The Author Dr. Damyanti H. Bhatt Follow Current Read નારી શક્તિ - પ્રકરણ - 8 (સતી અનસૂયા) By Dr. Damyanti H. Bhatt Gujarati Women Focused Share Facebook Twitter Whatsapp Featured Books शोहरत का घमंड - 101 प्रेम और युद्ध - 4 डेविल सीईओ की स्वीटहार्ट भाग - 81 अब आगे,अपनी बात कहकर अब मुखिया जी वहां उन दोनों के पास से अब... Devil I Hate You - 20 उसकी बात सुन रूही ,,,,,और ज्यादा डर जाती है ,,,उसे तो इतना ड... नशे की रात - भाग - 5 अनामिका को शगुन देकर सरगम ने राजीव के साथ इस रिश्ते पर दोनों... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Dr. Damyanti H. Bhatt in Gujarati Women Focused Total Episodes : 31 Share નારી શક્તિ - પ્રકરણ - 8 (સતી અનસૂયા) (2) 2.6k 7.8k નારી શક્તિ ( પ્રકરણ- 8 )કહાની સતી અનસુયા ની,,,,,પાંચ સતીઓ માં અનસૂયા ની ગણના થાય છે સતી સાવિત્રી, સતી અનસૂયા, સતી દ્રોપદી , સતી મંદોદરી અને સતી તારા.કરદમ ઋષિ અને દેવહુતિ ની 9 પુત્રીઓમાંની અનુસુયા એક પુત્રી હતી. તેનો વિવાહ અત્રિ ઋષિ સાથે થયેલો. કહેવાય છે કે એક કથા પ્રમાણે જ્યારે રામ લક્ષ્મણ અને સીતા વનમાં ગયા ત્યારે તેઓ અનસૂયાના આશ્રમમાં એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. માતા અનસૂયાએ સીતાને ઉપદેશ આપેલો અને સુંદર અખંડ સૌન્દર્ય માટેની ઔષધી આપેલી.અનુસુયા એક પતિવ્રતા સતી સ્ત્રી હતી. તેના સતીત્વનો અનન્ય પ્રભાવ હતો એમ કહેવાય છે કે આકાશ માર્ગે થી જ્યારે દેવો પસાર થતા હતા ત્યારે અનસૂયાના સતીત્વની નો પતિ ભક્તિના તેજનો પ્રભાવ પડતો હતો પરિણામે સમગ્ર પૃથ્વીલોક અને દેવલોકમાં સતી તરીકે અનસૂયાની કિર્તી ચોમેર પ્રસરી ગઇ હતી.એક વખત બન્યું એવું કે તે વર્ષમાં વરસાદ બિલકુલ ન પડ્યો. વનના પ્રાણીઓ પશુ-પક્ષી પાણી માટે તરસવા લાગ્યા નદી તળાવ સરોવર સુકાવા લાગ્યા. ધરતી સૂકી ભટ અને તપવા લાગી. પાણી વિના સૃષ્ટિના તમામ સજીવો આકુળ-વ્યાકુળ થવા લાગ્યા.પક્ષીઓ આકાશમાં પાણીની શોધ માટે આમતેમ ઉડવા લાગ્યા. મૂંગા પ્રાણીઓ વ્યાકુળ નજરે પાણી માટે તડપવા લાગ્ય. દૂર દૂર સુધી નજર નાખતા ક્યાંય ઝરણું કે તળાવ જોવા મળતું ન હતું. કોમલ પક્ષીઓ પાણીના અભાવે ટપોટપ મરવા લાગ્યા. અનસોયા થી આ દ્રશ્ય જોવા તું ન હતું. તેનું અંતર રડી રહ્યું હતું. તે પોતે પણ ખૂબ જ આકુળ વ્યાકુળ થઈ ગઈ. અને વિચારવા લાગી કે વરસાદ આવવાનો ઉપાય શું કરવો ?આખરે તેણે પોતાના પતિને અત્રિ ઋષિને વિનંતી કરી , અનસૂયા પતિને બે હાથ જોડીને કરગરવા લાગી , હે સ્વામી મારાથી આ મુંગા પશુ પક્ષીઓ ની વેદના જોવાતી નથી તમે કંઈક ઉપાય કરો. તમે ભગવાન ભોળાનાથ ના શરણે જાઓ. તેમની તપશ્ચર્યા કરો અને ભગવાન શિવને પ્રસન્ન કરો અને વરસાદ વરસાવો. મારી આટલી વિનંતી માન્ય રાખો હું તમારે પગે પડું છું તમે કહેશો તે સેવા કરવા હું તૈયાર છું.ભગવાનશંકર દયાળુ છે તેઓ જરૂર તમારી પ્રાર્થના સાંભળશે. બધા જીવોને બચાવી લો, હે પ્રાણનાથ સમગ્ર સૃષ્ટિના જીવો ના પ્રાણ રક્ષો તે તમારા હાથમાં છે. અનસોયા ની આવે રદય દ્રાવક વાણી સાંભળીને અત્રિ મુનિ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તપ કરવા માટે તૈયાર થયા. બંને પતિ-પત્ની ગિરિરાજની ગોદમાં તપશ્ચર્યા કરવા માટે કમન્ડલ માળા વગેરે લઈને ચાલી નીકળ્યા. પર્વતની ઊંચી ચોટી પર નિર્જન વિસ્તારમાં ના જંગલમાં ઋષિ અત્રિ સમાધિ અવસ્થામાં તપ કરવા બેસી ગયા. અનુસુયા રાત-દિવસ જોયા વગર પતિની સાથે જ બેસીને પતિની સેવા કરતી જાય અને ભગવાન શિવની આરાધના પણ કરતી જાય. ત્યાં એક શિવલિંગની સ્થાપના કરી સવાર-સાંજ એની પૂજા કરવા લાગી અને ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હે ભોળાનાથ મારા પતિની તપશ્ચર્યાને સફળ બનાવો અને આ નિર્જન જંગલમાં સૂકી ભટ ધરતીને રસાળ બનાવો અને વરસાદ વરસાવો. આ વાતને વર્ષો વીતી ગયા. નો આકાશમાં વાદળો આવ્યા ન વીજળી થઈ કે નો વરસાદ આવ્યો. એક દિવસ અચાનક અત્રિ ઋષિ ની સમાધી ભંગ થઈ. અત્રિ ઋષિ બોલ્યા , હે પ્રિય ! મને ખૂબ તરસ લાગી છે મારા થી હવે સહન થતું નથી, મારો જીવ આકુળ વ્યાકુળ થાય છે મને પાણી પીવડાવો મને શીતળ જળ લઈ આવી અને મારી પાણીની તરસ બૂઝાવો મને અસહ્ય પીડા થાય છે જળ વિના મારો પ્રાણ ચાલી જશે ગમે ત્યાંથી લાવો અને મને પાણી પીવડાવો મારી તૃષા ને શાંત કરો.પતિની આજ્ઞા માથે ચડાવી પતિ પરાયણ અનસુયા કમંડળ લઈને પાણીની શોધમાં નીકળી. ઘણું ચાલ્યા પછી એક મેદાન તરફ આવી અને આકાશની સામે કમંડળ ધરીને વરસાદ વરસાવવા માટે પાણી આપવા માટે ભગવાનને પ્રાર્થના કરવા લાગી. પરંતુ વરસાદ આવ્યો નહીં અચાનક કમંડળમાં પાણીની ધારા આવી શીતળ જળ ની ધારા થી કમંડળ ભરાઈ ગયું છતાં આ ધારા અટકતી નહોતી અનસૂયા ને સમજાયું ને કે શું થઈ રહ્યું છે.જોતજોતામાં પાણીની ધારા કમંડળ માંથી બહાર નીકળીને પૂરજોશમાં ફેલાવા લાગી. અચાનક અનુસૂયાની સામે એક વખત વસ્ત્રધારી કન્યા પ્રગટ થઈ તેણે આશીર્વાદ આપતા કહ્યું કે પુત્રી હું તારા દર્શન કરવા આવી છું. તારી પતિવ્રતાની કથા ને સાંભળી છે તારી સેવાને ધન્ય છે માટે હું તારા પર પ્રસન્ન છું અને તારા દર્શન કરવા માટે આવી છું. મને અહીં સ્થાન જોઈએ છે તું મને જે સ્થળ બતાવીશ ત્યાં હું નિવાસ કરીશ. હું ગંગા છું. મા ગંગા ની આવી મધુર વાણી સાંભળી અનસુયા ખૂબ જ ખુશ થાય અને એ મેદાનમાં અનસૂયાએ એક ખાડો કરી આપ્યો જ્યાં ગંગા પ્રગટ થયા અને ત્યાં નિવાસ કર્યો પરિણામે આજુબાજુનો સમગ્ર વિસ્તાર પાણીથી ભરાઈ ગયો હરિયાળી છવાઈ ગઈ વૃક્ષો તરોતાજા થઈ ગયા સરોવરો પાણીથી ડોલવા લાગ્યા હંસો અને પક્ષીઓ તેમાં તરવા લાગ્યા અને સમગ્ર વાતાવરણ આહલાદક શીતળ બની ગયું. પાણીથી ભરેલું કમંડળ લઈ અનસુયા પતિ પાસે ગઈ અને એમની પાણીની તરસ છીપાવી પતિને પાણી પીવડાવ્યું. પાણી પીધા પછી અચાનક અત્રિ ઋષિને પ્રશ્ન થયો કે આ બધો વિસ્તાર તો સુકો છે અહીંયા પાણીનું એક ટીપું પણ પડયું નથી તો પછી અનસુયા આ પાણી ક્યાંથી લાવી? આવું સરસ મજાનું મીઠું શીતળ જળ કમંડળ ભરીને અનસુયા ક્યાંથી લાવી? ઋષિએ અનસૂયા ને આ રહસ્ય પૂછ્યું ત્યારે અનુસૂયાએ કહ્યું કે ચાલો બતાવું એમ કહીને અનસુયા ઋષિ અત્રિને જ્યાં ગંગામાં એ નિવાસ કર્યો હતો, જે જગ્યા પાણીથી છલોછલ ભરેલી હતી અને શીતળ પવન લહેરાઈ રહ્યો હતો ત્યાં અનસુયા પતિને લાવી. અત્રિ અત્રિ ઋષિના આશ્રય વચ્ચે સમગ્ર જંગલ વનરાઈ માં ફેરવાઈ ગયું હતું લીલીછમ વનરાઈઓ લહેરાતી હતી અને શીતળ જળ લેવાતું હતું આ ચમત્કાર જોઈ અને ઋષિ પોતાની જાતને ધન્ય સમજવા લાગ્યા કે પોતે આવે સતી સ્ત્રી ના પતિ છે શીતળ જળમાં સ્નાન કર્યું અને માતા ગંગા ખોળે પાવન થયા.આ સમગ્ર અદ્રશ્ય આકાશમાંથી મહર્ષિ નારદ નિહાળી રહ્યા હતા, ત્યારે જય અનસૂયા, જય અનસૂયા એમ પોકારવા લાગ્યા. બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પણ દેવી સતી અનસુયા ના દર્શન કરવા માટે પધાર્યા. નારદજી અનસૂયાના જય જય કાર બોલાવતા કૈલાશ પર્વત પર પહોંચ્યા ત્યાં તેમણે અનસૂયાની ખૂબ પ્રશંસા કરે અનસોયા જે રે બીજી કોઈ સતી પૃથ્વી પર નથી પાર્વતીને કહ્યું પાર્વતી બ્રહ્માણી અને લક્ષ્મીજી ત્રણેય ત્યાં મોજૂદ હતા તેમને કહ્યું કે તમે પણ અનસુયા ની તોલે ના આવો એવી અનસૂયા સતી નારી છે. આ સાંભળીને આ ત્રણે દેવીઓને સતી અનસુયા ની ઈર્ષા થવા લાગી તેમણે નક્કી કર્યું કે સતી અનસૂયાના સતીત્વની પરીક્ષા થવી જોઈએ. તેથી જ્યારે તેમના ત્રણ એના પતિદેવ કૈલાસ પર આવ્યા ત્યારે તેમણે કહ્યું કે તમે ત્રણેય દેવો અનસુયા ની પરીક્ષા લેવા માટે જાવ ભિક્ષુકના વેશમાં અનુસૂયા પાસે ભિક્ષા માંગી અને એના સતીત્વની પરીક્ષા કરો. આથી બ્રહ્મા વિષ્ણુ અને શંકર મહેશ ત્રણે પૃથ્વી પર અત્રિ ઋષિના આશ્રમમાં પહોંચ્યા આ સમયે ઋષિ અત્રિ આશ્રમમાં હાજર ન હતા. દેવોએ કહ્યું માતા ભિક્ષા આપો, ભિક્ષામ્ દેહી ત્રણે દેવો ભિક્ષુકના વેશમાં હતા.ત્રણેય દેવો અનસૂયા ને કહેવા લાગ્યા મૈયા ભિક્ષા આપો. અનસૂયા ભોજનનો થાળ લાવ્યા અને ત્રણેય દેવો ને ભિક્ષા આપવા માટે આગળ આવ્યા. ત્યારે ત્રણેય દેવોએ કહ્યું ભૈયા એ રીતે નહીં તમે અમને નિર્વસ્ત્ર થઈને અમને ભિક્ષા આપો તો જમે ભિક્ષા ગ્રહણ કરીશું. સતી અનસુયા વિચારવા લાગ્યા કે આ સામાન્ય ભિક્ષુક નથી એણે ગહન ચિંતન કર્યું અને ત્રણેય દેવો ને ઓળખી ગયા. સતી અનસૂયા કુટિરમાં ગયા અને કમંડળ સાથે બહાર આવ્યા અને અંજલિ ભરી એમણે કહ્યું કે જો મેં આજીવન પતિવ્રતા ધર્મનું પાલન કર્યું હોય તો આ ત્રણેય દેવો જે ભિક્ષુકના સ્વરૂપમાં મારે આંગણે આવ્યા છે તે નાના બાળક બની જાય. પલ ભરમાં ત્રણેય દેવો નાના બાળકો બની ગયા. અનસુયા માતા એ ત્રણેય દેવો ને પાલના માં સુવાડી દીધા અને એમને દૂધ પીવડાવ્યું. માતા અનસૂયા પણ દેવોની આ લીલા જોઈને મનમાં મંદ મંદ મુસ્કુરાઈ રહ્યા હતા. પેલી બાજુ ઘણો સમય વીતી ગયો છતાં ત્રણેય દેવીઓ ના પતિદેવ એટલે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પાછા ફર્યા નહીં તો ત્રણેય દેવીઓને પાર્વતી બ્રહ્માણી અને લક્ષ્મીજી ને ચિંતા થવા લાગી. આપણા પતિદેવો સતી અનસોયા ની પરીક્ષા કરીને હજી સુધી કેમ પાછા ફર્યા નહીં. તેઓ પરસ્પર વાર્તાલાપ કરી રહ્યા હતા. એટલામાં ત્યાં નારદજી આવ્યા અને સમાચાર આપ્યા કે તમારા ત્રણેય દેવો તો માતા અનસૂયાની કુટીરમાં પારણામાં ઝુલી રહ્યા છે અને માતા અનસૂયા પુત્ર આનંદ નો લહાવો લઇ રહ્યા છે.આ સાંભળી લક્ષ્મીજી પાર્વતીજી અને બ્રહ્માણી જેને ચિંતા થવા લાગી તેઓ જ્યાં માતા અનસૂયા ની કુટીર હતી પૃથ્વી પર ત્યાં આવ્યા.અને માતા અનસૂયા ને સંબોધીને લક્ષ્મીજી બોલ્યા અમને અમારા પતિદેવ પાછા આપો. માતા અનસૂયાએ ઉત્તર આપ્યો તમારા ત્રણેયના પતિદેવ પાલના માં ઝૂલી રહ્યા છે તમે તેને ઓળખી લો અને લઈ જાઓ. ત્રણે દેવીઓ મૂંઝવણમાં પડી કારણ કે ત્રણે દેવો એક સરખા સ્વરૂપ નાના બાળક હતા. પોતે પોતાના પતિદેવને કઈ રીતે ઓળખશે એવી ચિંતા ત્રણે દેવીઓને સતાવવા લાગી ત્રણેય દેવીઓએ માતા અનસૂયા ને પ્રાર્થના કરી અમે જાણી ગયા છે કે તમે મહાન સતી છો, મહેરબાની કરીને અમારા પતિદેવને મૂળ સ્વરૂપમાં પાછા લાવો. જેથી અમે અમારા પતિદેવને ઓળખી શકીએ, સતી અનસુયા હસ્યા અને અંજલિ ભરીને પાણી ત્રણે ય પતિદેવો ની માથે એટલે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જે બાળ સ્વરૂપ માં હતા એ ત્રણેની માથે છાંટ્યું અને ક્ષણવારમાં ત્રણેય નાનકડા બાળક માંથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ સ્વરૂપે ત્રિદેવ પાછા આવ્યા. સતી અનસુયા એ ત્રણેય દેવો ને તેમની પત્ની લક્ષ્મી પાર્વતી અને બ્રહ્માણી ને સોંપી ત્રણેય દેવીઓ અનસૂયા ને પગે લાગી પ્રણામ કર્યા અને તમે મહાન સતી છો આ પૃથ્વી ઉપર તમારું ચરિત્ર કાયમ અમર રહેશે એવું વરદાન આપી ને અને દેવીઓ અને દેવતાઓ પોતાના સ્થાને ગયા. આવું મહાન ચરિત્ર હતું માતા અનસૂયા નું સતી અનસૂયા નું. જે આજે પણ એ ઇતિહાસમાં સતી અનસુયા તરીકે પ્રસિદ્ધ છે. ‹ Previous Chapterનારી-શક્તિ:- પ્રકરણ-7, ( મૈત્રેયી ) ( વૈદિક સંસ્કૃતિનું ઉત્તમ રત્ન.) › Next Chapter નારી શક્તિ - પ્રકરણ - 9 (શચી પૌલોમી-ઈન્દ્રાણી ભાગ-1) Download Our App