ખટ ....ખટ....ખટ...ખટ રાત ના બે વાગ્યે એકદમ સીમા ના ઘર ની ડેલી કોઈ એ ખખડાવી...
"અરે આટલી રાતે કોણ હશે"સીમા સ્વગત બોલી
ડરતા ડરતા હાથ માં ટોર્ચ લઈ, બે રૂમ અને પછી આવતી નાની ઓસરી ટપી એને ફળીયા માં આવી અચાનક કાંઈક સળવળાટ થયો,તે ડરી ગઈ જોયું તો તેના પગ નીચે સુકાયેલા પાંદડા હતા,તેને ફળીયા ની લાઈટ ચાલુ કરી તે ધીમે ધીમે ડેલી સુધી પહોંચી.
" કો...ણ કો.....ણ" સીમા એ ધીમે ધીમે બીતા બીતા પૂછ્યું..
પણ કોઈ બોલ્યું નહિ, તેને ડેલી માં પડેલી તિરાડ થી જોવાની કોશિશ કરી પણ ત્યાં કોઈ નહતું,શિયાળા ની ઠંડી રાત માં બહાર ફક્ત કૂતરા ના રોવાનો અવાજ આવતો હતો,પવન સુસવાટા મારતો હતો,અને ઘોર અંધકાર નું રાજ હતું...
સીમા ને ઘણું આશ્ચર્ય થયું,તે પાછી ઘર માં જવા લાગી ત્યાં જ...
ખટ...ખટ...ખટ...ખટ. ....ખટ ....ખટ...
એક સાથે અવાજ આવવા લાગ્યો,સીમા એકદમ થી બી ગઈ આવી ઠંડી માં પણ તેને પરસેવો વળી ગયો,"
કો..........ણ કો...ણ છે",સીમા એ લગભગ બૂમ જ પાડી.
"એ ખોલ હું શાવી" બહાર થી અવાજ આવ્યો
શાવી અત્યારે અહીં શુ કામ આવી હશે? સીમા ના મન માં પ્રશ્ન થયો..
સીમા એ ડેલી ખોલી સામે તેની પાક્કી બેનપણી શાવી ઉભી હતી,નામ પ્રમાણે રંગે શામળી,પાતળી,કમર સુધી લાંબા વાળ અને અણીયાણી આંખો,
" ચાલ મારી સાથે" શાવી એ કહ્યું
"અરે પણ અત્યારે ક્યા?" સીમા એ પૂછ્યું
" મારી સાથે" એમ કરી ને શાવી એ સીમા ને ખેંચી સીમા પડતા પડતા બચી ને એની આંખ ખુલી ગઈ...
સીમા ઊંઘ માં પણ હાંફતી તી,આ સપનું છેલ્લા થોડા દિવસ થી સીમા ને હેરાન કરે છે,કાયમ શાવી આવે એને લેવા પણ ક્યાં???
* * * * *
સીમા અને શાવી એટલે બે શરીર અને એક આત્મા,બંને
નાનપણ થી જ સાથે,અરે નાનપણ નહીં બંને જન્મ થી જ સાથે,કેમ કે બંને નો જન્મ એક જ દિવસે,એક જ સમયે એક જ ફળીયા માં થયેલો,અને સીમા ની માં તો એને જન્મ આપી ને થોડા સમય કોમાં માં અને પછી મરી ગઈ એટલે બંને એ દૂધ પણ એક જ માનું પીધું હતું,વાત એમ થઈ કે સીમા ની માં સીમા ને જન્મ આપી ને કોમાં માં જતી રહી, હવે આ બાળકી ને રાખવી કેમ,ત્યારે શાવી ની માં એ પોતાનું દૂધ આપવા માંડ્યું,અને આમ બંને એક જ માની દીકરી હોઈ તેવો બંને વચ્ચે ભાવ,ત્યાં સુધી કે બંને ના લગ્ન પણ એક જ દિવસે થયા ,પણ નજીક નજીક ના ગામ માં...
નાનપણ થી જ સીમા ની માં ના હોવાથી એના માં દુનિયાદારી ની સમજ વહેલી આવી ગઈ,જ્યારે શાવી થોડી વધુ નટખટ,બંને ગરબા રમવા પણ સાથે જ જતી,અને એક જ સરખી તૈયાર થતી,કોઈ પણ જગ્યા,પ્રસંગ કે તહેવાર, સીમા શાવી હમેંશા સાથે જ હોઈ....
લગ્ન પછી બંને ઘણીવાર એકબીજા ને મળતાં,બંને ના વર પણ તેમાં ભળતા,અને સંજોગોવશાત બંને ને ત્યાં એક સાથે જ બાળકો નો જન્મ થયો,બંને ને દીકરી આવી,અને કાયમ મળતા હોવાને લીધે તે પણ બંને બેનપણી બની ગઈ હતી...
પણ ખબર નહિ હમણાં આ શાવી ના સપના કાયમ કેમ આવતા,અને બસ એક જ વાત ચાલ મારી સાથે,અને ઊંઘ ઊડી જતી,સીમા એ વિચાર્યું કે કાલ તો કોઈ ને પૂછવું જ પડશે,અને એ વિચાર માં બેઠી હતી,ત્યાં જ એનો વર જાગી ગયો,અને સીમા ને આમ બેસેલી જોઈ સમજી ગયો,કે ફરી એ જ સપનું હશે,તે બોલ્યો:"સુઈ જા કાલે આપડે ફરવા જવાનું છે ને " અને તે સુઈ ગઈ...
બીજા દિવસે સીમા એનો વર અને દીકરી રાજસ્થાન ફરવા જવાના હતા,બધી તૈયારી થઈ ગઈ હતી,તેઓ નીકળી પડ્યા,સૌથી પહેલા તેઓ આબુ ગયા,આબુ આમ પણ ગુજરાતી સહેલાણી ને આકર્ષિત કરે તેવું, ત્યાં નું મનોરમ્ય વાતાવરણ ખૂબ જ લોભમણું ,ત્યાં સૌથી પહેલા તેમને દેલવાડા ના જૈન મંદિરો ની મુલાકાત લીધી,ફરતા ફરતા સીમા નો વર અને દીકરી આગળ નીકળી ગયા,અને સીમા પાછળ રહી ગઈ કે અચાનક જ એને શાવી દેખાય,તે પણ ત્યાં જ હતી,સીમા ને થયું કે શાવી અહીં? તે કઈ કહેવા જાય એ પેલા તો તે દૂર નીકળી ગઈ,નક્કી તળાવ પર બોટિંગ કરતી વખતે પણ સીમા એ શાવી ને જોઈ પણ એને સીમા તરફ કોઈ ધ્યાન જ ના આપ્યું..
તે દિવસે સીમા અને એનો પરિવાર એક હોટલ માં રોકાયા
આજે પણ સીમા ને ફરી શાવી સપના માં આવી, હવે સીમા ખરેખર પરેશાન થઈ ગઈ હતી,તે જાગી ને જરા વાર રૂમ ની બારી પાસે ઉભી રહી,દૂર કોઈ કોઈ જગ્યા એ કૂતરા ના રડવાનો અવાજ આવતો હતો,તમારા નો પમરાટ પણ સંભળાતો હતો,અને ત્યારે જ...સીમા ના રૂમ કોઈ એ ખખડાવ્યો,સીમા એ જોયું તેનો વર અને દીકરી સુતા છે,તે જલ્દી દરવાજા તરફ ભાગી ખોલી ને જોયું તો શાવી,
" અરે શાવી તું અહીં? મેં સવાર થી તને બે વાર જોઈ પણ તારું તો ધ્યાન જ નહતું,તમે લોકો ક્યારે આવ્યા? સીમા એકશ્વાસે બોલી રહી,અને શાવી એ ફક્ત હસી ને તેની હાથ પકડી અને ચાલવા લાગી,
"અરે તું કાંઈક તો બોલ! અને આ આટલી રાત્રે ક્યાં લઇ જાય છે? આ તારી પેલે થી જ ટેવ છે,કાઈ બોલ નહિ અને ખેંચી જાય અરે બોલ તો ખરી?"
અને શાવી એ સીમા તરફ પોતાનું મો ફેરવ્યું,એના ચહેરા પર એક તોફાની સ્મિત હતું,અને તેને સીમા ને પોતાની તરફ ખેંચી ને કહ્યું " હાલ મારી સાથે" અને એકાએક સીમા ખેંચાઈ ને ઉભી રહી ગઈ ,જોયું તો તે એક ઉંચી ટેકરી ની કિનારે ઉભી હતી,
" હું... હું...અહી કેમ કરતા આવી?" સીમા સ્વગત જ બોલી
ચારે તરફ અંધારું હતું,ચકલુય ના ફરકે તેવી એ જગ્યા તે ડર ની મારી ત્યાં થી તરત ભાગી,આખા રસ્તા માં અંધારું હતું,સ્ટ્રીટ લાઈટ ના અજવાળે તે માંડ હોટેલ પહોંચી,તે આખી હોટેલ માં કોઈ જાગતું ના હતું તે આખી પરસેવા થી તરબતર થઈ ગઈ હતી,તેને રૂમ માં જઇ ને જોયું,તેનો વર અને દીકરી સુતા હતા,તે પણ તેમની બાજુ માં જઇ ને સુઈ ગઈ ,પણ ડર હજી તેનો પીછો નહતો છોડતો,રૂમ માં તેના શ્વાસ નો જોશ જોશ થી આવાઝ આવતો હતો,અને અચાનક. ટ્રીન.... ટ્રીન..... ટ્રીન....સવાર ના છ વાગ્યા હતા,અને એલાર્મ નો અવાજ આવતો હતો...
બીજા દિવસે સીમા નો પરિવાર કોટેશ્વર ગયો,ત્યાં નજીક માં તેમના કુળદેવી હતા અને ત્યાં હવન હતો એટલે બધા એ ત્યાં પહેલા જવાનું નક્કી કર્યું,હવન માં સીમા ના બીજા સંબંધી પણ હાજર હતા,તે બધા સીમા સામે કંઈક અલગ નજર થી જોતા હતા,હવન પેલા એક પૂજા કરવાની હતી,બધા હવનકુંડ ફરતે બેસી ગયા,સીમા અને તેનો વર પણ બેઠા...
પૂજા કરાવવા કપાળે ત્રિપુંડ અને શરીરે ભગવધારી દસ બ્રાહ્મણો આવ્યા હતા, અને ખૂબ જ મોટો હવન કુંડ હતો,સીમા વિચારતી હતી કે નક્કી કોઈ મોટી પૂજા હશે,તે આરામ થી બધી વિધિ બ્રાહ્મણ ના કહ્યા મુજબ કરતી હતી,એકાએક તેને સામે શાવી દેખાઇ, તે ઈશારા થી તેને ઉભી થઇ જવા કહેતી હતી,સીમા ને કશું સમજાયું નહીં,તે ફરીફરી ને તે સીમા ને પોતાની પાસે બોલાવતી હતી અને અચાનક તે ગાયબ થઈ ગઈ,બ્રાહ્મણો ખૂબ ઉચ્ચા અવાજે મંત્રોચ્ચાર કરતા હતા,વાતાવરણ માં એકદમ ધૂપ ની ખૂબ તીવ્ર સુંગધ આવવા લાગી,હવનકુંડ માં અગ્નિ પ્રગટી રહ્યો હતો,થોડીવાર માં જ હવનકુંડ માં અગ્નિ ની જ્વાળા એકદમ લાંબી લાંબી થવા લાગી,બ્રાહ્મણો ના મંત્રોચ્ચાર નો અવાજ મોટો થવા લાગ્યો,એકતરફ ધૂપ ની તીવ્ર ગંધ,અને બીજી તરફ અમુક બ્રાહ્મણો જોશ જોશ થી ઘંટ નાદ કરતા હતા,સીમા ને સમજાતું નહતું કે આ કેવો હવન છે,અને અચાનક હવન કુંડ ની જ્વાળા માં તેને શાવી નો ચેહરો દેખાયો..
" શાવી ....શાવી ...સીમા એ બૂમ પાડી,"
સીમા ના વરે તેનો હાથ પકડી રાખયો હતો,સીમા બૂમ પાડતી રહી અને અચાનક જ એક ડરામણો ભારે અવાજ આવ્યો,
"છોડી દો...છોડી દો એને" બધા એ જોયું કે હવનકુંડ થી દૂર સીમા ની દીકરી બેઠી હતી તેનો અવાજ હતો,બધા ડરી ગયા આ શું? આ કેમ થઈ ગયું?
"છોડી દો સીમા ને" ફરી એ જ ભારી ભરખમ અવાજ આવ્યો,"નહિ તો આ છોકરી નો જીવ જોખમ માં મુકાઈ જશે"
"તું અહીં થી ચાલી જા "એક બ્રાહ્મણે કહ્યું
"ના હું સીમા ને મારી સાથે લઈ ને જઈશ"
"શુ તું એવું ઈચ્છે છે,કે તારી સીમા ની જેમ એની દીકરી પણ અનાથ થઈ જાય,વય જ શાવી સીમા ને લીધા વિના, જો એના વર ને છોકરી સામે,અને જો તારો વર ને દીકરી પણ તારી રાહ જોવે છે, જા શાવી ચાલી જા"સૌથી મોટા દેખાતા એક બ્રાહ્મણે કહ્યું.
"ના હું સીમા ને અહીં છોડી ને નહિ જાવ,તેને મારી સાથે લઈ જઈશ"ફરી તે ભારી અવાજ આવ્યો.
"જો તું સીમા ને પૂછ શુ એને તારી સાથે આવું છે"એક બ્રાહ્મણે કંઈક તુક્કો લગાવ્યો
તેને સીમા ની નજીક જય ને ધીમે થી કીધું
"જો તું આને કે મને તારી સાથે નથી આવવું નહીં તો તારી
દિકરી નો જીવ લઈ લેશે,અને પછી જોર થી બૂમ પાડી બોલ બોલ સીમા તારી મરજી કહી દે શાવી ને" તે બ્રાહ્મણ સીમા ની આંખ માં આંખ નાખી ને બોલ્યો.
સીમા અચાનક થયેલા આવા સવાલ થી અને આવી પરિસ્થિતિ થી ખૂબ જ ડરી ગઈ હતી,તેની નજર તેની દીકરી પર હતી,જેની મોટી મોટી લાલ આંખો,વિખરાયેલા વાળ,
અને જોશ જોશ થી જાણે ધમણ ચાલતું હોય એવી તેની છાતી ,ત્યાં હાજર રહેલા દરેક વ્યક્તિ ને ડરાવતું હતું,
બ્રાહ્મણે ફરી પૂછ્યું બોલ સીમા....
"શાવી મારી દીકરી ને છોડી દે,જો હું તારી સાથે ના આવી શકું નહિ તો મારી દીકરી એકલી રહી જાય અને એની પાસે મારી જેમ કોઈ શાવી નથી તો એ કોને સહારે જીવશે?" સીમા રડતા રડતા બોલી
"શાવી મને ખબર છે,આપડે આજ સુધી દરેક દિવસ એક સાથે જ પસાર કર્યો છે,દરેક જગ્યા એ આપડે સાથે જ રહ્યા છીએ,પછી એ નિશાળ હોઈ કે ગરબા,પ્રસંગ કે તહેવાર ,અરે
મારી જીવ થી વ્હાલી બહેનપણી આપડે આ દુનિયા માં પણ સાથે જ આવ્યા,પણ કુદરત ને આપડો સાથ અહીં સુધી જ મંજુર હતો,તો હવે તું જા અને મને ભૂલી ને તારા જીવ ને શાંતિ આપ"સીમા એ તેની દીકરી ની નજીક જય તેનો હાથ પકડી અને આંખો માં આંખ નાખી ને પ્રેમ થી સમજાવ્યું.
"બસ સીમા તું મને એકલી મૂકી દઈશ ને,તે કીધું તું કે શાવી ગમે તે થાય આપડો સાથ ક્યારેય નહીં છૂટે,ગમે તે થાય તું મને એકલી નહિ મૂકે"શાવી નો ભારે અવાજ જરા નરમ પડ્યો,અને તે ચોધાર આંસુ એ રડી પડી.
"કોઈ વાંધો નહિ,હું તારી રાહ જોઇશ તારી દીકરી ને હું અનાથ નહિ થવા દવ "આટલું કહી ને સીમા ની દીકરી એ એક જોર થી ચીસ પાડી ને ત્યાં જ બેભાન થઈ ગઈ.
વાત એમ બની હતી કે,એકવાર રજા ના દિવસે શાવી અને એનો પરિવાર સીમા ને ગામ આવતા હતા,અને રસ્તા માં તેમને જીવલેણ અકસ્માત નડ્યો,અને શાવી સીમા સીમા કરતા તરફડી ને મરી ગઈ,બસ ત્યારથી જ શાવી સીમા ના સપના માં આવતી,અને સીમા એ તો આ સમાચાર સાંભળી પોતાનું ભાન જ ભૂલી ગઈ તી,બધા ને તેમની મિત્રતા ની ખબર હતી,એટલે જ બધા એ સીમા ને કહ્યું કે જો તું એની પાછળ ક્રિયા કરે તો એની આત્મા ને મુક્તિ મળે...
બ્રાહ્મણો એ હવન ની વિધિ પૂર્ણ કરી,અને શાવી અને તેના પરિવાર ને મુક્તિ મળે એ પ્રાર્થના કરી,સીમા અને તેનો પરીવાર પાછો ઘરે આવી ગયો,પણ હજી શાવી સીમા ના સપના માં આવે છે.
પંદર વર્ષ પછી સીમા ની દીકરી ના લગ્ન થઈ ગયા,તેનો દીકરો પણ હવે ખાંસ્સો મોટો થઈ ગયો હતો,સીમા શાવી ને ભૂલી નહતી અને એક દિવસ...
સીમા અને શાવી ના ગામ ની એક ઉંચી ટેકરી પર થી છલાંગ લગાવી સીમા એ પોતાનો જીવ દઈ દીધો, અને ગામ ના બધા ના મોઢે એક જ વાત હતી,છેવટે શાવી સીમા ને પોતાની સાથે લઈ ગઈ..
આરતી ગેરીયા....