Midnight Coffee - 5 in Gujarati Love Stories by Writer Shuchi books and stories PDF | મિડનાઈટ કોફી - 5 - ચંદ્ર

Featured Books
Categories
Share

મિડનાઈટ કોફી - 5 - ચંદ્ર

નિશાંત : તું કેમ રડી રહી છે??
પૂર્વી : કઈ નહી.
નિશાંત : તારા આંસુ તો લૂછ.
પૂર્વી : નહી.
નિશાંત : અરે....!!
પપ્પા સાથે કઈ થયું??
પૂર્વી : મારે ઈન્ડિયા આવવું છે.
નિશાંત : આવી જજે.
પૂર્વી : ક્યારે??
નિશાંત : એક્ઝામ પતે પછી.
પૂર્વી : પોસ્પોન્ડ થઈ ગઈ.
નિશાંત : કેમ??
પૂર્વી : એ બહુ લાંબી વાર્તા છે.
હમણાં કહેવાનો મૂડ નથી.
નિશાંત : સારું.
પૂર્વી : મને ઈન્ડિયા નું ખાવાનું પણ બહુ યાદ આવે છે.
નિશાંત : લઈને આવું??
પૂર્વી : તને મજાક સુજે છે??
નિશાંત હસે છે.
પૂર્વી : યાર....!!
ચડાવ નહી.
નિશાંત : તું પોતે પોતાનાથી ચીડાય રહી છે અત્યારે.
પૂર્વી : આજ નો દિવસ જ એવો છે.
તે પોતાના રૂમના બેડ પર સૂતા સૂતા નિશાંત સાથે વાત કરી રહી હોય છે.
નિશાંત : જોબ પર નથી ગઈ??
પૂર્વી : કશે નથી ગઈ.
નિશાંત : ઓ....તારી કોફી ક્યાં છે આજે??
મારી સાથે વાત કરતા કરતા કોફી નથી પીવી??
પૂર્વી : પીવી છે.
પણ ઉભા નથી થવું.
નિશાંત : તું......
પૂર્વી : હા.
એટલું દુખે છે ને યાર.
તું આવીને મને કોફી બનાવી આપ.
નિશાંત : સાથે ખમણ - વડાપાઉં લઈ આવ??
પૂર્વી : યાદ નહી અપાવ યાર.
તે ફરી ચીડાય જાય છે.
નિશાંત મુસ્કાય છે.
પૂર્વી : આવું શું કામ થતુ હશે યાર??
નિશાંત : શું??
પૂર્વી : આ દર મહિને જે થાય છે એ.
નિશાંત : પૂર્વી....!!
નિશાંત ને થોડું આશ્ચર્ય થાય છે.
આ પૂર્વી તેની સાથે કેવી વાતો કરી રહી છે.
હા, બંને ખૂબ જ સારા દોસ્ત છે પણ....
આ વાત....!!
પૂર્વી : શું મારી સામું જોયા કરે છે??
નિશાંત : પૂર્વી, માન્યું આપણે ઘણા સારા દોસ્ત છીએ પણ આ વાત તારે મારી સાથે ન કરવી જોઈએ.
પૂર્વી : જો તું મારો બોયફ્રેન્ડ હોતે તો??
તેમની સાથે આ વાત કરાય અને બેસ્ટ ફ્રેન્ડ સાથે ના કરાય એવું??
નિશાંત : બંને રિલેશન ની ઈક્વેશન અલગ અલગ હોય છે.
પૂર્વી : બંને જીંદગી ભર તમારી સાથે રહે છે.
નિશાંત : તો પણ.
પૂર્વી : બેસ્ટ ફ્રેન્ડ સાથે તમારા રિલેશનશિપ ના પ્રોબ્લેમ્સ ડિસ્કસ કરાય પણ આ ના કરાય??
આ તો કેટલી નોર્મલ વાત છે.
સ્કૂલમાં પણ....
નિશાંત : હા પૂર્વી.
પણ જે નહી થાય એ નહી થાય.
પૂર્વી : ઓકે.
આ વાત ને આપણે બાજુ પર મૂકી દઈએ.
નિશાંત : હંમ.
મને બહુ નવાઈ લાગે છે.
રાધિકા ને મારાથી કોઈ ફરિયાદ જ નથી.
પૂર્વી : બીકોઝ યુ આર નાઇસ મેન.
નિશાંત : એમ નહી.
પૂર્વી : તો કેમ??
નિશાંત : હું ૩૬ વર્ષ નો છું અને તે ૨૨ વર્ષ ની છે.
ઉંમર પ્રમાણે પણ અમારી જીવન જીવવાની રીત માં ઘણો ફરક છે.
છતાં એક પણ વાર તેણે મમ્મી પપ્પાની પણ ફરિયાદ નથી કરી.
સાંભળી પૂર્વી મુસ્કાય છે.
નિશાંત : મને આ થોડું....
પૂર્વી : એટલે તેણે ફરિયાદ કરવી જોઈએ??
નિશાંત : ખબર નહી.
પૂર્વી : મને લાગે છે, તું હવે વધારે વિચારી રહ્યો છે.
નિશાંત જેની પુરોહિત....
પૂર્વી : પેલી શેફ??
નિશાંત : હા.
રાધિકા અને તે....
પૂર્વી : સાથે છે??
નિશાંત : હા.
પૂર્વી : અને અત્યારે તે રાધિકા થી તારી સાથે લગ્ન કરવાની બાબતે નારાજ છે.
નિશાંત : એ તો ખબર નથી કઈ બાબતે નારાજ છે પણ એણે બધે રાધિકા ને બ્લોક કરી દીધી છે અને રાધિકા આટલા દિવસથી તેના સુધી પહોંચવા ના અસફળ પ્રયત્નો કરી રહી છે અને....
નિશાંત નો ચહેરો ઉદાસ થઈ જાય છે.
પૂર્વી : તું કોન્ટેક્ટ કરને તેનો સોશિયલ મીડિયા પર.
નિશાંત : તે મારા વિશે જાણે છે.
પૂર્વી : તો??
નિશાંત : અને....
પૂર્વી : રાધિકા એ તને ના પાડી છે??
નિશાંત : મને વચ્ચે પડવું ઠીક નથી લાગતુ.
પૂર્વી : યાર....!!
નિશાંત : અને મને નથી લાગતુ તે વાત સાંભળશે પણ.
પૂર્વી : ટ્રાય કરવામાં....
નિશાંત : મને હમણાં નથી ઠીક લાગતુ.
પૂર્વી : તારી મરજી.
નિશાંત : ચાલો, હવે અમારો જમવાનો સમય થઈ ગયો.
આપણે પછી વાત કરીએ.
પૂર્વી : ઓકે.
ટેક કેર.
નિશાંત : યુ ટુ.
પૂર્વી : યા.

* * * *

નિશાંત જમવા માટે રાધિકા ને ઉઠાડે છે.
અને જમવાનું ઉપર રૂમમાં જ મંગાવી લે છે.
રાધિકા ની વધારે ખાવાની ઈચ્છા નથી હોતી.

જમીને

નિશાંત : ચાલ, ટેરેસ પર જઈએ??
રાધિકા બોલ્યા વગર હા પાડી દે છે અને બંને ટેરેસ જાય છે.
નિશાંત : મને અહીં આવવું બહુ ગમે છે.
રાધિકા નિશાંત સામે જુએ છે.
રાધિકા : બેસીએ??
નિશાંત : હા.
બંને નીચે બેસે છે.
રાધિકા આજુ બાજુ જોવા લાગે છે.
સરસ પવન આવતો હોય છે.
અંધારું ધીરે ધીરે ઘેરાવા લાગ્યુ હોય છે અને ચંદ્ર વાદળ સાથે સંતાકૂકડી રમવામાં મસ્ત હોય છે.
નિશાંત ખુલ્લા આકાશ તરફ જોઈ રહ્યો હોય છે.
રાધિકા : થેન્કયૂ.
તે નિશાંત તરફ જોતા કહે છે.
નિશાંત તેની તરફ જોઈ મુસ્કાય છે.
રાધિકા : તમે....મારા ઘરે ગયા હતા??
નિશાંત : નહી.
રાધિકા : હું....
નિશાંત : મારે નથી જાણવું.
આ જવાબ ની રાધિકા ને આશા નહતી.
રાધિકા : પણ....
નિશાંત : તું ઘરે તો પાછી આવી ગઈ ને.
રાધિકા : પણ હું તો....
નિશાંત : તું જે કરવા ગઈ હતી એ એટલું પણ સહેલું નથી.
રાધિકા : મમ્મી પપ્પાનો વિચાર આવ્યો અને હું અટકી ગઈ.
નિશાંત : એ જો....
આંખો ચંદ્ર દેખાયો.
બંને આકાશમાં જોવા લાગે છે.
રાધિકા ને યાદ આવે છે કે તેણે અને જેની પણ સાથે આવી કેટલી રાતો વિતાવી છે.
બસ, એ બંને, ઠંડી હવા, તેમની મુલાકાતો નો સાક્ષી આ ચંદ્ર.
માત્ર કોફી ની કમી હતી અત્યારે.
જેની દર વખતે જ્યારે તેઓ બહાર મળવાના હોય તેની સ્પેશ્યલ કોલ્ડ કોફી પણ બનાવીને લઈ આવતી.
નિશાંત : કોફી પીશે??
નિશાંત ના અચાનક પૂછાયેલા સવાલથી રાધિકા હકીકતમાં પાછી ફરે છે.
તે નિશાંત તરફ જુએ છે.
નિશાંત : કોફી??
રાધિકા : અત્યારે??
નિશાંત : તારે પીવી છે??
રાધિકા : તમને પણ રાત ના કોફી પીવું ગમે છે??
નિશાંત : હું નીચે ફોન કરી દઉં.
તે બનાવીને ઉપર આપી જશે.
નિશાંત નીચે ફોન કરી નોકર ને ગરમ કોફી બનાવી ઉપર આપી જવા કહી દે છે.
થોડી વારમાં ૨ કપ અને ૧ થર્મોસ સાથે કોફી આવી જાય છે.
રાધિકા બંને માટે કપ માં કોફી કાઢે છે.
નિશાંત ના ચહેરા પર સુકૂન ભર્યું હાસ્ય જોઈ રાધિકા પણ મુસ્કાય છે અને કોફી ની પહેલી સીપ લે છે.
નિશાંત : કઈ પૂછું??
રાધિકા : હા....
નિશાંત : તને આખો દિવસ સાડી પહેરવાનું ફાવે છે??
રાધિકા : હા.
મને ગમે છે સાડી પહેરવું.
નિશાંત : ખરેખર??
રાધિકા : હા.
નિશાંત : સારું કહેવાય.
નહીંતો હમણાં છોકરીઓ બહુ ઓછી સાડી પહેરે છે.
અને જે પહેરે છે એમને ક્યાં તો ફાવતી નહી હોય.
રાધિકા : તમને કઈ રીતે....
નિશાંત : મને કઈ રીતે ખબર એમ??
રાધિકા હા માં માથું હલાવે છે.
નિશાંત : થેન્ક્સ ટુ પૂર્વી.
તે કોફી નો સીપ લેતા કહે છે.
નિશાંત : ચાલ, આપણે કોફી સાથે આપણી એક સેલ્ફી લઈએ.
રાધિકા : ઓકે.
તે કોફી નો કપ લઈ નિશાંત ની થોડી નજીક આવે છે.
નિશાંત મોબાઈલ માં સેલ્ફી ક્લિક કરે છે.
" મીડનાઇટ ફોફી વિથ ન્યુ ફ્રેન્ડ " લખી નિશાંત બંને ની સેલ્ફી પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોસ્ટ કરી દે છે.
રાધિકા : મીડનાઇટ કોફી??
નિશાંત : રાત ના ૧૨ વાગી રહ્યા છે.
રાધિકા : ઓહ માય ગોડ!!
હું કેટલા કલાક સુધી સૂતી રહી??
નિશાંત : ઇટસ ઓકે.
રાધિકા : સૉરી.
નિશાંત માત્ર મુસ્કાય છે.
રાધિકા અને તેનો ચંદ્ર જેની ની યાદમાં ગરમ કોફી ને માણવા લાગે છે.

* * * *

~ By Writer Shuchi

☺️

.