાટ પર ડ્રાઇવ કરતો હતો થોડું સાચવીને ધીમે ધીમે ડ્રાઇવ કરી રહેલો અને ચાન્સ મળે આશાને ચૂમી લેતો હતો. આશા પણ બાવરી બની ગઇ હતી એણે શરમ છોડીને સ્તવનને ચૂમી લીધો.
આશાએ ત્રાંસી નજરે જોયું મીહીકા મયુર પણ એકમેકમાં હતાં એકબીજાને ચૂમી ભરી રહેલાં મીહીકા વારે વારે સાવધ થતી હતી.
સાંજ પડવી નજીક હતી કુબલગઢનો કિલ્લો પણ નજીક આવી રહ્યો હતો. રજવાડી મહેલ હોટલમાં રૃપાંતરીત થયેલો હતો ખૂબ સરસ અને સગવડતા ભરી હોટલમાં રહેવાનાં હતાં.
આગળ જતાં ધુમ્ ધુમ્મસ આવી ગયું સ્તવને કારની ફ્લેશ લાઇટ ચાલુ કરી દીધી ડીપર પર ચાલુ કરી ચલાવી રહેલો. ઢોળાવ ચઢતાં ચઢતાં હવે કુંબલગઢ માત્ર 2 km બાકી રહ્યું હતું પવનનું તોફાન અને ધુમ્મસ બંન્ને વધી રહેલાં. ઠંડી પણ ધણી હતી સ્તવને દૂરથીજ હોટલ (મહેલ) જોયો અને બોલ્યો ચાલો પહોચી ગયાં હવે કોઇ ટેન્શન નથી તમને બધાંને સુખસુખ સલામત પહોચાડી દીધાં.
મયુર અને મીહીકા પણ પાછળથી હોટલ નજીક આવી રહી છે જોયું અને સ્તવને હોટલનાં પોર્ચમાં ગાડી લીધી અને મુખ્ય દરવાજા સામે ઉભી રાખી.
ખૂબ સુંદર કોતરણી કામ અસલ રાજસ્થાની રજવાડી કાળીગરી હતી અંદર પીળા પ્રકાશમાં બધુ દેખાઇ રહ્યં હતું. રજવાડી પોશાકમાં દરવાન આવ્યો અને આશા તરફનો દરવાજો ખોલ્યો આશા ઉતરી પાછળ બે સેવકો આવી ગયાં. મયુર-મીહીકા ઉતર્યા સેવકોએ સામાન લઇ લીધો. આશાએ અને મીહીકાએ થરમોસ લીધાં. સ્તવને બધો સામાન ઉતરી ગયાં પછી વેલે પાર્કીગ માટે દરવાનને કારની ચાવી આપી.
ચારે જણાં અંદર આવ્યાં. રીસેપ્શન ઉપર મયુરે બુકીંગ ડીટેઇલ્સ જણાવી નામ આપ્યાં અને પોતાનાં આઇ ડી આપ્યાં રીસેપ્શન ઉપર ઉભેલી સુંદર છોકરીએ બધુ લઇને એ લોકોને રૂમની ચાવી આપી. આશા અને મયુરે કી લીધી સ્તવનની નજર રીસેપ્શન પર ઉભેલી છોકરી પર પડી અને એ આષ્ચર્યથી દીગમૂઢ થઇને એને જોઇ રહ્યો. સ્તવનની નજર એ સુંદર છોકરી પરથી હટતી નહોતી એને સ્તુતિ દેખાઇ. સ્તવને આંખો ચોળી ફરીથી જોયું. સ્તુતિજ હતી ? એને થયું એણે ડ્રીંક લીધુ છે એટલે સ્તુતિ દેખાય છે. પેલી છોકરી એની સામે જોઇને સ્મીત આપી રહી હતી. આશાએ કહ્યું સ્તવન શું જોયા કરો છો ? આમ કોઇ સામે જોઇ રહેવાય ? ચાલો આપણને કી મળી ગઇ છે. કેટલું ખરાબ લાગે. તમે ઓળખો છો ?
સ્તવન તરતજ જાગ્રત થયો એણે કહ્યું ઓહ નો નો એમજ એમ કહીને એણે નજર ફેરવી લીધી અને એનાં મનમાં તો તોફાન મચ્યું હતું. એ છોકરી સ્તુતિજ હતી ? મને કેમ આવી ભ્રમણાં થાય છે ? આશા સાથે હતી એટલે ચૂપચાપ એ લોકો સાથે લીફ્ટ સુધી આવ્યો ચારે જણાં લીફ્ટમાં પ્રવેશ્યા. સ્તવને હજી એક નજર એ છોકરી તરફ કરી એને સ્તુતિજ દેખાતી હતી. પેલી છોકરીની નજર પણ એનાં તરફજ હતી એણે મારકણું સ્મિત કર્યુ અને પછી નજર ફેરવી લીધી.
એ લોકો ત્રીજા માળે આવ્યાં. પેલાં સેવકોએ કહ્યું તમારાં સ્યુટ આવી ગયાં સ્તવનને કહ્યું તમારો 309 નંબર છે અને મયુરને કહ્યું તમારો 308 છે. તમારો સામાન તમે રૂમ ખોલો એટલે મૂકી દઇએ. સ્તવન અને મયુરે એ લોકોનેજ કાર્ડ આપી દીધુ. પેલાએ સ્વાઇપ કરીને રૂમ ખોલ્યાં અને સામાન અંદર મૂક્યો.
આશા તો સ્યુટમાં પ્રવેશ કરીને બોલી વાઉ શું સુંદર સ્યુટ છે અહીં રહેવાની મજા પડી જશે વાહ બારીની બહાર જુઓ સ્તવન પેલુ કેવું મોટુ તળાવ છે. જાણે સરોવર અને ચારે બાજુ લીલોતરીજ લીલોતરી.
સ્તવન હજી સ્તુતિનાંજ વિચારમાં હતો અને પાછો તંદ્રામાંથી બહાર આવ્યો અને આશા બતાવી રહી હતી એ દ્રશ્ય જોયું એણે કહ્યું વાહ ખૂબ સુંદર છે સ્યુટ પણ ખૂબ સરસ છે એ કહી રહ્યો હતો પણ મન બીજે હતું.
આશાએ કહ્યું પહેલાં ફ્રેશ થઇ કપડાં બદલી લઊં પછી તમે જાઓ અને સ્તવનની નજર બારીની બહાર ગઇ અને જોયું કે....
વધુ આવતા અંકે - પ્રકરણ -84