( એવુ કહેવાય છે કે લોકો સામે તમે સચ્ચાઈ લાવશો તો તમારો વિરોધ થશે.. પરંતુ જો એ સચ્ચાઈ ને તમે વાર્તા કે નાટક સ્વરૂપે રજુ કરશો તો લોકોનો કોઈ વિરોધ નહિ હોય. સાશન / પ્રસાશન કઈ કરે કે ના કરે પણ દીકરીઓ ની સુરક્ષા માટે કંઈક તો કરવું જોઈએ. ) ગાંધીનગર ની ખુબ જ સુંદર સવાર. લગભગ 6 વાગ્યા નો સમય છે. ગાંધીનગરના રસ્તાઓ ઉપર ધીરે ધીરે લોકોની ચહલ પહલ વધવા લાગી. સવાર ના સમયે મોટા ભાગે વૉકિંગ કરવા વાળા લોકો હોય છે. અને થોડાક સ્ટુડન્ટ કે જેઓ અભ્યાસ માટે સ્કૂલ કોલેજ જતા હોય છે. અહીંયાના રસ્તાઓ ખુબ જ મોટા છે અને કઈ ને કઈ કામ ચાલતું હોવાથી મોટા ભાગ ના શ્રમજીવી રસ્તા ઉપર જ તેઓનું ઘર વસાવી લે છે. એક ભિખારી જેવો વ્યક્તિ ઊંઘ માંથી જાગે છે અને એનો સમાન ઉઠાવી ને ગડી કરી ત્યાંજ મૂકી દે છે અને ત્યાંથી ચાલ્યો જાય છે. રસ્તાના બંને બાજુ ઉભા કરાયેલા પીક અપ સ્ટેન્ડ એ માત્ર નામ ના જ છે કારણ કે બધા લોકો તો રસ્તા ઉપર જ ઉભા રહી બસ ની રાહ જુએ છે. અને એ જ કારણે એ પીકઅપ સ્ટેન્ડ કેટલાક શ્રમજીવી ના ઘર ની ગરજ પુરી કરે છે. આજુબાજુમાઁ કેટલાક જલેબી ફાફડા ના સ્ટોલ દેખાય છે જ્યાં વૉક માટે આવેલ લોકો ગરમા ગરમ જલેબી ની મજા ઉઠાવે છે તો ક્યાંક ચા ની લારી ઉપર પણ થોડાક લોકો ની ભીડ દેખાઈ આવે છે. એક અન્ય ભિખારી ઊંઘ બગડતી હોય એવુ લાગતા પોતાની પાસે રહેલા ફાટેલા ઓછાડ ને મોઢા ઉપર ઓઢી લે છે.
એટલી વાર માં પેલો ભિખારી પાછો આવે છે અને પીક અપ સ્ટેન્ડ ની સામે ની સડક ઉપર જઈ બેસે છે. અને પીકઅપ સ્ટેન્ડ તરફ એક ધાર્યું જોઈ રહે છે. Gh -5 ના એ પીકઅપ સ્ટેન્ડ ની અંદર એક શ્રમ જીવી પરિવારે ઘર બનાવ્યું હોય એવુ લાગે છે. એમાં પુરુષ વહેલો જાગી ગયો અને એ પાછળ આવેલા પે એન્ડ યુજ માં જાય છે. એટલી વાર માં એની સ્ત્રી પણ જાગી જાય છે. પોતાના કપડાં વ્યવસ્થિત કરી એ એક જગ્યા એ મુકેલ અરીસા સામે જઈ એના વાળ બનાવે છે. એ દંપતી ના ત્રણ બાળકો માં સૌથી મોટો હતો (લગભગ 4 વર્ષનો ) એ જાગી એના કરતા નાના બાળકના રડવા ને કારણે જાગી જાય છે. એની માઁ હજુ પણ અરીસા સામે છે જે કદાચ બાળક ના રડવા ને જાણીજોઈને ને ઇગ્નોર કરતી હોય એવુ લાગે છે. નાના બાળકાના દીવાસ ની શરૂઆત કેવી હોવી જોઈએ એના થી અંજાન પેલો મોટો છોકરો એના ભાઈ કે બહેન જે કદાચ 7-8 માસ નું બાળક હતું એને સાન્ત કરાવવા એની આગળ નાચે છે. પાંચક મિનિટ પછી પેલી સ્ત્રી અરીસા સામે ઉભી હતી ત્યાંથી હટી ને બહાર આવે છે. કદાચ એ પણ નાહવા માટે સાર્વજનિક સૌચાલયમાં જતી હશે. હવે એમના કહેવાતા ઘર મા માત્ર ત્રણ બાળકો છે જેમાં મોટો છોકરો નાના ભાઈ ને શાંત કરાવવામાં વ્યસ્ત છે અને છોકરી કે જે મુશ્કેલ થી ત્રણ સાડા ત્રણ વર્ષની હશે એ હજુ પણ ઊંઘમા છે અને બેફિકર થઇ ને ઊંઘી રહી છે. એ ભિખારી જે સામેના રસ્તા ઉપર હતો એ ધીરેથી gh-5 ના એ પીકઅપ સ્ટેન્ડ ની અંદર આવે છે. મોટો છોકરો એના ભાઈ ને શાંત રાખવા ત્યાં ઉભી રાખેલી બાઈક પાસે જઈ ને ઉભો રહ્યો. અને ઊંઘતી છોકરી પાસે ગયો. પહેલા તો એને જોઈ રહ્યો અને પછી ધીરેથી એની પાસે બેસી ગયો અને ત્યાર બાદ છોકરી ના શરીર ઉપર હાથ ફેરવવા લાગ્યો અને તમાકુ થી રંગેલા એના દાત હોઠો સાથે ભીંસતો રહ્યો. છોકરી એકદમ ઉભી થયી પરંતુ પેલા એ એને જોરથી નીચે ઊંઘાડી દીધી અને એક હાથે એને ડરાવી બીજો હાથ છોકરી ના શરીર ઉપર ફેરવાતો રહ્યો. આજુ બાજુ થોડા લોકો હતા પરંતુ એ બધાને ક્યાં ખબર હતી કે એમની પાછળ રહેલા પીકઅપ સ્ટેન્ડ માં હાલ શું ચાલી રહ્યું છે. એટલી વાર માં પેલા દંપતિ આવે છે. પુરુષ પેલા ભિખારી ને જોઈ ને ઝડપ થી દોટ મૂકે છે, પરંતુ ભિખારી ભાગવા માં સફળ રહે છે. છોકરી એટલી ડરી જાય છે કે એક બાજુ ખૂણા માં જઈ બેસી જાય છે. આજુબાજુ ઉભેલા લોકો વિચારે છે કે આ વ્યક્તિએ કે આટલા જોર થી બૂમ પાડી.